________________
''તા. ૧૮-૮૧
'F
-પ્રબુધ્ધ જીવન
કેન્દ્ર અને પરિઘ ’
જયા મહેતા
કેન્દ્ર
અને પરિઘ' શ્રી યશવંત શુક્લના નિબંધસંગ્રહ શું છેલ્લાં ચાળીસ વર્ષોમાં લખાયેલા ને વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ લાનિબંધામાંથી પસંદગી કરીને શ્રી રઘુવીર ચૌધરીએ તેનું પાદન કર્યું છે ને નાનકડું પુરોવચન પણ લખ્યું છે.
શું, જે કોઈને ગુજરાતી ભાષા અને સાહિત્યની કેળવણી સાથે બંધ છે એમને માટે યશવંત શુકલનું નામ અજાણ્યું નથી. જે કોઈને સંસ્કૃતિ’, ‘બુદ્ધિપ્રકાશ’ કે ‘નિરીક્ષક’ સાથે આછાપાતળા પણ સંબંધ હાય એમને માટે પણ આ નામ અજાણ્યું નથી.
સામાન્ય રીતે આપણા ગુજરાતી પ્રાધ્યાપકોને વિકાસ એકાંગી રહ્યો છે. રોટલા રળવા ખાતર સાહિત્ય સાથે સંબંધ બાંધ્યા પછી પણ, સાહિત્યમાંયે ઊંડા ઊતરવાની નેમ નથી હોતી, એટલે એક બાજુ
એકાંગી વિકાસ છે ને બીજી બાજુ એ અપૂર્ણ વિકાસ છે.” આમાં
કોઈક અપવાદો હશે. એ પવાદમાં યશવંત શુકલનું નામ આગળ કે રહે. પ્રસ્તુત સંગ્રહના નિબંધાનાં શીર્ષકો પર નજર નાખવાથીયે એને ખ્યાલ આવશે. તેમણે ધર્મ, સમાજ, કલા અને સાહિત્ય, ઈતિહાસ, રાજકારણ, લેાકશાહી, સામ્યવાદ, ક્રાન્તિ, પત્રકારત્વ વગેરે નિરનિરાળા વિષયા પર, પેાતાની સૂઝ-સમજ, અભ્યાસ ને મનન-પરિશીલનથી અધિકારપૂર્વક લખ્યું છે. આ નિબંધ વાંચતાં પ્રતીતિ થાય છે કે યશવંત શુકલ એટલે એક તટસ્થ વિચારક ને ચિંતકનું સંભર સભર વ્યકિતત્વ. એમને કોઈ પણ લેખ વાંચા તા ખાતરી થશે કે વિચાર એ એમના ગદ્યની કરોડરજજુ છે. દા. ત. “લાકશાહી અને ધર્મસહિષ્ણુતા'માં એ લખે છે: “વિચાર એ પથ્થર નથી કે કોઈને વાગે, વિચારનું બળ ઘણું મોટું છે, પણ એ માનવચેતનામાં સરે છે અને ચેતનાના અંશ બને છે. ચેતનાના પ્રવાહ બદલવાનું સામર્થ્ય પણ તેજસ્વી અને સાચા વિચારોમાં રહેલું હોય છે. મનુષ્યસમાજે અગતિક અને સ્થાવર ન બને, આચારો જ ન બને અને સમયે સમયે સંસ્થાઓ અને મૂલ્યો યુગપરિવર્તનની જરૂરિમાતાને અનુકૂળ થતાં આવે તે માટે વિચારો તે પ્રગટ થતા રહેવા
જૉઈએ; પણ અનેક હેતુઓ, રુચિઓ, સ્વાર્થી અને સંસ્કારો વતા માણસાના પ્રતિભાવો એકસરખા તો હોઈ જ ન શકે, એટલે સમજાવવાની પ્રક્રિયાનો આશ્રય લેવા જ પડે. આમ, લોકશાહી એ ધીરજપૂર્વક વિચારને સમજાવીને તેને પ્રસ્થાપિત કરવાની વ્યવસ્થા છે, જે વિચારને જ અભયદાન ન હોય તો વિચાર પ્રગટ કરી શકાય નહીં.” (પુ. ૯૦)
બીજું
ધર્મને ચારણ ‘લા
‘લાધર્મી પત્રકારત્વ’માંથી જોઈએ: “આજે ધંધા છે. આર્થિક વર્ગો અને રાજકીય પક્ષોનું જે જે પ્રકારનું રચાય તે તે પ્રકારનાં પત્રા નીકળ્યે જાય છે. શિક્ષણના ફેલાવાથી પત્રાના ફેલાવા વધ્યા છે. ઉદ્યોગોના વિકાસથી જાહેરાતો આપનારા આાયદાતા વધ્યા છે. મોટી સંખ્યાને પહોંચી વળવા માટેનાં યાંત્રિક સાધનો માટું મૂડીરોકાણ માગે છે. એટલે પત્રકારત્વ ધનકુબેરોના હાથમાં જઈ પડયું છે. સરકાર પણ જાહેરાત આપનારી ટી એજન્સી છે. એ બંનેની કૃપાદષ્ટિ મેળવનાર પત્રકારત્વ ઇમાનપત્રોની હારમાળા ઊભી કરે છે; જે નાનાં નાનાં વિચારપત્રાને કળી જાય છે. આ પરિસ્થિતિમાં પત્રકારત્વ સત્યધર્મી કે લાકધર્મી વાનો ડોળ ઘાલવાનું જતું કર્યા વિના અમુક કે તમુક આર્થિક વર્ગોનું કે અમુક કે તમુક સત્તાપક્ષનું દાસીકૃત્ય કરતું જ રહે છે...”
૨૫૫).
યશવંત શુકલ શૈલી ખાતર શૈલીના ચાહક નથી, છતાં મેં
卐
7
૬૩
એમના ગઘનું એક નૈસગિક લાવણ્ય છે:
“આખી ચેતનસૃષ્ટિમાં મનુષ્ય વિશિષ્ટ હોવા છતાં એને પણ ઈન્દ્રિયો, બુદ્ધિ અને કલ્પના એ જ જગતનો તાગ લેવા માટેનાં સાધનો છે. પણ આ સાધને મર્યાદિત શકિત ધરાવે છે. જે અમર્યાદ છે તે મર્યાદિતની પકડમાં કેવી રીતે આવી શકે? જે સીમિત છે તે અસીમનો તાગ કેવી રીતે લઈ શકે? તેમ છતાં કોઈ ધન્ય પળે કોઈ ભાગ્યશાળીના ચિત્તમાં સહસા અનુભવની પાર રહેલું અગાચર તત્ત્વ ગેાચર બને છે. ચિત્તમાં એને પ્રકાશ ઝબકે છે અને મનુષ્યને આત્મા અને પરમાત્માની એકરૂપતાના અનુભવ થાય છે. તેના આનંદ એના ચૈતન્યમાં વ્યાપી જાય છે ત્યારે પણ અનુભવને શબ્દબદ્ધ કરી શકાતો નથી...” (પૃ. ૪૭) બીજું એક ઉદાહરણ જોઈએ. ‘ચીનથી પા’માં તે લખે છે:
“બે કોક પહોંચતાં પહેલાં ઊઘડતા પ્રભાતની રંગછાલકોથી આખું આકાશ ઝગી ઊઠયું હતું એનું દર્શન કર્યું. એ અનુભવ અપૂર્વ હતા. બ્રહ્મદેશની ભૂમિ નીચે સ્પષ્ટ દેખાતી હતી. જે કે, રંગૂન ઝાકામાં કે અંધારામાં કે વાદળામાં ગયું તેની ખાતરી નથી. ઈરાવદી નદી અને એની શાખાઓ પણ નિહાળી. અને નદીનું સાગરમિલન તથા બેંકવાળામણા ભૂમિકાંઠા પણ જોયા. બેંકોકનાં ભાતનાં ખેતરો, મનોહર પર્વતી ઢોળાવા અને નદીનાં તેમ જ નગરનાં 'દર્શન કર્યા'... પછી તો અમે સમુદ્ર પર રહીને ઊંડયા અને રૂના ઢગલેઢગલા જેવાં વાદળો ખૂંદતું અમારુ વિમાન આગળ વધતું રહ્યું. કવિચ વાદળાં ખસી જતાં અને કવિચત્ નીચેનાં ભૂરા પ્રશાન્ત લહરહીને પાણી દેખાતાં, કવચિત્ વાદળાંની ટોચે સૂર્યની રંગલીલા પથરાતી જોવા મળતી...” (પૃ. ૧૩૬-૩૭)
યશવંતભાઈ શિક્ષક છે. એ કોઈ પણ વાતને આડેધડ રજૂ નહીં કરે. એની પ્રાથમિક ભૂમિકા બાંધીને જરૂર હોય ત્યાં ઉદાહરણે આપીને એ વાતને વિકસાવશે, પણ ફ્લાવશે નહીં. દા.ત. ‘કવિતાના સમાજ-સંદર્ભ’ એ વિષયની ભૂમિકા એમણે ઉદાહરણથી બાંધી છે:
“પેકિંગ મ્યુઝિયમમાં નવમા સૈકાની એક હાથીદાંતની સાદડી જોઈ. એ હાથીદાંતની છે એમ કોઈ કહે નહીં તો પહેલી નજરે એ આબાદ ઘાસની સાદડી લાગે. એની ઝીણી નકશી, એના ગૂંથણીદાર વીંટા, એના પીળચટો રંગ ... હાથીદાંત જેવા પ્રમાણમાં ઠીક માંધા અને ઘણા જ કઠણ પદાર્થ, પ્રમાણમાં ઘણા સસ્તા અને ઘણા પાચા ઘાસરૂપે પ્રતીત થાય એવી કરામત પ્રયોજવાથી કલાકારે શું સિદ્ધ કર્યું એવા પ્રશ્ન વ્યવહારની ભૂમિકાએથી આ સાદડીને અનુલક્ષીને કોઈ પ્રાશ પુરુષ પૂછે તે એના સામું જોઈ રહેવું પડે, પણ કલાની ભૂમિકાએ તે પ્રશ્નમાં જ જવાબ સમાઈ જાય છે.
કલાકારે પોતાની કલા માટે ઉપાદાન બદલાવી લીધું અને આપત્તિ વહારી લીધી એ જ એનું સામર્થ્ય, હાથીદાંતની બધી અવળાઈઓને જેર કરીને સાદડીના નિર્માણમાં અનુકૂળ થવા અને ફરજ પાડી, હાથીદાંત જેવા કઠણ પદાર્થ કલાકારનાં આંગળાં અને આંખને વશ વર્તીને પેચા ઘાસને અણસારો આપી શકે એવા કહ્યાગરો બની ગયું! એ જ એની સિદ્ધિ.” (પૃ. ૨૦૭-૯)
આ લેખક એક પછી એક મુદ્દા અત્યંત વ્યવસ્થિત રીતે આપે છે.
કોઈ પણ પ્રશ્ન પરત્વે યશવંત શુકલના અભિગમ આવેશરહિત અને તર્કપુર:સરના રહ્યો છે. એમને જે કહેવાનું હોય છે એમાં કયાંયે ગાળગેાળવેડા નથી, કારણ કે એમની વૈચારિક ભૂમિકા એટલી સ્પષ્ટ છે કે એમને અભિવ્યકિતમાં કશી તકલીફ પડતી નથી. પેાતે જે માને છે તેને વ્યવસ્થિત રીતે સામા માણસને પહોંચાડી શકે છે.
બહુ મોડે મોડે પણ એમનો આ સંગ્રહ મળ્યો ખરો એના આનંદ છે, અને હજી તો અનેક સંગ્રહા થઈ શકે એટલું એમનું લખાણ સામિયકોમાં વેરવિખેર પડયું છે તે ગ્રંથસ્થ થાય એવી અપેક્ષા છે.