________________
તા. ૧૬-૯-૮૧
પ્રબુદ્ધ જીવન
કયાંથી આવ્યા છો? શા માટે આવ્યા છે? અને કયાં જવાના છે? આત્મા અમૂર્ત છે. ત્યાં બુદ્ધિની પહોંચ નથી. આત્મજ્ઞાન વિના કોઈ ગતિ નથી. આત્માને આત્માનાં કાર્યો દ્વારા સમજી શકાય છે. નિશ થવાને માટે મનને જાણવાની જરૂર છે. દરેક વસ્તુનું કારણ મન છે. આપણે મનના બગાડને ઢાંકી દઈએ છીએ અને જો ઉઘાડીશું તે જ કૃણા પેદા થશે અને તેને દૂર કરવા પ્રવૃત્ત થઈશું. આત્મા સમન્વરૂપ છે અને સમત્વ પ્રાપ્તિ કરવી એ એનું ધયેય છે. ચિત્તનાં ત્રણ કાર્ય છે: જાણવું, અનુભવવું અને સંકલ્પ કરવો. એને જ જ્ઞાન, દર્શન અને ચારિત્રય કહી શકાય.
બહિરાત્માથી પરમાત્માની પ્રક્રિયા મનથી જ શક્ય છે.
સુખ વસ્તુમાં શોધીએ છીએ પણ સુખ તે અંદર છે. રાગ દ્વેષને જોડયા વગર સાક્ષીભાવે જોવાથી દુ:ખનું કારણ ઊભું નથી થતું. - રોથે દિવસે પ્રથમ વ્યાખ્યાન ૉ. નરેન્દ્ર ભાનાવતનું હતું.
એમને વિષય હતો “ક્ષમા: સ્વરૂપ ઔર પ્રક્રિયા’ એમણે કહ્યું હતું કે ક્ષમા એ જીવનની વસંત છે. પ્રથમ તીર્થકર ઋષભદેવ
ભગવાનના સમયમાં મનુષ્યની પ્રકૃતિ અતિ સરળ હતી. તે ભૂલી • કરે તે તરત માફી માગી લે. પછી બીજા તીર્થંકરથી ત્રેવીસમા તીર્થકર સુધી માણસ ઋજુપ્રાજ્ઞ હતે. બુદ્ધિને વિકાસ થશે. એવીસમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીના સમયમાં માણસ વફ અને જડ બની ગયે. પૃથ્વી ક્ષમાને અવતાર છે, તે બધાં દુ:ખ સહન કરે છે. કામા બધા ગુણાની જનની છે. ક્ષમાશી સંયમ અને વિનય આવે છે. ક્રોધનો અભાવ તે ક્ષમા એમ નથી. ક્ષમા, ક્રોધ વગર પણ હોઈ શકે. ક્રોધ વેરમાં પરિણમે છે. વેર એ કોધનું અથાણું છે. ક્ષમા માગવામાં અહમ નડે છે. શેરડીમાં જ્યાં ગાંઠ હોય ત્યાં રસ ન હોય તેથી હા એટલે ગાંઠ અને મા એટલે નહીં, એમ કહ્યું છે. જે વીર હોય તે જ કામ આપી શકે તેથી જ માવીર કહેવાય છે. જયાં ક્ષમા તે આનંદ છે.
