SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ પ્રબુધ્ધ જીવન ખાત રશિયા જાણે છે કે આ તેલક્ષેત્ર પશ્ચિમી દેશ માટે એટલાં બધાં મહત્ત્વના છે કે તેમની ઉપર હાથ નાખવામાં આવે કે ઈરાની માંથી જતા તેલ પુરવઠામાં વિક્ષેપ પાડવામાં આવે તો વિશ્વવિગ્રહ ફાટી નીકળે, રશિયાની બધી તૈયારી રાક્રમણ માટે નહીં, પણ રામેરિકા ફટકો મારે તે તેને સવાયો ફટકો મારવાની છે. અમેરિકા પાસે વિગ્રહ લડવા કેટલીય વિકલ્પી યાજના છે. કાર્ટરના જમાનામાં ઘડાયેલી યોજના પ્રમાણે અણુશસ્રો વડે ૩૦ દિવસમાં વિગ્રહ અંત આવી જાય, (પણ એ અંત જોવા કોણ જીવતું રહે?) હવે પ્રમુખ રેગન જેવા જ તેમના લડાયક સંરક્ષણ પ્રધાન વાઈનબર્ગરે એવી યોજના તૈયાર કરી છે કે આસ્રો-વિનાના લાંબા વિગ્રહ લડવા માટે પણ અમેરિકાએ તૈયારી રાખવી, તે માટે માલ અને માણસેાની ભરતી કરી રાખવી, આશુવિગ્રહ કરતાં સાદો વિગ્રહ વધુ ખર્ચાળ નીવડે, આથી સંરક્ષણ બજેટમાં ૯૦ ટકા ખર્ચની જોગવાઈ સાદા વિગ્રહ માટે કરવામાં આવી છે. તે માટે દુનિયાના કોઈ પણ પ્રદેશમાં લડવાની તૈયારી અમેરિકાએ રાખી છે. લડાઈ માટે વિમાનીમથકને બીજે લઈ જઈ શકાતાં નથી, પણ તરતાં વિમાનીમથક જે વિમાનવાહક જહાજોને દુનિયામાં કોઈ પણ દરિયાકાંઠે લઈ ૬-ઈ શકાય છે. ત્યારે અમેરિકા પાસે આવાં બાર જહાજો છે અને રાવા સાત અબજ ડોલરના ખર્ચે બીજા ત્રણ જહાજો જોઈએ છે. આવા દરેક જહાજમાં ૯૦ લડાયક વિમાના હૈય છે. મુખ્યત્વે એફ ૧૪ પ્રકારનાં વિમાના છે. આ વિમાનાએ લીબિયાના બે ઊંતરતી કક્ષાનાં રશિયન બનાવટનાં વિમાનને તોડી પાડયા તેની ઉપરથી તેની બહાદરી ન માપી શકાય. કારણ કે આ વિમાનવાહક જહાજોનો નાશ કરે તેવાં બેકફાયર બામ્બર વિમાના રશિયા પાસે છે, અમેરિકા યુદ્ધના સમયે રશિયન નોકાદળ નાશ રશિયાનાં બંદરોમાં જ કરી નાખવા માગે છે. જો રશિયાએ પશ્ચિમ યુરોપનો નાશ કરવા હોય તો તેને પાંચસાત મિનિટથી વધુ વાર ન લાગે. અમેરિકાને નાશ કરવા હાય તા રશિયન રોકેટોને ત્યાં પહોંચતાં ૩૦ મિનિટ લાગે. પરંતુ રશિયન રીકેટો આવી રહ્યાં છે તેની જાણ થતાં અમેરિકાને એકાદ મિનિટ જ લાગે, જો અમેરિકા પાસે એવાં રોકટો થવા લેસર કિરણનાં મંત્રા હોય તે રશિયન રોકેટને વચ્ચેથી જ આંતરી શકે, નહીંતર રશિયાના પહેલા