________________
તા. ૧-૯-૮૧
પ્રબુદ્ધ જીવ ને
ગી, ભજન આદિ તેમણે એટલા ભાવપૂર્વક શીખવ્યો કે આજે પણ તે બધું સ્મરણમાં એટલું જ તાજુ ૨ છે. તેમાંના થોડાક નમૂનાઓ જોઈએ: રાગ : આસાવરી પ્રભુ માયે ભરૂસે એક તિહારો કર પરત મય, આપ ઉંગરો. પ્રભુ
અંતરા કૃપાસે આસ લુગી દરસનકી ઈબ્રાહીમ કો કોઈ નહીં તુજ વિના સહારો » પ્રભુ જ ૦ ૦ ૦
ગગ : ભીમપલાસ ચિતા ન કરે અચિત રહોરેમના દયેગા તુજકો પૈદા કરનાર ... ચિતા
અંતરા ઈત તુંહી ઉત હી જલ તુંહી થલ નુંહી નયા અમારી પાર કરનહાર'... ચિતા
તેમણે મને એક સિંધી ભજન પણ શીખવેલું: અમે પરિવાર મૂતે નઝર કરી નું હાણે સાંઈ. તો તે આધાર પરિવરદિગાર ' ' તો તે ન હારું સાંઈ. અર્થ આહી તુંહી આલા, આહીં નું sી બાલા આહી તુંહી સારીય સૃષ્ટિ જો આધાર હો ... પરિવર સરિવર અનવસ્તુ તો તે આધાર પરિવરદિગાર તો તે ન હાશું સાંઈ ... અર્ધ
આવાં આવાં ઘણાં ગીતો આજે પણ દિમાગ અને ડાયરીમાં સંઘરાયેલાં પડયાં છે. ત્યારથી મને શાસ્ત્રીય સંગીતનો નાદ લાગ્યો. તેમણે એ ઊંડે નાદ ચખાડયો હતો કે હવે આગળ શીખ્યો વિના ચેન પડે તેમ ન હતું.
- સજાની મુદત પૂરી થવા આવી હતી. તેવામાં ઐતિહાસિક સંધિ થઈ અને સહુ જેલમાંથી છુટયા. ભાવનગર મહિલા વિદ્યાલયમાં ભણવા ગઈ. અહીં S.N.D.T. ના મેટ્રિકને કોર્સમાં રિછક વિષય ઘણા હતાં. તેમાંથી મેં સંગીત પસંદ કર્યું. મારી પાસે પરીક્ષામાં બેસવા માટે માત્ર દશ માસ હતા. જે સંગીતને વિષય લઉં તે મારે છેલ્લા ત્રણ વર્ષના કોર્સના ૨૫ રાગ, પ્રત્યેની સરગમ, લસણગીત, ખ્યાલ, ત્રિનાલ આદિ કરવાં પડે તેમ હતાં. તેમાં
ખ્યાલમાં સારી રીતે આપવાનો તૈયાર કરવાની હતી. ઉપરાંત શાસ્ત્રીય સંગીતની શિયરી, પૂરી સમજ, આરોહ-અવરોહ, રાગની. , જાતિ થાર, આદિ વિગતેની લેખિત પરીક્ષા પણ રહેતી. તાલની
* તૈયારી પણ સારી પેઠે કરવી પડે તેમ હતી. અમારા ગુરુજનોએ સલાહ આપી કે તમારે જો આટલા ટૂંકા ગાળામાં મેટ્રિકમાં ખાસ થવું હોય તે તમે બીજો કોઈ શરળ વિષય લઈ લ્યો. સંગીતના આટલા મોટા કેર્સને પહોંચી વળવાનું મુશ્કેલ નહીં પણ અશક્ય જ બનશે. ઉપરાંત ફરજિયાત વિષયોની પણ પાંચ-છની તૈયારી સારી રીતે કરવાની જ હતી. ' * આ બધી સલાહ તે તદ્દન વ્યાવહારિક હતી. પરંતુ મને તે સંગીતની જ ધૂન લાગેલી. મેં કહ્યું કે “કદાચ હું મેટ્રિકમાં પાસ ન થાઉં તે પણ મને એટલું સંગીત તે આવડશેને. કશે. વાંધો નહીં.” અને સખત મહેનતપૂર્વક સંગીત શરૂ કર્યું, ત્યાં અમારા સંગીતગુરુજી શ્રી લક્ષ્મણરાવ પટ્ટનકડીકર હતા. તેમને મેં પરિસ્થિતિ સમજાવી અને વિનંતી કરી કે તેમાં જો મને મદદ કરશે તો મારે જરૂર આ પરીક્ષામાં પાસ થવું છે. તેમણે આનંદપૂર્વક પૂર્ણ સહયોગની ખાતરી આપી. બસ ત્યારથી સવાર સાંજ તેમને નિવાસસ્થાને અને પીરિયડ દરમ્યાન શાળામાં તેમણે ખંતથી શીખવવા માંડયું. તે વખતે છાત્રાલયની સગવડ ન હોવાથી અમે ત્રણ અભ્યાસોત્સુક બહેને તે વખતના મહિલા વિદ્યાલયના મકાન પાસે રાણકામાં એક નાનું ઘર, બે રૂમ અને રસોડાવાળું ભાડે લઈને રહેતાં હતાં. મારી સાથેના બીજા બે બહેને લાભુબેન શેઠ (મહેતા) અને સુમનબેન ભટ્ટ હતો. આ અમારા ઘરમાં પ્રભાતના ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી મેં
નિયમિત રિયાઝ શરૂ કર્યો. ગુરુજી જે શીખવે તે બીજે દિવસે તૈયાર કરી જ લેવું. તેવો નિર્ણય ધાર્મિક રીતે પાળ્યો હતો. ઉપરાંત રસોઈ કરવી, પિતાનાં કપડાં ધોવાં, વાસણ માંજવા, ઘર સાફ કરવું તે બધા કામ અમે જાતે જ કરતા હતાં. તેમ જ શાકભાજી લાવવા અનાજ આદિ ચીજવસ્તુઓની ખરીદી કરવી અાદિ કામ અમે વારાફરતી કરતાં હતાં. એટલે તેમાં પણ સમય આપવો પડતો હતો.
વેકેશનમાં મારે ઘેર રાણપુર ન જતાં ભાવનગરમાં જ રહીને સંગીતાભ્યાસ જારી રાખ્યો. મારા ગુરુજી પણ પોતાના ઘેર પુન: ન ગયા અને મને શીખવવામાં પૂરો સમય આપ્યું. તે દિવસોમાં રોજના લગભગ સાત કલાકની મહેનત તેઓ કરાવતા. એ સમય થિયરી અને સમય સંગીત શીખવતા હતા. ઉપરાંત પ્રભાતને મારો રિયાઝ ચાલુ રહેત. અતિ ઉત્સાહમાં રિયાઝને અતિરેક થતાં ગળામાંથી લોહી પડવા માંડ્યું. ડોકટરે ગાવાની મનાઈ ફરમાવી. મોટી મુશ્કેલી આવી પડી. છતાં ડોટકરે. હિંમત આપી કે તેમણે આપેલી ટ્રીટમેન્ટ બરાબર કરવામાં આવશે તો ત્રણ અઠવાડિયામાં ગળ ઠીક થાશે રાને ગાવાની છૂટ મળશે. ડોકટરની માયાળ, ટ્રીટમેન્ટથી આખરે ગળ ઠીક થઈ ગયું અને ધીમે ધીમે . ગાવાની છૂટ મળી. ગાવાની બંધી હતી તે દરમ્યાન થિયરી પાકી કરવામાં વધારે ધ્યાન આપેલું. હવે પરીક્ષાને માત્ર રોક માસ બાકી . હતો. ઘાણ ઘણું કરવાનું હજ બાકી હતું. આ વોક માટે પડકાર મારી સામે હતા. પ્રભુસ્મરણ અને સરસ્વતી દેવીના જ ભાર સહ મહેનત ચાલુ રાખી.
મેટ્રિકની પરીક્ષા શરૂ થઈ ગઈ. થિયરી પેપર સારો ગયો. પરંતુ ખરી મુશ્કેલી તો “કલની હતી. તે માટે ભાવનગરમાં રન્ટર ન હોવાથી અમદાવાદ જવું પડે તેમ હતું. ભાવનગર કેન્દ્રમાંથી સંગીતની વિશ્વ માટે હું રોક જ વિઘાથની હતી. એટલે એકલી અમદાવાદ ગઈ.
