________________
પદ્ધ જીવન
તા. ૧૬ ૯-૮૧.
દરેક વ્યકિતને જન્મ સિદ્ધ અધિકાર છે. .
'સજજનમાં દુર્ગુણ દબાઈ જાય છે. સંતમાં નિર્મૂળ થઈ જાય છે. જેને સ્વભાવ ખાલી છે, તેને પ્રભાવ ભરેલું છે. આ દેશની સંકતિ એવી મહાન છે કે એ બેલનારને આદર આપે છે અને આચારનારને આધીન થાય છે. શબરીનાં કપડાં ફાટેલાં હતાં. સંસ્કાર ફાટેલાં ન હતા. રામરાજય એટલે માત્ર ધર્મ રાજય નહીં, પણ પ્રેમ રાજય અને ભાવ રાજય પણ ખરું જતુલસીદાસના રામાયણમાં સ્વીકાર, સમન્વય અને સેતુબંધનાં દર્શન થાય છે.
સાતમા દિવસે પ્રથમ વ્યાખ્યાન ડે. હીરાબેન બારડિયા નું હતું. એમને વિષય હતે: જૈન સાહિત્ય મેં માતા કા સ્થાન”. એમણે કહ્યું હતું કે તીર્થકરની માતાને ઈન્દ્ર અને દેવતાઓ પ્રણામ કરે છે. મરુદેવી માતા ભગવાન ઋષભદેવ કરતાં પહેલા મેક્ષમાં ગયાં. સીતા માતાએ લવકુશમાં એવા સંસ્કાર રેડયા કે તે જોઈને રામ પણ ચકિત થઈ ગયા. જૈન સાહિત્યમાં દેવકી, કેકેયી, દેવાનંદા, શેલણા, ધારિણી, મદાલસા, અરણિક મુનિની માતા, હેમચંદ્રાચાર્યની માતા વગેરે માતાઓને ત્યાગમૂર્તિ અને સંસ્કારમૂતિરૂપે નિરૂપવામાં આવી છે. તે જ પ્રમાણે શિવાજી, ગાંધીજી, વિનેબા વગેરેની માતાઓએ પણ પોતાનાં બાળકોમાં કેવા ઉદ્દાત સંસ્કાર રેડયા હતા તે આપણને જોવા મળે છે. આજની માતાઓએ પોતાના બાળકોને બીજાના હવાલે મૂકી ન દેતાં, જતે સંસ્કારસિંચન માટે જાગૃત રહેવું જોઈએ. ' તે દિવસે બીજ વ્યાખ્યાન શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું હતું. એમને વિષય હતો:“સ્વસ્થ સમાજ એમણે કહ્યું હતું કે આજે વિષાદ અને કોલાહલ વધતાં જાય છે. મેટા ભાગના લોકોને રોટીની ચિંતા છે. કેટલાકને મનની અશાંતિ છે. અંશાંતિ માટે એક તો પિતાનું મન જવાબદાર અને બીજું આસપાસને સમાજ જવાબદાર
છે. માણસ સંબંધો બાંધે છે અને એમાં અટવાતે જાય છે. વૈજ્ઞાનિક શે, યાંત્રિક સાધને વધતાં જાય છે તેની સાથે સમસ્યાઓ વધતી જાય છે. સમાજ શાંત ન હોય તે વ્યકિત ગમે તેટલું ધ્યાન ધરે “ પણ શાંતિ નથી જ મળવાની. આપણાં શાસ્ત્રોએ ચાર પુર,યાર્થ કહ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કાર્લ માર્કસ, ગાંધીજી અને ક્રોઈડ મહાન ક્રાંતિકારીઓ હતા. કાર્લ માર્કસે અર્થ વિશે વિચાર કર્યો, ફ્રોઈડે કામ વિશે વિચાર કર્યો. માર્કસની વિચારણોમાં ધર્મતત્ત્વ નહોતું. ગાંધીજીએ સર્વોદયની વાત કરી જેમાં ધર્મ તત્વ પણ હતું જ, આજે ધર્મ નથી માટે અર્થ અને કામને વિસ્ફોટ થયું છે. સૌએ ત્યાગ કરી ભેગવવાનું છે. સમાજ, ત્યાગ, બલિદાન અને યજ્ઞા માગે છે અને એને વડે જ સ્વસ્થતાપૂર્વક ટકી શકશે.