જ ફટકામાં કંઈ નહીં તો અમેરિકાની ાથા ભાગની વસતિ નાશ પામે. અમેરિકાએ જો રશિયા ઉપર આક્રમણ કરવું હોય તે તેનાં રોકેટને રશિયા પર પહોંચતાં ઓછી વાર લાગે કારણકે તેનાં રોકેટો અમેરિકા અને કેનેડા ઉપરાંત પશ્ચિમ યુરોપમાં અને રશિયાની આસપાસના સમુદ્રોમાં સબમરિનામાં પણ ગાઠવાયેલાં છે. આથી રશિયાના નાશ કરવામાં અમેરિકાને ઓછી વાર લાગે પરંતુ રશિયાનું વિશાળ કદ જોતાં આખા દેશને નાશ કરવામાં વધુ વાર લાગે. આધુનિક શસ્ત્રોમાં હવે મિનિટોની જ ગણતરી હોય છે. અમેરિકા પાકિસ્તાનને જે એફ-૧૬ જાતનાં અદ્યતન વિમાના આપે છે તે થોડીક મિનિટોમાં જ ભારતનાં શહેરો પર (મુંબઈ અને અણુવીજળીનાં કારખાનાં ઉપર પણ) બાંબ અને રોકેટો વડે બહુ વિનાશક આક્રમણ કરી શકે: રશિયા અને અમેરિકા આખી દુનિયા ઉપર જાસૂસી ઉપગ્રહો ધરાવે છે તેથી તેઓ એકબીજાની હિલચાલ તત્ક્ષણ જાણીને વળતાં પગલાં લઈ શકે. પરંતુ પાકિસ્તાનની પ્રવૃત્તિ જાણવા આપણી પાસે જાસૂસી ઉપગ્રહ નથી. શૅડાક ગાંડા માણસાના હાથમાં દુનિયાના વિનાની ચાવી આવી પડી છે. તેમનાં કૃત્યોનાં પરિણામમાંથી આપણે પણ બચી શકીએ તેમ નથી. 8 તા. ૧૬ ૧૮૧ આંતરરાષ્ટ્રીય પત્રકારત્વ [] ક્રાન્તિ ભટ્ટ તા જેતરમાં કેન્યાથી પાછા ફરીને વડા *ધાન શ્રીમતી ગાંધીઅ બળા કાઢ્યો . હતો કે “આફ્રિકન દેશોના વિકાસ અંગે જગતના વર્તમાનપત્રોમાં રચનાત્મક સમાચારો આવતાં નથી, ઉપરાંત આફ્રિકન દેશોનાં વર્તમાનપત્રમાં પણ પરદેશનાં બહુ સમાચાર છપાતા નથી અને બહુ બહુ તે ન્યુટ્રોન બોમ્બ જેવા સમાચાર હોય તેને આફ્રિકન છાપાંઓ છાપે છે, કારણકે ' માટે ભાગે પશ્ચિમ ન્યુઝ એજન્સીએ જે સમાચારો આપે છે તે જ આકિન છાપ એ પશ્ચિમી રંગ સાથે છાપવા પડે છે.” શ્રીમતી ગાંધીની વાત આંશિક રીતે સાચી છે. અત્યારે જગતમાં છાપાંઓમાં જે આંતરરાષ્ટ્રીય સમાચારો છપાય છે તેને પીરસનારી મહત્ત્વની ચાર ન્યૂઝ એજન્સીએ પીરસે છે. એ.પી., યુ. પી. આઇ., રોઈટર્સ અને એજન્સી ફ્રાંસ - પ્રેસ (એ. એફ. પી.) એ ચાર એજન્સીઓ જગતના ૯૦ ટકા સમાચારો પૂરા પાડે છે. જેકાંઈ જગતમાં બનેં છે કે વિચારો પ્રેરે છે તે તમામ ઉપર આ ચાર એજન્સીની જાણે મેાનાપાલી છે. એટલે ગરીબ દેશોએ તે પોતાના વિષે જાણવું હાર તા પણ આ એજન્સીઓના પશ્ચિમી માનસવાળી દષ્ટિથી જે જોવું પડે છે અને આ એજન્સીઓ દ્વારા જે સમાચારો અપાય છે તેમાં શ્રીમતી ગાંધી કહે છે તેમ સમતુલા હોતી નથી અને જે કાંઇ થોડા ઘણા સમાચારો ગરીબ દેશને લગતા આવે છે તેનું તથ્ય પણ બહુ ઓછું હોય છે. જગતની વસતિના ૭૫ ટકા હિસ્સા ગરીબ દેશોના છે પણ જે આંતરરાષ્ટ્રીય સમાચારો પીરસાય છે તેમાં માત્ર ૩૦ ટકા ગરીબ દેશોને લગતા હોય છે. આ એક મોટી અસમતુલા છે. ગઇ ફેબ્રુઆરી ૧૯૮૧ના રોજ ‘યુનેસ્કો' એ ગરીબ દેશમાં પીરાતા અધુકડા સમાચારાની સમસ્યા અંગે પેરિસમાં પરિષદ ભરી હતી. ત્યારે એક ઠરાવ આવેલા કે પત્રકારોએ જગતના સચારો સમાલ રીતે આપવા માટે એક આચારસંહીતા રચવી અને તેને લગતું એક પંચ નીમવું, પરંતુ પશ્ચિમના પત્રકારડેલિગેટોએ આ ઠરાવને ઉડાવી મૂકયો હતો. આમ પશ્ચિમની ન્યૂઝ એજન્સીએ અને અમેરિકા - યુરોપના વર્તમાનપત્ર ઉપર જ આપણે ગરીબ દેશના કે સમૃદ્ધ દેશના સમાગારો ઉપર આધાર રાખવાનો હોય છે. ‘જન્મભૂમિ’, ‘મુંબઈસમાચાર' કે બીજા કોઈ ગુજરાતી દૈનિક કે મરાઠી દૈનિકોના તંત્રી અમારા જેવા કટાર લેખકોને ધારો કે કેન્યા, મલયેશિયા કે અફઘા નિસ્તાન વિષે લેખ લખવાનું કહે છે ત્યારે સંદર્ભ - સાહિત્ય તરીકે અમારે પશ્ચિમના મેગેઝીને ઉપર જ આધાર રાખવા પડે છે. ‘જન્મભૂમિ' કે બીજા વર્તમાનપત્ર અમને અઘાનિસ્તાન મેકલવાની નાણાકીય ગુંજાયશ રાખતાં નથી. એમ છતાં ય નસીબ જોગે મારા જેવા પત્રકાર અગાઉ આવા કોઈ દેશમાં જઈ આવ્યો હોય તો અમુક સમાચારોનું આંશિક મૂલ્યાંકન કરી શકે છે, છતાં વર્તમાન સ્થિતિ વિષે પરદેશી ન્યૂઝ એજન્સીઓ ઉપર જ આધાર રાખવો પડે છે. “ધી જીઓપોલિટિકસ ઓફ ઈન્ફોરમેશન' નામનું પુસ્તક શ્રી એન્થની સ્મિથ નામના પત્રકારે લખ્યું છે તે વાંચવા જેવું છે. તેણે પોતાના પત્રકારીતાને લગતા અનુભવો લખ્યા છે. દા. ત.: અઘાનિસ્તાનમાં જે કાંઈ બનતું હતું તેના અહેવાલા અમેરિકન નજરે જ લખાતા હતા. જે કાંઈ પશ્ચિમના વર્તમાનપત્રમાં છપાતું હતું તેમાં અફઘાન નેતાઓ (ભૂતકાળના કે વર્તમાનકાળ) અમેરિકા તરફી છે કે રશિયા તરફી છે વગેરે વિવરણ કરીને રાજકારણની ચર્ચા કરતા હતા. અફઘાનિસ્તાનની સંસ્કૃતિ વિષે, ત્યાંના લોકો વિષે, ત્યાંની
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy