SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧૮૧ પગે ચાલીને ફરવા નીકળતા ત્યારે આવા કાલા મારી બાજુમાંથી પસાર થતો જોતો હતો. હું પોતે સુપ્રીમ કોર્ટ જતા ત્યારે મારી કાર જાતે ચલાવતા અને મારો જમાદાર બાજુમાં બેસતો. પણ અહીં સ્થિતિ જુદી હતી.” પ્રભુ જીવન “મારા એડીસીને પૂછ્યું, ‘આટલી બધી કાર શું કામ ?” જવાબમાં જાણવ! મળ્યું કે રોલ્સ રોયસ ગાડી મારા માટે હતી. રોલ્સ રોયસ રસ્તામાં ખરાબ થઈ જાય તો પાછળની ગાડીમાં બેસી શકાય તે માટેની સ્ટેન્ડબાય કાર હતી. એ પછી સ્ટેન્ડબાય કાર નં. બે હતી, મેં કહ્યું કે માત્ર બે કિલોમીટર માટે આવા દેખાવ હાસ્યાસ્પદ લાગે છે.મને લાગ્યું કે રોલ્સ રોયસ બગડી જાય તે હુ ં પગે ચાલીને કે પાછળની જીપમાં બેસીને રાષ્ટ્રપતિ ભવન જઈ શકુ છું. સિક્યુરીટી ઓફિસરે ત્યારે ગભરાઈને કહ્યું “આવું કઈ કરશો નહિં. કાંઈક ગરબડ થાય તો મારી નોકરી જશે.” એટલે તેની ખાતર મેં... આ બધું સ્વીકારી લીધું.” “હું જયારે મારી કચેરીમાં રાષ્ટ્રપતિ તરીકે પ્રવેશ્યા ત્યારે મારું આગમન એક બ્યુગલદ્રારા જાહેર કરાયું. મને ગાર્ડ ઓફ હાનર અપાયું અને મારુ સ્ટાન્ડર્ડ મને ઊંચું જતું લાગ્યું:” કામ પતાવીને હુ.ં બપોરના ખાણા માટે પાછા કચેરીમાં આવ્યા, દિવસમાં ચાર વખત મને ગાર્ડ ઓફ ઓનર મળતું અને બે વખત બ્યુગલા બજતા હતા. ઘણી મહેનત પછી સાંજે અપાતું ગાર્ડ ઓફ હાનરશ્ને બંધ કરાવ્યું.” ” “૧૯૨૯માં રાષ્ટ્રપતિ ભવનને વાઇસરગલ ગજતરીકે ઓળખવાાં આવતું. સૌપ્રથમ તેમાં ર્ડ ઇરવીન રહ્યા હતા. ૬૩૦ ફૂટ પહોળું અને ૫૩૦ ફૂટ ઊંચું આ રાષ્ટ્રપતિ ભવન ૨૧૦૪૩૦ ચોરસ ફૂટમાં પથરાયેલુ છે. વરસેન્સ ખાતેના પેલેસ પણ માત્ર ૧૯૮૩૦૦ ચોરસ ફૂટ છે. ૩૩૦ એકર જમીનમાં ઉભેલી આ ઇમારતમાં ૧ માઇલની લાંબી ગલીઓ છે. ૩૪૦ ખંડો છે, ૨૨૭ સ્તંભો છે અને ૩૭ ફુવારા છે. એમાં ભવ્ય હોલ અને ઝુમ્મરો છે. ૧૨ એકરમાં મોગલ ગાર્ડન છે. સ્વીમીંગ પુલ, સિનેમા હોલ, ગોલ્ફ કોર્સ, હોકીનું મેદાન, ફુટબોલનું મેદાન, ક્રિકંટનું મેદાન,ટેનીસ કોર્ટ, પ્રાણીસંગ્રહાલય અને એક સ્કૂલ પણ રાષ્ટ્રપતિભવનમાં છે. આ ભવ્ય ભવનને રાષ્ટ્રપતિની એસેંટ કહેવામાં આવે છે તેમાં કાંઇ નવાઇ નથી ! “ઉપરના ભવન ઉપરાંત સિમલા ખાતે ૭૦૫૦ ફૂટ ઉપર રાષ્ટ્રપતિ નિવાસ છે,તેમાં ૮૩ ખંડો છે. માશોબ્રા ખાતે રાષ્ટ્રપતિને હવાખાવાનો મહેલ છે,.