________________
૭૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮- ૮૨
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. અથવા નિશ્ચય નયગ્રહે માત્ર શબ્દની માંય, લોપે સદ વ્યવહારને, સાધનરહિત થાય, શ્રીમદે પોતે વિવેચન કરતાં કહ્યું છે :
‘સમયસાર’ કે ‘ગવાસિ” જેવા ગ્રંથ વાંચી, માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. આત્મા અસંગ છે, અબંધ છે, વગેરે. માત્ર કહેવા રૂપે. અંતરંગમાં તથા રૂપ-ગુણથી કશી સ્પર્શન ન હોય અને સદ્ગુરુ સન્શાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા ‘વ્યવહારને લેપે તેમ જ પિતાને જ્ઞાની માની લઈને સાધનરહિત વતે.
સદ વ્યવહાર જીવનસાધનાને પામે છે, પ્રાથમિક ભૂમિકા છે. શુદ્ધ વ્યવહાર પણ જેનામાં નથી તે જીવનસાધનાના પંથે છે એમ માનવાની ભૂલ ન કરવી.
૮-૭-૧૯૮૨
જ્ઞાન તેનું સાધન છે. વૈરાગ્ય અને ઉપશમ, એટલે કે કયા જેવા કે કામ, ક્રોધ, મોહ, લેભ વિગેરેની ઉપશાંતતા વિના આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. જીવનની તે સાધના છે. આવી સાધના વિના, જેઓ માત્ર આત્મજ્ઞાનની વાતે જ કરે છે અથવા મૌખિક રટણ કરે છે, તેઓ શુષ્ક જ્ઞાની છે. જે જ્ઞાન વિનાની માત્ર ક્રિયાને જ આશ્રય લે છે તે ક્રિયાજડ છે.
શ્રીમના, આત્મસિદ્ધિ ગ્રંથમાંથી કેટલીક ગાથાઓ ટાંકી આ બાબત વધારે સ્પષ્ટ કર્યું.
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને મારગ મેક્ષ, કરુણા ઉપજે જોઈ. બાહ્યક્રિયામાં રાચતા, અંતર્ભે દ ન કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા, તેહ ક્રિયા જડ આઈ. બંધ મેક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહિ; વતે મહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે આંહી.
ક્રિયાજડ અને શુષ્ક જ્ઞાનીના લક્ષણો બતાવ્યા પછી, જીવનસાધનામાં ત્યાગ, વૈરાગ્યનું શું સ્થાન છે અને આત્મજ્ઞાન માટે તેની કેટલી આવશ્યકતા છે તે બતાવે છે.
વૈરાગ્યાદિ સફળ તે, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, ઉપજે ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન. જયાં જયાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.
આ ત્રણે ગાથા ઉપર શ્રીમદ્ પોતે વિવેચન લખ્યું છે. તે પૂર અહીં આપી શકતો નથી. જીજ્ઞાસુએ જોઈ લેવું. ત્યાગ, વૈરાગ્ય, અને આત્મજ્ઞાનને કેટલો ગાઢ સંબંધ છે તે બતાવ્યું છે. ત્યાગ અને વૈરાગ્ય વિના આત્મજ્ઞાન સંભવે નહિ. ત્યાગ, વૈરાગ્ય, અંતિમ લક્ષ નથી, સાધના છે, તેથી ત્યાં અટકવાનું નથી. આત્મજ્ઞાન વિના ત્યાગ વૈરાગ્ય સફળ નથી, ત્યાગ વૈરાગ્ય વિના આત્મજ્ઞાન શક્ય નથી. પરસ્પર અવલંબિત છે, પણ પ્રથમ ત્યાગ અને વૈરાગ્ય, તે ન હોય તે પાયો જ નથી. ત્યાગ વૈરાગ્યમાં, તપ અને દેહકષ્ટ સમાયેલ છે. દેહની આળપંપાળ કરવાવાળા, ભેગોપાગમાં રાચતા, પરિગ્રહ મેહમાં ડુબેલા, આત્મજ્ઞાનની વાત કરવાવાળા શુષ્ક જ્ઞાની આત્મઘાતી છે. આ અતિ કઠીન અને દીર્ઘકાળની સાધના છે. ચપટી વગાડે અને આત્મજ્ઞાન કરાવી દે, એક કલાકમાં મેક્ષ અપાવી દે એવા ભગવાનેથી સાચે ભગવાન આપણને બચાવે. ભગવાન મહાવીરને પણ સાડાબાર વર્ષની ઘોર તપશ્ચર્યા કરવી પડી હતી, સર્વસ્વ ત્યાગ કર્યો હતો.
ભાષા બેધારી તલવાર છે. સંપૂર્ણ સત્ય ભાષામાં આવતું નથી. આંશિક સત્યને સંપૂર્ણ માની, માણસ ભ્રમમાં પડે છે. જૈન પરિભાષામાં નિશ્ચય નય અને વ્યવહાર નય બતાવ્યા છે. અંગ્રેજીમાં ya Absolute point of view and relative Point of view કહીએ. અપૂર્ણ માણસ માટે બધાં દષ્ટિબિન્દુ Relative વ્યવહારના છે. પણ માણસને નિશ્ચયની ભાષા વાપરતા આવડે છે. એટલે મિથ્યાને સત્ય બતાવે અને સત્યને મિથ્યા બતાવે એવી તેની બુદ્ધિ છે. શ્રીમદ્ આવા ભ્રમ સામે ગંભીર ચેતવણી આપી છે. ફરી આત્મ સિદ્ધિની કેટલીક ગાથાઓ ટાંકું:
મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટયો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાન દ્રોહ. નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાને'ય નિશ્ચય રાખી લક્ષમાં, રાધન કરવા ય.
સંધના ૧૯૮૨-૮૩ના વર્ષ માટેના પદાધિકારીઓ અને કારોબારી સમિતિ ી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા
• શનિવાર, તા. ૩૧-૭-૮૧૯૮૨ના રોજ સંઘના કાર્યાલયમાં મળી હતી, જેમાં ૧૯૮૨-૮૩ના વર્ષ માટે નીચે મુજબના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી:
૧. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ-પ્રમુખ ૨. શ્રી રસિકલાલ એમ. ઝવેરી-ઉપપ્રમુખ ૩. , ચીમનલાલ જે. શાહ............મંત્રી ૪. કે. પી. શાહ.......................મંત્રી ૫. , પ્રવિણચંદ્ર કે. શાહ..........કોષાધ્યક્ષ
કારોબારી સમિતિમાં પદાધિકારીઓ ઉપરાંત ૧૫ સભ્યોની ચૂંટણી માટે ૨૧ સભ્યોની ઉમેદવારી થતાં ગુપ્ત મતદાનથી ચૂંટણીનું કામ હાથ ધરવામાં આવ્યું. મતદાનમાં નીચે મુજબના ૧૫ સભ્ય કારોબારી સમિતિના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. ચૂંટાયેલા સભ્યોને હાર્દિક અભિનંદન!
૧. ડે. રમણલાલ ચીમનલાલ શાહ ૨, પૃ. તારાબેન રમણલાલ શાહ ૩. શ્રીમતી નીરૂબહેન સુબોધભાઈ શાહ ૪. , સુબોધભાઈ એમ. શાહ ૫. શ્રી અમર જરીવાલા ૬. શ્રીમતી કમલબહેન પીરસપાટી ૭. શ્રી પન્નાલાલ રસિકલાલ શાહ ૮. , હરિલાલ ગુલાબચંદ શાહ , એ. જે. શાહ
ગણપતભાઈ એમ. ઝવેરી
ટોકરશી કે. શાહ ૧૨, , પ્રવીણભાઈ મંગળદાસ શાહ
, દામજીભાઈ વેલજી શાહ ૧૪. આ મફતલાલ ભીખાચંદ શાહ ૧૫. રસિકલાલ લહેરચંદ શાહ
ચૂંટણીની કાર્યવાહી ઓડિટર એ. શાહ મહેતા એન્ડ કાં.ના શ્રી ઉત્તમભાઈ શાહ અને સભ્યોમાંથી શ્રી શિરીષ સાકરચંદ વસાએ સંભાળી હતી.
$ $ $ $
સંઘ સમાચાર અભ્યાસ વર્તુળ -
સપ્ટેમ્બરની તા. ૧૦-૧૧-૧૨ (શુક્ર, શનિ અને રવિવાર) | ત્રણ દિવસ માટે શ્રી નારાયણ દેસાઈનાં પ્રવચને ગઠવવામાં આવ્યા છે. વિષય તથા સમયની જાહેરાત હવે પછીના અંકમાં કરવામાં આવશે.
મત્રીએ
લિ.