________________
(20)
૧૧૮
પ્રેસ સેન્સરશિપ ન લાદે તે જ તેમના ઉદ્ગારોના રણકાને આપણે સાચા ગણી શકીએ. છતાંય તેમના ઉદ્ગારો ઉપર પશ્ચિમના પત્રકારોએ વિચાર કરવા જોઈએ જ. એમ છતાં હું પશ્ચિમના કેટલાક મેગેઝિના (વર્તમાનપત્ર નહિ) જોઉં છું તે ઉપરથી લાગે છે કે “આટલાન્ટિક”, “હાર્પર” અને “ધી નેશન” જેવા અમેરિકન મેગેઝિને જે ભારતના અને વિદેશના બહુ ઓછા વાચકો સુધી પહોંચે છે તે મૅગેઝિનોના તંત્રીઓ પેાતાના લેખકોને રૂ. ૧ લાખ સુધીના ખર્ચ કરીને ગરીબ દેશેામાં માકલીને ત્યાંની તમામ સ્થિતિના ઊંડો કયાસ કાઢે છે. દાખલા રૂપે ‘આટલાન્ટિક’માં વી. એ. નાઈપાલ નામના મૂળ ભારતીય લેખકને પાકિસ્તાનમાં મોકલીને પાકિસ્તાન વિશે જે ઊંડાણવાળી સાચી પરિસ્થિતિ રજૂ કરી છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે.'
**
**********************
પ્રબુદ્ધ જીવન
****************************
[૧૧૨ મા પાનાથી ચાલુ ] વસ્થામાં પાટલીપુત્ર ઉચ્ચ શિક્ષણ માટેમાકલ્યો. બધી વિદ્યાઓમાં પારંગત થઈ પુત્ર પાછો ફર્યો ત્યારે નાગરિકોએ એનું ભવ્ય સ્વાગત કર્યું. પુત્ર ઘરે આવ્યો ત્યારેમાતા રુદ્રેસામા સામાયિક કરી રહી હતી. માતાએ વધુ લાગણી ન બતાવી તેથી પુત્ર રક્ષિતે પૂછ્યું, ‘માતા, મારા આગમનથી કેમ પ્રેમવિભાર ન બની ગઈ? હું આટલા વરસે પછી વિદ્યા શીખીને આવ્યો છું. માતાએ કહ્યું, “બેટા, મને પણ પ્રસન્નતા તે છે, પણ આ વિદ્યાનું ફળ સંસારિક છે. સ્વકલ્યાણ અને આધ્યાત્મિક ઉત્થાન માટે આ વિદ્યા બહુ સહાયક નથી થતી. મને સાચી પ્રસન્નતા ત્યારે થશે જ્યારે તું આધ્યાત્મિક માર્ગના પથિક બની બીજાને 'એ માર્ગે ચાલવા પ્રેરણા આપીશ.'
પુત્રને માતાની એ વાત અસર કરી ગઈ. તરત પાછે પગલે રવાના થઈ ગયો. નગર બહાર પધારેલા આચાર્ય પાસે દીક્ષિત થઈ શાસ્ત્રોનું ગહન અધ્યયન કર્યું અને એક સફળ આચાર્ય બન્યા. માતાએ ઉંચ્ચ કોટિના સંસ્કાર રેડી પુત્રને આધ્યાત્મિક પંથનો પથિક બનાવ્યા જે આચાર્ય આર્યરક્ષિતના નામથી જૈન સમાજમાં પ્રસિદ્ધ છે.
અહીં મારે જૈનેતર મહાન આત્માઓને પણ યાદ કરવા છે જેમના જીવનને ઉચ્ચ બનાવવામાં એમની માતાની ધાર્મિક ભાવનાઓ અને સાત્ત્વિક જીવનની છાપ છે. છત્રપતિ શિવાજીની માતા જીજીબાઈએ તે રામાયણ અને મહાભારતની કથાઓ સંભળાવીને શિવાજીને વીર બનાવ્યા. પૂતલીબાઈની ધર્મનિષ્ઠાની ઝાંખી આપણને ઘણી રીતે થાય છે. વર્ષાઋતુમાં બાળક મોહનદાસ ગાંધી વાદળામાં છુપાયેલા સૂર્યને જોવા ઊભા રહેતા અને જેવા સૂર્ય દેખાય કે દોડીને માતાને સૂચના આપતા, કેમ કે વર્ષા ઋતુમાં સૂર્યદર્શન વગર માતા અન્તલ ગ્રહણ ન કરતી હતી.
સંત વિનોબાને ત્યાગને પ્રથમ પાઠ એમની માતાએ જ શીખવ્યો હતો. કોઈ બ્રાહ્મણ ભિક્ષા માગવા આવ્યો, વિજ્ઞાન યુગના પુત્ર વિનોબાએ આનાકાની કરી ત્યારે માતાએ કહ્યું વિન્યા, ના જાણે કાણત્યા વેપાત નારાયણ મિનૂન જાય.' એ સંસ્કાર વિનોબામાં આજે મૂર્તિમંત થયેલા દેખાય છે.
આ રીતે આ ઘણા દષ્ટાંત માતાની ગૌરવ ગાથા વર્ણવનાર છે. આજના ભૌતિક યુગની આધુનિક માતાએ ફરીથી એ ગૌરવ પ્રાપ્ત કરે અને વિનયશીલ. ત્યાગી, વિવેકી અને સંસ્કારી બાળકોની માતા બન્ને એ જ આપણી સૌની શુભ કામના છે. માતાએ ઉપર દેશની ભાવિ પેઢીના ગુરુતમ ભાર છે.