તેમાં ૨૬ ખંડ છે. હૈદ્રાબાદમાં રાષ્ટ્રપતિ માટેનો ખાસ બોલારામ તરીકે ઓળખાતા આવાસ છે. તેમાં ૧૯ ખંડો છે! રાષ્ટ્રપતિ માટે એક રોલ્સ રોયસ, ત્રણ મર્સીડીબેન્ઝ, ૩ કેડીલેક, ચાર શેવરોલેટ અને એક ક્શાલ નામની મોટરકારો છે. નાની કારો, જીપ, બીજી ગાડીએ અને એક એમ્બુલન્સ છે. રાષ્ટ્રપતિ માટે બે શાહી કોચ છે. બે વિકટોયા ગાડી છે અને ત્રણ લગેજોક રખાયેલી છે. બે બટાલિયન જેટલા બેડીગાર્ડ ઉપરાંત ૨૭૧ જેટલા પેાલીસ ઓફિસરો છે. રાષ્ટ્રપતિ માટે પુસ્તકાલય અને મોટું ટેલિફોન એક્ષચેન્જ છે, વિલીયર્ડ રૂમ છે... અને ઘણી ઘણી સગવડો છે... એકંદરે મને લાગ્યું કે ૨૫૦૦ જણના સ્ટાફવાળી સુપર ડીલકસ હોટલ છે. નસીબદાર આદમી જ આટલા વૈભવ ભગવી શકે. મારા નસીબમાં આ વૈભવ ૩૫ દિવસ પૂરતો હતો, પણ મેં માત્ર પ્રમુખ નિકસન મારા મહેમાન તરીકે આવ્યા ત્યારે બે દિવસ માટે ભાગવ્યો.” ૧૨૩ ‘તમારા ઉપર મોટાઈ ઠોકી બેસાડવામાં આવી છે તે બદલ અભિનંદન' રાષ્ટ્રપતિ તરીકે મારે શોભાના ઘણા કામ કરવાના હોય છે. કોઇ એલચી આવે ત્યારે રાષ્ટ્રપતિની છબી ચાંદીમાં મઢીને તેમને ભેટ અપાય છે. મારી છબી ૨૪ કલાકમાં ચાંદીથી મઢીને તૈયાર કરાયેલી તે મને યાદ છે.. રાષ્ટ્રપતિ તરીકે મેં ઘણા એલચીઓને મુલાકાત આપી, શાહી ભાજના લીધા... આ દરમિયાન મારી પસંદગીની ઘણી ફિલ્મો દિલ્હીના થિયેટરોમાં આવી અને ગઇ. મે એક ફિલ્મ જોવા માટે મિલિટરી સેક્રેટરીને કહ્યું. તો તેણે કહી દીધું કે રાષ્ટ્રપતિ ભવનમાં ખાનગી થિયેટરમાં તે ફિલ્મ લઇ આવીએ.... પણ મેં આવું કરવાની ના પાડી... જો કે પછી રાષ્ટ્રપતિ ભવનમાં બીજી જે કોઈ ફિલ્મો બતાવાઇ તે જોવા માટે જવું પડયું...” “ઉપર મેં તમને બહુ આંકડાઓ રજૂ કર્યા તો સાથે એ પણ કહી દઉં કે ૩૫ દિવસ દરમિયાન ૬૭૧૯ કાગળા અને તારો મને અભિનંદન માટે જ મળ્યા. એમાં એક તારના નમૂના આ રહ્યો... “એક વખત મને રાષ્ટ્રપતિ એસ્ટેટમાંથી શાકભાજીના એક જંગી જથ્થો મળ્યો ત્યારે મને નવાઇ લાગી, મને ૨૫ દિવસ સુધી ચાલે એટલા શાકભાજી અને ફળા હતાં, મે' માત્ર કોબીજ અને એક સફરજન લઇને બાકીનાં જંગી ટોપલા પાછા વાળ્યા. એ પછી મને આવા ટોપલા ન મળે. તેમ મે મિલિટરી સેક્રેટરીને કહ્યું... વી. વી. ગીરીએ રાજીનામું આપેલું પણ તેમના ખાનગી