તે દિવસે બીજું વ્યાખ્યાન આચાર્યશ્રી જયેન્દ્ર ત્રિવેદીનું હતું. એમને વિષય હતો: “માણસ” માળખું અને મૂલ્ય.' એમણે કહ્યું હતું કે મૂળે વીસરાઇ જાય છે. માળખાં રહી જાય છે. શિક્ષણ, આરોગ્ય, ન્યાયતંત્ર બધી જ જગ્યાએ માણસ ભૂલાતું જાય છે અને વ્યવસ્થા
ત્ર મુખ્ય બની રહે છે. આ ઉપરાંત રાજકારણમાં તે ખાસ આમ બન્યું છે. નહીં તે આઝાદી પછી આટલાં વર્ષે સાઠ ટકા પ્રજા ગરીબીની રેખા નીચે જીવતી હોય છતાં પ્રજાપાલકો-દેશ નેતાઓ સુખચેનથી કેમ રહી શકે? શિક્ષણ દ્વારા માત્ર શિક્ષિત બેકારો પેદા થાય છે. દર વર્ષે આડત્રીસ કરોડ રૂપિમ શિક્ષણ પાછળ ખર્ચાતા નથી પણ વેડફાય છે. મેડિક્લ કાઉન્સિલ તબીબી ક્ષેત્રે જુદો અભ્યાસક્રમ મૂકવા નથી દેતી જેથી ગામડાં સુધી દાકતરે પહોંચે. પણ ત્યાં યોગ્યતા વગરના બિનકેળવાયેલા દાકતરો લને મેંઘી દવાથી સસ્તા મૃત્યુની ભેટ ધરે છે. લોકશાહીમાં માળખું કામ ન કરે તે તેને બદલવા જરૂર વિચારવું જોઇએ.
પાંચમા દિવસે પ્રથમ વ્યાખ્યાન . ગુણવંત શાહનું હતું. એમનો વિષય હતો: ‘અર્જુનને નહિ, આપણે વિષાદયોગ.' એમણે કહ્યું કે ન્યૂરોન બોમ્બની ખૂબી એ છે કે એ ઘંઘાટ વગર વિનાશ સજે છે. શું આપણે ઘણાટ વગર પ્રેમ ન કરી શકીએ? ન્યૂટ્રોન બોમ્બ બધું ભેદી શકે છે તે આપણે આપણી ગ્રંથિઓને ભેદી ન શકીએ?
આજે માનવજાતે, વનસ્પતિ, પ્રાણીમાત્ર અને ધરતીના ણેકણને ચાહવાનું છે. વિનાશ પછી વિજયને સ્વાદ કે તુરે હોય છે તેને
અનુભવ પાંડવેને થયો હતો. ૧૧મી ફેબ્રુઆરી ૧૯૩૩ના પૂનાથી પ્રસિદ્ધ થયેલા હરિજન બંધુના પ્રથમ અંકમાં કેઇએ ગાંધીજીને પૂછયું હતું: ‘તમે જે ઉપવાસ કરે છે તે કોઇ પર દબાણ લાવવા માટે તે નદી?” ગાંધીજીને કેવું હતું: ‘મારા આત્માની વ્યથિત વેદનની પ્રાર્થના રૂપે ઉપવાસ છે.” આજે વિષાદ પછી યુદ્ધની નહીં, પ્રાર્થના અને પ્રેમની જરૂર છે. વિશ્વના ત્રેપન નોબેલ પુરસ્કાર વિજેતાઓએ નિવેદન કર્યું છે કે આજના જગતની વિષમતા માટે આજની વયવસ્થા જવાબદાર છે. એને બદલવા માટે ગાંધીજીના સવિનય કાનૂન ભંગની જરૂર છે.
તે દિવસે બીજું વ્યાખ્યાન પ્રો. પુરુષોત્તમ માવળંકરનું હતું. એમને વિષય હતે: “એકલો જાને રે!' એ પણે કયું હતું કે કટોકટીના કાળ કરતાં આજે અબાલપણું વધી રહ્યું છે. સૌ ચૂપ રહેવામાં માને છે તેથી કદાચ ભૌતિક સુખસગવડે સહેલાઇથી મળી જતાં હશે ! આજે દુનિયાને એકલવીરની જરૂર છે. સોક્રેટિસ અને ગાંધીજી આ પ્રકારના એક્લવીર હતા. એક જનાર એકલવા નથી, એ પા)ળ જેતે નથી, અનુયાયીઓ શોધને નથી કોઇની રાહ જોતું નથી. ઓછા સામાન લઇને પોતાના નિશ્ચિત દવ તરફ મક્ક ડગલાં ભરે છે. એ રાજમાર્ગ લે છે. રાજમાર્ગ નથી લેને. એ નિર્ભય, નિરાભિમાની અને નમ્ર હોય છે. એ વિરોધીઓની અવગણના નથી કરો. સમાજ સાથે એને ઘનિષ્ઠ સંબંધ છે. એ અતડે નથી. આમ એકલા જતારમાં વીરદર્શન કરવાનું છે. શકિતપૂજા નહીં. આજના સમયમાં જે મૂ૫ હૃાસ, દુરાચાર, અત્યાચાર, અનાચાર અને શરમહિન ચેરીએ થાય છે તે સામે જેહાદ જગાડવા એક્લવીરની જરૂર છે.
છઠ્ઠા દિવસે પ્રથમ વ્યાખ્યાન શ્રી હરીન્દ્ર દવેનું હતું. એમને વિષય હતો “સ્વપ્ન અને અવતારસ્વપ્ન.” એમણે કહ્યું હતું કે - માનવીને આવતા સ્વપ્ન વિશે આધુનિક મનોવિજ્ઞાને હપગ જે શાસ્ત્ર વિકસાવ્યું છે, તે ભારતમાં અઢી હજાર વર્ષ પહેલાં હતું. સ્વ વિશે ભારતીય પરંપરામાં વિગતવાર વિચાર શો છે. સપ્તા દ્વારા માર્ગદર્શન મેળવી, નિધન અને ચિકિત્સા પ થઇ શકે છે. આપણા ઘણાં મંદિરોની સ્થાપના પાછળ સ્વપ્નની વાત રહેલી છે મનેવિકાન ત્રણ અવસ્થાએ કહે છે: જાગૃત, અર્ધજાગૃત અને અજાગૃત, પણ સ્વપ્નો વિશે ભારતીય શાસ્ત્રોમાં ચેતનાની પાંચ બાર અવસ્થાએ વર્ણવી છે. ભગવતી સૂત્રને અનુસરી ભદ્રબહુ સ્વામીએ કલ્પસૂત્રમાં સ્વપ્ન અને મહાસ્વપ્નની વાત કરી છે. હિન્દુ પરંપરા , કરતાં બૌદ્ધ અને જૈન પરંપરામાં અવતાર ખેનાં ઘણા પ્રમાણુ મળે છે. ભગવાન બુદ્ધની માતા માયાદેવીને સ્વપ્ન આવ્યાં હતાં અને ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલાદેવીને પત્ર ચૌઃ સ્વપ્ન આવ્યાં હતાં, જેને સ્વપાઠકએ અર્થ કહ્યો હ. ખ્રિસ્તી અને ઇસ્લામ પરંપરામાં પ સ્વપ્નનાં પ્રમાણ મળે છે. તેમ આદિવાસી જાતિઓમાં પણ અમુક સ્વપ્નના અમુક અર્થ થાય છે અથવા અમુક બનનાર ઘટનાની તે આગાહીરૂપ મનાય છે.
તે દિવસે બીજું વ્યાખ્યાન પૂ. મોરારી બાપુનું હતું. એમને વિષય હતે: ‘રામાયણમાં સંસ્કૃતિ દર્શન. એમણે કયું હતું કે સંસ્કૃતિમાં રામાયણનું દર્શન થાય છે અને રામાયમાં સંસ્કૃતિનું દર્શન થાય છે. રામાયણનું દર્શન એટલે એકવચન, એક પનીવ્રત, નિ:સ્વાર્થ ભ્રાતૃભાવ,દિવ્ય દાંપત્ય વગેરે. સંસ્કૃતિના આ ઉમદા લક્ષણે જ છે. તુલસીદાસના રામ એ રાજમહેલ કે અયોધ્યાના રામ નથી. એ તો આ8ામમાં રહેતા રામ છે. ઇશ્વરના સાક્ષાત્કારને દરેકે .