________________
૮૪
બુદ્ધ વન
પારસમણિના સ્પર્શે કેવું સુ ંદર પરિવર્તન....
[] પૂર્ણિમા પકવાસા
૧૯ ૩૦ના સત્યાગ્રહ સંગ્રામના એ દિવસેા હતા. મને છ માસની સજા થઈ હતી. સાબરમતી જેલમાં હતી, આ વખતે ગુજરાતના તેમ જ દેશના મોટા મોટા નેતા-બહેનો આ જેલમાં રાખવામાં આવ્યાં હતાં. પૂ. કસ્તુરબા ગાંધી અને મણિબેન પટેલ આ જ જેલમાં હતાં. ઉપરાંત સિંધથી પણ અઢી વર્ષની સજા પામેલાં કેદી બહેના આવેલા જેમાં જેઠીસિપાહીમલાની, ગોપી ક્રિપલાણી, પાર્વતી ગિદલાણી નિર્મળા લાલવાણી, આદિ સિંધની પ્રસિદ્ધ મહિલા કાર્યકરો હતાં. સાથે ફૂલબાઈ, રોચ્ચા, ૯૭મી, સલાચના આદિ મળીને ૫૦ બહેનોનું જૂથ આવેલું.
પૂ. બાને ભાગવત રામાયણમાં ઘણી દિલચશ્પી એટલે પારના સમયે તે ધર્મગ્રંથો તેમની સમક્ષ વાંચવાનો લાભ મને મળ્યો હતા. તદઉપરાંત પ્રભાત સંધ્યાની રોજિંદી પ્રાર્થનામાં પણ ભુજન ધૂન મારે જ ગાવાનાં રહેતાં હતાં.
પૂ. બાપુના ઐતિહાસિક ઉપવાસ પણ આ જ ગાળામાં થયા હતા. અમે બધાએ પ્રતીક ઉપવાસ કરેલા. પૂ. બાનું મનોમંથન અને ચિંતાનો પાર ન હતા. પણ ખૂબ ધૈર્ય, સહનશીલતા અનેં હિંમતપૂર્વક તેઓ સ્વયં આશ્વાસન લેતા હતા અને પરિણામ પ્રભુ ઉપર છેડતા હતા.આ દિવસેામાં અમોએ અખંડ રામાયણપાઠ અને રામધૂન ચાલુ રાખેલા. આમ બે-એક માસ વીતી ગયા અને અમો જેના દૈનિક કાર્યક્રમમાં સારી પેઠે ગે ઠવાઈ ગયાં હતાં.
એક સાંજે અમે પ્રાર્થના કરી રાઁ હતાં, તેવામાં જેલની અમારી બેરેકના લિંગ દરવાજો ઉઘડયો અને ઉપર્યુકત ૫૦ સિંધી બહેનોને વાર્ડરણી જમુના અંદર લઈ આવી. આ બહેનો સિંધ હૈદરાબાદથી આવતી હતી. આ બહેનો આવીને તરત પ્રાર્થનામાં જોડાઈ. ક્ષ્ાક, ભજન, ધૂન અને મૌન સમાપ્ત થયા પછી સૌ પૂ. બાને પ્રડ્રામ કરીને છૂટા પડતાં હતાં. તેવામાં પેલા નવા આવેલા જૂથમાંથી એક આધેડ વયાન બહેને મારી પાસે આવીને મારા માથે હાથ મૂકીને કહ્યું કે ‘બેટી તુમ અચ્છા ગાતી હો. મેરે પારા શાસ્ત્રીય સંગીત શિખાગી ક્યા?” આ સાંભળી મારા આનંદની સીમા ન રહી, પરંતુ વિચાર આવ્યો કે આ બહેન કોણ હશે? અને એકાએક આવો અનુગ્રહ વસાવવાનું કારણ શું હશે? તેટલામાં તેઓએ જ કહ્યું કે “બેટી તુમ્હારા ગલા અચ્છા હૈ ઈસલિયે મે તુમકો સંગીત શીખાના ચાહુંગી”
મારા પ્રશ્નોના જવાબમાં તેઓએ જણાવ્યું કે તેઓ સિંધ હૈદરાબાદના પ્રસિદ્ધ ગાયિકા સરસ્વતીબાઈ હતાં. મેં પૂછ્યું કે તમા જેલમાં શી રીતે આવ્યાં? ગાયિકાઓનું જીવન તો ઘણું વૈભવી હોય છે. તે આ જેલના કષ્ટો કેમ સહી શકશે? ત્યારે તેમણે જણાવ્યું કે ‘મેં બહુ વૈભવ ભાગવ્યો છે, ઘણી કમાણી કરી છે, પરંતુ સાચી કમાણી કરવાની હજુ બાકી હતી. બાપુની હાકલ સાંભળી. મારું જીવન વૈભવશાળી જરૂર હતું પણ કથીર જેવું અને સ્વાર્થી. બાપુની હાકલે એ થીરને કંચનમાં ફેરવી દીધું. વડીલાની સલાહની અવગણના કરીને મે" ધીકતો ધંધો છોડયો. જે સંગીત હું મુઠ્ઠીભર શ્રીમંતાના મનોરંજન માટે ગાતી હતી, જે માટેભાગે શ્રૃંગારિક ગીતા જ રહેતાં હતાં તેને બદલે હવે દેશપ્રેમના પવિત્ર ગીતા હજારો લોકોના જાગરણ માટે ગાવા લાગી. ત્યારથી મારો આ જ કાર્યક્રમ રહ્યો છે કે સભા-સરધસામાં ગીતે ગાવાં અને તેના ઈનામમાં આ જેલ મળી. ‘કહા મેરે આનંદી કયા સીમા
તા. ૧-૯-૮
રહી હોગી? મેં અપને જીવનકો કૃતકૃત્ય માનતી હ! સંગીતકાર હું ઈસલિયે હંમેશ સંગીતપ્રેમીઓ કી ખજમેં રહતી હું! યહાઁ જેલમેં આયી તો તુમકો પાયા, બતાઓ મેરેં આનંદકા કયા ઠિકાના બાલેા અબ કબસે તાલીમ કાર્યક્રમ શુરુ કરે?" મે ઉત્સાહથી કહ્યું કે “અભીસે.” તેઓ ખૂબ હસ્યાં અને કહ્યું કે મને આવી જ તત્પર શિષ્યાની જરૂર હતી.
બીજે દિવસે મંગળવાર હતા. ઠરાવ્યા પ્રમાણે જેલની બેઠકના મેોટા પીપળાના વૃક્ષને ઓટલે અમા મળ્યાં. તેમણે મને ગુરુદિક્ષા આપી અને મારે હાથે એક દોરો બાંધ્યા. તાલીમ શરૂ થઈ અને મને ગાવાનો શોખ ખરો, પરંતુ શાસ્ત્રીય સંગીતની મુદ્દલ ગમ ન હતી એટલે તેઓએ પ્રારંભિક સ્વરસાધના શરૂ કરાવી. મારા ગળાનો ‘સા’ તેમણે શોધી કાઢ્યો અને એ જ સ્વરથી ‘સરગમ'ના રિયાઝ શરૂ કરાવ્યા. આવી પ્રારંભિક તાલીમ પૂરી થતાં તેમને લાગ્યું કે સ્વરનું સાતત્ય રહે તે માટે તંબુરો કે એકતારો હોય તે। તાલીમમાં રોનક આવી જાય. અહીં જેલમાં તંબુરો કે એકતારો કર્યાંથી લાવવાં? પરંતુ સંગીતકારો એમ પરિસ્થિતિથી હારે તે કેમ ચાલે? રારસ્વતીબાઈએ અમારી વોર્ડરણી જમુના પાસે એક સૂકા નાળિયેરની કાચલી મગાવી. પેાતાની લેધરબેગનું અસ્તર ફાડીને પેલી કાચલી પર કસીને બાંધ્યું. કાચલીના પડખામાં એક નાનું કાણું પાડીને એક વાંસની લાક્ડીના લાંબા કટકા ફીટ કર્યો. સંગીતકારોના સામાનમાં તારનાં ગુંચળા તા હોય જ. તેમણે પેાતાની બેગમાંથી આવું એક તારનું ગુંચળ શોધી કાઢયું. પેલી વાંસની લાકડીને એક છેડેં એક નાની લાક્ડાની કટકીને કારૢ પાડીને ચાવીરૂપે ફીટ કરી તાર તેની પર વીંટાયા. તેમ જ બીજે છેડે પેલી કાચલી પરના લેધર પર તેવી જ રીતે બ્રીજ જેવા એક નાના લાક્ડાના કટકા ગાઠવીને તાર જરા નીચે બાંધી દીધા. હવે ઉપરના છેડેની ચાવીથી તેઓએ તારને મારા ‘સા’માં યુન ો. વાહવાહ થઈ ગયો. અમારા એકતારા તૈયાર. સંગીતનું સાધન મળતાં અમે આનંદવિભાર થઈ ગયાં. તાલમીમાં નવા પ્રાણ પુરાયો. ખૂબ મજા આવવા લાગી. હવે એક બીજી મુશ્કેલી ઊભી થઈ. તે હતી તાલ માટે તબલાની. તેના રસ્તા પણ તેમણે શોધી કાઢ્યો.
અમાને ભાજન માટે લોખંડના મોટા મોટા શકારા આપવામાં આવતા હતા. જેમાં દાળ, કઠોળ કે શાક તેમાંથી કોઈ પણ એક વસ્તુ કેદીઓને આપવામાં આવતી હતી. સાથે જુવારના અર્ધા કાચાપાકા કાંકરીવાળા રોટલા હાથમાં રાખીને જમવાનું રહેતું હતું. એકવાર ભાજીના શાકમાંથી કાનખજૂરો નીકળ્યો. રોજ કઈ ને કંઈ કચરો તેા નીક્ળ જ, બીડીના ઠૂંઠાં, ઉંદરની લિડીઓ, જીવડાં, દીવાસળીના ટકાઓ, વાળના ગુચાં, દારાના ટુકડાઓ, સીમેન્ટની કાંકરી આદિ. પણ કાનખજૂરો નીકળ્યા ત્યારે તો હદ થઈ ગઈ, તે દિવસે તા કોઈએ શાક ન ખાધું માત્ર મીઠાંની કાંકરી સાથે રોટલા ખાઈને પાણી પી લીધું હતું. એક દિવસ આખા ચણાનું કઠોળ આવ્યું. તેના રસે સારો એવા જાડો હતા. તેમ જ ચણાને ફણગાવેલા હોય તેવા સફેદ કાંટાઓ પણ ઉપર તરતા દેખાતા. અમે રાજી થયા કે આજે તે ફણગાવેલું કઠોળ ખાવા મળશે. પરંતું જરા ધારીને જોયું તો શકારામાં માલૂમ પડયું કે તે કાંટા નહીં પણ ઈયળા હતી! અમે ત્રાસી ઉઠ્યા અને કોઈએ તે દિવસે ખાધું નહીં. આમ જેલમાં અમારા ધૈર્યની કસેાટી થતી હતી.
ભાજન માટે આપેલા આશારાંઓને અમે સારી પેઠે ઘસી-માંજીને ઉજળા ચમકતા બનાવી રાખતા હતા. તેવું એક તેમનું અને એક મારું શકેરૂ, તે બેઉને જમીન પર ઊંધા પાડીને સરસ્વતીબાઈ તબલાંની માફક તાલ આપતાં અને હું પેલા એકતારો ‘મટમ ટુમઝુમ’ કરીને છેડતી. સંગીતનું સરસ વાતાવરણ જામતું. સરસ્વતીબાઈએ તે ચાર માસના ગાળામાં મને ઘણાં ગીતા લઘુખ્યાલ મિતાલાદી શીખવ્યાં. આલાપતાન લક્ષણગીતો, શાસ્રીય
*