રસાડાને તે તાળું મારીને ગયા હતા. બીજુ સત્તાવાર રસાડું હતું તેમાં મેં અને મારી પત્નીએ ભાજન લઇ બીલ માટે આગ્રહ રાખ્યો ત્યારે બીલની ૨કમ જોઇને હું દંગ થઇ ગયો...' “હું અગાઉ નાગપુર અને જબલપુરમાં હતો એટલે ત્યાંના ધારાશાસ્ત્રીઓ અને મિત્રો મને નાગપુર આવવા આમંત્રણ આપવા માટે આવ્યા. મને કહેવામાં આવ્યું કેરાષ્ટ્રપતિનું ખાસ વિમાન લઇને આવો, પણ મેં વિમાન વાપરવાની ના પાડી... મહારાજ, ગવનરો, પ્રધાના, એલચી, હાઇ િશનરો, ચીફ જસ્ટીસા, વગેરેને માટે રોજ મુલાકાત આપવી પડતી... આ બધા દિવસા દરમિયાન હું વ્યાયામ માટે રાવા જતા તે બંધ કરવું પડયું. એક દિવસ હું માંરા બગીચામાં ચાલવા ગયા તો ત્યાં હથિયારધારી સત્રીઓ મારી પાછળ પાછળ ચાલવા લાગ્યા. હું અકળાઇ ગયા. મારી પત્નીએ કહ્યું- રાષ્ટ્રપતિ ભવનના મોગલ ગાર્ડનમાં ફરવા જઇએ. ત્યાં પણ, બે એ.ડી.સી.ઓ. સાઘ વેશમાં સી, આઇ.ડી. અને બગીચાના સુપ્રિન્ટેન્ડન્ટ અને બીજા એક ડઝન જણા અમારી પાછળ પાછળ ફરતા હતા.... એ પછી ફરવાનું બંધ કર્યું. પ્રમુખ નિકસન આવ્યા ત્યારે હું પત્ની સહિત બે દિવસ રાષ્ટ્રપતિભવનમાં રહેવાં ગમે ત્યારે પણ” મારા રૂમ પાસે સંત્રીએ ઉભા હોય જ... મારી પત્નીએ એક દિવસ’મજાકમાં ક], ‘...આના અર્થ એમ કે આપણે બન્નેએ ઝઘડો કરવા હોય તો પણ ન કરી શકીએ.' પ્રમુખ નિર્કર્સને આવ્યા ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં અગાઉની સૌરાષ્ટ્ર સરકારે તૈયાર કરાવેલા ‘દ્વારકા સ્વીટ’(દ્વારકાખંડ) તેમને માટે સજાવવામાં આવ્યો... પ્રમુખ નિકસન માટે અમેરિકાથી બુલેટપ્રૂફ ગાડી આવી હતી. તે ગાડીમાં બેસીને હું અને પ્રમુખ નિકસન જતા હતા ત્યારે લોકોના ટોળા અમને હર્ષનાદથી વધાવતા હતા... પ્રમુખ નિકસને મને પૂછ્યું... ‘તમે આવી રીતે પસાર થાઓ છે ત્યારે તમને રોજ આટલા બધા લોકો વધાવે છે?" પ્રમુખ નિકસને ધાર્યુ હશે કે હું વિવેક કરીને કંઇક જુદુ કહીશ. પણ મે કહ્યું... “આ લોકો તો બુલેટ પ્રૂફ ગાડી જોવા આવ્યા છે.” “ચાર દિવસની ચાંદની જેવા ૩૫ દિવસ વિતાવીને હું પા રાષ્ટ્રપતિમાંથી રાશ મૂળ સ્થાને આવ્યો ત્યારે ઘણા દિવસ પછી એક સિનેમાગૃહની ટિકીટબારી પાસે લાઇનમાં ઉભા રહીને ટિકિટ ખરીદીને અમે નિરાંતે ફિલ્મ જોઇ.”
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy