________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૮૧,
વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડો. રમણભાઈ ચી. શાહનું અભિવાદન
૪
-
..
ક, પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળ પૂર્ણાહુતિને લક્ષમાં રાખી,
એ અંગેના આનંદની અભિવ્યકિત માટે એક સીમિત આકારનું સ્નેહમિલન અને વ્યાખ્યાનમાળાના વિદ્વાન અને નમ્રતાની રસાક્ષાત મૂર્તિસમાં પ્રમુખ ડૉ. રમણભાઈનું અભિવાદન, શનિવાર, તા. પ-૯-૧૯૮૧ના રોજ સાંજના ૭-૭ કલાકે, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સહૃદયી, ખરા અર્થમાં પેટ્રન શ્રી વનેચંદભાઈ ઘેલ ણીના નિવાસસ્થાને યોજવામાં આવ્યું હતું. સંઘની અને જૈન સેશ્યલ ગૃ૫ (સાઉથ)ની વ્યવસ્થાપક સમિતિના સભ્ય-દંપતીઓ, પ્રવાસી” અને “જન્મભૂમિ'ના તંત્રી શ્રી હરીન્દ્રભાઈ દવે, સ્નેહીજને, પેટ્ર, મિત્રો અને શુભેચ્છકોએ એમાં હાજરી આપી હતી. પ્રારંભમાં
શ્રી સુમતિબહેન થાણાવાળાએ કંઠય સંગીત રેલાવ્યું હતું. ' સંઘના મંત્રીશ્રી ચીમનલાલ જે. શાહે સહુને આવકાર આપતાં પરમ કૃપાળુ પરમાત્માની આપણા પર અસીમ કૃપા વરસી રહી છે એમ જણાવ્યું હતું. શ્રી કૃષ્ણપ્રેમે કહ્યું છે તેમ અહમ ને ઓગાળીએ તે કૃપાને વિસ્ફોટ થાય એટલું જણાવી તેમણે ઉમેર્યું હતું કે પર્યુષણ પર્વની આપણી શાનયાત્રા સંતેષપ્રદ રીતે સફળ થઈ એમાંડે. રમણભાઈની વિદ્રતા અને નમ્રતા, વિષયો અને વ્યાખ્યાતાની પસંદગી, ચેતનાનાભિન્ન ભિન્ન સ્તરે રહેલા વિશાળ શ્રોતાવર્ગને લકામાં રાખી એમને સંતોષ થાય એ રીતે કરાયેલું આયોજન એના પાયામાં છે. ભકિતગીત પીરસતાં સંગીતજ્ઞ, ઝોળી ફેલાવી સતત ત્રણત્રણ કલાક ખડે પગે ઊભા રહેતા શ્રીમતી નિરુબહેન અને ઉપાબહેન, કાર્યવાહક સમિતિના રાભે, માનવંતા પેટ્રને, શુભેચ્છકે, કાર્યાલયને કાર્યકરો વગેરે સહુનું એમાં યત્કિંચિત પ્રદાન છે એ સ્વીકારી સહ પર એમણે કૃતજ્ઞતા વ્યકત કરી હતી.
સંઘના બીજા મંત્રી શ્રી કે. પી. શાહે અંતરનો ઉલ્લાસ વ્યકત કરતાં જણાવ્યું કે આગામી ત્રણ વર્ષોની પર્યુષણ વ્યાખ્યાનમાળાના ખર્ચની જવાબદારી વહન કરવા આપણા ત્રણ શુભેચછકે એ ઔદાર્થ ભાવે તત્પરતા દાખવી છે. શ્રી શૈલેષભાઈ હિંમતલાલ ડાહ્યાભાઈ - કોઠારી અને મે. વિજય ટ્રાન્સપેર્ટવાળા શ્રી જે. કે. શાહે અનુક્રમે ૧૯૮૨ અને ૧૯૮૩ના વર્ષ માટે વ્યાખ્યાનમાળાને ખર્ચ આપવાની
વ્યકત કરેલી ભાવનાને બિરદાવી હતી. ચાલુ વર્ષની વ્યાખ્યાનમાળાને ખર્ચ શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ તરફથી મળે એમની પણ તેમણે સરાહના કરી હતી. સંઘની વ્યવસ્થાપક સમિતિના રાભ્ય શ્રી દામજીભાઈની “પ્રેમળ જ્યોતિની ભાવનાની પણ એમણે રજૂઆત કરી હતી. આ બધામાં પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળતાના સંપૂર્ણ યશ અને અધિકારી તરીકે ડૉ. રમણભાઈને ઓળખાવી એમની આમ્રવૃક્ષ સાથે સરખામણી કરી હતી. આમવૃક્ષને ફળ આવતાં જેમ લચી પડે છે, નમે છે તેમ વ્યાખ્યાનમાળાની સફળતાથી તેઓ સવિશેષ નમ્ર છે. આ એમને આંતરવૈભવ છે.
‘અભ્યાસ વર્તુળના કન્વીનર શ્રી સુબોધભાઈએ ડૉ. રમણભાઈની ભાયા, સુંદર અવાજ, યાદશકિત અને આત્માર્થી જીવનના પાસાંની "પ્રશસ્ય રજૂઆત કરી હતી. શ્રોતાઓની ભીડના ઉકેલ તરફ અંગૂલિનિર્દેશ કરીને જ્ઞાનયાત્રાના સહભાગી વિ૮૬ વકતાઓની તસવીર પ્રબુદ્ધ જીવનમાં અને જન્મભૂમિ અને પ્રવાસી'ના તંત્રી શ્રી હરીન્દ્રભાઈ દવેને પૂ. મુરારીબાપુ જેવા અપવાદરૂપ વિદ્ર જનની તસવીર જાહેર પત્રમાં પ્રગટ કરવાનું સૂચન કર્યું હતું. વર્તમાન શ્રોતાઓ અને વિદ્ર વકતાઓનું રૌતન્ય સ્તર ભિન્ન હોવા છતાં એકરૂપ છે એમ જણાવી, નવી પેઢીના, ભલે વૈચારિક આંદોલન જગાવે તેવા, છેડા જોખમ સાથે પણ, પ્રમાણમાં વધુ યુવાન એકાદ વકતાને નિમંત્રણ આપવાનું પણ એમણે સૂચન કર્યું હતું.
કારોબારીના સભ્ય શ્રી ગણપતભાઈ ઝવેરીએ એમણે લીધેલી વ્યાખ્યાનોની નેધ અને એ પરથી ટૂંકું તારણ રજૂ કરી સંતોષ વ્યકત કર્યો હતો. “જન્મભૂમિ અને પ્રવાસી'ના તંત્રીશ્રીહરીન્દ્રભાઈએ પણ પ્રાસંગિક પ્રવચન કરતાં વ્યાખ્યાનમાળાની સજજતા અને પ્રતીતિ અંગે ઊંડી શ્રદ્ધા દર્શાવતાં સતત નવ-નવ દિવસ અને સતત ૫૦ વર્ષોથી આવી વ્યાખ્યાનમાળા વિશ્વમાં કયાંય ચાલતી હોવાની ઘટના બની નથી, એની નોંધ લેવાવી જોઈએ અને એ અભૂતપૂર્વ પણ લેખાવી જોઈએ, એમ એમણે કહયું હતું. સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ડો. રમણભાઈની
| [ અનુંસંધાન ૯૭માં પાને ] . .
*
*
*
*
,
- પાલિકા થી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જેશાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ.
' 'મુંબઈ - ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૧.