________________
પ્રબુદ્ધ જીવન
દરે
ખાસ રજા લઈને આવ્યા હતા. આર્થિક ગુનેગારને પણ અહીં હાથકડી પહેરાવવામાં આવે છે. તેને ૧૫ વર્ષની સખત મજૂરીની કેદની સજા થઈ. સાત વર્ષ પછી જેલમાં જ તે મરી ગયો. આવી સખત સજા બધા જાણે છે. છતાં ખાનગીમાં ધંધા તો ચાલે જ છે.
ઈશાક બાશ નામના બીજા એક માણસે ઝીપર અને સેફ્ટી પીનની ફેકટરીમાં પોતાનું ખાનગી વર્કશોપ શરૂ કર્યું હતું. તેણે ધીરે ધીરે એક ડઝન કારખાનામાં પોતાના ખાનગી વર્કશાપ શરૂ કરાવ્યાં હતાં. રશિયાના લગભગ તમામ પ્રાંતમાં પછી તેના ખાનગી ધંધા શરૂ થયા. ૭૦ વર્ષની ઉંમર સુધી તેના ધંધા શરૂ રહ્યા અને જ્યારે તે પકડાયા ત્યારે તેની પાસે ૮ કરોડ રૂબલ ભેગા થયા તેને ૧૩ વર્ષની સજા થઈ હતી. યહૂદીઓ, જ્યોર્જિયાના વાસીઓ, આર્મેનિયન અને બીજા શેાડા મૂળ રશિયનો આવા ખાનગી ધંધામાં જીવને જોખમે કામ કરે છે.
હતા!
આ ખાનગી ધંધામાં મેનેજરો રખાય છે. કામદારો રખાય છે અને દુકાનદારોને પણ કમિશન અપાય છે. આ બધાને મહિને :: ' ૧૪૦૦૦ થી રૂા. ૧૫૦૦૦નો પગાર અપાય છે પછી ખાનગીમાં 'ક'પની રચાય છે અને તેના ડાયરેકટર પણ નીમાય છે. ડાયરેકટરને મહિને ૧૫૦૦ બલના પગાર અપાય છે. (રૂા. ૨૦,૦૦૦) આ પ્રકારે એક સરકારી કારખાનામાં ઉત્તમ કામ કરનારા કામદારને ‘હિરો ઓફ સોવિયેત યુનિયન” ને સરકારી ખિતાબ મળેલા તે હિરો ડાયરેકટર બન્યો હતો. તે પકડાઈ ગયા ત્યારે આર્થિક ગુના પકડનારા ખાતાએ તેને ઓફર કરેલી કે તેની જાણ નીચેના - તમામ ખાનગી વર્કશોપ બતાવે તો તેને છેાડી મુકાશે. એ પછી ઘણાં ખાનગી કારખાનાઓ બતાવ્યાં હતાં. આ બધું કારખાનામાં બધા જ મજૂરોને ભૂગર્ભના લખપતિ તરફથી વધારાના પગાર મળતા હતા! રશિયન કારખાનામાં પેદા થતા માલ ઉપર કરવેરા પણ લાગે છે. મજૂરા ખાનગીમાં વધુ માલ પેદા કરે તે માટે વધારાની મજૂરી મળે અને તે ઉપરાંત પેદા કરેલા વધારાનો માલ પણ સસ્તામાં મળે. ઘણી વખત સરકારી કાચા માલની ચોરી થાય તેમાંથી કે વધેલી સામગ્રીમાંથી આ ખાનગી ઉત્પાદન પણ થાય છે.
તા.૧-૮-૪૧
-
> પણ આ બધું ખરીદે તેના ઉપર પણ આર્થિક ગુના વિરોધી ખાતાની
તો
પણ ખબર પડી જાય એટલે આ ગુપ્ત લખપતિ પૈસા વાપરતા નથી, પણ છુપાવ્યા જ કરે છે. મેાસ્કો જેવા શહેરમાં તે સારી રીતે ખાઈ પી ને રહી શકે છે. બીજે પ્રગટ થઈ જાય છે. મોસ્કોમાં એલીઝાબેથ મર્કીન નામની બાઈએ તો તેના પતિ આર્થિક ગુના કરવા બદલ જેલમાં ગયા ત્યારે ઘરમાં એક મનોરંજન કેન્દ્ર ખોલ્યું હતું અને ત્યાં ડાબે હાથે કમાયેલા નાણાંનો જુગાર રમવા લખપતિઓ આવતા હતા. અમુક મોટીરક્મ બેંકમાં પણ ન રાખી શકાય. બેંકમાં માત્ર ૨ થી ૩ ટકા વ્યાજ મળે અને ડિપોઝિટ બહુ મોટી થાય તો બેંકવાળા આર્થિક ગુના વિરોધી ખાતાને ખબર કરી દે છે. ઘણા લોકો રૂબલને ઓછા ભાવે વેચી અમેરિકન ડોલર લે છે. અગર ઘરેણાં લે છે. કાળા બજારમાં ઝારના સોનાના સિક્કા બહુ વેચાય છે. હીરાના હારની પણ સારી એવી માગ રહે છે. એક લખપતિ પાસેથી ૫૪૬ કેરેટના હીરા મળ્યા હતા.
