________________
તા. ૧૬-૧૦-૮૧
પ્રબુદ્ધ જીવન
૧૧૭.
અનાજની પરિસ્થિતિ, ત્યાં પાકતા સૂકા મેવાના વેપારનું શું થાય છે તે વિશે કંઈ લખતા નહોતા!
જો કે આફ્રિકાના, ભારતીય કે બીજા લોકો વિશે લખાય તો પણ જેને “બેડ ન્યૂઝ” કહે છે તે ખરાબ સમાચાર જ છપાય છે. યુનેસ્કોમાં એક અમેરિકન પ્રતિનિધિએ કહ્યું. “ફિકાના માલાવી દેશોમાં એક વિમાન સફળ રીતે ઊતરાણ કરે છે તે સમાચાર બનતા નથી. માત્ર તે વિમાન તૂટી પડે તે જ સમાચાર બને છે.” પત્રકારીતાની આવી કોરીધાકોર અને નિષ્ઠર દલીલ કરીને ગરીબ દેશોની સમતલ સમાચારની માગણીને છેદ ઉડાડી દેવાય છે. ઘણા લોકો દલીલ કરે છે કે ચાર ન્યૂઝ એજન્સીઓ ભલે ગરીબ દેશના સમાચાર ન છાપે પણ ‘ટાઈમ’ અને ‘ન્યૂઝ વીક' તો કોઈ કોઈ વખત આ દેશે વિશે છાપે છે, પણ એ જાણવું રસપ્રદ થશે કે એ. પી. નામની વિદેશી સમાચાર સંસ્થા એક દિવસમાં જેટલા શબ્દના સમાચાર આપે છે. તેટલા શબ્દો ‘ટાઇમ' મેગેઝિનને છાપતાં પૂરા (૧૦) દસ વર્ષ લાગે છે! એ. પી. ના થોડા ટકા જેટલા સમાચાર કોઈ છાપે તે પણ આખું છાપું ભરાઇ જાય.
એશિયન રેડિયો' નામને ગરીબ દેશના રસમાચાર આપ પશ્ચિમના દેશોનો રેડિયો અને પશ્ચિમના વર્તમાનપત્રો ન્યૂઝ એજન્સીઓ પાસેથી મળતા ગરીબ દેશોનાં સમાચારોમાંથી માત્ર ૨૦ ટકા જેટલો છાપે છે. રશિયન રેડિયે ૮૪ ભાષામાં દર સપ્તાહે ૨૦૦૦ કલાકના સંભાષણ કરે છે. તેમાં ગરીબ દેશોના સમાચારો હોય છે પણ આટલો બધો ખર્ચ છતાં મેસ્કો રેડિયોને માત્ર ૨ ટકા લોકો જ સાંભળે છે. જયારે લંડન. બી. બી. સી. તેના કરતાં દસમા ભાગના કલાકોનું પ્રસારણ કરે છે તે ૫૦ ટકા લોકો સાંભળે છે, આમ ગરીબ દેશના લોકો જે સમાચારો વાંચે કે સાંભળે તેના ઉપર પશ્ચિમની પકડ ભારે છે: ઘણા યુરોપના પત્રકારે દલીલ રજૂ કરે છે કે “ટેલિગ્રાફ, રેડિયો, ટેલિવિઝન અને વાયર-સર્વિસ એ બધું જ અમે શોધ્યું છે એટલે અમારી પકડ હોય જ. તમારે ભારતમાં ઈમરજન્સી હતી ત્યારે વાયર-સર્વિસ ઉપર સરકારને અંકુશ હતો અને પ્રથમ અમારી કોપી વાયર સર્વિસવાળા વાંચતા હતા. આવી સ્થિતિમાં અમારે સાચા સમાચાર કેમ આપવા?” આ પત્રકારોની વાત અમુક દષ્ટિએ સાચી છે. મેંગેલિયા, આર્જેન્ટીના, ભારત અને પાકિસ્તાન વગેરે ઘણા દેશની જેલમાં પરદેશી પત્રકારને જવાની છૂટ નથી. જો કે ભારતીય પત્રકાર પણ ઘણી મહેનત જેલની મુલાકાત લઈ શકે છે. જેલરોની મુનસફી ઉપર જ બધું હોય છે. '
અમુક બે-ત્રણ સમાચાર સંસ્થાઓ ગરીબ દેશોના જ સમાચારો આપે છે તે ઘણાને ખબર નહિ હોય.” “ઈન્ટર પ્રેસ સવિસ ઓફ સાઉથ અમેરિકા અને યુગોસ્લાવિયાની “તાજંગ નોન એલાઈન્ડ ન્યૂઝ બુલ” (ટી. એન. એ. પી.) નામની બે સંસ્થાઓ માત્ર ગરીબ દેશના જ સમાચારો આપે છે, પણ તેમને કોઈ પ્રભાવ નથી. ઘણા ભારતીય છાપાના તંત્રીઓએ કદાચ આ બે એજન્સીઓનાં નામ પણ સાંભળ્યા નહીં હોય,
સિગારેટ કે દારૂની ભયાનક અસરો વિષે લાલબત્તી ધરનારા છાપાઓ, સિગારેટ અને દારૂની જાહેરખબરો તે છાપે જ છે. જો કે આમાં એક માત્ર અને એક માત્ર અપવાદ મેં હમણાં જોયે. “કોલંબિયા જર્નાલિઝમ રિવ્યુ” નામના એક પત્રકારો અને છાપાઓની આલોચના કરનારા મેગેઝિનનો જુલાઈ-ઓગસ્ટ ૧૯૮૧ના અંક મારા હાથમાં આવ્યો. આ મેગેઝિન ખૂબ જ તટસ્થ રીતે પત્રકારોની પણ ટીકા કરે છે. કોઈ છાપાના તંત્રીના કૌભાંડ પણ છાપે છે. અમુક સરમુખત્યાર સરકાર વતી એક જાહેરખબરો આપ દલાલ “કોલંબિયા જર્નાલીઝ રિવ્યુ”ના પ્રકાશકો પાસે આવ્યો. તે સરકારની પ્રતિષ્ઠા બંધાય અને પશ્ચિમમાં તેમની છાપ સુધરે એ માટે ૨૪ પાનાની પૂર્તિઓ દ્વારા તે જાહેરખબર છપાવવા માગતા હતા. આ પૂર્તિ માટે ઘણા નામચીન પત્રકારોએ કયારના પિતાના લેખે પણ ઊંચે પુરસ્કાર લઈને લખી આપ્યા હતા! આ પત્રકારોએ પિતાની કટારોમાં ઉકત સરકારોની ટીકા પણ અગાઉ કરી હતી, પરંતુ “કોલંબિયા જર્નાલિઝમ રિવ્યુના પ્રકાશકે જાહેરખબર છાપવાની ના પાડીને રૂા. છ કરોડની આવક જતી કરી હતી. તેણે દલાલને ૨ ખી ના પાડતાં કહેલું કે “જે સરકાર તેના દેશના પત્રકારોને જેલમાં રાખે છે તેવી સરકારનાં ગુણગાન ગાતી પૂર્તિ જાહેરખબર રૂપે પણ અમે છાપીશું નહીં.”
