________________
૧૧૦
વાની નથી. રાજ્કીય પક્ષોની છિન્ન-ભિન્નતા સમગ્ર પ્રજા જીવનને સ્પર્શે છે.
પ્રબુદ્ધ જીવન
આઝાદી પછી, દેશના અમુક પ્રદેશોમાં અલગ થવાના નાદ ઊંઠતા રહ્યો છે. દ્રવિડીસ્તાનની માગણી એક સમયે જોરદાર હતી, હજી સર્વથા શાંત થઈ છે તેમ ન કહેવાય, આસામ અને પૂર્વાંચલના પ્રદેશે-નાગાલેન્ડ, અરૂણાચલ, મિઝેરમ, મણિપુર, ત્રિપુરા વગેરે ખૂબ અશાન્ત છે. અત્યારે મામલે કાબૂમાં છે તેમ લાગે.
પંજાબની માણી કાંઈક જુદા પ્રકારની છે. ધર્મને નામે અને એક લડાયક વર્ગની છે. ધર્મઝનૂન, બીજા બધા પ્રકારના ઝનૂન કરતાં વિધાતક છે. પાકિસ્તાનના પ્રશ્ને આપણે તે અનુભવ્યું. ધર્મને નામે ભાગલા કરવાથી કોઈ પ્રશ્ન હલ થતો નથી એવે અનુભવ છતાં, આ ઝનૂનને કોઈ કાબૂમાં લઈ શકતું નથી. એક જ ધર્મના હાય તે પ્રેમથી અને સહકારથી સાથે રહે છે એવા પણ અનુભવ નથી.
નહિ તો પાકિસ્તાનના ભાગલા ન થાત.
આપણા દેશમાં ધાર્મિક સહિષ્ણુતાની દીર્ઘા અને ઊંડી પરંપરા છે. ભારતના ત્રણે ધર્મ-વૈદિક, જૈન અને બૌદ્ધ-સહિષ્ણુ છે. કોઈ આક્રમક નથી. હિન્દુ સમાજમાં ધર્મને નામે આક્રમકતાનું તત્ત્વ આર્યસમાજથી આવ્યું અને પ્રમાણમાં શાંત થઈ ગયું. રાષ્ટ્રીય સ્વયંસેવક - સંઘમાં એ તત્ત્વ છે પણ તેને વ્યાપક ટેકો નથી. શીખ ધર્મ, એક રીતે હિન્દુ ધર્મની એક શાખા છે, પણ મેાગલા અને મુસલમાના સાથે લાંબી લડત કરવી પડી હાવાથી, ગુરુ ગોવિંદસિંહે, શીખ કામને લડાયક બનાવી.
રાજકીય અલગતાવાદમાં ધર્મનું બહાનું હોય છે પણ બીજા બળે પણ કામ કરતાં હાય છે. શીખા એમ કહી શકે તેમ નથી કે ભારતના રાજ્યમાં તેમની અવગણના થઈ છે અથવા તેમનો વિકાસ રુંધાયો છે, બલ્કે સૌથી સમૃદ્ધ કોમ છે. પંજાબમાં બહુમતીમાં છે. તેમના આંતરિક વિખવાદને કારણે, રાજકીય સત્તા સદા ભોગવી શકતા ન હોય તો અલગ થવાથી તે સુધરી જવાનું નથી. પંજાબના હિન્દુ જેમાં આર્યસમાજની સારી સંખ્યા છે, ખાલિસ્તાનની માગણીને વશ થાય તેમ નથી. દેશ પણ તે સ્વીકારી શકે નહિ.
આ માગણીને વિદેશી બળાનો ટેકો હોવા પૂરો સંભવ છે. પાકિસ્તાન, ચીન અને અમેરિકા આવી તકની રાહ જોઈ રહ્યાં છે. શીખામાં અંદરના મતભેદો છે અને શાણા શીખા તેના વિરોધી હાય તો પણ ઉઘાડો વિરોધ ઓછા કરી શકશે. પંજાબની સરકાર, કોઈ પણ પાની હાય, તેમાં આ પ્રશ્ન પરત્વે મતભેદ રહેવાના જ. તેથી પંજાબની સરકાર આ પરિસ્થિતિનો અસરકારક સામનો કરવા સમર્થ નહિ રહે. દેશના અન્ય ભાગાની પેઠે, 'પંજાબમાં કદાચ વિશેષ, કાયદો અને વ્યવસ્થાતંત્ર તૂટી પડયાં છે. પંજાબની પોલીસમાં પણ મતભેદો હોય તે સ્વાભાવિક છે.