- ગ્લેઝનબર્ગ - ભાઈઓ તો છેક પ્રયોગશાળા સુધી લાગવગ ધરાવતા હતા. પ્રયોગશાળામાં કોઈ નવી ચીજ તૈયાર કરવા માટેના અખતરા થતા હોય ત્યારે જ ગ્લેઝનબર્ગ જાણી લેતો કે કઈ ચીજમાં કેટલા અને કેવા કાચા માલ જોઈશે. પછી કારખાનાનાં ઉત્પાદન મેનેજરને ફોડીને તેની દ્વારા વધુ પડતા કાચા માલની વરદી અપાતી હતી. ઘણી વખત તો ટેકનિશિયના અને લેબોરેટરીના અધિપતિઓ જ અમુક ચીજ બનાવવામાં કેટલું વેસ્ટેજ જશે તે વેસ્ટેજનું પ્રમાણ જાણી જોઈને વધુ દેખાડતા હતા કારણ કે ' તેમને ગ્લેઝનબર્ગ તરફથી લોંચ મળી જતી. ઘણી વખત તૈયાર કપડાં બનાવવાનાં હોય તેમાં જરૂર કરતાં
બનાવવું નિ
જ
બોરીસ રાઈમેન નામના બીજા એક ભૂગર્ભના લખપતિએ
ગ થઇ છે જે કાપડ વાપરવામાં આવતું
» !
૧૦ વર્ષમાં ૨૦ કરોડ રૂબલની મિલક્ત એકઠી કરી હતી. કે. જી. બી. ના એક એજન્ટે બારીસ રોઈમૅનને પકડયા પછી પૂછ” “તારે ૨૦ કરોડ જેવી જંગી રકમને શું કરવી હતી?” જવાબમાં તેણે કહ્યું, “મારે તો ૨૨ કરોડ ભેગા કરવા હતા. દરેક રશિયન દીઠ એક રૂબલ વહે ચાય તે માટે!” પણ આટલી રકમ ભેગી કરીને ખરેખર વાપરવાની તક કેટલી ? બહુ બહુ તો ચાર રૂમવાળું સહકારી એપાર્ટીમેન્ટ તે ૧૫૦૦૦ રૂબલમાં ખરીદી શકે, ૧૦,૦૦૦ રૂબલની વાલ્ગા કાર ખરીદી શકે, ઘરમાં સાર ફર્નિચર વસાવી શકે, પણ ૧ા લાખથી વધુ રૂબલનું કાંઈ જ ખરીદીને ગુપ્ત
બધું મળીનેં તે રાખી ન શકે.
કારખાનાનાં ડાબા હાથના ધંધાને ચેપ સરકારી ખેતીવાડીમાં પણ લાગ્યો છે. સરકારી ખેતરમાં ઘણા ખાનગી રીતે પેાતાના પાક અને શાકભાજી ઉગાડે છે. એ પ્રકારે ઘણા ડોકટરો સરકારી કામ સાથે ખાનગીમાં પ્રેકટિસ કરે છે, ખાણમાં કામ કરનારા હીરા ચેરીને કાળા બજારમાં વેચી દે છે. આમ સામ્યવાદી રશિયામાં પણ એક સમાંતર કાળું અર્થતંત્ર ઊભું થયું છે. મુંબઈમાં અમુક લત્તામાં પેાલીસ ઈન્સ્પેકટરની જગ્યા માટે પ્રીમિયમ બોલાય છે, તેનું રશિયન કારખાનામાં પણ ઈન્સ્પેકટરો માટે છે.. એક એક જગ્યા માટે રૂા. ૧ લાખની રકમ અપાય છે.
(‘ફોરચ્યુન’ ના એક લેખના આધારે)
પર્યુષણ વ્યાખ્યાનમાળા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી બુધવાર, તા. ૨૬મી ઓગસ્ટથી ગુરુવાર તા. ૩જી સપ્ટેમ્બર સુધી બિરલા કીડા કેન્દ્ર (ચોપાટી) ખાતે યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાતા તરીકે
',,,,
શ્રી મોરારજીભાઈ દેસાઈ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, ૩૪. રમણલાલ ચી. શાહ શ્રી મેરારીબાપુ શ્રી પુરુષોત્તમ માવલંકર શ્રી હરીન્દ્ર દવે
ડો. સાગરમલ જૈન ૩. નરેન્દ્ર ભાનાવત શ્રી શશિકાન્ત મહેતા
શ્રી જયેન્દ્ર ત્રિવેદી
5. કુમારપાળ દેસાઈ ડૉ. ગુણવંત શાહ મુનિ વાત્સલ્યદીપ શ્રી કિરણભાઈ પ્રો. અશ્વિનભાઈ કાપડિયા
શ્રી બિન્દુબહેન મહેતા, 3. હીરાબહેન બારડિયા
1
*
dar
વગેરે પધારશે. વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ આવતા અંકમાં આપવામાં આવશે.
ચીમનલાલ જે. શાહ ... કે. પી. શાહ
• મંત્રીઓ,
શ્રી જૈન યુવક સંઘ