વડા પ્રધાન શ્રીમતી ગાંધીએ જે દેશમાં જઈ આવીને આ લેખની શરૂઆતમાં લખેલા ઉદ્દગારો કાઢયા હતા તે દેશ-કેન્યાની જ આ વાત છે. કેન્યામાં પત્રકારો મુકત નથી. મારા મિત્રના આમંત્રણથી હું મારે ખર્ચે કેન્યા ગયો ત્યારે એ સુંદર દેશ જોઈને ઘડીભર મને ત્યાં રહી જવાનું મન થયું. ત્યાં. “ધી નેશન” નામના આગાખાનની માલિકીના અંગ્રેજી વર્તમાનપત્રમાં હું કામ કરીશ તેવી મારી કલ્પના હતી. ત્યાં એક મહિને રહ્યા પછી મેં જોયું કે તે સમયના પ્રમુખ કેન્યાટાની પત્ની, તેની પુત્રી અને જમાઈ બધા જ પોતપોતાના ધંધા ચલાવતા હતા. કેન્યાટાના જમાઈની માલિકીના એક કેસિને (જુગારખાનું) પણ ચાલતો હતો. આ બધી જ બાબતે છાપામાં કોઈ છાપી શકતું નહીં. તાજેતરમાં આગાખાન ઉપર દબાણ લાવીને ધી નેશનના એક તત્રી જેણે હાલના પ્રમુખની ટીકા કરી હતી તેને બરતરફ કરાવી નાખ્યો હતે. એટલે અમુક આફ્રિકન દેશની પરિસ્થિતિ એવી છે કે ત્યાંના જ પત્રકારો સાચી હકીકત છાપી શકતા નથી તે પશ્ચિમના પત્રકારો સાચી વાત ન છાપે તેમાં આપણે તેમને શું ફેષ કાઢીએ. ઘણી વખત આપણા પત્રકારો જ વિદેશના સમાચાર પત્રોમાં કટાર લેખક કે વૃત્તાંત નિવેદક તરીકે કામ કરતા હોય છે. “એન્ઝરવર” (લંડન, “ધી ઈકોનોમિસ્ટ” (લંડન) અને ફાઈનેશ્યલ ટાઈમ્સ’ (લંડન) વગેરે બ્રિટનના છાપામાં ઘણા ભારતીય પત્રકારો લખે છે. ધી ઈકોનોમિસ્ટ નામનાં આર્થિક સાપ્તાહિકે લા૨ મહિના પહેલાં ભારતને લગતી એક પૂર્તિ છાપી હતી. આ પૂતિમાં ભારતીય પત્રકારોએ કેટલાક લેખો આપ્યા હતા. એક લેખમાં ખેતીવાડીને લગતી બાબત હતી તેમાં પત્રકારે લખ્યું હતું કે “ભારતમાં અનાજનો વિપુલ પાક થયો હતો. આગામી વર્ષે પણ વધુ પાક થવાની સંભાવના છે અને છઠ્ઠી યોજના દરમિયાન અનાજનો એટલો ભંડાર હશે કે કદાચ અનાજ નિકાસ કરવાની સ્થિતિ આવશે.” આ મતલબનું લખીને કેટલાક આંકડા ટાંકવામાં આવ્યા હતા. બહુ જ સલામત રીતે અનુમાન કરી શકાય કે ભારતના અને મંત્રાલયે આ આંકડા પૂરા પાડયા હશે. આજે આપણે જોઈએ છીએ કે એ આંકડા ખોટી રીતે પૂરા પડાયા હતા. ૧૫ લાખ ટન ઘઉં આયાત કરવાની જાહેરાત પુરવાર કરી આપે છે કે માત્ર વિદેશમાં પ્રચાર કરવા અર્થે જ આપણી અનની પરિસ્થિતિ ઉજળી મુકાઈ હતી.
ઈમરજન્સીમાં સેન્સરશિપ મૂકનારા શ્રીમતી ગાંધી હવે કદી જ
નવાઈની વાત એ છે કે ગરીબ દેશોનાં સમાચાર છપાતા નથી એટલે ઘણા ગરીબ દેશોના વડા પ્રધાને કે સરમુખત્યાર પ્રમુખ લંડન, ન્યુયોર્ક વગેરે શહેરોનાં છાપામાં જાહેરખબર રૂપે સમાચારો છપાવે છે. લીબિયા, ઉત્તર કોરિયા, ફિલિપાઈન્સ, તમામ ગલ્ફના દેશો અને કેટલાક આફ્રિકન દેશો તેમજ પાકિસ્તાન પણ લાખો ડોલર ખર્ચીને પોતાની ઈમેજ (છા૫) સુધારવા જાહેરખબર રૂપે પોતાની સિદ્ધિઓ વિશે છપાવે છે. આફ્રિકા કે એશિયાના સરમુખત્યારની ટીકા કરનારા છાપાઓ આ જાહેરખબર તો છાપે જ છે. જેમ કે