________________
| .
પર
પૃદ્ધ જીવન
તા. ૧૬-૭-૮૧
બુદ્ધ: લાકડાંને મજબૂત બાંધી મેં બે કાંઠે છલકતી નદી પાર કરવા તરાપે બનાવ્યું હતું. હવે પૂરને ઓળંગી હું બહાર આવી ગયો છું માટે હે મેઘ, તમે ઈચ્છો તે મન મૂકીને વરસે.
ગેવાળ: મારી પત્ની વફાદાર છે. તે ઘણા સમયથી મારી સાથે રહેતી આવી છે. એ ભલી ને વહાલી છે. કોઈ તેનું ખરાબ બોલે તેમ નથી. માટે તમે ઈચ્છો તે હે મેઘ, મન મૂકીને વરસે.
બુદ્ધ: મારું મન કહ્યાગરું છે ને મુકત થયેલું છે. ઘણા સમય સુધી મેં એને કેળવ્યું છે ને મારી ઈચ્છા મુજબ ઘડયું છે. મારામાં હવે કશું હીણું રહ્યું નથી. માટે તમે ઈચ્છો તે હે મેઘ, મન મૂકીને 1 વરસે.
આ પ્રમાણે સંવાદ ચાલે છે. ગોવાળ પિતાનાં ભૌતિક સુખ, સલામતી, સગવડોનું વર્ણન કરે છે, તેની સામે બુદ્ધની પોતાની આધ્યાત્મિક સ્વતંત્રતા, સ્વ-આધારિતતા અને આંતરિક નિર્ભયતા તથા મુકિતની વાત કરે છે. છેલ્લે ગોવાળ તાનાં ગાય-વાછરડાં-આખલાની વાત કરે છે ત્યારે બુદ્ધ કહે છે:
' “મારી પાસે ગાયો નથી. વેલો ચાલુ રાખતાં વાછરડાં નથી કે ધણને અધિપતિ આખલે નથી, તેથી હું મેઘ, તમે ઈચ્છો તો મન મૂકીને વરસો.
“મારી ઈન્દ્રિયોને વશ રાખતા ખીલા ઊંડે ધરબાયેલા છે. મારે કમરે બાંધેલી મુંજની દોરી એટલી મજબૂત છે કે કોઈ ઈચ્છાને વાછરુ એને તેડાવી શકે તેમ નથી... હું પોતે જ એ આખલો છું. જેણે બધાં બંધને તેડી નાખ્યાં છે. મદોન્મત્ત ગજરાજ જેમ વેલનાં ગૂંચળાં તોડી નાખે એમ મેં બધાં બંધને ઉચ્છેદી નાખ્યાં છે. મારે હવે ફરી જન્મ લેવાપણું રહ્યું નથી, માટે હે મેઘ તમે ઈચ્છો તે મન મૂકીને વરસે.
બુદ્ધ આમ કહેતાં મેઘ બમણા વેગથી તૂટી પડે. ગેવાળે એ જોયું. તેણે મનેમન કહ: આ મહાપુરુષને મેં જોયા છે મારું સદભાગ્ય છે. અને તેણે બુદ્ધના શિષ્ય થવાનું નક્કી કર્યું. ત્યાં મોર આવ્યું ને ગેવાળને કાનમાં કહ્યું: “જેને પુત્રો છે તે પુત્રામાં ને જેને ગાલે છે તે ગામાં સુખ ભોગવે છે. આ આનંદ માણસને જીવન સાથે સાંકળે છે, પણ જેને આવી આનંદની દોરી નથી તેને આનંદ મળતો નથી.”
બુદ્ધ ત્યારે કઇ : “જેને પુત્રો હોય તેને પુત્રને કારણે અને જે ગાને માલિક છે તેને ગાયોને કારણે મુશ્કેલી ભેગવવી પડે છે. માલિકી જ માણસને દુ:ખના ખાડામાં નાખે છે. જે પુનર્જન્મ સાથે બાંધતી કશી વસ્તુને માલિક નથી, તે માણસ સુખી છે.”
“આનંદઘનજીની મસ્તી
[] અમૃતલાલ ગોપાણી પિયા વિન સુધ બુધ મુંદી હો; વિરહ-ભુયંગ નિસા સમે, મેરી સેજડી બુંદી હો,
પિયા- (૬૨) અધ્યાત્મ યોગીઓના શિરતાજ આનંદઘનજીનું આ પદ .
આ મસ્ત મહાત્માના એક મેઢે તે શું, હજાર મઢે પણ વખાણ થઈ શકે તેમ નથી. એમના નિજાનંદને ખ્યાલ કરીએ ત્યારે એમની અદેખાઈ આવે અને આપણને એ દશા કયારે પ્રાપ્ત થશે એને વિષાદ પણ થાય. આડુંઅવળું રખડયાને જંપે થાય પણ એથી હતાશ થયા વિના કમર કસવાનું પણ એ જ આનંદઘનજી ઉોધે છે અને આ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી એ હકીકત હોઈ કાલે નહિ તે આજે અને આજે નહિ તે અત્યારે શા માટે કામે ન લાગી જવું? ભગવાને કહ્યું છે “સમય ગેયમ! મા પમાય એ!” ગૌતમ ! એક સમય માત્રને પણ પ્રમાદ ન કરીશ.
