________________
તા. ૧૬-૧-૮૧
પ્રમુદ્ધ જીવન
ચીમનલાલ જે.શર ત્યાં પ
મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહની અઢી દાયકાની વિવિધ સેવાઓની કદર કરવા ગયા શિનવારે યોજાયેલા આનંદપર્વના પ્રસંગે સભારંભના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પ્રવચન કરી રહ્યાં છે. આ તસવીરમાં ડાબી બાજુથી શ્રી ચીમનભાઈના વડીલબંધુ ી વાડીભાઈ, ડો. રમણલાલ શાહ, શ્રીમતી મંજુલાબહેન ચીમનલાલ જે. શાહ, મુંબઈ જૈન યુવક સંઘના ઉપપ્રમુખ શ્રી રસિકલાલ મેહનલાલ ઝવેરી, સમારભના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકભાઈ શાહ, શ્રી અજિત શેઠ, શ્રીમતી નીરુપમા શેઠ અને જૈન સાશ્યલ ગ્રુપ (મુંબઈ) ના પ્રમુખ શ્રી સી. એન. સંઘવી નજરે પડે છે.
✩
ચીમનલાલ જે. શાહે :
મુંબઈ શહેર અને બૃહદ ગુજરાતમાં જૈન અને જૈનેતર સમાજમાં સાહિત્ય, કલા અને ધર્મક્ષેત્રે છેલ્લાં ૨૫ વર્ષથી સેવા આપી રહેલા મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી અને જૈન સાશ્યલ ગ્ પના સ્થાપક સભ્ય શ્રી ચીમનલાલ જે. શાહની અઢી દાયકાની સમાજસેવાને બિરદાવવા અને તે સાથે જ તેમની શુદ્ધીપૂર્તિ ઉજ્વવા શિતવાર તા. ત્રીજી જાન્યુઆરીએ સાંજે બિરલા ક્રિડા કેન્દ્રમાં એક ખાસ સમારંભ યોજવામાં આવ્યો હતો.
શ્રી ચીમનલાલ જે શાહે મુંબઈ જૈનયુવક સંઘના મંત્રી તરીકે ૨૫ વર્ષ સેવા પૂરી કરી તથા બીજી અનેક સંસ્થાઓમાં રસપૂર્વક કાર્ય ક્યુ એ નિમિત્તે સંઘના ઉપ-પ્રમુખ શ્રી રસિકભાઈ ઝવેરી તથા- શ્રી ચીમનભાઇના મિત્રા, સાથી કાર્યકરો, શુભેચ્છકો વગેરે દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે અનેક વકતાઓએ શ્રી ચીમનલાલ શાહની સામાજિક સેવાની પ્રસંશા કરી હતી અને નવોદિત કલાકારોને આગળ વધવામાં સહાય કરવા ઉપરાંત સાહિત્ય, કલા, ધર્મ તથા “લાકવાણી’ના લેખક તરીકે પત્રકારત્વના ક્ષેત્રમાં તેમણે આપેલા ફાળાને બિરદાવ્યો હતો. તેમનાં પ્રવચનો અત્રે અહીં પ્રગટ કર્યા છે.
શરૂઆતમાં જૈન સાશ્યલ ગ્રુપના મંત્રી શ્રી કે. પી. શાહે કહ્યું હતું કે છ એક મહિનાથી અમારા મનમાં થયા કરતું હતું કે આવા સુખી, આવા આનંદી અને આવા લાડીલા શ્રી ચીમનભાઈનું આ પ્રકારે સન્માન કરવું જોઈએ, પણ તેઓ માનતા નહાતા. તેઓ એક જ વાત કહેતા કે જુઓ ભાઈઓ, તમે કંઇ પણ કરશે તે મારૂં પુણ્ય ખવાઈ જશે. આટલી આકરી ભાષામાં શ્રી ચીમનભાઇએ આવા કોઇપણ પ્રસંગ યોજવાની અમને સ્પષ્ટ ના પાડી હતી. પરંતુ જૈન યુવક સંઘ કોઇપણ પગલું ભરતી વખતે
·
૧૧
સત્કાર
સમારભ
✩
એ જ કાર્ય કરતા રહ્યો છે અને એ કાર્યમાં શ્રી ચીમનભાઈનું કાર્ય જો નિમિત્ત બનતું હોય. તે એ સેવાનું બહુમાન થવું જ જોઇએ—એ આખા મુદ્દો શ્રી રસિકભાઇએ શ્રીચીમનભાઇને શાંતિથી સમજાવ્યો ત્યારે, સન્માન કે એવા શબ્દો દ્રારા નહીં પણ આનંદપર્વ રૂપે આવું કંઈક કરવા દેવા શ્રી ચીમનભાઇએ તૈયારી બતાવી અને આજે આપણે ‘આનંદપર્વ”ના પ્રસંગે ભેગા થયા છીએ.
... હું વિચાર કરતા હતા કે શ્રી ચીમનભાઈનું ગાત્ર શું હોવું જોઈએ, એમની જાતી શું હોવી જોઇએ અને મને વિશ્વવિખ્યાત કવિશ્રી રવિન્દ્રનાથ ટાગેારના શબ્દો યાદ આવી ગયા, કે “ઉત્સવ આમાર ગોત્ર, આનંદ આમાર તિ” અને શ્રી ચીમનભાઈને માટે પણ ખરેખર કહી શકાય કે ઉત્સવ. આમાર . ગોત્ર, આનંદ માર જાતિ.
ચીમનલાલને ૬૦ મું વર્ષ ચાલે છે. પણ તેમનો તરવરાટ, તેમની સ્ફૂર્તિ અને એમનાં વ્યકિતત્વનાં આજે વરસેાથી અમે સૌ સાક્ષી છીએ. આ બધુ વર્ષે તેઓ અંતરચક્ષુ ખેલીને જીવનનું દર્શન કરતાં રહ્યાં છે.
તેમનાં પત્ની મંજુલાબેનના પણ તેમને ખૂબ સાથ મળ્યો છે અને તે બંનેએ સમાજ સમક્ષ એક આદર્શ યુગલનું ચિત્ર રજૂ કર્યું છે.
શ્રી ચીમનલાલ શતાયુ થાય, સતત પ્રવૃત્તિશીલ રહે અને ઈશ્વરના તેમનાં પર આશીર્વાદ ઊતરે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરૂં છું.
: મુંબઇ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા ડૉ. રમણલાલ શાહે કહ્યું, ` ભાઈશ્રી ચીમનલાલ જે. શાહ જૈન યુવક સંઘના મંત્રી તરીક ૨૫ વર્ષ પૂરાં કરે છે તે પ્રસંગે, અને દ્રુમા ર્ષમાં પ્રવેશ કરે છે તે પ્રસંગે એમનું અભિવાદન કરવા આપણે એકત્ર થયા છીએ. ચીમનલાલને આપણે બધ્ધ જાણીએ છીએ. એમના સ્વભાવ