બુધવાર તા. રજી સપ્ટેમ્બરના રોજ સંવત્સરીના દિવસે આરંભમાં ક શૈલજા શાહે “ભગવાન મહાવીર અને જૈન ધર્મ” એ વિષય ઉપર સંસ્કૃતમાં દશેક મિનિટનું વકતવ્ય રજૂ કર્યું હતું. ત્યાર પછી “નિયાણ' વિષય ઉપરના મારા વ્યાખ્યાનમાં મેં કહ્યું હતું કે નિયાણ'' એ જૈન ધર્મને પારિભાષિક શબ્દ છે. સંસ્કૃત ‘નિદાન ઉપરથી તે આવે છે. ઉગ્ર તપશ્ચર્યા કર્યા પછી તપના ફળ રૂપે કંઈક ઈછા કરવી અને મનથી માંગી લેવું તે નિયાણ છે. મિથ્યાત્વ શલ્ય અને માયાશલ્યની જેમ નિયાણ પણ શલ્યરૂપ ગણાય છે. આત્મવિકારામાં તે બાધારૂપ બને છે. સંભૂતિ, નંદિણ વગેરે મહાન મુનિઓએ ઘોર તપશ્ચર્યા પછી તપના ફળ તરીકે ભૌતિક રિદ્ધિસિદ્ધિની યાચના કરી હતી અને એને પરિણામે મળેલી એ રિદ્ધિ સિદ્ધિ જોગવતાં દુર્ગતિમાં ગયા હતા. નિયાણ પ્રશસ્ત, અપ્રશસ્ત અને ભેગકૃત, એમ ત્રણ પ્રકારનું શાસ્ત્રમાં બતાવાયું છે. બીજાને અહિત કરવાને દઢ સંકલ્પ તે અપ્રશસ્ત નિયાણુ, ચક્રવર્તી, રાજા,
શ્રેષ્ઠિ, સ્ત્રીપુરુષ વગેરેના ભેગ ભેગવવાની અભિલાષા કરવી તે ભેગકૃત નિયાણ અને સાધુ/આચાર્ય કે તીર્થકરનું પદ પામવાની સમાધિ મરણે, બાધિલાભ, અરિહંતનું શરણ ઈત્યાદિની યાચના કરવી તે પ્રશસ્ત નિયાણ ગણાય છે. પ્રશસ્ત નિયાણ પણ અંતે તે બંધનકર્તા છે માટે અનાસકતભાવે તપશ્ચર્યા કરવી જોઈએ.'
તે દિવસે બીજે વ્યાખ્યાન શ્રી મોરારજી દેસાઈનું હતું. એમને વિષય હતે: “ધર્માન્તર’ એમણે કહ્યું કે ધર્મ વગરને માણસ પશુ કરતાં પણ ખરાબ છે. માણસ બીજાને હેરાન કરવા પિતાની બુદ્ધિ વાપરે છે. ધર્મના પાપે સત્ય અને અહિંસા છે. જૈન, બૌદ્ધ, હિન્દ, શીખ કે પારસી ધર્મમાં ધર્માતર ક્યારેય લાલચ કે જોરજુલમથી નથી થયાં. મૂળભૂત રીતે તે બધા ધર્મોના સિદ્ધાંત એક સરખા જ છે. ધર્મનું પરિવર્તન અધર્મમાં હોય અને અધર્મનું પરિવર્તન ધર્મમાં ઘાય. વ્યકિતગત રીતે દરેકને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે. પણ તેમાં લાલચ કે જોરજુલમની જરૂર નથી. ધર્મ એ સેદાબાજી કે નફાટાને વિષય નથી. મારા જેવા બીજાને બનાવવાની વૃત્તિ ખાટી છે. ધર્મનું લક્ષણ અભય છે. જે ડરે નહીં તેમને ધર્માતરની જરૂર નથી. અત્યારે તે આપણે પોતે અપૂર્ણ છીએ. આપણી અપૂર્ણતા દૂર કરવા સંકલ્પ કરવો જોઈએ.
નવમા દિવસે પ્રથમ વ્યાખ્યાન શ્રીમતી બિન્દુબહેન મહેતાનું હતું. એમને વિષય હતે: “ધર્મને પાયે તપ’. એમણે કહ્યું કે જીવ એ ઈશ્વરનો અંશ છે. જીવનનું ધ્યેય પરમાત્માને પામવાનું છે. વસ્તુનિષ્ઠ નહીં આત્મનિષ્ઠ બનવાનું છે; અહમ દૂર કરવાને છે. ઈચ્છા કાઢવાની જરૂર નથી, પરંતુ એને ઉર્ધ્વગામી બનાવવાની છે. તપ એટલે સાધના કરવી. પ્રભુને સ્પર્શીને રહેલું તત્વ તે ધર્મ છે. મારામાં ભગવાન છે, તેમ બીજામાં પણ ભગવાન છે એ ભાવ આપણામાં જાગ જોઈએ. આપણી સંસ્કૃતિ કૃતજ્ઞતાની સંસ્કૃતિ છે. યજ્ઞમાં અહમ ને સ્વાહા' કરવાને છે. ભકિત એ ભીખ કે દણાં ' નથી, પણ પ્રેમ છે. એ ભીતિ નથી, પણ પ્રીતિ છે. તપ એટલે Kદ્ર સહન કરવાની સંપૂર્ણ તૈયારી. કર્યા વગર મળશે નહીં, કરેલું ફેગટ જશે નહિ, એમાં અખૂટ શ્રદ્ધા રાખવી જોઈએ. મદદ બહારથી નહીં અંદરથી માગવાની છે.
તે દિવસે બીજે વ્યાખ્યાન પૂ. મુનિ શ્રી અરુણવિજયજીનું હતું. એમને વિષય હતું, ‘જૈન ધર્મમાં મોક્ષનું સ્વરૂપ.' એમણે કહ્યું હતું કે સંસર છોડવો નહિ અને મેણા મેળવવું એ શકય નથી. મેક્ષને અર્થ થાય છે મેહને ક્ષય, મેક્ષા સાધ્ય છે. નિર્જરા સાધના છે. તપ એ સાધન છે અને આપણે સાધક છીએ.
જૈન ધર્મ પુણ્ય બાંધવાની નહીં, પાપ છોડવાની વાત કરે છે. કેટલા ઉપવાસ, તપ કે દાન કર્યું તેનું મહત્ત્વ નથી, પણ એ કેમ કર્યું એનું મહત્તવ છે. ભગવાનને ભય રાખવાની જરૂર નથી. ભય પાપને રાખવાનું છે. આપણે ભવભીરું બનવાનું છે.
આમ નવ દિવસ માટે યોજાયેલી આ પર્યુષણ વ્યાખ્યાનમાળા વ્યાખ્યાનના વિષય, કક્ષા, રજૂઆત ઈત્યાદિની દષ્ટિએ તથા વ્યવસ્થા અને શ્રેતાઓની સંખ્યાની દૃષ્ટિએ સફળ રીતે થાઈ હતી એમ કહી શકાય. એ માટે વ્યાખ્યાતાઓ, ભજનિકે, સંઘના હદેદારો અને કાર્યવાહક સમિતિના સભ્ય, કાર્યાલયના સ્ટાફના સ, રેકોડિંગની વ્યવસ્થા કરનાર ત્રિશલા ઈલેકટ્રોનિકસના ભાઈઓ, સારી સંખ્યામાં સમય પૂર્વે ઉપસ્થિત રહેનાર શ્રેતાઓ વગેરે તમામને ભાવભર્યો સહકાર સાંપડયો હતો અને એ માટે તમામને હું અંત:કરણપૂર્વક આભાર માનું છું.
-