ઉપરના પદમાં ચેતનાને (શુદ્ધ ચૈતન્યને) મૂતિમત્તે કલ્પી છે. ચેતના પત્નીના લેબાસમાં આપણી સામે ખડી થાય છે. એ પત્ની પણ એક વિરહિણી જેવી. એ વિરહિણી પણ લેભાગુ નહિ; પતિને, સર્વસ્વ-મન, વચન અને કાયા, બધું જ–આપી ચૂકેલી એવી. પતિને વિભાવદશામાં રખડતા કપે છે. સર્વજનેનું હિત જેના હૃદયમાં વસ્યું છે એવી પત્ની પતિના પરિભ્રમણથી, રખડપટ્ટીથી રંજ પામે છે. પદગલિક વિલાસમાં, રાગ-દ્રુપના પરિણમનમાં અને અહંના, વળગાડમાં તલસતા પતિ ઉપર પત્નીને કર ણા આવે છે. પણ પતિને તે બીજું કાંઈ સૂઝતું હોય તે ને? ભૌતિક સુખમાં ગળાડૂબ પતિ ઘરે આવવાનું જ ભૂલી ગણે છે. મનુષ્યની પણ એ અવળચંડાઈ છે કે એ પડવા માંડે એટલે એ પડયે જ રાખે. ચેતનાની દશા પતિવ્રતા, વિરહિણી પત્ની જેવી કઢંગી. થાય છે. પતિ કયારે પાછા આવે અને જ્યારે એને સમજાવું-એ માટે એ તલપાપડ થઈ રહી છે. દયાને દરિયો હેલે ચડે છે, પણ એમાં કોઈ નહાઈ પવિત્ર થનાર હોય તે ને? છેવટે વ્યથા માઝા મૂકે છે એટલે સ્વાનુભવરૂપી મિત્ર કને હૈયું ઠાલવે છે. સુદઢ રીતે બાંધેલ અને ચૈતરફથી સંરક્ષાયેલ બંધ પણ પાણીના વેગથી તૂટી જાય છે. એટલે ભાવના ભારને હલકો કરવા ચેતના અનુભવ મિત્ર પાસે હૈયાવરાળ કાઢે છે. મિત્ર પણ કેવળ સુખને જ સાથી નહિ પણ દુ:ખને પણ ભાગી હોવા જોઈએ. એટલું જ નહિ પણ મિત્ર સાથે તાદામ્ય સાધી મિત્રના ઘાવ ઉપર મલમપટ્ટા બાંધે છે અને એ રીતે એ રુઝવવાનો પ્રયત્ન પણ કરે છે. હમેશાં આવી અનુભવ મિત્ર ચેતનાની રામકહાણી સાંભળે છે. એ હૈયાની હુંફ આપે છે. ચેતનાને ઠંડક વળે છે, પણ રાત્રે પ્રથમના જેવી સ્થિતિનું પુનરાગમન થઈ જાય છે. દિલાસાના કામચલાઉ થીગડાં કયાં સુધી ચાલે?
એક રાતે તે ચેતનાએ સુધ, બુધ પણ ગુમાવી દીધી અને અનુભવ મિત્ર પાસે ઊભરો ઠાલવતાં કહ્યું, “પિયા વિન સુધ, બુધ મુંદી છે...”
અહીં આપણને એક વિચાર સહજ રીતે જ આવે. આનંદઘનજીને વિરહિણીનું જ પ્રતીક મળ્યું? એ શંકાનું સમાધાન બે રીતે થઈ શકે. આનંદઘનજી ભાવથી પર બની ગયા હતા. દશ્ય જગત એમને એકાકાર ભાસનું હતું. નિદ્રંન્દ્ર અવસ્થાએ એ પહોંચી ગયા હતા. એ નિર્લેપ હતા અને પ્રતીક પણ એવું પસંદ કરવું જોઈએ જે સંપૂર્ણ રીતે બંધબેસતું હોય અને સામાન્યજન પણ સમજવાની મહેનત કર્યા વિના સમજી જાય. પ્રતિભાનું આ લક્ષાણ છે અને આનંદધનજીનું પ્રતિભા એક રમકડું હતું. ખંડપમાને નહિ, પણ પૂર્ણોપ
શ્રી મુંબઈ જેન યુવક સંઘ
અભ્યાસ-વર્તુળ વિકતા . શ્રી મનુભાઈ ચાવડા વિષય : હાથ લંબાવ- ઈશ્વર આ રો! સમય : તા. ૩૦-૭-૮૧ ગુરૂવાર, સાંજે ૬-૧૫ સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ સૌ મિત્રોને સમયસર ઉપસ્થિત થવા વિનંતી.
સુબોધભાઈ એમ. શાહ કન્વીનર, અભ્યાસ વર્તુળ |