SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૮૧ પ્રબુદ્ધ જીવન - ૭૯ જીવનના અંતિમ છેડાઓ કે દાખલાઓ જોઈએ તો તેમાં રહેલે ફેર દેખાઈ આવે છે. મેં આ બધું લખ્યું પણ મને સંતોષ નથી. મારા ભાવ અને | વિચારોને અનુરૂપ ભાષા કે અભિવ્યકિત આ લખાણમાં નથી એવું મને લાગ્યા કરે છે. મારા જ્ઞાન અને અનુભવની ઉણપ છે. મારા ૮૦માં જન્મદિને એક મિત્રે વિલિયમ જેસનું Varieties of Religious Experience vસ્તક ભેટ આપ્યું હતું. છે એ પુસ્તક વિશે સાંભળેલું પણ વાંચ્યું ન હતું. હાલ વાંચું છું અને મારા મનમાં વિચારોને સાગર ઉમટયો છે. તેને ભાંગીતૂટી ભાષામાં પણ કાગળ ઉપર ન મૂકે ત્યાં સુધી મારા જીવને ચેન કે શાંતિ નથી. એટલે જેમ આવ્યું તેમ એક સવારે લખી નાખ્યું છે. આ પુસ્તક વાંચીને જેમ હું વિચાર વમળમાં પડ્યો તેમ વાંચકને પણ વિચાર કરવાની પ્રેરણા મળે એટલી જ અપેક્ષા રાખું છું. આ લખાણ ઘણું અધૂર, ભૂલભરેલું હોવા સંભવ છે. વિલિયમ જેસનું પુસ્તક વાંચતા પણ મને તેમાં ગુટિઓ લાગી છે. તેમણે મુખ્યપણે મનોવૈજ્ઞાનિક દષ્ટિથી લખ્યું છે. વિલિયમ જેમ્સ મહાન મનેવૈજ્ઞાનિક હતા. અત્યારે તે “પ્રબુદ્ધ જીવનના વાચક સાથે મારો વિચારવિનિમ કરવા પૂરતું આ લખાણ છે, એમ સમજવું. ૨૪-૮-૮૧ પ્રવાસવીરનો પરલોકે પ્રવાસ _ જયા મહેતા મારી જેમ ઘણાને મન કાકા કાલેલકર એટલે ‘સ્મરણયાત્રા'ને દg, “હિમાલયને પ્રવાસના યાત્રી, રખડવાનો આનંદ'ના પ્રકૃતિપ્રેમી, લોકમાતાના પરિવ્રાજક, ‘એતરાતી દીવાલો'ના મુકત જેલ નિવાસી ...હશે. તેઓ પિતાને કેળવણીના કલાકાર કહે છે અને એમ તો આપણે એમને ગાંધીજીના પ્રખર અનુયાયી, આશ્રમની રાષ્ટ્રીય શાળાના આચાર્ય, ગુજરાત વિદ્યાપીઠના પ્રાચાર્ય, છ વર્ષ સુધી ખાંડ ન ખાવાનો નિયમ લેનાર વ્રતી, ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૮મા સંમેલનના પ્રમુખ, ‘નવજીવન’ના તંત્રી, સંખ્યાબંધ પુસ્તકોના લેખકને આઝાદીની ચળવળના લડવૈયા તરીકે તથા કા'ના આત્મીયતાભર્યા સંબંધનામે તે ઓળખીએ જ છીએ. જો કે વર્ષો સુધી સાથે હરવા - ફરવા કે રહેવા છતાં આપણે મિત્રો કે સ્વજનોને પણ કયાં પૂરેપૂરા ઓળખી શકીએ છીએ? એટલે જ કદાચ કાકાસાહેબ કહે છે કે “મને ઓળખવા માગો તે મારું જીવનક્ષય પિતાનું કરવું પડશે.” “એક હાલતી ચાલતી વિદ્યાપીઠનું બિરુદ કાકાસાહેબને મળ્યું. તેના પાયામાં છે તેમનું સંસ્કૃત સાહિત્યનું અધ્યયન, મનન-પરિશીલન, વેદ, ઉપનિષદો, મનુસ્મૃતિ, પુરાણ, રામાયણ-મહાભારત, સ્તો, કાવ્યો, નાટો- બધું તેમણે અભ્યાસુ છે, માણ્યું છે, આત્મસાત કર્યું છે અને તે તેમની વાણીમાં દ્વિગુણિત થઈને વહેતું રહ્યું છે. કાકાસાહેબની બહુશ્રુતતાનું બીજું કારણ તેમણે કરેલા પ્રવાસે છે. ભારતનો પ્રવાસ એમની જેટલો ભાગ્યે કોઇએ ખેડયો હશે. આ સદાપ્રવાસીના બાળપણનો પહેલો દસકો મહારાષ્ટ્રના જુદાં જુદાં દસબાર શહેરમાં વીત્યો હતો ને પછી તો એમણે જાણે ભારતનું એકેય સ્થળદર્શન બાકી રાખવું નથી ને સાથે સાથે આપણને ય તેમણે પગપાળા હિમાલયની યાત્રા કરાવી, નદીને કાંઠે કાંઠે ફરી લોમકતાનું દર્શન કરાવ્યું. ભારતની પ્રકૃતિનાં નવાં નવાં રૂપને વિસ્મયચકિત મુગ્ધ ને પ્રત્યક્ષ કર્યા અને અનોખું આકાશદર્શન- તારાદર્શન કરાવ્યું. આ પ્રકૃતિપ્રેમી કાકાસાહેબની કલમ સાથે પ્રવાસ કરીએ તે પ્રતીતિ થાય કે “કાવ્ય જીવે તે કવિ” એ તેમણે પોતે કશ્તી કવિની વ્યાખ્યા એમને માટે તે સાર્થક થઇ જ છે. એમના નિબંધમાં ભાષાને વૈભવ એ એમની આંતરિક, ભીતરી સમૃદ્ધિનું પરિણામ છે. એ સમૃદ્ધિાએ આપણા નિબંધસાહિત્યને અતિ સમૃદ્ધ કર્યું છે. તેમાં એમણે ઉપમા-ઉન્મેલા આદિ અલંકારોને તે ધોધ વરસાવ્યો છે. એમની સર્જનાત્મક ચેતના અને જીવન પ્રત્યેનો અભિગમ, બંને તેમાં પ્રતીત થાય છે. એ અલંકારવૈભવ એમની જ કલમે થડે માણીએ: મેધ કાંઇ આકાશમાં ઊડતા પર્વત નથી, તે તે દેવની કામધેનુએ છે. કાળીભમ્મર મેઘનૌકા પિતા પૂરતા મુઠ્ઠીભર દીવ એલવીને શેરની જેમ આકાશસાગરમાં ફર્યા કરે છે. ચાંદે હોય તો એ વાસી રોટલાના કકડા જેવો કયાંક પડ હોય આકાશમાં જોયું તે કાળાંકાળાં અભે વચ્ચે એક જ તારો ચમકતે હતો, ચમકતા શાને દુ:ખે-કચ્છે બિચારો સહે જ ડોક લંબાવીને જોતો હતો. એક જબરા મકાનમાં કોઇ એકાકી વૃદ્ધા ગેખમાં બેસીને ખાલી રસ્તા પર જોતી હોય એમ.” આકાશ, વાદળાં, તારા, તુષાર, નદી, ઝરણાં, ધોધ, સમૃદ્ધ, વૃકે, ફૂલ, તડકા, સંધ્યા. પ્રકૃતિનાં કેટકેટલાં નિરનિરાળાં રૂપોનું દર્શન કરી-કરાવીને કાકાસાહેબે પ્રજાને “સાંદર્ય દીક્ષા' આપી છે. સાબરમતી આશ્રમમાંથી એક તરફ સરકારી જેલની દીવાલો દેખાય છે. તે જોઇને કાકાસાહેબને થતું, એ દીવાલ પાછળ શું હશે? અને એ દીવાલની પાછળ જવાનો સમય આવ્યો- રાજકીય કેદી તરીકે. પ્રવેશ કરવા માટે દ્વાર હોય, દરવાજા હોય, અહીં તે છે કેવળ જડબેસલાક દીવાલ અને કાકાસાહેબ કરે છે દીવાલપ્રવેશ!...જેમાં “ઉપદેશ નથી. પ્રચાર નથી, ડહાપણ નથી, વિદ્રતા નથી’ એવું લખાણ તે ‘તરાતી દીવાલે’ અને તેની કાકાસાહેબે પોતે જ લખેલી પ્રસ્તાવના તે દીવાલ પ્રવેશ'. એમાં છે કાગડા ને કબૂતરો ને સમડી, ૌડી-મોડા ને વાંદા, ઇન્દ્રગોપ, બિલાડી ને વાંદા, લીમડો, એરંડો ને અરીઠો આ બધાંની વાતે.. જેલમાં બેઠાં બેઠાં લખાયેલા આ પુસ્તકમાં બંધનનો વિષાદ નથી, કટુતા નથી, માનવેતર સૃષ્ટિનું. નર્યા આનંદનું નિરૂપણ છે. એવા જ નર્યા આનંદનાં પુસ્તકો છે. અરણયાત્રી, હિમાલયના પ્રવાસ લેકમાતા, ૨ખડવાનો આનંદ.. જીવનને એમણે ગંભીરપણે જોયું–વિચાર્યું છે, પણ જીવનનો આનંદ મુકતપણે માણવાનું એ ચૂકયા નથી. પોતાની વિશિષ્ટ શૈલીએ કહે છે, આનંદમાં પ્રયોજન ? છ ! એવી વાત સરખી ન કરો. આનંદ કાંઈ જાતે વૈશ્ય છે.” જ્યારે જ્યારે બીજી ભાષાના કોઇ શબ્દને ચેક્સ પર્યાય સાંપડતા નથી, ત્યારે ત્યારે અચૂક કાકાસાહેબનું મરણ થાય છે. કેટલા બધા નવા નવા છતાં અજાણ્યા કે અડવા ન લાગે ને સાંભળતાં જ ગમી જાય એવા શબ્દ૫ર્યાય કાકાસાહેબે જયા છે! પવનદડે. (Foot ball) દાર-પેટી, (Refrigerator) ચિત્રમંજૂષા Album તવિષયિકી (Bibliography)), સ્વાહારી (Autograph) (કરદીપ (Torch) અંગદ-કૂદકો (High jump), હનુમાન -કૂદકો (Long jump) ડબી-ગોળી (Capsule ) બીબાનવીસ Compositor), વિદ્યાપક (Fellow.), દ્રિચકી (Bicycle.)... સમર્થ સાહિત્યકારની કલમને શબ્દો માટે ફાંફાં મારવા પડતા નથી, શબ્દ આપોઆપ ફૂરે છે તેના આ થોડાક નમૂના. " - કાકાસાહેબે ઘણું [યું, 'ઘણું ઘણું ફર્યા, ઘણી જવાબદારી ઉઠાવી ને પાર પાડી, ઘણું લખ્યું, જેલમાં લખ્યું, ટ્રેનમાં લખ્યું, ઘરમાં લખ્યું, બહાર લખ્યું. ઘણું ઘણું લખ્યું અને જીવંત, રસપૂર્વક સક્રિયપણે ઘણું ઘણું જીવ્યા. ઘણું ઘણું જીવશે હવે અક્ષરદેહે..ઓતરાતી દીવાલો’ની પ્રસ્તાવનમાં એમણે લખ્યું છે સ્મશાનની પેલી પાર શું છે, એને જવાબ મળવો સહેલું ન હતું. સવાલનો જવાબ ઇવરકૃપા થાય ત્યારે!”એ જવાબ મેળવવા એ હવે ચાલ્યા ગયા છે એમને આપણા પ્રણામ.
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy