________________
તા. ૧૬-૭-૮૧
પ્રબુદ્ધ જીવન
૫૩.
માને જ ઉપયોગ આનંદઘનજી જયાં, ત્યાં સર્વત્ર કર્યો છે. એમની તqદષ્ટિ ની તે વાત જ ન થઈ શકે પણ કાવ્યમયતા પણ એમની અપૂર્વ હતી. નિજાનંદમાં ડોલતા આવા ૨ોલિયા જગતે જાણ્યા છે , અને જોયા છે ઓછી.
કોઈ પણ બાબતમાં ઓતપ્રોત, એકરસ થઈ જઈએ ત્યારે ચિંતનીય પદાર્થ વિના બીજું બધું દશ્ય થઈ જાય છે. નિર્વિકલ્પ સમાધિ પહેલાની આ દશા છે એટલે જ આનંદઘનજીએ શુધ, બુધ શબ્દ વાપર્યા છે. “હું શુદ્ધ છું-એક ૨ાત્મા જ છે” એવું ભાન ગુમાવી દીધું. “હું આત્મા છું-અનાત્મા નથી” એવી વિવેકબુદ્ધિ પણ ખાઈ નાખી. કેવળ પ્રેમાકાર છે. ચેતના ચા પ્રમાણે અનુભવમિત્રને કહે છે. વિભાવરૂપી પતિ ગમે તેવા હોય પણ મારે એકાકાર સ્વરૂપ, પ્રેમીકાર સ્વરૂપ કેમ છોડી શકું? વિરહરૂપી પરપુર આવી (રાહિમ ભુજંગનો અર્થ સર્પ લેવાને બદલે ભુજંગને જે બીજો વાર્થ-જાપર ૫ છે તે લઈએ તો?) મારી સાથે રમણ કરતાં કરતાં મારી શુદ્ધ-રૌતન્યમય પથારી ગુંથી નાખી, સર્પ અર્થ લઈએ તે વિરહરૂપી સર્પના ડંખે શુદ્ધિ-બુદ્ધિ ગુમાવી બેઠી એ કહી શકાશે, પરંતુ “સેજડી ખુંદી હો” સમજાવવામાં વિપત્તિ પડશે. જે અર્થ લેવો હોય છે પરંતુ હાર્દ પામવામાં, પકડવામાં વાંધો નહિ આવે. મેં તો પૂર્ણોપમાને ઘટાવ-વાની દષ્ટિએ લખ્યું છે. ઉપરાંત, ૫દમાં “દી” શબ્દ લીધે છે. એનું એક પાઠાંતર “ખુદી” પણ છે. મને એ આ પાઠાંતર વધારે સારું લાગે છે અર્થાત “ખુદ” એટલે ખેઈ દીધી એવું લેવું. ચાપણે “ખાદી” એવું હિંદીમાં બોલતા સાંભળીએ છીએ.
પદને વાર્થ કરતી વખતે અનુભવમિત્ર એમ કહ્યું છે. એ “ચૈતન્ય” શબ્દ લઈએ તે બંધબેસતું થાય પણ “ચેતના” અર્થ લે હોય (ા વધારે યોગ્ય છે) તે “ચેતના” પિતાની પ્રિય સખી સમતાને સમબુદ્ધિને ચેતના વાત કરે છે એમ લેવું વધારે સારે.
આખરે નિષ્કર્ષ આ નીકળે છે. ચેતના ચૈતન્ય (શુદ્ધ રમૈતન્ય)ની પત્ની છે. ચૈતન્ય રાજ બહાર પધાર્યા છે–આત્મારૂપી મંદિરની બહાર પધાર્યા છે; પરદેશ સીધાવ્યા છે એટલે કે વિભાવમાં ચાલ્યા ગયા છે. એને પાછા વાળવા છે. ચેતનાને પતિને માટે લાગણી થઈ આવે છે. કેમ ન થઈ આવે? પોતાની વાવસ્થા વખાઈ ગઈ છે. એનું આ પદમાં વર્ણન છે. વિભાવમાંથી પતિદેવને સ્વભાવમાં પાછા વાળવા છે. જેટલો સમય સ્વભાવમાંથી વિભાવમાં ચાલ્યા જવામાં લાગે તે સમયને વિરહ તરીકે ગણાવ્યું છે. સ્વભાવ પરિણતિ જૂરી ઝૂરીને મરી રહી છે અને વિભાવ પરિણતિ જોઈતી નથી. આ પ્રતીક જી આનંદધનજીએ, જે કહેવું હતું તે બધું, કહી દીધું છે. આમ જો જોવા જઈએ તો રવભાવ પરિણતિ અને વિભાવ પરિણતિ એક સિક્કાની બે બાજુ જ છે. છતાં પ્રતીકથી સમજાવવામાં આનંદઘનજીએ સરળતા કરી આપી છે.
ભવ્ય જીવને મેક્ષની આશા છે; ભવ્યને નહિ. અહીં વાત પણ ભવ્ય જીવની જ છે. આગળના પદમાં આનંદઘનજીએ વિરહિણી પતિવ્ર તાના રાત્રીજીવનનું વર્ણન કર્યું છે. અહીં નીચે લખેલ પદમાં એમણે એના દેવસિક જીવનને નિર્દેશ કર્યો છે:
યણ પાન કથા મિટી,
કિસકું કહું સુધી ? આજકાલ ઘર આવનકી, જીઉ આસ વિશુદ્ધી છે.
