SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ 2 S ૭૮ બુદ્ધ જીવન - તા. ૧૯૮૧ " સામાન્યપણે, આપણું વર્તન, દશ્ય જગતના પદાર્થો પ્રત્યેના આપણા પ્રત્યાઘાતરૂપે હોય છે. Our reaction to material objects. પણ આપણા વિચારો અને માન્યતાઓ Ideas and belief. –તેની અસર આપણા મન અને વર્તન ઉપર અતિ પ્રબળ હોય છે. - વિલિયમ જેમ્સ કઈ છે? Religious life consists of the belief that there is an unseen order and that our supreme good lies in harmoniously adjusting ourselves there to. હવે નૈતિક જીવન જોઈએ. નૈતિક જીવનને પાયે ફરજની ભાવના છે. Sence of Duty કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે, વિશ્વ પ્રત્યે, પ્રત્યેક માનવ પ્રત્યે, પ્રાણીમાત્ર પ્રત્યે, પિતાની જાત પ્રત્યે. આપણી સ્વાભાવિક વૃત્તિઓ આપણને એક દિશામાં દોરે છે, નૈતિક ભાવના, બીજી દિશામાં દોરે છે. નૌતિક જીવનમાં-અંતરમાં સતત સંઘર્ષ છે. મન ઉપર ભાર છે, તાણ છે. બહારનું દબાણ નથી અંતરનું છે. પણ સ્વાભાવિક વૃત્તિઓ, સ્વાર્થ, લોભ વિગેરે અને અંતરને અવાજ, વચ્ચે ખેંચતાણ છે. સ્વાર્થ, લોભ વિગેરેનું દમન કરવું પડે છે. For morality life is a war, we have volunteered but it is a kind of cosmic patriotism. નૈતિક જીવનમાં, ઈશ્વરમાં અથવા કોઈ મંગલમય શકિંતમાં શ્રદ્ધા હોવી, અનિવાર્ય નથી. સામાજિક અને વ્યવહારિક જીવનના સુખ-શાંતિ માટે નૈતિક જીવન સ્વીકારીએ એમ પણ બને. આવું નૈતિક જીવન કેટલીક વખત ઉત્કૃષ્ટ કોટિનું હોય છે ત્યારે ભવ્ય હોય છે. તેમાં ત્યાગ અને બલિદાન છે. આ વિશ્વમાં આવા ત્યાગ-બલિદાન અનિવાર્ય છે એવો સ્વીકાર પણ હોય છે. There would be a spirit of resignation. કોઈ વખત ખેદ હોય છતાં ફરજ સમજી તેને વળગી રહે. ભાર લાગે છે પણ એ જ માર્ગ છે એમ સ્વીકારે. Stoicism. કાંઈક આ પ્રકારનું છે. ડે. આલબર્ટ સ્વાઈન્જરનું જીવન આ પ્રકારનું હતું. બીજાના દુ:ખમાં ભાગીદાર થવા, પોતે કષ્ટ વેઠે. ' ઘામિક જીવનમાં સમર્પણ ભાવ છે. આનંદ છે. પ્રસન્નતા છે, તેમાં ત્યાગ છે. સંપૂર્ણ ત્યાગ છે. પણ ત્યાગને ભાર નથી. મારું કાંઈ જ નથી, સઘળું ઈશ્વરનું છે તે પછી ભાર હોય શેને? મોહ કે શોક કાંઈ ન હોય. : નૈતિક જીવનમાં કોઈ વખત કઠોરતા, . Sternness or Harshness. આવે છે. નીતિનિયમને આગ્રહ હોય છે. તે નિયમો ન પાળે, તેનો ભંગ કરે, તેને સજા કે દંડ કરવાનું મન થાય. નીતિમય જીવન ન જીવતા હોય તેવા પ્રત્યે અણગમે ધૃણા કે તિરસ્કાર જાગે. છૂપી રીતે પણ, કંઈક ગર્વ કે અભિમાન આવે. ધાર્મિક પુરુષ, પ્રેમ અને કરૂણાના સાગર હોય. ક્ષમાની મૂર્તિ રાના મૂતિ હોય. પાપી પ્રત્યે પણ પ્રેમ દાખવે Return of the pradigal son. તેને આવકરે. ધાર્મિક પુરપમાં મૃદુતા, કોમળતા, વગેરે હોય. ધાર્મિક પુરુષ અન્યાયના પ્રતિકારને પણ વિચાર ન કરે એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ ધરે, કોટે માગે તો ખમીશ પણ આપી દે. ભગવાન મહાવીરને ભરવાડે કાનમાં ખીલા ઠોકયા તો પણ સહી લીધું. આ દુનિયાદારીની રીત નથી. “નૈતિક પુર ૫ અન્યાય સહન ન કરે. તેને પ્રતિકાર કરે. ભલે અહિંસક રીતે કે શાંતિમય માર્ગે કરે. તેમ કરવામાં રાગ ૫ કે આવેશ આવે છે કે નહિ તેની ચર્ચામાં અહીં ન ઊતરું. ધાર્મિક જીવનમાં ભકિતની મસ્તી છે. ભકત નાચી ઊઠે છે. કોઈ વખત ગાંડપણ લાગે, માની ન શકીએ. ચૈતન્ય મહાપ્રભુ કે રામકૃષ્ણ પરમહંસ એવા હતા. નરસિંહ મહેતાએ કહ્યું: એવા રે અમે એવા રે, વળી તમે કહે છે તેવા રે, ભકિત કરતા એ ભ્રષ્ટ કહેશે તે, કરશું દામોદરની સેવા રે. મીરાંએ કહ્યું: સાધુ સંગ બેઠા બેઠ, લોક લાજ ખાઈ. આવી ભકિતની મસ્તી કે આનંદને સાગર, કોઈ નિરાકાર તવના ચિંતનથી નથી આવતો. તત્ત્વજ્ઞાની નિરાકારનું ચિંતન કરે ભકતને ઉર્મી સાગર ઉભરાય. તેને ઈશ્વર હાજરાહજુર છે. તેની સાથે વાત કરે છે, પ્રેમ કરે છે, તેનાથી રીસાય છે. નીતિમય જીવનમાં કોઈ વખત નિરાશા આવે, ભાંગી પણ પડે. ભકતને નિરાશા નથી. તે સદા મગનમાં છે. નીતિમય જીવનમાં અદશ્યપણે ભય છે, ફરજ ચૂકાને, પાપને કહેવો હોય તો તે પણ. In moral life, fear is in abeyance but hanging on the head. “ ભકન સર્વથા. નિર્ભય છે. Fear is Extinguished, સંશરમાં દુઃખ છે, ઘેર દુ:ખ છે, તેને ભકતને અનુભવ છે, પણ તેના ભારથી તે દબાઈ જતા નથી. દુ:ખની અવગણના કરતો નથી. દુખને આવકારે છે, જીવન શુદ્ધિનું સાધન માને છે, સેનાને શુદ્ધ બનાવવાને અરિન છે તેમ માને છે. નૈતિક પુરુષ કોઈ વખત સંસારમાં રહેલ અનિષ્ટ તાવ Evil ને કાયમનું માની ઊંડો ખેદ અને વેદના અનુભવે છે. તેને ઉપાય સૂઝત નથી. ધાર્મિક પુરુષને મન અનિષ્ટ ઉપર વિજય મેળવવાની શ્રદ્ધા છે.' The world is the richer for the devil but our foot should be always on his neck. સેતાન હોય તે ભલે હોય, પણ તેને આપણા પગ તળે દાબી રાખવો, ગરદન ઉપર ચડવા ન દે. આવે આનંદ અને મસ્તી સાચા ધાર્મિક જીવનમાં જ છે, સંત અને ભકતો અનુભવે છે. માત્ર નૈતિક જીવનમાં આનંદની એવી ભરતી નથી. Religious Experience is of a different character altogether. ધામિક જીવન, નૈતિક જીવનથી ઘણું આગળ જાય છે. Spiritual or religious experience is something much more than mere moral life. તેવી જ રીતે તત્ત્વજ્ઞાનીના બૌદ્ધિક અનુભવથી પણ મિને છે. It is much more then intellectural experience. બૌદ્ધિક અનુભવમાં. ઉમિ, લાગણી કે હૃદયનું પૂર નથી. The light of intellect is cold Religious experience is passionate. નૈતિક જીવનમાં કે તરવજ્ઞાનીના જીવનમાં પ્રાર્થના હોય જ એમ નથી. ધાર્મિક જીવનમાં પ્રાર્થના તેને પ્રાણ છે. સંત કે ભકત સદા ઈકવરના સાનિધ્યમાં છે. નૈતિક જીવનથી પર થઈ ધાર્મિક જીવનમાં પ્રવેશે ત્યારે એક કટોકટીમાંથી પસાર થાય છે. નવું જીવન પામે છે. નૈતિક જીવન અને ધાર્મિક જીવનને આ ભેદ બતાવ્યો, પણ માનવના જીવનમાં એ સ્પષ્ટ ભેદ હોતો નથી. દરેકના ઘણા પ્રકાર છે અને એકબીજામાં પ્રવેશે છે. કેઈ વ્યકિતના જીવનને માત્ર નૈતિક કહેવું કે ધાર્મિક કહેવું સહેલું નથી. There are shades and one passes into another. ગાંધીજીના જીવનને શું કહીશું? શ્રી અરવિંદના જીવનને શું કહીશું? એકનું જીવન મોટે ભાગે ઉત્કૃષ્ટ કોટિનું નૈતિક હતું, બીજાનું મેગી કે તત્વજ્ઞાનીનું, છતાં બન્નેનું જીવન ધાર્મિક હનું અથવા એ દિશામાં જઈ રહ્યું હતું. છતાં બન્ને પ્રકારના
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy