________________
તા. ૧૬-૧૦-૮૧
૧૧૪
પ્રબુદ્ધ જીવન પદ્ધતિ છે. પ્રાણશકિત સમતોલ થાય પછી દવા લેવાની કોઈ જરૂર નથી. એની ત્યારે જ જરૂર પડે છે જયારે પ્રાણઈકિત સમતોલ થતી નથી અને ઉપરથી રોગ મટાડવા માટે દવાઓ લેવામાં આવે છે. જૂના જમાનામાં કહેવામાં આવતું કે બીમારીને પાકવા દેવી જોઈએ. દવા લઈ એને સમાપ્ત ન કરવી જોઈએ, એને પોતાની મેળે પાકવા દેવી જોઈએ. દરેક બીમારીની હદ હોય છે. આજકાલ બીમારીઓને પાક્યા દેવાની વાત જૂઠાણું લાગે છે. આજે માનવી એટલે શીધ્રગામીઉતાવળિ બની ગયેલ છે કે સવારે બીમાર પડશે કે બે કલાકમાં તે સાજોનર થઈ જવા ઈચ્છે છે. જો દવા લેવાની રીત બદલવામાં આવે તે જીવનના ઘણા પ્રશ્ન સરળ બની જાય. રોગને મટાડવા માટે દવા લેવાને જે મિમ્મા દ્રષ્ટિકોણ રચાયે છે એને જ દૂર કર જોઈએ. મિસ્યા ખ્યાલથી તાણ પેદા થાય છે. જીવન તરફ, શરીર અને મને તક્ષ, પિતાની માન્યતાને તરફ જે મિળ્યા દષ્ટિથી જોવામાં અાવે છે તેનાથી તાણ પેદા થાય છે. જો દષ્ટિ સાચી રીતે બદલાય તે તાણ ખતમ થઈ જાય. તાણ વિક્ટ સમસ્યા છે, પણ એનાથી પણ મોટી સમસ્યા છે– બેટી માન્યતાઓની. |
મનુષ્ય સમાજમાં રહે છે. સમાજમાં તાણ પેદા થાય એવા સેંકડો બનાવ બને છે. માણસ જો પોતાનું સમતેલપણું ન જાળવી શકે તો તે ડગલે ને પગલે તાણમાં દબાઈને દુઃખી થઈ જાય છે. રસમાજમાં કોઈ પણ માનવીને સે ટકા સારા કે ખરાબ માનવામાં નથી આવતા. વ્યકિતએ વ્યકિતએ પાતાને અલગ દષ્ટિકોણ હોય છે. તે કોઈને સારો માને છે તો કોઈને ખરાબ. જે વ્યકિતએ બહુ સંવેદનશીલ હોય છે તેઓ બીજાનું બેલેલું કંઈ સહન નથી કરી શકતા. તેઓ કામ કરે છે અને ઈચ્છે છે કે બધા એમની પ્રશંસા કરે. કેઈ પ્રશંસા કરે છે અને કોઈ નિદા પણ કરે છે. તેઓ પ્રશંસાને સ્વીકારી લે છે; એમાં પોતે રાજી થાય છે, પરંતુ નિંદાને સહન નથી કરી શકતા. એમાં તાણ પેદા થાય છે. માણસ પોતાનું મૂલ્યાંકન બીજના આધાર પર કરે છે. માણસનું આખું જીવન બીજા પર આધારિત બની જાય છે. બીજાના પ્રત્યાઘાતના પતે પડઘા પાડે છે. આ દુનિયામાં તાણની ખોટ નથી. તાણને જયારે જોઈએ ત્યારે ભરી શકાય છે. અાજને માનવી તે એનાથી ભર્યો પડયો છે. વ્યકિતની અંદર વસતા કપાય અને બહારનું વાતાવ-તાણ માટે પૂરતી સામગ્રી છે. પ્રશ્ન એ છે કે તાણને કયાંથી દૂર કરવામાં આવે? તાણની શરૂઆત કયાં છે કે જ્યાં આપણે પ્રહારની શરૂઆત કરીએ? હું ધારું છું કે આધુનિક રામાજશાસ્ત્રી અને મને વૈજ્ઞાનિકો એ વાત પર ભાર મૂકશે કે પરિસ્થિતિને સુધારવાથી તાણ ઓછી થઈ શકે છે. જે પરિસ્થિતિએ તાણ પેદા કરે છે જેને પહેલાં સુધારવામાં આવે, પરંતુ અધ્યાત્મ અને પેગ વિઘા જાણનાર એ વાતમાં સહમત નહીં થાય. તે માને છે કે તાણને સમાપ્ત કરવાનું પ્રારંભિક બિંદુ છે- અંદરના કપાયોને ઓછા કરવા. કષાયોને ઓછા કર્યા વગર તાણને મટાવી ન શકાય.
પરિસ્થિતિ જ બધું કંઈ નથી.. એક પરિસ્થિતિ બદલાય છે અને બીજી પેદા થાય છે. પરિસ્થિતિઓને તે કદિ સમાપ્ત ન જ કરી શકાય ને?! ઠંડી જતાં ગરમી આવે છે અને ગરમી જતાં ઠંડી. વધુ ઠંડી પણ નથી ગમતી કે વધુ ગરમી પણ નથી ગમતી અને વધુ વર્ષ પણ કયાં ગમે છે? આખરે, ત્રણ મુખ્ય ઋતુઓ છે. એક પછી બીજી ચાવે છે. દરેકને પોતાની સમસ્યા છે. સમસ્યાએને કયાં સુધી હટાવી શકશો? એક સમસ્યાનું નિવારણ થાય છે ત્યાં બીજી માથું ઊંચું કરે છે. આ પ્રતિક્રિયા કયારેય સમાપ્ત નથી થવાની. એ એક પણ યુગ નથી આવ્યો જેમાં સમસ્યાઓ ન ઊભી થઈ હોય. એવો એક પણ માનવી નથી જે પૂર્ણપણે સમસ્યોઓથી મુકત હોઈ શકે.
તાણ એક સમસ્યા છે. એને એાછી કરવાને સહેલે માર્ગ આ છે. પોતાની અંદર જોવું, પિતાની અંદરના ફેરફારની નેધ લેવી.
જે વ્યકિત સદર જોતાં શીખી લે છે તેના જીવનનું આ . વાતાવરણ બદલાઈ જાય છે. આ પ્રયોગાત્મક જીવન છે. માત્ર ઉપદેશથી કંઈ નથી થતું. પ્રાગ એ રૂપાંતરના ઘટકરૂપે છે. ઉપદેશના શબ્દ માત્ર શૂળ મગજને સ્પર્શે છે. માણસ એનાથી બદલાતે નથી, તે બદલવા માટે શબ્દો નકામાં છે. શબ્દો ત્યાં પહોંચતા નથી. ઉપદેશ તે પ્રારંભમાં માત્ર પ્રેરણારૂપ છે. તે માણસને રસ્તા પર લઈ જાય છે. પિતાના ઉપર પ્રયોગો તો માણસે પોતે કરવા પડે છે. જો ધર્મ પ્રયાગરૂપ બને તે તાણની સમસ્યા ન રહે. કંઈ નહીં તે ધાર્મિક માણસ માટે તે આ સમસ્યા ન રહે.
એક બહેન ધ્યાનશિબિરમાં આવી. તે ગ્રેજ્યુએટ હતી. સમજદાર અને સુશીલ હતી. તે માથાના સખત દુખાવાથી ત્રાસી ગઈ હતી. માથાનો દુખાવો ઊપડે કે એ અસ્વસ્થ બની જતી. તે સમયે જો કઈ ભાઈ કે બહેન એની પાસે આવે તો એને થતું કે જાણે યમદૂત આવ્યો. શિબિરમાં ત્રણ દિવસ સુધી વિવિધ પ્રયોગ થતા રહ્યા પણ કંઈ ફરક ન પડશે. તે નિરાશ થઈ ગઈ. રોથા દિવસની સવાર થઈ. એના માથાના દુખાવે મટી ગયો. દસ દિવસ પછી એણે કહ્યુંહું જીવનથી નિરાશ થઈ ચૂકી હતી. પણ શિબિરમાં ધ્યાન સાધનામાં મારી કાયાપલટ કરી દીધી. હું પચ્ચીસ વર્ષની છું, પણ મેં માની લીધું હતું કે હવે જીવન સમાપ્ત થઈ ચૂક્યું છે. શિબિરના પ્રયોગથી મારામાં નવી આશા, નવો ઉત્સાહ અને નવા ઉમંગ આવી રહ્યાં છે. મારી વિચારવાની રીત જ બદલાઈ ગઈ છે.’
તાણને કારણે નિરાશાની લાગણી પેદા થાય છે. સમસ્યાના બહારની કારણ શોધવા વ્યર્થ નથી, પણ વધુ ઉપયોગી તો એ છે કે સમસ્યાની ભીતરમાં ખેદકામ કરવાં. તાણને અંત લાવવાને આ સરળ અને સાચો માર્ગ છે.
માનવી ચીડિયા બને છે, ગાળે ભાંડે છે, બકવાસ કરે છે. આ ' બધા આંતરિક દોષ છે. બહારના નિમિત્તો ભલે એને વધારે, પણ ઉત્પત્તિ તે અંદર જ થાય છે. એનું એક કારણ ભેજનની વિષમતા . પણ છે. ભેજનને અસંયમ અપાન વાયુને દુષિત કરે છે. જેના અપાન વાયુ દુષિત હોય છે તેનું મસ્તક પણ દુષિત થાય છે. જેને
અપાન વાયુ જેટલે સાફ હોય છે તેનું મસ્તક એટલું સ્વસ્થ હોય છે. - તાણની આ ટૂંકમાં ચર્ચા થઈ. એના થડા મુખ્ય તળે આ પ્રમાણે છે:- ! * આપણે બહાર કરતાં અંદર તરફ વધુ સજાગ બનીને આપણે
આપણા અંત:કરણને વધુ સમજવા પ્રમત્ન કરીએ. ત્રણ ક્રિયાઓ છે- શ્વાસની ક્રિયા, શિથિલીકરણની ક્રિયા અને પિતાને જોવાની ક્રિયા, આ ત્રણેને સમ્યક રૂપથી પ્રથાગ કરે. પ્રાણનું સમતલપાણે સાધો. ભજનને સંયમિત કરી અપાન વાયુને શુદ્ધ રાખવા પ્રયત્ન કરીએ. આપણા મસ્તકમાં જે આગળને. ભાગ છે તે પોતાની પ્રતિક્રિયા કરે છે ત્યારે બધી ગડબડ ઊભી થાય છે. જો આપણે ધ્યાન દ્વારા મસ્તકના આ ભાગ તથા પિટરી ગ્લાન્ડનું સમતોલપણું જાળવી લઈએ તે બીજી બધી ક્રિયાએ પોતાની મેળે વ્યવસ્થિત થઈ જશે. ' અધ્યાત્મની જે ભાષા છે તેને આપણે આધુનિક શરીરશાસ્ત્રની અને માનસશાસ્ત્રની ભાષામાં સાચી રીતે સમજીએ અને તેને
પ્રયોગ કરીએ. ! * દરેક વ્યકિત પિતાને ચિકિત્સક બને. ધયાનને પ્રાગ એ આધ્યાત્મિક સાધના અને ધર્મને સૌથી મહત્ત્વપૂર્ણ પ્રાગ છે. સાથોસાથ તે બધી બીમારીની ચિકિત્સા પણ છે. એનાથી વધુ સફળ ચિકિત્સા બીજી કોઈ નથી. એ આપણા જીવન માટે અમૃત છે.
(અમરકારતી' માંથી સાભાર)