________________
તા. ૧૬-૭-૮૧
બુદ્ધ જીવન
બુદ્ધ અને વર્ષા [] કુન્દનિકા કાપડીઆ
ખુ ખુલ્લા આકાશ તળે બની હતી, એ કેવળ અકસ્માત નથી. વિશુદ્ધ જીવન પ્રકૃતિ સાથે તાલ મિલાવનું હાય છે, એ એને સંકેત છે. બુદ્ધનો જન્મ લુંબિનીના વનમાં શાલવૃક્ષ નીચે થયે. ગયામાં પીપળાના વૃક્ષ નીચે તેમણે શાન પ્રાપ્ત કર્યું અને કુ શીનગરનાં બે શાલવૃક્ષોની છાયા તળે તેમનું નિર્વાણ થયું. રાજપ્રાસાદમાં રહીને બુદ્ધ બની શકાય નહિ. પ્રકૃતિનું શાંત, મુક્ત વાતાવરણ શાનસાધનામાં ઘણું સહાયક બને છે. બુદ્ધ તેમના શિષ્યોને વારંવાર કહેતા : “જુઓ, સામે વૃક્ષોની છાયા છે... ધ્યાન કરે, પ્રમાદ ન ફરો.”
ભિક્ષુઓને બુદ્ધ ‘વનની શેભ!' ગણાવ્યા છે. જીવનના મેટો ભાગ બુધ્ધે જંગલમાં, નદીકાંઠે, પર્વત પ્રદેશેમાં વિતાવ્યું છે. ઉપદેશાથે તેઓ માનવ-સમુદાય વચ્ચે આવતા ત્યારે પણ તેમને ઉતારો કોઈક ઉદ્યાનના એકાંત-રમણીય સ્થાનમાં રહેતા રાજગૃહ, વૈશાલી, ગૃધ્રકૂટ પર્વત, અમ્બાટક વન ઈત્યાદિ અનેક સ્થળોની પ્રાકૃતિક સુંદરતાની વાતો બુદ્ધની વાતૅમાં વણાયેલી છે. ઘનઘાર ધારી રાતે વરસાદ ચારે ધારાએ વરસતા હોય ત્યારે ખુલ્લી જગ્યામાં બેસીને તેમને ધ્યાન ધરતાં આપણે જોઈએ છીએ.
બૌદ્ધ ભિક્ષુઓનું જીવન પણ પ્રકૃતિ સાથે વણાયેલું હતું. ગિરિગુફા નદી-તટ, વન-સ્મશાન, વૃક્ષોની છાયા, ઘાસછાઈ કે છાંયા વિનાની કુટિર—આ બધાં સ્થળેએ ધ્યાન ધરતા ભિક્ષુઓ પ્રકૃતિનાં પરિવર્તન, તેની અનંત રમણા જોતા અને તેમાંથી પાતાની સાધના માટે અનુકૂળ સંકેતા તારવી લેતા. ‘થેરગાથા’માં તેમ જ પાલિ સાહિત્યમાં અન્યત્ર પણ, આ ભિક્ષુઓએ પ્રકૃતિનાં અત્યંત સુંદર વર્ણના કર્યાં છે. પ્રકૃતિનું રૂપ તેમને માટે કેવળ રંગ, આકાર, રચનાનું સૌંદર્ય નહોતું. દરેક વસ્તુને, ઘટનાને તેઓ પાતાની સાધનાના સંદર્ભમાં જોતા. એક ચિત્ર જોઈએ
મૂશળધાર વરસાદ વરસે છે. ધ્યાનસ્થ ભિક્ષુ પેાતાની કુટિરમાં બેઠા છે. કહે છે:
“વરસા હે દેવ,
સુખેથી વરસવું હાય તેટલું વરસે. મારી કુટિર છાયેલી છે,
તે શાન્ત અને સુખકારી છે. મારું ચિત્ત સમાધિમાં લીન છે. તે આસકિતઓમાંથી છૂટી ગયું છે. નિર્વાણ માટે પ્રયત્ન ચાલે છે. વરસે હે દેવ, સુખ પડે તેમ વરસે.”
આ ‘છાયેલી કુટિર’ તે કેવળ બાહ્ય કુટિરની]વાત નથી તે તો સમજી શકાય તેવું છે. એ કાળમાં વર્ષ કેવળ માણવાની ઘટના નહાતી. તેની મને હરતા સાથે તેનું કરાળ રૂપ પણ પ્રગટ થતું. કોઈ એકલા ભિક્ષુ રાતના વખતે અંધારામાં ભયાનક ગુફામાં બેઠા હશે, આકાશમાં મેઘગર્જના થતી હશે, વીજળીથી હવા ચિરાતી હશે, સૂસવતા પવન વાતા હશે, ઠંડીથી ગાત્રા કંપતાં હશે, પશુ-પક્ષી અને જીવ-જંતુ સુદ્ધાં સ્તબ્ધ, ભયભીત હશે. તે વખતે ભિક્ષુની નિર્ભયતાની સાધના ચાલતી હશે, એને માટે એ ઉત્તમ સમય હશે.