ચાર પરીક્ષકોની પેનલ સમક્ષ ગાવાનું હતું. જેમાં સુપ્રસિદ્ધ સંગીતકાર અત્રે પણ હતા. બધા જ અપરિચિત ચહેરાઓ સામે મારે રોકેક કલાક સુધી તેઓની ફરમાયશ અનુસાર જુદા જુદા રાગે પાલાપતાન સાથે ગાવાના હતા. આત્મશ્રદ્ધા સાથે પરીક્ષા આપી. પરીક્ષા પૂરી થયા પછી મને લાગ્યું કે કોઈ ખાસ ભુલ નથી થઈ, કશે તાલ નથી ચૂકાયો, ઠીક ઠીક રીતે ગાઈ શકાયું છે. એટલે છેવટે પાસ કલાસમાં ઉત્તિર્ણ તો થઈ જ જવાશે તેવો વિશ્વાસ
બે.
પરીક્ષા આપી મારે ઘેર રાણપુર ગઈ. લાંબી પ્રતિક્ષાને અંતે છોક દિવસ ટેલિગ્રામ આવ્યા. ફફડતા મને ફોડો. વાં, નાચી ઊઠી. તારમાં જણાવ્યું હતું કે “તમે આખી એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાં સંગીતના વિષયમાં પ્રથમ નંબરે આવે છે. જે અભિનંદન” મેં મારા બને ગુરુજના સરસ્વતીબાઈ ચાને લમણરાવજીને મનોમન પ્રણામ કર્યા. આ સફળતાનું સમગ્ર શ્રેય તેમને જ ફાળે જતું હતું. પરમાત્માને પરમ અનુગ્રહ થયો હતે. તરત દોડી ઘરનાં પૂજા સ્થાનકે ઘીનો દીવો કર્યો અને એમાં સફળતા પ્રભુચરણે ધરી દીધી. *
સરસ્વતીબાઈ ખૂબ યાદ આવ્યાં. હર્ષનાં શું વહ્યાં. વિચાર આવ્યો કે એક ધંધાદારી ગાયિકા બહેનમાં ગાંધીજીની હાકલ પારસમણિનાં સ્પશે કેવું સુંદર પરિવર્તન આવ્યું! તેમણે પોતાનો ધીકતો ધાંધો, ધનવૈભવ અને સુખસુવિધા છોડ્યા. અને પોતાની એ જ કલાનો દેશવાસીઓને જાગૃત કરવામાં ઉપયોગ કર્યો. કહેવાય છે કે તેમના ગીતને કાર્યક્રમ જે સભામાં યુવાનો તે હોય ત્યાં માનવ મહેરામણ ઉભરાતો. તેઓ “જી ભરકે દેશપ્રેમના ગીત ગાયાં. કેટલાયે આ ગીત સાંભળ્યા પછી પોતાના ઘરબાર છોડીને સત્યાગ્રહ સંગ્રામમાં ઝૂકાવેલું. આવી રીતે હજારો યુવક-યુવતીઓને સત્યાગ્રહની લડનમાં ભાગ લેવાનું આકર્ષણ કરવાનું શ્રેય સરસ્વતી બાઈને ફાળે જાય છે.
ભગવાને તેમને એવા સુંદર કંઠની બક્ષીસ આપેલી કે આધેડ ઉંમરે પણ તેમના સ્વરમાં એ જ મોહિની અને જાદુ હતાં કે જેથી આપોઆપ લોકો તે તરફ ખેંચાઈ જતા. જેલની પ્રાર્થનામાં પણે તેમનાં ભજને સાંભળીને સ ડોલી ઉઠતાં. પૂ. બાએ તો તેમને “કોકિલ કંઠી ”ને પ્રેમાળ ઈલકાબ આપેલો.
મારા જેવી એક ભદ્ર સમાજની કન્યાને તે જમાનામાં શાસ્ત્રીય સંગીતને નાદ લગાડનાર એ પ્રથમગુરુ સરસ્વતીબાઈને જયારે પણ યાદ કરે છે ત્યારે પ્રેમ અને આદરથી મસ્તક નમી પડે છે..