પિયા-૬૩ આત્મમંદિરમાં બિરાજતા ચૈતન્ય દેવને ઉ ચેતનાને વિરહિણી પતિવ્રતા સ્ત્રી સાથે સરખાવી એના રાત્રીના હાલહવાલની વાત કરી પણ દિવસે એની શું દશા થાય છે એ પ્રસ્તુત ઉપરના પદમાં કહેવામાં આવ્યું છે. રાત્રી પછી દિવસની વાત કેમ કરી? દિવસની વાત છે. પહેલાં આવે એનો ખુલાસો એ છે કે વિરહિણી પતિવ્રતાની પરિસ્થિતિ દિવસ કરતાં રાત્રીમાં વિશેષ બગડે છે. એટલા માટે યોગીરાજે પહેલાં રાત્રીને નિર્દેશ કર્યો અને પછી દિવસને. ચેતનાને એક પણ સમય ઉપયોગ વિના જતો નથી એટલે રાત્રીની વાત કરે અને દિવસની ન કરે તે અપૂર્ણતાને દોષ આવે. એ ટાળવા પ્રસ્તુત ૫દ એમણે કહ્યું છે.
ત૬૫ બની ગયેલા જીવને, ચૈતન્યદેવને, ચેતનાને એક જ લગની લાગી છે કે પરદેશે સીધાવેલા પતિ ચૈતન્યદેવ પાછા કયારે પધારે? અર્થાત વિભાવાવસ્થા ટળી સ્વભાવાવસ્થા કયારે પ્રાપ્ત થાય, એના જ વિચારમાં ઓતપ્રોત થઈ ગયેલ ચેતનાને બીજું કાંઈ પણ વિચારવાનું એક સમય માટે પણ શકય નથી.
ખાવા, પીવાનું સાંભરે છે જે કોને? આહાર, નિદ્રા અને ભય તે મૂળથી જ- જન્મથી જ સૌને વળગ્યા છે. એણે કોને છોડયા છે? પણ અહીં તો એ સાંભરે છે જ કોને- એવું કહી ચેતનાની સ્વભાવાવસ્થા માટેની ઉત્કટ ઝંખનાનું વર્ણન છે. મારું દુ:ખ તો એવડું માટે છે કે ખાનપાનનું દુ:ખ એમાં સમાઈ ગયું છે. આવી સીધીસાદી વાત કહેવાની પણ મને કયાં ફુરસદ છે? હું તો એક જ આશાતંતુને વળગીને મારું જીવન ગુજારી રહી છું. વિભાવપરિણીત જશે અને સ્વભાવ પરિણતિ પુન: સ્થપાશે એની મને ખાતરી છે. અને એટલે જ હું એ આશામાં અને આશામાં સમય ગુજારું છું. “આસા અગાસસમાં અખંતિયા”- આશા આકાશ જેવી અનંત છે, પણ અહિ આનંદઘનજીએ જે આશાને ઈશારો કર્યો છે એ સાચી અશાને કર્યો છે; ઠગારીને નહિ, ચેતનાને એ આવશે એની પ્રતીતિ છે પણ ક્યારે આવશે એની ખબર નથી. એને પાછી ખેંચી લાવવાને અથાક પ્રયત્ન ચાલુ છે, આત્મામાં અનંતવીર્ય છે એ ન્યાયે.
ખાવા, પીવાનું છોડી દેવામાં આવે એટલે કે એ આપોઆપ જ છૂટી જાય એ વાત એવી છે કે એ સૌ કોઈ જાણે જ એટલે એવી વાતને આનંદઘનજીએ સૂધી અર્થાત સીધી, સાદી વાત કહી છે. એ કાંઈ ગુપ્ત રહી શકે નહિ.
આત્મસ્થ દશાના સાતત્યની જોરદાર હિમાયત આનંદકંદસમા આનંદઘનજીએ ઉપરના બાસઠમાં અને તેસઠમા પદમાં કરી છે અ હકીકત ઉપર ભાર દઈ આ લેખ પૂરો કર્યો છે.
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા આ વખતે તા ૨૬-૮-૮૧ થી તા ૩-૯-૮૧ સુધી એમ નવ દિવસ માટે પાટી ઉપર આવેલા બિરલા કીડા કેન્દ્રમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. બાકીની વિગતે હવે પછી પ્રગટ કરવામાં આવશે.
કે. પી. શાહ
ચીમનલાલ જે. શાહ
મંત્રીએ : મુંબઈ જૈન યુવક સંઘ પ્રેમળ જ્યોતિ પ્રવૃત્તિને મળેલી ભેટની રકમ
૫૦૧ શ્રી વિનય વી. એમ. સરૈયા ૫૦૧ , જી. યુ. મહેતા પબ્લિક ચેરીટી ટ્રસ્ટ ૨૫૧ , એક સદ્ગૃહસ્થ . . ૨૫૧ , ભાઈલાલ મનસુખલાલ મણિયાર ૨૫૦ , હર્ષદ ભાઈલાલ મણિયાર ૨૫૦ , કાંતિલાલ ઝુમચંદભાઈ ભણસારી ૨૦૧ , લીલાવતીબેન રતિલાલ ચીમનલાલ કોઠારી ૦િ૦ , રસિક્લાલ શાન્તિલાલ શાહ મારફત સિલાઈના મશીન
માટે ૧૫ , સ્વ. રોઠ વલ્લભદાસ લક્ષ્મીચંદના પુત્રો તરફથી ૧૦૮
રૂ. ૨૫-ની નીરોની રકમ
, લલિતભાઈ સચદે ૧૦૦ , પ્રભાવતીબેન ડી. મહેતા ૬૧ , દ્વારકાદાસ કે. શાહ
૨૯૨૫
અંધ વિદ્યાર્થીઓ ૬૦૦ શ્રી રમાબેન વોરા ૩૦૦ , મંજુલાબેન ૩00 , ધીરજલાલ ફૂલચંદ શાહ ૩૦૦ , મહેન્દ્રભાઈ ભાઈલાલભાઈ વોરા