એક સ્થવિર સાધકનું કથન છે.
“આકાશમાં જયારે મેઘની દુભિબજતી હોય અને પક્ષીઓના માર્ગમાં ચારે તરફ ધારાકુલ વાદળ વીંટળાતાં હોય, એ વખતે ભિક્ષુ
પહાડ પર જઈને ધ્યાન કરે—એનાથી મોટો આનંદ બીજા એકે નથી.
“નદીકાંઠાનાં વૃક્ષો રંગબેરંગી પુષ્પાથી ભરેલાં હોય, એ વખતે ત્યાં બેસીને સુંદર મનવાળા ભિક્ષુ ધ્યાન કરે-એનાથી મેટો આનંદ બીજો એકે નથી.
એકાંત વનમાં, અડધી રાતે, વાદળનો ગડગડાટ થતા હોય અને હાથી ચિ'ઘાડતા હોય તે વખતે પહાડ પર બેસીને ભિક્ષુ ધ્યાન કરે-એનાથી વધુ મેટો આનંદ બીજો એકે નથી.”
બુદ્ધની ધ્યાનસ્થ અવસ્થા કેવી હતી, તેનું દર્શન કરાવતી એક સુંદર ઘટના છે. એક વાર તેઓ કોઈ ગામની નજીક શાળાના મકાનમાં ઊતર્યા હતા. દિવસના સમય હતો. આકાશમાં કાળી ઘટાઓ ઘેરાઈ અને ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. વાદળની ' ગર્જનાઓ અને વીજળીના કડાકા-ભડકાથી વાતાવરણ ભરાઈ ગયું. નજીકમાં ક્યાંક વીજળી પડી અને ત્યાં કામ કરી રહેલા બે ખેડૂત તથા તેમના ચાર બળદ મરણ પામ્યા. લેકો એકઠા થઈ ગયા. બુદ્ધ ત્યારે શાળાની ઓસરીમાં ટહેલતા હતા. લકોએ તેમને વીજળી પડવાથી ખેડૂત ને બળદ મરણ પામ્યાની વાત કરી. પછી તેમની વચ્ચે આ પ્રકારનો વાર્તાલાપ થયો :
“ભુતે, એ વખતે તમે કયાં હતા?”
“આયુષ્મન, અહીં જ હતો.”
“ભુતે, તમે વાદળાની ઘટા અને વીજળીના ચમકાર ન જોયાં?” “ના આયુષ્મન, ન જોયાં.”
“ભૂતે, વીજળીના કડાકા સાંભળ્યા?”
“ના આયુષ્મન, વીજળીના કડાકો પણ ન સાંભળ્યો.” “ભન્તે, શું સૂઈ ગયા હતા ?”
“ના, આયુષ્મન, હું સૂતો નહોતો.”
“ભન્તે, ભાનમાં હતા ??”
“હા આયુષ્મન, ભાનમાં હતો.”
“તા ભતે, તમે ભાનમાં જાગતી સ્થિતિમાં ન ગરજતાં વાદળ જોયાં, ન વીજળીને ચમકતી જોઈ,ન તેના પડવાને કડાકા સાંભળ્યો ?”
“બરોબર છે, આયુષ્મન ્ !
.!"
વરસાદ સંબંધી બુદ્ધની સૌથી હૃદયસ્પર્શી કથા છે ગાવાળ અને તેમની વચ્ચેના સંવાદ,
વરસાદની રાત છે. બુદ્ધ એક ગાવાળની ઝૂંપડીની. ભીતને અઢેલીને ઊભા છે. સખત વરસાદ પડે છે. પવન ફુંકાય છે. ગેાવાળ ઘરમાંથી બુદ્ધને જુએ છે. બાલી ઊઠે છે: “હા, હા, પીળાં કપડાં પહેરનારા, ત્યાં જ ઊભા રહીને પલળ. તું એજ લાગના છે.” અને પછી ગૌતમ-ગોવાળ-સંવાદ શરૂ થાય છે.
ગોવાળ : મારું ધાન રંધાઈ ગયું છે, ગાયો દોહવાઈ ગઈ છે, નદીને કાંઠે મારા સ્વજનો સાથે હું વસું છું, મારી ઝૂંપડી છાવરેલી છે, દેવતા બરોબર સળગે છે માટે હે મેઘ તમતમારે મન મૂકીને
વરસે.
બુદ્ધ : ક્રોધનો કાંટો મેં કાઢી નાખ્યો છે. માર્ગના અવરોધ હટાવી દીધા છે, આ નદીને કાંઠે એક રાત પૂરતી મારી સફર છે.. મારી પડીને કોઈ. છાપરું નથી ને મારી કૃષ્ણની આગ બુઝાઈ ગઈ છે. માટે હું મેઘ તમે ઈચ્છો તો મન મૂકીને વરસે.
ગોવાળ : અહીં બગાં જેવી જીવાત દેખાતી નથી. ઘાસથી ભરપૂર બીડમાં ગાયા ચરે છે. વરસાદની ધારા તેઓ ખમી શકે તેમ છે, માટે તમે ઈછા તો હે મેઘ, ન શૂકીને વરસે,