________________
| ૧૯૮૧ |
Regd. No. MH, By/South 54 Licence No: 37
==બુ જીવ
‘પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૪૪ : અંક : ૧૭
મુંબઈ, ૧ જાન્યુઆરી, ૧૯૮૧, ગુરુવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૪૫
મુંબઈ જૈન મુલક સંધ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ રૂ. ૦-૭૫
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
*
દેશની દિવસે દિવસે વધારે વણસતી જતી પરિસ્થિતિથી સૌને ભારે બેચેની અને ચિંતા થાય છે. વણસતી પરિસ્થિતિનું વર્ણન કરવું સહેલું છે, તેનાં કારણા શેાધવાં પણ અઘરાં નથી, પણ કોઈને તેને ઉપાય કે માર્ગ સૂઝતા નથી. કેટલાક લોકો એવા હતાશ થઈને બેઠા છે અને એમ માને છે કે બધું ખાડે જવાનું છે, આપણે અટકાવી શકવાના નથી, છેવટ રાજકતા થશે અથવા હિંસક બળવા થશે. કેટલાક એમ માને છે કે આ પરિસ્થિતિ સુધારી શકાય તેવી નથી, માટે ઈરાદાપૂર્વક તેને વધારે ખરાબ કરવી અને જેમ બને તેમ વહેલી એવી પરિસ્થિતિ લાવવી કે અંધાધૂંધી થાય. આવા લોકો માને છે કે એક વખત આવી અંધાધૂંધી થશે પછી જ તેને કોઈ માર્ગ કે ઉપાય સૂશે. નવી નેતાગીરી જાગશે અને નવસર્જન થશે. શ્રીમતી ઈન્દિરા ગાંધીના એક વર્ષના નવા શાસનની નિષ્ફળતા સૌ કોઈ સ્વીકારે છે. ઈન્દિરા ગાંધી વિરોધ પક્ષોનો દોષ કાઢે છે. કોંગ્રેસ મહાસમિતિમાં તેમણે કહ્યું કે જનતા પક્ષે આટલું બધું બગાડી નાખ્યું છે તેની મને કલ્પના ન હતી, મારી પાસે .જાદુઈ લાકડી નથી, પરિસ્થિતિ સુધારતાં વાર લાગશે. એક રીતે આ વિષ્ફળતાનો એકરાર છે. પરિસ્થિતિ વિકટ છે જ અને કેટલાંક કારણા ઈન્દિરા ગાંધીતા કાબૂ બહારનાં છે તે સ્વીકારીએ તે પણ એટલું કહેવું જોઈએ કે જે પગલાં લેવા જોઈએ અને લઈ શકાતાં હતાં તે લીધાં નથી અથવા લેવાની હિંમત કે તાકાત હવે રહી નથી, તે વાત હવે સ્પષ્ટ છે. ઈન્દિરા ગાંધી વિશે એવી છાપ છે. કે વિકટ પરિસ્થિતિ હાય ત્યારે જ તેમનું ખમીર દેખાઈ આવે છે અને તેઓ ઝબકી ઊઠે છે. આ એક વર્ષના શાસને આ માન્યતા ખોટી પાડી છે.
વિષે શ્રી કામઠે તેના છેલ્લા અંકમાં તેઓ કહે છે.
આપણી ફરજ
ઈન્દિરા ગાંધી ના આ શાસક વર્લ્ડ વિકલી’ના તંત્રી
છે તે નોંધવા જેવું છે.
The Prime Minister believes that she is providing a goverment that works. Apparently, she has not been reading the papers. During the Janata regime, we were treated' to a show of indicipline and disunity among Janata leaders that, was hilarious but not damaging. Under the Congress (I) regime, there have been more police shootings, more murders, more agitations, more hikes in prices of essential commodities and more destructive strikes than probably at any other comparable period in history.
~
Mrs. Gandlhi's 'tendency is to blame the Opposition, How long is this tamusha to last?
સહતંત્રી : રમણલાલ ચી. શાહ
?
There is no Opposition now and certainly it is not the Opposition that is responsibible for the country's slide down. And did Mrs Gandhi, in opposition, do any better? Her minions were raiding courts, destroying legal papers and otherwise creating all sorts of trouble and if the chicken are coming home to roost, she has none to blame but herself. If she and her partymen had shown some sense of responsibility when they were in the wilderness, they would have been in a better position to criticise the Opposition today. The fact of the matter is that the 'Congress (I) has no sense of direction. And blaming the Press, the Judiciary and the Opposition is not accepting responsibility. Mrs. Gandhi divides people. She should bring them together.
: વડા પ્રધાન માને છે કે તેઓ કામ કરતી સરકારપૂરી પાડી રહ્યા છે.' દેખીતું જ છે કે, તેઓ અખબાર વાંચતાં જણાતાં નથી. જનતા શાસન દરમિયાન પક્ષના આગેવાનો વચ્ચે અશિસ્ત અને અનેકયના ખેલ આપણને માણવા મળ્યા, એ હાસ્યાસ્પદ હતા, પણ હાનિકારક નહિ. ઈન્દિરા કોંગ્રેસના શાસન હેઠળ ઈતિહાશમાં એવા કોઈ સરખામણીપાત્ર ગાળા દરમિયાન સંભવત: થયાં હશે તે કરતાં વધુ ગાળીબાર, વધુ ખૂન, વધુ આંદોલન, આવશ્યક ચીજવસ્તુઓના વધુ ભાવવધારા અને વધુ વિનાશક હડતાળે
નોંધાયાં છે.
શ્રીમતી ગાંધીનું વલણ વિરોધ પક્ષોને દોષ દેવાનું રહ્યું છે. આવે! તમા ક્યાં સુધી ચાલશે? અત્યારે વિરોધ પક્ષ જેવું ક્યું નથી અને દેશની પડતી દશા માટે કોઈ જવાબદાર હોય તા તે વિરોધ પક્ષો તે નથી જ. વળી શ્રીમતી ગાંધી જ્યારે વિરોધ પક્ષે હતાં ત્યારે તેમણે શું સારો દેખાવ કર્યો હતો? તેમના ખુશામતખારો અદાલતો પર હુમલા કરતા હતા. કાનૂની દસ્તાવેજોને નાથ કરતા હતા અને બીજી જાતજાતની મુશ્કેલીઓ સર્જતા હતા અને હવે ‘વાવ્યું તેવું લણવાનો વખત આવ્યા હાય તે તે માટે પેાતાની જાત સિવાય તેઓ બીજા કોઈને દોષ દઈ શકે તેમ નથી, ઈન્દિરા ગાંધી અને તેમના પક્ષના માણસાએ તેઓ જ્યારે વનવાસની સ્થિતિમાં હતા ત્યારે જો થાડીકે ય જવાબદારની ભાવના દાખવી હત તે. આજે.વિરોધ પક્ષોની ટીકા કરવા માટે તેઓ વધુ સારી સ્થિતિમાં હાત. વાસ્તવિક .હકીકત એ છે કે ઈન્દિરા કોંગ્રેસને આજે કોઈ દિશાસૂઝ નથી. - અને અખબારો, ન્યાયતંત્ર અને વિરોધ પક્ષોને દાય આપવાનો અર્થ એ થાય કે એ પક્ષ જવાબદારી સ્વીકારતા નથી. શ્રીમતી ગાંધી લેાકેામાં ભાગલા સર્જી રહ્યાં છે. તેમણે લોકોને સંગઠિત કરવાં ઘટે છે.'