SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ખુબુદ્ધ ગુન - તા. ૧-૧-૮૧ ઈન્દિરા ગાંધી પોતે શું વિચારે છે? પોતાની રીત પ્રમાણે પોતે સીધી રીતે બોલતાં નથી પણ બીજા પાસે બોલાવે છે. સંસદીય લોકશાહી નિષ્ફળ ગઈ છે અને પ્રમુખપદ્ધતિ જ આ પરિ સ્થિતિને એક માત્ર ઉપાય છે. બીજુ, ન્યાયતંત્ર દેશના વિકાસ માટે – રત પગલાં લેવામાં આડખીલી રૂપ છે અને ન્યાયતંત્રની સત્તા ઉપર અંકુશ મૂક જોઈએ. પાર્લામેન્ટને સર્વોપરી બનાવવી જોઈએ અને પાર્લામેન્ટે કરેલ કોઈ કાયદાને બિનબંધારણીય જાહેર કરવાની સત્તા ન્યાયતંત્રને હેવી ન જોઈએ. કોંગ્રેરા મહાસમિતિની બેઠકમાં આવા વિચારો જોરશોરથી મૂકાયા અને તે પ્રચાર ચાલુ છે, અતુલ, પિતાના વતી જ બોલે છે, એમ માનવાને કારણ નથી. સંસદીય લોકશાહી કે પ્રમુખપદ્ધતિના ગુણદોષની ચર્ચામાં અહીં હું ઉતરતો નથી. ન્યાયતંત્ર દેશના વિકાસમાં બાધક છે કે નહિ તેની ચર્ચામાં પણ અત્યારે ઉતરતો નથી. પણ મુદ્દો એ છે કે આ પરિસ્થિતિને પહોંચી વળવા ઈન્દિરા ગાંધીને એ એક જ ઉપાય સૂઝે છે. કે રારકારને એટલે કે અત્યારે તેમને અમર્યાદ રસને જોઈએ. એવી વ્યાપક સત્તા વિના વર્તમાન પરિસ્થિતિને તે પોતે પહોંચી નહિ શકે એ ગભિત એકરાર કરે છે. લોકોને વધારે સંપર્ક સાધવે, લોકોને વિશ્વાસ પ્રાપ્ત કર, લાંચરૂશવત અને ભ્રષ્ટાચારને ડામ, સૌને સહકાર મેળવવા પ્રયત્ન કરો, પિતાની આસપાસ વીંટળાવુ નબળા અને સ્વાર્થી માણોને છોડી પ્રામાણિક કુશળ અને ન્યાય બુદ્ધિવાળા માણસને તંત્રમાં લેવા, આર્થિક ક્ષેત્રે વધતી જતી ભયંકર અસમાનતા દૂર કરવી અને સ્થાપિત હિતેને તેડવાં, પોતાના દાખલાથી લોકોમાં ત્યાગની અને નિઃસ્વાર્થતાની ભાવનાને પેદા કરવી, નૈતિક મૂલ્યની પ્રતિષ્ઠા કરવી, એવી લેઈ વિચારણા કરતા હોય તેમ જણાતું નથી. ટૂંકમાં વર્તમાન પરિસ્થિતિના કારણે દૂર કરવાને વિચાર કરવાને બદલે, તેને દાબી દેવાં અને પોતે ભોગવવી એવા વિચારો જ કરતાં જણાય છે. ઈન્દિરા ગાંધી કોથી દૂર જાય છે. લોકશાહીમાં લોક્સપર્ક અને લોકોનો વિસ્વાસ પાયાની વસ્તુ છે. તે હોય તો જ સત્તાને ઉપયોગ ફળ' દાયી થાય છે, નહિ તે વિરોધ વધે છે. વિરોધ પક્ષો-જે કાંઈ છે તે--બળતામાં ઘી હોમે છે. વિરોધ કરવા સિવાય તેમની પાસે કોઈ રચનાત્મક નીતિ નથી. વિધાનસભા કે પાર્લામેન્ટમાં ધાંધલધમાલ કરવી, સભાત્યાગ કરવે, મરચા કાઢવા, તેટલું જ કરે છે. લોકોના અસંતોષને લાભ ઉઠાવી અશાંતિ વધારવી એ જ તેમને બંધ છે. તેમને પણ લોક્સપર્ક નથી. લોકોને તેમના ઉપર વિશ્વાસ નથી. ઈન્દિરા ગાંધીને કે કોંગ્રેસ (આઈ) ને હટાવી રાજ્ય ચલાવવાની તેમની તાકાત નથી. લેશાહી અને નાગરિક સ્વાતંત્ર્યની માત્ર વાતો જ કરે છે. ભારતીય જનતા પતા ગાંધીવાદી સમાજવાદની વાત કરે તે કેટલી હાસ્યાસ્પદ છે? આ સંજોગોમાં લોકો શું કરે? સબળ નેતૃત્વ વિના લોકો અસરકાશ્ક પરિણામ લાવી શકતા નથી. આડાઅવળા દોરવાઈ જાય છે અને વધારે સહન કરવું પડે છે. આવું નેતૃત્વ ન મળે ત્યાં સુધી, સમજદાર અને પ્રમાણિક વ્યકિતઓએ, પોતપોતાનાં નાના ટી ક્ષેત્રમાં નિસ્વાર્થતાથી, નિડરપણે, પોતાના વિચારે રજૂ કરવા અને લોકોને સાચું માર્ગદશન આપવું, લોક- સંપર્ક વધારો અને લોકોને સંગઠિત કરવા. ઉશ્કેરણી કરવાથી " આ કામ થાય તેમ નથી, વાતાવરણમાં ખૂબ હિંસા ભરી છે ત્યારે હિંસાને ઉત્તેજન મળે એવું કંઈ જ ન કરવું. અત્યારે દરેક વર્ગ પિતાના સ્વાર્થને જ વિચાર કરે છે. એવા વર્ગહિતેને ઉશ્કેરવાથી સંઘર્ષ વધવાને. 'અસામાજિક તવેનું જોર બહુ વધ્યું છે, વધતું જાય છે. પોલીસના રક્ષણની હવે બહુ આરા રાખવા જેવું નથી. આપણે એક વિષચક્રમાં પડયા છીએ. તેમાંથી બહાર નીકળવા, કોઈએ ન્યાગની ભાવનાથી પહેલ કરવી પડશે. વિનેબાજીએ આચાર્યકુળ અને શાન્તિ- સેનાના વિચારો આપ્યા છે. તેને અમલી બનાવવાનું કામ વિનોબાજી કરી શકે તેમ નથી. સર્વોદયના આગેવાન અને કાર્યકર્તાઓ, લોકોમાં દટાઈ જવા તૈયાર હોય તો ઠંઈક કરી શકે. બીજાઓ પણ જે સાચા સેવાભાવી હોય તે પોતપોતાના ક્ષેત્રમાં થોડું ઘણું કામ કરી શકે. આ દષ્ટિએ વિચારતા અત્યારે દેશના જુદા જુદા ભાગમાં જે બની રહ્યાં છે તેને જુદી રીતે જ વિચાર કરવો પડે. ખેડૂત આંદોલને અને મરચાએ એક નવો પ્રવાહ છે. ખેડૂતોને ન્યાય મળવો જોઈએ તે વિશે બે મત ન હોય, પણ અત્યારે જે રીતે આંદોલન થઈ રહ્યું છે, તેમાં ખેડૂતોને અને સમગ્ર પ્રજાને હાનિ થવા સંભવ છે. ગામડાં વિરુદ્ધ શહેરો, ખેડૂત વિરુદ્ધ ઉદ્યોગ કે વેપારી, એવું વલણ હિતકારી નથી. શરદ જોષીએ નવે નાદ શરૂ કર્યો છે. ભારત વિરુદ્ધ ઈન્ડિડ્યા. શરદ પવાર અને ચતરાવ ચવ્હાણ રાજકીય હેતુથી કૂદી પડયા. તામિલનાડુમાં, ગામડાઓમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ શહેરમાં જતી અટકાવવાની હાકલ થઈ છે. આ આંદોલન મોટેભાગે મોટા ખેડૂતોના હિતમાં હોય તેવું લાગે. નાના ખેડૂત અને ખેતમજૂરની અવગણના છે. તેથી વરાંતદાદા પાટિલ જેવા આ આંદોલનને ટેકો આપે છે, સુગર લોબીને મજબૂત કરવા. લોકોને ધીરજથી આ બધું સમજાવવું પડે. છેવટે સમગ્ર પ્રજાને - કન્ઝયુમર - ગરીબ જનતાને વિચાર પ્રધાન હોવો જોઈએ. આસામનું અદાલન ખતરનાક છે. આસામને ઘણે અન્યાય શકે છે તે સાચી વાત, લાખો લોકો પશ્ચિમ બંગળ કે બંગલા દેશમાંથી હિન્દુ અને મુસલમાન - આસામમાં જમા થયા છે, તેમાંથી ૧૯૫૧ પછી આવેલ ‘વિદેશી’ને વીણીવીણી જુદા પાડવા શકય નથી. વર્ષો સુધી તપાસ ચાલે, દરમિયાન ગંભીર અશાન્તિ રહે. આસામના ટુકડા થઈ ગયા અને કેટલાક પ્રદેશો તેમાંથી જુદા પાડી નવા રાજ્યો કર્યા. આસામને આર્થિક વિકાસ ઘણો ખેદજનક રહ્યો અને તેની પેદાશ - તેલ - તેને વળતર મળવું જોઈએ તે ન મળ્યું, એને ઉપાય કરવો જોઈએ. પણ વાસ્તવિકતાની અવગણના કરીને તે નહિ થાય. રાજકીય હેતુથી કે આંધળી રીતે આ આંદોલનને ટેકો ના અપાય. આસામના લોકોને સમજાવવા પડે અને ગ્ય માર્ગ કાઢવો પડે. દમનથી પણ નહિ થાય. સરકાર પાસે દમન સિવાય માર્ગ નથી એટલે સંઘર્ષ વધે છે. સજજન વ્યકિતઓએ લોકસંપર્ક સાધી, સમાધાન લાવવું જોઈએ. અસામાજિક તત્ત્વો, ગુંડાગીરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર અનહદ વધ્યા છે અને વધતા જાય છે. સખત પગલાં લેવાં જ પડે. આવાં અનિષ્ટોને પહોંચી વળવા અટકાયતી ધાર કે નેશનલ સિકયોરિટી એકટને આવા લોકો સામે ઉપયોગ કરવો પડે તો તે અનિવાર્ય અનિષ્ટ સહન કરવું પડે. તેને દુરૂપયોગ ન થાય તેની પૂરી તકેદારી રાખવી પડે, પણ તેને આંધળે વિરોધ, વર્તમાન સંજોગોમાં, બરાબર નથી. નાગરિક સ્વાતંત્ર્ય મેંધી વધુ છે પણ કોને માટે? લોકોને રંજાડનાર અને લૂંટનાર માટે? સરકારમાં આપણને વિશ્વાસ નથી અને આ કાયદાઓને પૂરો દુરૂપયોગ થવા સંભવ છે એ ભય અસ્થાને નથી. તે માટે પૂરી જાગૃતિ રાખવી પડે. આપણા ધારાસભ્ય અને સંસદસભ્યએ જાગ્રત રહેવું પડે અથવા આપણે તેમને છે માર કાનાને માટે પૂરી
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy