SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ના. "૬ ૧૦૮૧ પ્રબુદ્ધ જીવન માનસિક તાણું: કારણ અને નિવારણ 0 યુવાચાર્ય મહાપ્રજ્ઞ “દુનિયામાં એવી વ્યકિતઓ એપછી મળશે જેમને માથાના દુખાવાને અનુભવ ન હોય એવી વ્યકિતએ એથી પણ ઓછી મળશે જેમને પોતાના મનથી વિરુદ્ધ કંઈ થાય છતાં કષ્ટ ન થાય, માથાને દુખાવે શા માટે થાય છે? નિરાશા શા માટે અનુભવાય છે? માનવી તાણ શા માટે અનુભવે છે? અને તે છેલ્લે તબક્કો આત્મહત્યા શા માટે કરે છે? તે ઘણી બધી બીમારીઓનો ભાગ શા માટે બને છે? તે ડોકટરો પાછળ શા માટે પડે છે ? તેને દવાઓની ચાદત શા માટે પડી જાય છે? આ બધાંના મૂળમાં શોધીએ તે આપણને એક જ કારણ હાથ લાગશે અને તે છે પ્રતિક્રિયા. મનુષ્ય ક્રિયા ઓછી કરે છે, પ્રતિક્રિયા વધુ કરે છે. પ્રતિક્રિયાને કારણે જ બીમારી આવે છે. નિરાશા ઘેરી વળે છે અને ડગલે ને પગલે દુ:ખની લાગણી થાય છે. એમાંથી લઘુતાગ્રંથિ હiધાય છે અને ધીમે ધીમે લઘુતાગ્રંથિ આત્મહત્યા તરફ પ્રેરી જાય છે, પ્રતિક્રિયા ઘણી મોટી તાણ છે. હું માનું છું કે જૂના જમાનામાં માણસ પાસે સુખ-સગવડનાં સાધને ઓછાં હતાં. એનું પરિણામ એક તે એ આવતું કે તે પોતાનું મન માન્યું ન કરી શકતું અને બીજુ તે એ કે તેની સહનશકિત વૃદ્ધિ પામતી. આજના જમાનામાં તે માણવા માટે બધા પ્રકારની સગવડ હાજર છે, એનું એક પરિણામ તે એ આવ્યું કે તે પોતાને મનગમતી સગવડ મેળવી લે છે, જે ઈ છે તે વરનું એને મળી જાય છે. બજારમાં વસ્તુઓની એટલી રેલમછેલ છે કે માણસ એમાંથી કઈ લેવી અને કઈ છેડવી એમાં જ મુંઝાઈ જાય છે. વસ્તુવિપુતળાનું પરિણામ એ આવ્યું કે માણસની સહનશકિત નષ્ટ થઈ ગઈ, એ જરા જેટલી પણ અગવડ સહન નથી કરી શકતે. - આજની સૌથી મોટી સમસ્યા છે–પ્રક્રિયા અને અસહિષ્ણુતા. આજે દુનિયામાં આ રસમસ્યા પર વધુ ધ્યાન આપવામાં આવે છે. કેમ કે બધી બીમારીઓના મૂળમાં તાણ (ટેન્શન) છે. તાણ શારીરિક અને માનસિક અને પ્રકારની હોય છે. માનસિક તાણ વધુ ખરાબ છે. મનોવિજ્ઞાનના વિદ્વાને અને વિચારકોએ સમસ્યાની જડને પકડી લીધી છે. તીર્થકરો અને પ્રબુદ્ધ વિચાએ એને ઘણા સમય પહેલા જ પકડી લીધી હતી. એક મહાન આચાર્યે કj, “TTTEવત: ઢિ 'વિશે' ' જેણે આ કહાં તેણે ચક્કસ સમજી લીધું હતું કે દુ:ખનું મૂળ છે-કષાય. કપાયને અર્થ છે તાણ (તાવ). ક્રોધ, માન, માયા, લોભ, પ, ઈર્ષા, કલહ, ધૃણા વગેરે કપાયનાં પ્રકાર છે. એ જ બધી સમસ્યાના મૂળમાં છે. જો ધર્મની રીતે એનું વિશ્લેષણ કરીને તે કદાચ કોઈને ધર્મમાં આસ્થા હોય કે ન પણ હોય, કોઈ ધર્મનો સ્વીકાર કરે કે ન કરે. પરંતુ આજે પ્રશ્ન કેવળ ધર્મને નથી. આજે પ્રશ્ન છે ચિકિત્સા અને સારવારને. પ્રશ્નને આ રીતે તપાસવામાં આવે છે. તબીબી ક્ષેત્રે માત્ર શારીરિક રોગને નહીં, માનસિક રોગે પણ હોઈ શકે એમ સ્વીકારવામાં આવે છે. બીમારીનું મૂળ શરીર માત્ર નથી, મને પણ છે. કેવળ શારીરિક બીમારીઓ ઓછી છે, માનસિક બીમારીઓ જ વધુ છે. આ બીમારીઓ બધી વિચારધારામાં પરિવર્તન લાવી દીધું છે. આજે એટલું પૂરતું નથી કે બીમાર પડયાં કે ચાલો ડૉકટર પાસે, આજે તે ડૉક્ટર પાસે જતાં પહેલાં મનોચિકિત્સક પાસે જાઓ અને એ નિદાન કરાવી લે કે આ બીમારીની પાછળ કઈ કૃષિ કામ કરી રહી છે. મનને જાણવું-નાણવું બહુ જરૂરી છે. હૃદયરોગમાં શરીર કરતાં મને વધુ જવાબદાર છે. પેરેલિસિસ (પક્ષઘાત) અને અલ્સર જેવા રોગમાં પણ મનને હાથ વધુ છે. - એક ડૉકટર મારી પાસે બેઠા હતા. એણે કહ!–વિટામિનની ગાળીઓ કંઈ નુકસાન નથી કરતી. શરીર જરૂર પ્રમાણે અમુક ભાગ રાખી લે છે, નકામા ભાગ ફેંકી દે છે. મેં કહ-આ વાત તબીબી વિશાનને અનુરૂપ નથી. તમે તે એ જાણો છો કે વધારાના ભાગને બહાર કાઢવા માટે આંતરડાને કેટલે વધુ શ્રમ લેવો પડે છે? શું એ હાનિકારક નથી? એમણે આ વાત સ્વીકારી. આપણા અસંયમને કારણે શરીરમાં શું શું પ્રત્યાઘાત જન્મે છે એ આપણે નથી જાણતા, પરંતુ એ પ્રત્યાઘાતે જ બીમારીઓ પેદા કરે છે.. આજે શરીર કરતાં મન પર ધ્યાન દેવાની આવશ્યકતા છે. નવાઈની વાત તો એ છે કે જે મનદ્વારા આ શરીરની યાત્રાનું સંચાલન થાય છે એના તરફ માનવી દસ ટકા જેટલું પણ ધ્યાન નથી આપતે રાતે જે શરીર જીવનના સંચાલનનું એક સાધન માત્ર છે તે તરફ નેવું ટકા ધ્યાન આપે છે. શરીર પર નહીં, પણ માત્ર ઈન્દ્રિ એના સંતાપ અને તૃપ્તિ પર જ વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સૌથી મોટી સમસ્યા તે એ છે કે વ્યકિત પિતાના તરફ સજાગ નથી, બહારની બાબતે તરફ સજાગ છે. એ બીજા તરફ વધુ સજાગ છે. આધુનિક મનોવૈજ્ઞાનિકોએ એક ચિકિત્સા પદ્ધતિને વિકાસ કર્યો છે જેને ‘બાફીડબેક' કહેવામાં આવે છે. ભારતમાં હજી એને પ્રચાર ઓછો છે. અમેરિકા જેવા દેશમાં એ પૂર્ણપણે વિકસિત અને પ્રચલિત છે. એનાં યંત્રે પણ મળે છે, જે ખરીદી લઈ પિતાની તપાસ કરી ચિકિત્સા કરી શકાય. આ કોઈ નવી વાત નથી. એ પ્રાચીન યોગપદ્ધતિની જ આધુનિક યાંત્રિક આવૃત્તિ છે. પિતાને જોવું જાણવું અને ઠીક કરવું. કિન્તુ આ પદ્ધતિથી પણ વધુ મહત્વપૂર્ણ છે- કાયોત્સર્ગની પદ્ધતિ; “ધ્યાનની પદ્ધતિ', પોતે જ પોતાને જોવાની પદ્ધતિ. જયારે માનવી કાયોત્સર્ગ કરી સંપૂર્ણ શિથિલ થઈ જાય છે અને પિતાને જોવા લાગે છે ત્યારે તાણ પોતાની મેળે ઘટી જાય છે. એનું સ્પષ્ટ કારણ છે. આપણે પ્રાણી છીચાને આપણી જીવનયાત્રાનું પ્રાણ વડે સંચાલન થાય છે--જેટલી પણ બીમારી છે તે બધી પ્રાણના અસંતુલનથી પેદા થાય છે. લેહીની શિરાઓ અસ્તવ્યસ્ત થઈ જાય છે, આજે એ સાબિત થઈ ચૂકયું છે કે પોતાની પ્રગશાળામાં બેઠાં બેઠાં એક મનોવૈજ્ઞાનિક રોગીની શિરાઓ અસ્તવ્યસ્ત કરી માથાનો દુખાવો પેદા કરી શકે છે. ફરી એ માથાની શિરાઓને વ્યવસ્થિત કરે છે જેથી માથાનો દુખાવો મટી જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માથાનો દુખાવો ઉપજાવી પણ શકાય અને મટાડી પણ શકાય. આ બધું પ્રાણશકિતના આધારે થાય છે. પ્રાણશકિતનું સંતુલન વ્યકિતને સ્વસ્થ રાખે છે અને અસંતુલન અસ્વસ્થ બનાવી દે છે. પોતાના પ્રતિ જાગૃત બનવાને અર્થ છે, પ્રાણશકિતને પૂર્ણરૂપે સંતુલિત રાખવી. . . પ્રેક્ષાને અર્થ છે-જોવું. આપણે શરીરના બધા અવયવોને એક પછી એક જોઈએ છીએ. જોવાનું ચર્થ એ છે કે પ્રાણશકિતને આખા શરીરમાં સંતુલિત કરવી. એટલે જયાં-પ્રાણશકિતને સંચય વધારે છે ત્યાં ઓછા થશે અને જયાં કમી છે ત્યાં પૂર્તિ થશે. પ્રાણશકિતની સમતલતા સ્થાપિત થશે. ચોટલે જ્યાં પણ તાણ છે ત્યાં તે વિસજિત થઈ જશે અને બીમારીઓ ઓછી થઈ જશે. આ થાનની પદ્ધતિ છે અને સાથે સાથે ચિકિત્સાની પણ અસરકારક
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy