________________
8)
૭
શ્રધ્ધા કેરો દીયા
પ્રબુદ્ધ જીવન
મારા ના કદીચે એલવાજો
અજિત પે।પટ
[]
બિલખાવાળા નથુરામ શર્માજી કહેતા: “ભગવાનનો
સાક્ષાત્કાર
કરવા છે? તે બાળકની શ્રાદ્ધા કેળવો. બગીચામાં દોડતા બાળકને જોજો. ડગુમગુ ડગુમગુ પડતું આખડતું દોઢયા કરતું હોય. પણ પાંચ–દરા ડગલાં દોડીને લગરિક થોભે. પાછું વાળીને જુએ: મારી મા આવે છે. ના? મા ઝાડ પછવાડે સંતાઈ ગઈ હોય તો બાળક આખા બગીચા ગાજે એવા સપ્તસુ રૂદનરાગ છેડે, મા જેવી હોય તેવી પણ બાળકને તો એ દુનિયાની સૌથી શકિતશાળી, સૌથી સમર્થ! એ શ્રદ્ધા જિજ્ઞાસુમાં પ્રગટે તે તરી જાય.’
” કવિ કરસનદાસ માણેકને માટે મે નથુરામજી અને એમની ઘણી વાર્તાઓ દષ્ટાંતકથા સાંભળ્યાં હતાં. વાત વાંચવી કે સાંભળવી જેટલી સહેલી છે એટલી આચારમાં મૂવી સહેલ નથી. શ્રદ્ધા શબ્દ ચૂકડો છે; એની શકિત અનંત છે, વિરાટ છે. એક કવિએ લખેલું: ‘અંધશ્રદ્ધાનો અને દોષ ન દે, અંધને શ્રાદ્ધા નહીં તા હોય શું? સુરદાસને દારી
શ્રાદ્ધા રાખ્યા વિના છૂટકો કયાં છે?
1.
!
કાળા, કયારેક જન્મજાત હોય છે, કયારેક બંધાવાતી હોય છે, જન્મજાત શ્રદ્ધા મેળવનારા વીરલા બહુ ઓછા હોય છે. ગાંધીજીને શ્રાદ્ધા વારસામાં મળેલી એ સાચું, પણ એને જાગૃત કરી એક કામવાળી બાઈ-રભાએ. આજની ભાષામાં એને આયા કહીએ. 'કહ્યું'તું : માના, બીક લાગે ત્યારે રામનું નામ લેવું.' અરે ભાઈ, બધાંને ખબર છે' કે બીક લાગે ત્યારે રામનું નામ લેવું, પણ ખરેખર બીક લાગે ત્યારે રામ સિવાય-બીજું બધું યાદ આવે છે તેનું શું !
ઘણી આયા – દાસીએ સદ્ભાગી હોય છે. એક દાસી મહાભારતમાં છે જેને ભગવાન વ્યાસના નિયોગ સાંપડ્યા અને એની કૂખે વિદૂર જન્મ્યા. એક ટીસી – સેવિકા રામાયણમાં છે જેના પ્રેમ પારખીને રામચંદ્રજીએ એનાં ચાખેલાં બાર આરોગ્યાં. એક દાસી ભાગવતમાં છે: ત્રિવકા. ત્રિભુવન માહન કૃષ્ણે ત્રિવકાને તરુણી બનાવી. આપણે શ્રાદ્ધાની વાત કરતા હતા. મીરાંના તંબુરમાંથી, નરસિંહની કરતાલમાંથી, નારદની વીણામાંથી, અર્જુનના ગાંડીવમાંથી, તુકાના અભંગામાંથી શ્રદ્ધા કર્યાં ક્યાંથી ટપકી નથી? એ શ્રદ્ધાના બળે રામના નામે પથ્થરો તર્યા.
;
ઘણાને શ્રદ્ધા તો જન્મે છે પણ સંકટ આવતાં શ્રદ્ધાનું બાષ્પીભવન થઈ જાય છે. દરેક ધર્મગ્રંથમાં શ્રદ્ધા પ્રગટાવવા અને સુદૃઢ કરવા શ્રાદ્ધાકથાઓ વર્ણવાઈ છે. બાઈબલની એક કથા મને બહુ ગમે છે. એનો સાર કૈંક આવે છે :
એક ગામમાં લાગલગાટ ત્રણ વરસ વરસાદ ન પડયો. લોકો ત્રાસી ગયા. ધર્મગુરુની સલાહ લીધી: શું કરીએ તો વરસાદ આવે? પોથીમાંનાં રીંગણાં માંહ્યલા મારાજે કહ્યું: પ્રાર્થના કરો. આખું ગામ પ્રાર્થના કરવા એક ચોગાનમાં એકઠું થયું. નાના - મોટા, સ્ત્રી-પુરુષ બધાં આવ્યાં હતાં.
એક નાનકડી બાલિકા છત્રી લઈને આવી હતી. કોઈએ એની ઠેકડી ઉડાવી, કોઈએ એની સામે તુચ્છકારથી જોયું, કોઈએ અભિનયથી છણકો કર્યો. પેલા ધર્મગુરુએ કહ્યું, 'બેટા છત્રી કેમ લાવી છે.
સાવ સરળતાથી એણે કહ્યું: ‘તમે જ તો શીખવો છે: આક એન્ડ ધાય શેલ ગેટ ઈટ. નાક એન્ડ ડોર શેલ ઓપન ટુ યુ. તમે બધાં પ્રાર્થના કરશેા એટલે વરસાદ તા આવશે ને? ભીંજાઈ
.
તા. ૧-૪-૮૧
જવાના ડરે હું છત્રી લાવી છું.'
એના આ શબ્દો પૂરા થયા ન થયા ત્યાં ધોધમાર વરસાદ તૂટી પડયો. પ્રાર્થના કરવા તો સૌ કોઈ આવે છે પણ શ્રદ્ધારૂપી છત્રી લઈને કેટલા જંણા આવે છે? શ્રાદ્ધાને માપી શકાતી હોત તો ?
આજે અનેક યંત્રાથી, મંત્રમાનવાથી, ભલભલાને આંજી દે એવી અનેરી શોધખોળોથી વિજ્ઞાન પરમ તત્ત્વ પ્રત્યેની રહી સહી શ્રાદ્ધાના ય છેદ ઉડાડી રહ્યું છે. રેઢિયાળ ફિલ્મસ્ટારોને સંસ્કૃતિના પ્રતીક, અને આરાધ્ય દેવ માનવામાં આવી રહ્યા છે. ત્યારે શ્રદ્ધાના દીવા પ્રગટાવી શકે એવા સુકાનીઓની તાતી જરૂર છે. અમારીઆપણી યુવાનપેઢીમાં "સાચી શ્રદ્ધા ગાઢી શકે એવા રાહબર
કર્યાં છે?
સાસુમાની ઝાલરો: એક નવેાન્મેષ `પ્રે. નલિન દેસાઇ ‘ સ્નેહાંકુર
ગુજરાતી કાવ્ય-જગતમાં શ્રી રતુભાઈ દેસાઈને ‘સાસુમાની ઝાલરી' નામના કાવ્યરાંગ્રહ વિષયની દષ્ટિએ એક નવા જ ઉન્મેષ છે એમ અતિશયોકિત વિના કહી શકાય. અંગ્રેજી કાવ્ય સાહિત્યના પરિશીલન પછી, ગુજરાતીમાં કવિ દલપતરામ, નરસિંહરાવ, ઉમાશંકર, સુંદરજી બેટાઈ જેવા બુરધર સર્જકોએ Elegy નામને કાવ્યપ્રકાર પ્રશસ્ય રીતે ખેડેલા છે, તેમાં પ્રસ્તુત સંગ્રહ કિંમની અને પ્રાણવાન ઉમેરી બને છે. ગુજરાતીમાં, સાસુને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કર ુણપ્રશસિત સૌ પ્રથમ જે રચાઈ છે, તે પૂર્વે કોઈ રચાયાનું જાણ્યામાં નથી.
‘સાસુમાની ઝાલરી'માં ઊડીને આંખે વળગે તેવું એક તત્ત્વ છે, અનુભૂતિના સાચુકલા રણકાર. આ કાવ્યકૃતિ નિતાંત આત્મલક્ષ્મી Subjective બની ગઈ છે, રોવા કોઈને દોષ દેખાય, પણ હકીકતમાં Elegy પ્રકારનાં કાવ્યામાં આત્મલક્ષિતા એ દોષ નથી, એ તો મૂળભૂત અને અવિનાભાવી એવા લઘુતમ સાધારણ વયવ છે. કાવ્યની પ્રારંભની પંકિતઓમાં કવિનાં સોસુમાની મૃત્યુતિથિ ૧૫-૧૦-૧૯૮૮ના નિર્દેશ થાય છે, એ સાલવારી કવિને મન વિશેષ મહત્ત્વની છે. જો એમ ન હેાત તા એક જ
રાતના, થોડાક કલાકોમાં સંગ્રહની ૮૦ ટકા જેટલી પંકિતઓ
ઊતરે કેવી રીતે ! કવિતામાં સ્વાભાવિક રીતે ગેાઠવાતા જતા પ્રાસ એનું બીજું જમા પાસું ગણાય. “ઓ રૅ!” “અરે મા !” જેવા ઉદગારસૂચક શબ્દો કવિએ અનુભવેલા કર્ણભાવ શબ્દસ્થ કરે છે. મૃત્યુજન્ય ચિંતન પણ આ સંગ્રહમાં સુપેરે અભિવ્યકત થયેલું છે. પ્રાસતત્ત્વ કયારેક કવિતાને હાનિકારક પણ બન્યું છે: જેમ કે પૃ. ૨૪ પર, અંતિમ પંકિતમાં બા' શબ્દ સાથે પ્રાસ મેળવવા માટે “ખંડુભાઈ”ને બદલે “ખંડોબા” કરવાની કોઇ અનિવાર્યતા દેખાતી નથી. કવિતામાં કવિએ નિર્દેશેલાં કેટલાંક વિશેષનામા, જેમને પરિચય નથી તેવા ભાવકોના આસ્વાદનમાં બાધારૂપ બનશે, પણ તે કવિની વૈયકિતક મર્યાદા બનતી નથી. માતા અને સાસુમા પાસેથી કવિએ,માતૃપ્રેમની ઉપલબ્ધિ કરી, એ જ એક મોટો અકસ્માત છે. [‘જનની'થી શરૂ થયેલી અને 'સાસુમાની ઝાલરી' સુધી આવી પહોંચેલી શ્રી રતુભાઈની કાવ્યાત્રા એક સંવેદનશીલ અને વાસ્તવવાદી કવિના વિકાસ સૂચવી જાય છે.
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૭૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ - ૪૦૦૦૦૧.