SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ D Regd. No. MH. ży/South 54 Licence No. : 37 પબુ જીવન ‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૪૫: અંક: ૧૨ મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક મુંબઈ ૧ નવેમ્બર, ૧૯૮૧, રવિવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪૫ છૂટક નકલ રૂા. ૭-૭૫ સહતંત્રી : રમણલાલ ચી. શાહ તંત્રી ચીમનલાલ ચકુભાઇ શાહ ચેાગ્ય નહીં ગણાય ચકુભાઈ શાહ [] ચીમનલાલ હાઈકોર્ટના જજોના રહેણાક માટે મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં જમીન આપશે એવી જાહેરાત થઈ છે. મુખ્યમંત્રી મી. અંતુલેને ત્યાં વડાન્યાયમૂર્તિ અને બીજા જજોને બોલાવી, મુખ્યમંત્રીએ સરકારનાં આવા ઈરાદાની જાણ કરતો પત્ર આપ્યો. આ પ્રસંગને દૂરદર્શન ઉપર સારી પ્રસિદ્ધિ આપવામાં આવી. આ પ્રસંગને આવું સ્વરૂપ અપાશે તેવી જૉને ખબર નહિ હોય, પણ મુખ્યમંત્રીએ સહેતુ આવી વ્યવસ્થા કરી હશે. આ બાબંત સ્વાભાવિક રીતે જાહેર વિવાદનો વિષય બની છે. આ વિષયમાં જાણકાર સાધના દ્વારા સાચી માહિતી મેળવવા મે પ્રયત્ન કર્યો છે. જો માટે આવી રીતે જમીન આપવાની વાત ૧૦-૧૨ વર્ષથી ચાલે છે, તે સમયે જમીનના ભાવ સામાન્ય હતા. થાડા કીફાયત દરે જમીન આપે તે પણ નામનો ફાયદો થાય. ઉચ્ચ સરકારી અમલદારોને આવી રીતે ક્લેટો આપવામાં આવે છે. કેટલાક જૉને તે રીતે ફ્લેટો અપાયા પણ છે. બધા જજોને જજ હોય ત્યાં સુધી કાંઈ પણ લીધા વિના બંગલાઓ અપાય છે. વર્તમાન પરિસ્થિતિ સર્વથા ભિન્ન છે, અસાધારણ છે. આ જમીન નરીમાન પોઈન્ટ ઉપર મંત્રાલય નજીક આપવાની છે. ત્યાં જમીનના ભાવ આસમાને ચડયા છે. શું ભાવે અથવા શું શરતોએ જમીન આપશે તે હજી નક્કી નથી થયું. પણ ઘણી સસ્તી કિંમતે આપશે તે સ્પષ્ટ છે. તેમ ન હેાય તો લેવાનો કાંઈ અર્ય નથી અથવા જજોનું ગજું પણ ન હોય. કદાચ, જમીન લીઝ ઉપર અપાશે તો જમીનનું ભાડું જ આપવાનું રહેશે અને તે પણ બહુ ઓછું હશે. અત્યારે ત્યાં રહેણાંકના ફલેટના સ્કવેરફીટના ભાવ રૂપિયા ૧૨૦૦થી ૧૫૦૦ ગણાય. જો સહકારી મંડળી કરશે અને મકાન બંધાવી માલિકી ધોરણે ફલેટો અપાશે. સંભવ છે, આ ફ્લેટો રૂપિયા ૪૦થી ૫૦૦ના સ્કવેર ફીટના ભાવે પડે, દરેક ફ્લેટ ૧૦૦૦થી ૧૩૦ સ્ક્વેર ફીટનો થશે. ૪૫ ફ્લેટો થવાના છે જેમાંથી પાંચ ફ્લેટો સરકારી અમલદારો માટે આપવાના રહેશે અને ૪૦ ફલેટા જો માટે રહેશે. જેને ફ્લેટ મળે તેને દેખીતી વાત છે કે વર્તમાન સંજોગામાં ઘણા મેટો લાભ થશે. આ વિષયમાં આપણા જાહેરજીવનને લગતા ઘણાં અગત્યનાં મુદ્દાઓ ઊભા થાય છે. આ લખાણ હું ટીકા કરવાની દષ્ટિએ નથી લખતા પણ આ બાબત ઊંડી વિચારણા માગે છે તે તરફ વૃક્ષ દોરવા લખું છું. • .......