________________
૧૫૮
પ્રલ ૨૦૧૧
અને ગાંધીજી વગેરે વિભૂતિઓએ તપ તથા સંયમ ઉંપર મૂકેલા ભારનું મહત્ત્વ દર્શાવ્યું હતું. ધન સંબંધમાં ગાંધીજીની ટ્રસ્ટીશિપની ભાવનાને દઢાવી હતી, કારણ ધન ઉપર સ્વામીત્વ રાખવામાં શીલ નથી, તપ નથી અને સંયમ નથી. કાર્લ માર્કસે પણ ભગવાન મહાવીરની “સ્વામીત્વના ઉન્મૂલન”ની ભાવનાને અનુરૂપ કરેલા ઉદબોધનના વકતાએ ઉલ્લેખ કર્યો હતો. ભગવાન મહાવીરે મર્યાદિત પરિગ્રહના અતિચારના પણ જે વિચાર કર્યાં હતા તેનો પરિચય કરાવી વક્તાએ આચારશુદ્ધિ અને મર્યાદિત પરિગ્રહ માટે દર્શાવેલાં ત્રણ વ્રત (૧) ઈચ્છા પરિમાણ વ્ા, (૨) દિશા પરિમાણ વ્રત તથા (૩) ભાગેાપભાગ પરિમાણ વ્રત ખેતી સમજણ આપી તથા પૂરિગ્રહના આંતર બાહ્ય પ્રકાર વર્ણવ્યા હતા. તેમણે કહ્યું: “ધન ધાન્ય; જમીન જાગીર ઝવેરાત વગેરેના સંગ્રહ તે બાહ્ય પરિગ્રહ છે: ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આ બધા માનવમનના દુર્ભાવા, તથા તૃષ્ણા ઈત્યાદિ વિકારી ભાવા તો સૂક્ષ્મ પરિગ્રહ છે. ‘મારું તેજ સાચું” એવે સ્વમતાગ્રહ અને “જેટલું સાચું તેટલું મારુ”એવા શારિક પરિગ્રહ તથા સાંપ્રદાયિકતા, રાષ્ટ્રીયતા, શરીરબળ, સત્તાકાંક્ષા અને ધનવાનોની ખુશામત આ સર્વ પણ સૂક્ષ્મ પરિગ્રહા જ છે. વધારે પડતું કમાઈને દાન કરવું તે કીચડમાં પગ મૂકીને ધાવા સરખું છે એ આચાર્ય હરિભદ્રસૂરિનું મંતવ્ય રજૂ કરીને વકતાએ દાન કરતાં પણ ત્યાગન અને એ રીતે અપરિગ્રહના મહિમા કર્યો હતેા..
જૈન ઈતિહાસ અને કળા
.
',
બપારે મળેલી બીજી બેઠકના વિષય હતા “જૈન ઈતિહાસ અને કળા,” પરિષદ પ્રમુખ ડા. ભાગીલાલ સાંડેસરાએ બેઠકના વિભાગીય અધ્યક્ષા ડા, હરિપ્રસાદ શાસ્ત્રીનો પરિચય કરાવ્યા હતા. ડૉ. રિપ્રસાદ શાસ્ત્રીએ ગુજરાતનાં પ્રાચીન ઈતિહાસ, સ્થાપત્ય, શિલ્પ આદિ ક્લાઓમાં જૈન ધર્મનું પ્રદાન” એ વિષય ઉપરના પેાતાના ઊંડા અભ્યાસપૂર્ણ વ્યાખ્ખનમાં કહ્યું હતું: “પ્રાગૈતિહાસિક પાપાણ યુગીન સંસ્કૃતિમાં જૈન સંપ્રદાય જેવા સંપ્રદાયો હોવાનું જાણવા મળ્યું નથી. પુરાતત્ત્વી, ખુરાવસ્તુકીય સ્થળ તપાસમાં તથા ઉત્ખનનો દ્વારા આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિના દર્શનમાં પણ જૈન અને બૌદ્ધ સંપ્રદાયોનોં વિશિષ્ટ લક્ષણ નિશ્ચિત સ્વરૂપે ભાગ્યે જ દેખા દે છે.”
“ગુજરાતનો પ્રમાણિત - ઈતિહાસ મૌર્ય કાળથી શરૂ થાય છે” એમ કહીને વકતાએ મૌર્ય રાજા અશોકના પૌત્ર સંપ્રતિએ ગુજરાતમાં શત્રુંજ્ય ઉપર, ભરુ કચ્છમાં તથા ગિરનાર ઉપર જિનાલય બંધાવ્યાં હોવાનો જૈન અનુશ્રુતિમાં ઉલ્લેખ હોવાનું જણાવ્યું હતું. તે સાથે તેમણે વધુમાં કહ્યું હતું :” એમ છતાં સ્થાપત્યની ઐતિહાસિક દૃષ્ટિએ એટલાં જ પ્રાચીન ગણાય એવાં કોઇ મંદિર હજી મળ્યાં નથી.” .. ગુજરાતના ઇતિહાસના સુદીર્ઘ પ્રાચીનકાળ “ક્ષત્રપકાલ”માં હરાત કુલના પ્રસિદ્ધરાજા નહપાનના સિક્કા રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં મળ્યું હોવાનું તથા મહારાષ્ટ્રમાં એના સમયના અભિલેખ મળ્યા હોવાનું જણાવ્યું હતું. પાલીતાણા, ભરૂચ, ઢાંક, સ્તંભનક (હાલનું થાણે) શંખપુર વગેરે સ્થળે આ કાળ દરમિયાન
જૈનતી તરીકે ખ્યાતિ ધરાવતાં હોવાનું કહ્યા પછી એમ પણ કહ્યું હતું કે એ કાલનું સ્થાપત્ય સ્વરૂપ ધરાવતાં ચણતરી જિનાલય મળ્યું નથી. જૂનાગઢ પાસેની બાવાારા ગુફાઓ જૈન સંપ્રદાયની હોય એ સંભવિત ખરું, છે જ એમ નિશ્ચિત નહીં કહેવાય, પરન્તુ ટાંક (જિલ્લા રાજકોટ)ની ગુફાઓમાં આદિનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ તથા મહાવીર સ્વામી વગેરેની પ્રતિમાઓ કંડારેલી હાઈ એ ગુફાઓ જૈન સાધુઓ માટે નિર્માઇ હોવાનું નિશ્ચિત છે. આકોટા (વડાદરા)માં મળેલી ઊભા આદિનાથની ખંડિત ધાતુ પ્રતિમા સવસ્ર તીર્થ કરની સહુથી જૂની શાત પ્રતિમા છે.”
તા. ૧૬-૧-૮૧
વલભીનો નાશ થવાનું જાણતાં ત્યાંના જૈન સંઘના ચિંતાયક વર્ધમાન સૂરિની સૂચનાથી ત્યાંની જૈન પ્રતિમા અન્યત્ર ખસેડાઈ એમ કહ્યા પછી વકતાએ મૈત્રક કાલનું સ્થાપત્ય સ્વરૂપ ધરાવતું કોઇ જિનાલય હજી ગુજરાતમાં મળ્યું નથી. પરન્તુ આકોટામાં આ કાલની અનેક ધાતુ પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે એમ જણાવ્યું હતું. કનાજના રાજા નાગભટ રાજાએ અણહિલપુર, માઢેરા વગેરે સ્થળાએ જિતાલય બંધાવ્યાં હતાં. એમ જણાવ્યા પછી વકતાએ સાણંકી કાળમાં ગુજરાતમાં જૈન ધર્મના ઘણા અભ્યુદય થયા હાવાનું જણાવીને અર્બુદગિરિ ઉપર દંડનાયક વિમલે આદિનાથ ચૈત્ય બંધાવ્યું હોવાનું કહ્યું હતું.
સિદ્ધરાજ જયસિંહના પ્રેરણા અને પ્રોત્સાહનથી હેમચન્દ્રાચાર્યે તૈયાર કરેલું સિદ્ધ હેમ શબ્દાનું શાસન તથા કાયમાં સોલંકી રાજાઓના થયેલા ચરિત્ર નિરૂપણનો ઉલ્લેખ કર્યા પછી કુમારપાળે જૈન ધર્મનો અંગીકાર કર્યો તથા પ્રભાસના સામનાથનો જીર્ણોદ્ધાર કર્યો એ હકીકત કહીને વકતાએ વધુમાં જણાવ્યું હતું કે ભીમ દેવરાજાના સમયમાં જૈન ધર્મના પરમ ઉપાસક વસ્તુપાલે શેત્રુંજય ઉપર ક્ષભદેવની આગળ ઈન્દુ મંડળ અને તેની બંને બાજુએ પાર્શ્વનાથ તથા પુંડરિકની નવી મૂતિઓ કંડારાવી હતી, તેજપાલે આબુ ઉપર દેરાસર બંધાવ્યું તે તથા મંદિરના સ્તંભા, ગૂઢ મંડપના મુખ્ય દરવાજાની બે બાજુએ સુંદર નકશીવાળા બેગોખલા વગેરેમાં વર્તાતા મનોહારી શિલ્પ સૌ દર્યની વાત કરીને વકતાએ ગુજરાતના પ્રાચીન ઈતિહાસમાં તેમ જ સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રામાં જૈન ધર્મના અનુયાયીઓ, પ્રભાવકો તથા પ્રોત્સાહકોએ કેવું ગણનાપાત્ર પ્રદાન કર્યું છે તે જણાવ્યું હતું.
',
જૈન કલા વૈભવું
શ્રી નાનાલાલ વસા (મુંબઈ)એ “જૈન કલા વૈભવ” વિષેના પોતાના નિબંધ વાંચતાં પ્રત્યેક ભારતીય નાગરિક ગૌરવ લઈ શકે એવા વિરાટ કલા વૈભવ જૈનોએ નિર્માણ કર્યો હોવાનું તથા જૈન ધર્મની કલાકૃતિઓના ઈતિહાસ છ હજાર વર્ષ જૂનો હોવાનું જણાવીને જૈન ક્લા ઐતિહાસિક પૂરિપ્રેક્ષ્યમાં ઝાંખી કરાવી હતી.
વકતાએ જૈન કલા તથા સ્થાપત્યની ઝાંખી કરાવતી ખંડગીરી તથા ઉદયગીરીની ગુફા, મથુરાના કંકાલી ટિંબા અને ત્યાં શિલ્પ સમૃદ્ધિ, મથુરામાંના ગાંધાર છાપની જૈન લાના અવશેષ તથા બિહાર, ઉત્તરપ્રદેશ, ગુજરાત વગેરે પ્રદેશમાં પ્રાપ્ત થયેલા જૈન કાંસ્યલાના અસંખ્ય નમૂનાઓ વગેરેને વિગતે, ઉલ્લેખ કરીને આવ્યું, કુ ભારિયા, અચલગઢ, રાજસ્થાન, રાણકપુર વગેરે વિસ્તારોમાંનાં દેરાસરની શિલ્પ સમૃદ્ધિ, કર્ણાટકની બાહુબલિની વિરાટ પ્રતિમા, ચિતાના કીતિ સ્તંભ, શત્રુંજય અને ગિરનાર ઉપરનાં દેરાસરો વગેરે ક્લાવૈભવના ખ્યાલ આપીને વકતાએ જૈન કલા વૈભવની રક્ષા અર્થે કેટલાંક વ્યવહાર, સૂચના કર્યાં હતાં.
પ્રો. કે, સૌ. શાહે ઈતિહાસ સંશોધન કરવામાં પેાતાને નડેલી મુશ્કેલીઓ તથા પાતાને વરતાયેલી ઊણપ જણાવી હતી. પ્રા. બાવીસીએ પેાતાના ખ્શનમાં હરપ્પા સંસ્કૃતિ તે સૂર સંસ્કૃતિ હાવાનો સંભવ વ્યકત કર્યો
હતો.
શ્રી અગરચંદજી નહાટાએ મહાભારત ભગવાન મહાવીરના સમયમાં ઈતિહાસરૂપ હતું, તેમ મહાભારતમાં મળે છે તે નિર્દેશો જૈન ગ્રંથોમાં પણ મળે છે વગેરે કહીને અરિષ્ટનેમી સંપ્રદાયના દૃષ્ટકોણ છેાડી વિશાળ દષ્ટિથી જેવાની હિમાયત કરી હતી.
શ્રી નટવરલાલ શાહે (મુંબઈ) પેાતાના નિબંધમાં જૈન ધર્મનાં સ્તોત્રામાંની મંગલ ભાવના તથા જૈનોનાં તપવ્રતો અને ધાર્મિક દૃષ્ટિની દિનચર્ચાનું. રહસ્ય છતું કર્યું હતું.