________________
તા. ૧-૯-૮૧
એના
એક પુત્ર માંદો છે. એને બાલાવું, પેલા ડોક્ટર તેડાવું, આ
મંગાશું.
પ્રબુદ્ધ જીવન
પૈસાનો અહ છે. આ ડોક્ટર દવા મંગાવું, પેલું ઈન્જેકશન
શહેરના સૌથી મોટા અને જેના હાથમાં યશ હોય એવા નામકિત ડોકટર આવે. છેકરાને તપાસે પછી ખભા ઉલાળીને કહે - ‘સારી અમારું કાંઈ ચાલે તેમ નથી. પ્રાર્થના કરો. કદાચ બચી જાય.’
આટલા સમય પૈસાના ગુમાનમાં ડોકટરા પાછળ દોડતો પિતા હવે ઈશ્વરને શરણે જાય છે અને બાધા લેતી વખતે જાણ્યું – અજાણ્યે અહનો ત્યાગ કરે છે. મારા પૈસાથી મેટામાં મોટા ડોકટરને બોલાવવાનો મારો ધમંડ ઊતરી ગયો. હવે તમારા શરણે છું. દીકરો બચી જશે તે ......' અને ‘દીકરો બચી જાય છે. દરેક કિસ્સામાં એવું નહીં પણ બનતું હોય છતાં અહંના ત્યાગનું પરિણામ અચૂક અને તત્કાળ હોય છે.
વીરા મારા ગજથી હેઠા ઊતરા' એવું બહેનોએ મારેલું મેણું હૈયા સોંસરવું ઊતરી જતાં બાહુબલિએ અહીંકાર તજ્જો અને પોતાની પહેલાં સંન્યાસ લઈ લેનારા નાના ભાઈઓને વંદન કરવા જવાનો સંકલ્પ કર્યો કે તરત કેવળજ્ઞાન થયું. અહીંના ત્યાગનો એ છે.મત્કાર.
દયારામના જીવનની એક તથાકથિત પ્રસંગ છે. એક રાત્રે ભજન કરીને મિત્રને ઘેર ગયા. દરવાજો ઠોકયો. અંદરથી પૂણું ‘કોણ?” “એ તો હુ” જવાબ આપ્યો .
હું ને બહાર મૂકી આવે. હુંનું અહીં કામ નથી.' અંદરથી કોઈએ કહ્યું. ઈસ્લામમાં પણ કહ્યું છે-‘ખુદી કો છેાડ ઔર ખુદાકો પા.' દી અને દા વચ્ચે માત્ર એક ટોપીનો ફેર છે. એ ટોપી અહીંકારની છે, એ માથે ચડતાં જ ભલભલાને નશે ચઢી જાય છે.
અહંકાર બહુ સૂક્ષ્મ વસ્તુ છે. મને અભિમાન ચડે જ નહીં એવું કહેનારા ઘણીવાર પોતાના ‘નિરાભિમાનીપણા'નું અભિમાન રાખતા હોય છે. એવું અભિમાન છેકે નહીં એની વ્યકિતને પોતાને ખબર ન પડે. એ તો જાણ્યે અજાણ્યે અભિમાનના શિકાર બની જાય. નિરાભિમાની વ્યકિત પાણીથીય પાતળી હોય.
હું વારંવાર જેમનો ઉલ્લેખ કીર્તનોમાં કરું છું એ ખંડિત નથુરામ શર્માના એક દૃષ્ટાંતથી વિરમીશ; એક શિલ્પીને કોઈ રીતે ખબર પડી ગઈ કે ફલાણા દિવસે યમદૂતો મને લેવા આવશે. એણે હું બહુ પોતાના જેવી ચાર પ્રતિમા બનાવી અને મૃત્યુના આગમન ટાણે એ પ્રતિમાઓ વચ્ચે સૂઈ ગયો. યમદૂતો આવ્યા. એક સરખા પાંચ જણ જોઈને મૂંઝાયા એટલે પાછા ગયા. ભગવાનની (પરમ તત્ત્વની) સલાહ લીધી.
ભગવાને યમદૂતના કાનમાં કાંઈક કહ્યું. દૂતો શિલ્પીને ત્યાં પાછા ફર્યા. થોડી ક્ષણે વીતી. પછી એક યમદૂત બોલ્યો: ‘છી...આ પ્રાતિમાનો કાન તો જુઓ કેટલા બેટાળ છે. આવા ભયંકર કાન !'
‘અહીંકારે ડંખ માર્યો, પેલા ઊભા થઈ ગયા; ‘ખબરદાર! મારા શિલ્પમાં ખામી દેખાડવાની કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે! યમદૂતોએ એનું કાંડું પકડી લીધું ને માંડયા ચાલવા. હર્ષ અને શાક
હર્ષ અને શાક ખરી રીતે મનની બે જુદી જુદી સ્થિતિએ છે અને મનને વશ રાખવું એતમારા પેાતાના હાથની વાત છે. આદીવાત સમજવી બહુ જરૂરી છે; કારણ કે પોતાનાં સુખ-દુ:ખનું કારણ કોઈ બહારની વ્યકિત છે એમ જો તમે માની લેશે, તા એના તરફ તમે દ્રેષ કરવા લાગશો અને ઘણું કરીને ઈશ્વર ઉપર પણ દોષારોપણ કરશે. - માર્કસ ઓરેલિયસ
‘દુ:ખી કયાં છે?' [] મુનિ વાત્સલ્યદીપ
7
૮૩
એ.
બાળક.
એણે એક સુંદર કબૂતર પાળેલું. એને એ મમતાથી પાળે અને
ઉછેરે.
એક દિવસ એ કબૂતર આ દુનિયામાંથી અલવિદા થઈ ગયું! બાળક વિદ્વળ બની ગયું .
કિંતુ બીજે દિવસે એ છોકરો આનંદથી રમતો હતો. ગઈ કાલે મનથી ખિન્ન હતા, તે તદ્દન વિસરી ગયો હતો. સૌને નવાઈ લાગી; આમ કેમ? કોઈકે પૂછ્યું:
“તું તો આજે પ્રસન્ન છે, સીટી બજાવે છે. પેલા કબૂતરને જાણે કે સાવેય ભૂલી ગયો ! સ્વાર્થી!”
કરાએ સરસ ઉત્તર આપ્યો: ‘તું મને એની યાદ ન આપ. એ ભૂલવા માટે તો હું સીટી બજાવું છું. એટલું તો સમજ!”
– વેદનામુકિતના કેટલા સરળ ઉપાય? એક સીટી !
આજના માનવનો સ્વભાવ, પગમાં નાનકડી શૂળ વાગે ત્યારે પગ ચિરાયાની ફરિયાદ કરવાના બની ગયો છે!
આપત્તિના ઓછાયો હજી તો નિહાળે, ત્યાં પહાડ તૂટી પડયાની એ ચીસ નાખે છે!
કિંતુ એ ગુમરાહ છે.
જિંદગીને એક ધર્મશાળા માના, તો એના ખંડોમાં અનેક મુસાફરોની જેમ હર્ષ અને શાકના પ્રસંગો આવ્યે જવાના, એનાથી સાગર કિનારે બેસીને તરગા નિહાળતા માનવીની જેમ ધર્મશાળામાં કોઈ જ ફરક નહિ પડે.
હર્ષ અને શાકના ઝાલા વચ્ચે સ્વસ્થ જિંદગી માણવાની સુંદર કડી છે. ‘સમભાવ’ કોઈ પણ અતિરેકથી બચવાનો સમભાવ શ્રેષ્ઠ માર્ગ છે. અતિરેક થાય તો વિનિપાત સર્જાય. વેદનાનો અંત અસામાન્ય વિનાશમાં પરિણામે એ તો કરુણ ઘટના છે,
સામાન્ય
દુ:ખ આવ્યું. વાંધો નહીં. સુખ આવ્યું, ભલે. જે આવે તેનું સ્વાગત. મનના ઉદ્ગગ વિના આવકાર. અંદરથી આનંદના આવેશ વિના આવકાર, આ સ્વસ્થતા છે. સ્થિતપ્રશતા છે. વાત નાની છતાં સમજ માટી છે.
જીવનના પ્રત્યેક પરોઢની સાથે આશા-નિરાશાના કિરણા ઊગે અને આથમે એ ક્રમ હંમેશનો છે. કિંતુ એની સામે અણનમ રહેવું, સ્વસ્થ જીવવું એ માનવીય ક્રમ બનવા જોઈએ.
સ્વસ્થતા અને તે પણ સમજપૂજિત સ્વસ્થતા એ મૂગું છતાં માં બળ છે, એ જેની પાસે છે, તે માનવી મોટા છે, દેહથી એ દરિદ્ર હોય કદાચ, દિલની એની અમીરાત મોટી છે,
સ્વસ્થ હશે તે સીટી બજાવશે અને ખુશખુશાલ રહેશે. તમે એને દૌલસાજી આપવા જશો, તો એ સામેથી કહેશે: ‘દુ:ખ? કયાં છે ?”
જગતની કુંભી
માનવીને કદીક નજરે પડતું તાત્ત્વિક પ્રકાશનું ઝાંખું કિરણ, ઊજળા દિવસનાં તિમિરને કદીક અજવાળનાર કિરણ – એ જ વધારે પાયાદાર છે, નક્કર છે, ટકનાર છે; એ જ છે જગતની કુંભી. મહાત્મા થોરો