બે વાત સ્પષ્ટ કરી દઉં. હાઈકોર્ટના જજોનો પગાર બહુ ઓછા છે. અને સારી પેઠે વધારવાની જરૂર છે. તે વિષે બે મત નથી. આ અસહ્ય મોંઘવારીમાં તેમના મેભા પ્રમાણે આટલા પગારમાં રહેવું અશકય છે, બીજું, જોને આ રીતે જમીન આપવામાં આવશે તેથી કોઈ જજની સ્વતંત્રતા કે પ્રમાણિકતામાં લેશ પણ ઉણપ આવશે તેમ માનવાને કોઈ કારણ નથી. બલ્કે જે જજોને ફલેટ મળવાના છે તેમાંના કેટલાંક નિવૃત્તા હશે તે બીજા બે-પાંચ વર્ષે નિવૃત્ત થશે. પ્રશ્નો જુદા પ્રકારના છે. આ ફલેટા કોને આપવામાં આવશે? મોટે ભાગે હાઈકોર્ટના વર્તમાન જજોને, પણ સુપ્રીમ કોર્ટનાં જૅમ્પ જજોએ પણ માંગણી કરી છે અને તેમને પણ અપાશે તેમ મને કહેવામાં આવ્યું છે. કોઇક નિવૃત્ત જજને પણ અપાશે તેમ જાણ્યું. હજી કાંઈ ધારણ નક્કી નથી થયું. ધારો કે ૪૦ ફ્લેટો માટે ૫૦-૫૫ માંગણી આવી તે શું થશે? સહકારી મંડળી રચવા અને ફલેટો ફાળવવા પાંચ જજોની કાંમટી નિમવામાં આવી છે. અંદરના ખટરાગ નહિ થાય ? વર્તમાન જજોને ફ્લેટો મળશે – હવે પછી જજો. નિમાય તેમનું શું? મહારાષ્ટ્ર હાઈકોર્ટ માટે આ પહેલ થઈ. બીજી હાઈકોર્ટોમાં શું? આ નિર્ણય કરતા પહેલાં, મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારની મંજૂરી લીધી છે? હાઈકોર્ટના જજોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આ અખિલ ભારતીય અને કાયમના પ્રશ્ન છે. આવી રીતે એક પ્લોટ આપી દેવાથી શું વળ્યું? હાઈકોર્ટના જજો માટે આવી સુવિધા કે લાભ થાય તો બીજી નીચલી કાર્ટોના જજોનું શું? તેમની જરૂરિયાત ઓછી નથી. સૌથી અગત્યના પ્રશ્ન જાહેરજીવનની નીતિમત્તાના છે. વર્તમાનના અત્યંત કલુષિત વાતાવરણમાં ચારે તરફ ભ્રષ્ટાચારના પવન જોરથી ફુંકાય છે ત્યારે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના જજો પ્રત્યે લોકોનો અનહદ આદર અને શ્રદ્ધા છે તે ડગી જશે. અંધરકારમાં આ એક જ્યોત છે. તેને પણ ઝાંખપ લાગશે? તે પણ સરકારી લાલચનો ભાગ બનશે? જે કરવું હોય તે—અને ઘણું કરવાની જરૂર છે-ઉઘાડી રીતે, કાયદેસર, અખિલ ભારતીય ધારણે કરો. પૂરો વિચાર કર્યા વિનાનું આવું પગલું, જો અને સરકાર માટે અનેક શંકાઓ પેદા કરશે. દુર્ભાગ્યે આ વસ્તુ અત્યારે જ બની અને એવી વ્યકિતને હાથે કે જેની પ્રમાણિકતા વિષે - વંટોળ ચડયા છે અને જેની સામે અત્યારે હાઈકોર્ટમાં કેસા ઊભા છે. સમાજનું અધ:પતન થતું હાય ત્યારે એક વર્ગ તો એવા હોવા જોઈએ કે જે ત્યાગનો આદર્શ પૂરો પાડે અને કોઈ લાલચને વશ ન બને, જો સ્વતંત્ર અને પ્રામાણિક હોય એટલું પૂરતું નથી. તે છે તેમ સ્પષ્ટ દેખાવું જોઈએ. તેમાં કોઈ શંકાને સ્થાન રહેવું ન જોઈએ. હજી મારું નથી થયું. સમાજના અને દેશના ક્ષેમકલ્યાણ માટે આ વાત હાલ પડતી મૂકી, પૂરો વિચાર કરી નિર્ણય થાય એવી આશા રાખવી વધારે પડતું નથી.
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy