________________
80
પદ્
પ્રબુદ્ધ જીવન
મેઘદૂતના અનુસંધાન સ્વરૂપે લખાયેલ આ કાવ્યના આયોજનમાં, પેાતાની પ્રતિભાનો ચમત્કાર રામશાસ્ત્રીએ પ્રદર્શિત કર્યો છે, કાલિદાસની રચનામાં સર્વ પ્રથમ માર્ગ પ્રદર્શિત કરવામાં આવ્યો છે અને પછી સંદેશથન કરવામાં આવ્યું છે, જયારે આ રચનામાં સંદેશન સર્વ પ્રથમ કરવામાં આવ્યું છે અને આ ફૅરફાર ઉચિત પણ છે. વિરહ વ્યાકુળ યક્ષપ્રિયા જે આરંભમાં માર્ગદર્શન અંગેની વાત કરવા બેસે, તો તેનું સઘ :પાતિ હૃદય અંત સુધી ટકે ખરું? જો સંદેશથન શરૂઆતમાં થઈ ગયું હોય, તે એ સંદેશ યથાસ્થાને પહોંચાડવાની આશા પ્રબળ બને; પરિણામે માર્ગનું વર્ણન સારી રીતે થઈ શકે. આવા ઔચિત્યસભર હેતુને લીધે, કવિએ લા ફેરફાર, યોગ્ય જ લાગે છે અને ભાવને પારખવાની કવિની શકિતનો પણ ખ્યાલ આપે છે. ફરીથી માર્ગ દેખાડવાની જરૂર ખરી ? એવા પ્રશ્નનો ખુલાસા પણ કવિએ કર્યો જ છે. વિરહી યક્ષ એક સ્થળે ન રહી શકે. સ્થાન બદલતા બદલતા ભારતના ગમે તે ભાગમાં તે રહેતા હોય. એમ માની, મેતિસંવેશ માં સમગ્ર ભારતના ભૌગોલિક વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે. આ બીજું પરિવર્તન પણ, ઔચિત્યમુકત જ ભાસે છે.
મેઘદૂતની જેમ, મેતિસંવેશ માં પણ બે વિભાગો પાડવામાં આવ્યા છે. પ્રથમ વિભાગ અથવા સર્ગમાં, યક્ષપ્રિયાની વિરહવ્યથાને સુંદર ખ્યાલ આપવામાં આવ્યો છે. તે પે।તે પોતાની દુ:ખદ સ્થિતિને ખ્યાલ આવતાં જણાવે છે કે શાપના પ્રસંગની યાદ દિલમાં દાહ પ્રજાળે છે. ભાવિ પ્રિયમિનની અભિલાષાને કારણે જ પોતે જીવન ટકાવી રહી છે. યક્ષ વગરનું યાભવન ખૂબ જ નિસ્તેજ લાગે છે. એ હકીકત કવિના શબ્દોમાં જોઈએ તે :
नाहारेऽपि प्रणयति मनः शारिकादारिकाऽसौ तुच्छं पुच्छं नमयति शिरवी शोकमूकीकृतोऽयम् शश्वत सिक्ताऽपि अनिशमयते शुष्कतां पुष्पवाही शामच्छायं भवनमधुना त्वद्वियोगेन नूनम् ॥
અર્થાત ્, મેનાએ આહાર છેાડી દીધા છે, મયૂરા શાકને લીધે કૃશ બનીને ટહૂકા પણ કરતા નથી, પુષ્પવાટિકા, દરરોજ જળસિંચન કરવા છતાં સૂકાઈ ગઈ છે આમ, તારા વિરહથી ભવન સૂનકારમય પ્રતિભાસે છે.
યાવધૂ, અપાર વેદનથી પરિસ્થિતિ સહ્ય બનતાં, જણાવે છે કે ટૂંક સમયમાં જો યા સાથેનું મિલન નહીં થાય તો પોતાનું મૃત્યુ નિશ્ચિત છે. કાવ્યમાં આ વાતને કવિએ આ રીતે રજૂ કરી છે;
अद्यैवाहं तय शुभमभिप्रार्थये नाथ हर्षात्
सार्धे यमासे दि मम दशो चिरत्वं न या या: । वाचो वहनौ मृगयतु भवान् वातमध्ये पमासून् चक्षुस्सूर्ये शशिनि हृदयं व्योम्नि मे पापि जीवम् ॥
અર્થાત હે નાથ, આજે જ હું તારા ક્લ્યાણની પ્રાર્થના કરું છું.. જો તું ટૂંક સમયમાં મારી દષ્ટિ-મર્યાદામાં નહી આવે, તો પછી, મારી વાણીને અગ્નિમાં, મારા પ્રાણને વાયુમાં, આંખોને સૂર્યમાં, હ્રદયને ચંદ્રમાં અને મારા પાપી જીવનને આકાશમાં શેાધજે છે.
પ્રથમ સર્ગમાં આ રીતે, યક્ષપ્રિયાની વિરહવ્યથા યક્ષભવનની નિસ્તેજતા, કુશળતાના સંદેશ, અભિજ્ઞાન માટે અંગત જીવનની વાતા વગેરેનું આલેખન કરી ચક્ષપ્રિયા, યક્ષને કહેવરાવે છે કે: गेहे स्वीये गमयतु भवान् शेषकालं सुखेन ।
દ્વિતીય સર્ગમાં માર્ગવર્ણન વિગતે આપવામાં આવ્યું છે. મેઘદૂત કરતાં, અહીં જુદા જ માર્ગનું વર્ણન છે. અહીં પંજાબ, જયપુર, ચિત્તોડ, મૈસુર વગેરે સ્થળાનો ઉલ્લેખ છે. સાથે સાથે તે શહેરોની ઐતિહાસિક વિગતને પણ, સાંકળી લેવામાં આવી છે. દષ્ટાંત તરીકે, ચિત્ત્તોડનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે.
તા. ૧૬-૭-૮૧
चित्तौडारप्यं जयति नगरं तेः नृपैः पात्यमानम धोरे युद्धे विनिहतधवाः विश्रुताः वीरपत्न्यः । क्षुद्रारिम्यो निजकुलमयं शंकामानाश्च यस्मिन् पातिप्रात्यप्रवणमतयो वृन्दशीऽग्नि प्रविष्टा ॥
.શ્લોકમાં ચિત્તોડના જાહરના ઐતિહાસિક બનાવને કવિએ રજૂ કર્યો છે.
કાલિદાસે, ઉજજૈન આદિ નગરીઓના વર્ણનમાં શૃંગારરસને પુટ આપેલ છે તેમ, રામશાસ્ત્રી પણ, મેઘપ્રતિદેશમાં મૈસૂરની અભિસારિકાઓની પટુતા વ્યક્ત કરતાં જણાવે છે કે:
वीयां वीथ्यां प्रतिगृहपति स्थापिते लोकहेतो: सर्वा रात्रि दिनयति तडिद्दीप जालप्रकाशे पुंवेशेण प्रियगृहम्भिप्रस्थिताः पक्ष्यलाक्ष्यः पार्श्वे अपि अन्यैरविदितमिदास्तन धीरं प्रयान्ति ॥
અર્થાત્, શેરીએ શેરીએ દીવા ઝળહળતા હોવાથી પ્રિયગૃહે જતી અભિસારિકાઓ પુરુષવેશે રહેલી હોવાથી ઓળખી શકાય એમ
નથી.
કાલિદાસે લાજીભે સહેલાઈથી ચડી જાય એવાં ચલણી સિક્કા જેવાં વાકયોનો પ્રયોગ કર્યો છે. જેમ કે યાના મોવા વચને नाधमे लब्धकामा कामात हि प्रकृति कृपणा: चेतनाचेतनेषु વગેરે તા રામશાસ્ત્રીએ પણ, આ બાબતનું સફળ અનુકરણ કરી, લાકવ્યવહારમાં પ્રચલિત થઈ શકે એવાં વાકયા પ્રયોજયાં છે. જેમ કે જોજે સન્ત: ન હિ પરપ્રાર્થનામ્ યંતિ અર્થાત સંસારમાં સજજના બીજાની માગણીને કુરકાવતા નથી. શુદ્ધ ચિત્તે મુનનયિષ્ટ ખ્વતીŕયતેહિ અર્થાત, જો મન શુદ્ધ હોય તે, સમગ્ર ભુવન પવિત્ર યાત્રાધામ જ छे. कष्टे काले जगति महतांबुद्धयोऽपि સ્તુતિ મુશ્કેલીના સમયે, મહાન માણસાની બુદ્ધિ પણ ભૂલ કરી બેસે છે.
અત્રે પ્રસ્તુત કરેલ કતિપથ ઉદાહરણાથી જણાશે કે રામશાસ્રી વિરચિત કાવ્ય પણ મેઘદૂત જેવું જ પ્રાણવાન છે. શ્લોકાની સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો, મેઘદૂતમાં શ્લેાક સંખ્યા લગભગ સવાસેાની છે જયારે ભૌગોલિક વિસ્તારની વિશેષ રજૂઆતથી પ્રતિસંદેશમાં શ્લોક સંખ્યા, લગભગ એકસા સાઈઠ શ્લોકોની થઈ છે. કાલિદાસની જેમ, મંદાક્રાન્તા છંદનું સુંદર આલેખન રામશાસ્રીએ પણ કર્યું છે. વિપ્રલંભ શૃંગારને અનુરૂપ લલિત ભાષાનો પ્રયોગ કરીને, કાલિદાસે સફળતાપૂર્વક પ્રયોજેલી વૈદર્ભી શૈલીની ફાવટ ટથી રાશાસ્ત્રીને પણ સિદ્ધ હતી જ એમ લાગ્યા વગર રહેતું નથી. જાણે કે મેઘદૂતને સંપૂર્ણ બનાવવાના હેતુથી કાલિદાસે રામશાસ્રી તરીકે અવતાર લીધા હોય એમ કાવ્યના આસ્વાદ માણતાં અનુભવાય છે.
મેઘદૂતના આદિસ્રોત . એવા બ્રહ્મવૈવર્ત પુરાણના કર્તા વ્યાસ આરાપાસ રહસ્યનું જાળું ગુંથાયેલું છે. મેઘદૂતમાં ઉજજયિની પ્રત્યેના પક્ષપાતને લીધે કાલિદાસ ઉજયિનીના રહેવાસી હોય એમ લાગે છે, પણ રામશાસ્રીતા નજીકના ભૂતકાળમાં જ થયેલા છે. અગાઉ જણાવ્યા પ્રમાણે યેક્ષપૂલટ કૃપણરાજ વગેરેએ તેમની પ્રશંસા કરી છે તે વાત મધપ્રતિસંદેશ કાવ્ય વાંચતાં યથાર્થ જ લાગે છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળાને ભેટ
આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાના ખર્ચના અનુસંધાનમાં રૂા. ૧૫,૦૦૦ની રકમ ખંભાતનિવાસી સ્વ. મહાસુખભાઈના સ્મરણાર્થે શ્રીમતી વિદ્યાબહેન તરફથી સંઘને મળેલ છે.
આ શાનપરબને આવું પ્રોત્સાહન આપી શ્રીમતી વિદ્યાબહેને સંઘ પ્રત્યે જે પ્રેમાળ ભાવ દાખવ્યો છે. તે અન્ય સૌ માટે માર્ગદર્શક બની રહે એવી ઈચ્છા વ્યકત કરીએ છીએ. અને શ્રીમતી વિદ્યાબહેનને હાર્દિક આભાર માનીએ છીએ.
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં, ૩૫૦૨૯૯ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.
J