શીખાને આવી માગણી માટે કોઈ વાજબી કારણ નથી. મુસલમાનો કે હરિજના પેઠે શીખો એમ કહી શકે તેમ નથી કે તેમના ઉપર જમા થાય છે અથવા તેમને રાજતંત્રમાં અને અન્યથા યોગ્ય સ્થાન મળતું નથી. છતાં માગણીઓની એક હારમાળા રજુ કરી છે.
તા. ૧૬-૧૦-૮૧
મળ્યું છે. ત્યાં, આસામની પેઠે, કોઈ વિદેશીઓના પગપેસારો નથી. તામિલનાડુ અને દક્ષિણના રાજ્યો પેઠે, કોઈ ભાષાના પ્રશ્ન નથી. ભય તો એ છે કે આ માગણી અંતે પાકિસ્તાન પેઠે એક સ્વતંત્ર રાજયની માગણી થઈ ઊભી રહેશે. દેશને માટે એ ખતરનાક છે.
ખાલિસ્તાનની માગણીનો અર્થ શું તે વિષે હજી સ્પષ્ટતા થઈ નથી. પાકિસ્તાનનું પણ તેમ જ થયું હતું. શીખ બહુમતીનું એક રાજય કરવું એટલી જ માગણી હેય તો તે અત્યારે છે જ. પંજાબને વિશેષ સ્વાયત્તતા આપવી—Autonomy એવી માગણી હાય તે તે સ્વીકારી શકાય નહિ, બધાં રાજ્યો તેવી માગણી કરે, બલ્કે અત્યારે થઈ રહી છે. દેશની એકતા અને અખંડિતતા માટે સબળ કેન્દ્ર સરકાર વર્તમાન સંજોગામાં અનિવાર્ય છે. શીખોની ભાષા-ગુરુમુખીને યોગ્ય સ્થાન
ઈન્દિરા ગાંધી આ બાબત પૂરાં સજાગ હશે એમ માનીએ, પણ તેઓ બીજા પ્રશ્નોથી એટલાં બધાં વ્યસ્ત છે કે આ બાબત ઉપર પૂરું ધ્યાન આપવાનો તેમને સમય ન હોય તેમ બને તો ખેદજનક ગણાય. તેઓ વાટાઘાટ કરી રહ્યા છે.
અલ્સ્ટર-ઉત્તર આર્યલેન્ડમાં આપણે જોઈએ છીએ કે એક ધર્મના બે પંથેાના અનુયાયીઓ વર્ષોથી ખૂનખાર લડી રહ્યા છે. ધાર્મિક ઝનૂન કહેવાતા શિક્ષિતામાં ઓછું નથી હોતું, કદાચ વધારે હોય છે કારણ, તેઓ તેને માટે આકર્ષક કારણો શોધી કાઢે છે. વર્તમાનમાં દુનિયામાં ધાર્મિક ઝનૂનનું મેાજું ફરીવળ્યું છે. ઈરાન અને મધ્યપૂર્વના દેશમાં ઉગ્રતાથી ફેલાયું છે. તેનો પવન બીજા દેશોમાં પણ ફરીવળે અને આપણને સ્પર્શે.
આ પ્રશ્ન પૂરી ચિન્તાનો વિષય છે અને સમગ્ર દેશે તે માટે સજાગ રહેવું પડશે.
૯-૧૦-૧૯૮૧
છે.!
C ગીતા પરીખ
દેવાળ
જ દિવાળી કરતી, હોળી હામે ઝાળે, ઉતરાણે ઉર—પતંગ તૂટે,
બળેવ ખિસ્યું બાળે. તહેવારોને અર્થ કરો. જ્યાં
‘અર્થ” તણાયે જાગે ? ને એમાં વહેવાર ભળે ત્યાં - હર્ષ હણાયે ક્યાંયે! બાહ્યાંતરની ભીંસ માનવ નિજને કર્યાંય ન ન્યાળે, મથી મથીને ટાળે તાયે અટવાતો ગોટાળે
અંતર અનરાધાર રૂપે છે લેાક હાંતા ભાળે,
દરવાજા જ્યાં મોકળા છે. એ ડૂચા મારે ખાળે!
વાર્ષિક સામાન્ય સા
★
તારીખ નવઓકટોબરના રોજ બોલાવવામાં આવેલી સંઘની વાર્ષિક સામાન્ય સભા, સંજોગોવશાત મુલત્વી રાખવી પડી હતી. તે સભા, સભ્યોને અગાઉ મોકલવામાં આવેલા પરિપત્રના એજંડા પ્રમાણેના કામેા માટે હવે તા. ૭ નવેમ્બર, ૧૯૮૧ શનિવારના રોજ સાંજના પાંચ વાગે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળશે.
તેમાં સમયસર ઉપસ્થિત થવા આપને પ્રેમભર્યું નિમંત્રણ છે. ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