રાજસ્થાની કવિએ કહ્યું છે, ‘જનની તૂ એસા જણે, કાં દાતા કે સૂર નહીં તે રહેજે વાંઝણી, મત ગવાયે નૂર
.
નૂતન વર્ષાભિન ંદન
આગામી નવું વર્ષ સંઘના પેટ્રને, શુભેચ્છકો, આજીવન સભ્યા, પ્રબુદ્ધ જીવન'ના ગ્રાહકે! – આપ સર્વેને સઘળી રીતે સુખરૂપ નીવડે એવી અંતરની અભિલાષા સાથે નૂતન વર્ષાભિન ંદન ! લિ.
તા. ૧૬-૧૦-૮૧
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ
મંત્રીએ, મુંબઇ જૈન યુવક સંઘ
સંઘ સમાચાર
સાવિત્રી ; શ્રી અરવિ ંદનુ
ચેાગદર્શન
અગાઉ જાહેરાત કર્યા મુજબ અભ્યાસ વર્તુળનાં ઉપક્રમે ઉપરોકત વિષય પર ત્રણ પ્રવચનોને કાર્યક્રમ સુંદર રીતે પાર પડયા હતા. બીજી ઓકટોબરે સાંજે ૬ા વાગે, ત્રીજી ઓકટાબરે સાંજે ૬ વાગે અને ચોથી ઓકટોબરને રવિવાર, સવારે ૧૦ વાગે - એમ સતત ત્રણ દિવસનું એક પ્રકારનું જ્ઞાનસત્ર યોજવાના આ પ્રથમ પ્રયાસ હતો ને તેને અદ્ભૂત સફળતા સાંપડી હતી.
ત્રણે દિવસના વકતા હતા, ધ્રો, અશ્વિનભાઈ કાપડિયા, જે ભરૂચથી ખાસ પધાર્યા હતાં, ભરૂચની કોમર્સ કોલેજમાં તેઓશ્રી અંગ્રેજીના પ્રાધ્યાપક તથા અંગ્રેજી વિભાગના વડા હાવા ઉપરાંત શ્રી અરવિંદ સાહિત્યનાં ઊંડા અભ્યાસી તેમ જ સાધક છે. બાર વર્ષની નાની વયથી શ્રી અંબુભાઈ પુરાણીના આશીર્વાદ સાથે શ્રી યશવંતરાવ જોષી પાસે શ્રી અરવિંદના તમામ ગ્રંથેાનું તેમ જ સાવિત્રીની પંકિતઓપંકિતનું અધ્યયન કર્યું. રાતત ૧૫ વર્ષ સુધી સ્વ. જોષીકાકાને ચરણે બેસવાનું પરમ સદ્ભાગ્ય પ્રાપ્ત થતાં“અશ્વિન મારા સાથોમાનસપુત્ર છે.” એવું પરમ કૃપાવંત ટાઈટલ પ્રાપ્ત કર્યું.
શુક્રવારે તેમના વાર્તાલાપનો આરભ માત્ર થોડી પ્રારંભિક વાત પૂરતો મર્યાદિત રહ્યો. પરંતુ શનિવારે તેમના અસ્ખલિત વાપ્રવાહ સતત બે કલાક વહેતો રહ્યો. અનાયાસે અને અણધાર્યા આ વખતે પૂજ્ય શ્રી ચંપકલાલજી, તેઓની મુંબઈમાં ઉપસ્થિતિ હાઈ પ્રવચનમાં હાજર રહ્યા હતા અને વકતાને તથા શ્રોતાઓને તેમના આશીર્વાદ સાંપડયા હતાં. પરંતુ રવિવારે તે સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યા સુધી ત્રણ કલાક લાગલગાટ શ્રી અશ્વિનભાઈ બાલ્યા હતાં. ને છેલ્લે જાણે ઘણુ બધું હજી કહેવાનું બાકી રહી જાય છે એવા ભાવ સૌના મનમાં હતો. શ્રોતાઓ મંત્રમુગ્ધપણે મહાયોગી શ્રી અરવિંદના તેમજ પૂ. માતાજીના સ્પંદનોને ઝીલી રહ્યા `હતાં.
પ્રથમ દિવસે શ્રી સુબાધભાઇ એમ. શાહે વકતાના પરિચય અને આવકાર આપ્યા બાદ શ્રી અમર જરીવાળાને ત્રણે દિવસની સભાનું પ્રમુખસ્થાન લેવાની વિનંતી કરી હતી, અને ત્રણેય દિવસ શ્રી અમરભાઇએ પ્રમુખસ્થાન શોભાવ્યું હતું. બીજે દિવસે તેમણે પૂ. શ્રી ચંપકલાલજીની ઉપસ્થિતીનો ઉલ્લેખ તેમ જ થડા પરિચય આપીને તેમના આભાર માન્યો હતા. રવિવારે શ્રી કે. પી. શાહે શરૂઆતમાં જ આભારવિધિ કરી હતી અને પ્રવચનના અંતે પ્રાર્થનાસભર વાતાવરણમાં સૌ. વિખરાયાં હતાં.
ત્રણે પ્રવચનની ટેપ 'ત્રિશલા ઈલેકટ્રેનિકસવાળાએ ઉતારી છે અને જેને રસહાય તેને કાર્યાલય સંપર્ક સાધવા
વિનંતી છે.
સંકલન
શાંતિલાલ ટી. શેઠ
10
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી, પી, રોડ. મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૯ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.