SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ બુદ્ધ જીવન તા. ૧૬-૭-૮૧ કર્ટરે રેગન સામે આક્ષેપ કર્યો હતો કે રેગનનું માનય યુદ્ધનું છે. રશિયા સાથે સમાધાનપૂર્વક સહઅસ્તિત્વ અરીકારવાને બદલે સંઘર્ષ નેતરે છે. બીજા દેશે. અમેરિકા પાછળ ઘસડાય છે. યુરોપના દેશોમાં અણુશસ્ત્રો ગોઠવવા અમેરિકાએ પેજના કરી છે. આ દેશમાં, ખાસ કરીને જર્મની અને હવે કદાચ ફ્રાન્સમાં આ યોજના સામે સખત વિરોધ છે. પણ રશિયા રાક્રમણ કરે તે અમેરિકા જ રક્ષાણ કરી શકે તેમ છે. તેથી યુરોપના દેશોને નિરૂપાય અમેરિકા સાથે રહેવું પડે છે." અમેરિકા, બીજા દેશોને મોટા પ્રમાણમાં શસ્ત્રો પૂરાં પાડે છે. ચીન, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઈઝરાયલ વગેરે દેશમાં શસ્ત્રોને ગંજ ખડકાય છે. અત્યારે અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાંસ અને ચીન પાસે અણુબોમ્બ છે. કદાચ ઈઝરાયલ અને દક્ષિણ આફ્રિકા પાસે પણ હોય. પાકિસ્તાન તેની તૈયારી કરી ૨ છે. આપણે પણ સંભવત: હરીફાઈમાં ઉતરશું. બીજા દેશે પણ તૈયારી કરે છે. કોણ અટકાવી પાંડવ સ્ત્રીઓના ગર્ભ ગળી જાય એવા દુષ્ટ શસ્ત્રને અંતે ઉપગ કર્યો. કહેવાય છે કે આ દુષ્કૃત્યનું પ્રાયશ્ચિત અવસ્થામાં હજી પણ કરી રહ્યો છે. સંભવ છે કે આવા શસ્ત્રોને ઉપયોગ ચંદ્ર, મંગળ કે બૃહસ્પતિ ઉપરથી થાય. અવકાશી વિઘા એટલી આગળ વધી છે. પહેલા બોમ્બ વિસ્ફોટ થયે ત્યારે વિખ્યાત વૈજ્ઞાનિક રોબર્ટ એપન હેમર, ગીતાને ક બેલી ઊઠયા : પ્રભા સહસ્ત્ર સૂર્યોની, નભે એકત્ર થાય છે પણ તે નાવતી તેલ, પ્રભા શું દિવ્ય દેવની ? ૧૯૪૫ને બમ્બ સાદો હતે. પછી તે હાઈ જિન બંમ્બ થયો અને હવે ન્યુટ્રેન થઈ રહ્યો છે. માણસ આ વિનાશ તરફ ધસતા જ રહેશે? કુદરતને સર્જન સાથે સંવાર પણ કરવો પડે છે. શું માણસ કુદરતનું હથિયાર બનશે? પ્રલયના વને વાંચ્યા છે. સમતુલા જાળવવા કુદરત પાસે અનેક ઉપાય છે. ઈશ્વર પાતે આવો સંહાર કરે છે. ગીતામાં ભગવાને અને કહ્યું છે. હું કાળ આ લેક ફરી વળ્યું છે. સંહારવા જે જન સજજ હિ; છેડી તને, એ સહુ નષ્ટ થાશે, ઊ ખડા છે, ઉભયત્ર વીર. સામાન્ય માણસ પોતાના રોજિંદા વ્યવહારમાં ડૂબેલે છે. તેને આ ભયની કલ્પના નથી અથવા બહુ દૂરને લાગતો હશે અથવા નિરૂપાય થઈ, હતાશાથી, થાય તે થવા દેવું એમ માનતે હશે. પણ આ ભય વાસતવિક છે. નજીક આવી રહ્યો છે એવું શાણા માણસોને સ્પષ્ટ દેખાય છે. વિચાર કરીએ તે અણુબોમ્બ સામે કોઈ રક્ષણ નથી. વિનાશ જ છે. ગમે તેટલી તૈયારી હોય તે પણ તેનું આક્રમણ એટલું ઝડપી અને વિનાશક છે કે વળતે હુમલે કરવાને. સપથ ન જ રહે. સરધા કલાકમાં ભયંકર વિનાશ થઈ જાય. હજારો માઈલ દૂર પહેાંચે એવા ક્ષેપકશસ્ત્ર છે. પહેલે હુમલે કોણ કરશે તે જ પ્રશ્ન મૂંઝવે તે છે. વિનાશ જ છે તેમ જાણવા છતાં જાણે-અજાણે, ભયથી, ગભરાટથી કોઈ દેશને આગેવાને હુમલો કરી બેસે છે. ભયંકર તારાજી સર્જાય. લીબિયાને ગદ્દાફી બોમ્બ બનાવવા પ્રયત્ન કરે છે. તેનું ઝનૂન લાગી છે. ઈઝરાયલ સામે ઉપગ કરે છે? બીજા દેશે મ્બ ન બનાવે માટે અમેરિકા અને રણ બૉમ્બ જેની પાસે છે ચીવા દેશે તકેદારી રાખે છે. ચાણુર્બોમ્બ વિસ્તરતે અટકાવવા કરાર કરાવે છે, પણ બધું નિરર્થક છે. હમણાં જ ઈરાકના અણુ મથક ઉપર હમલે કરી ઇઝરાઈલે તેને નાશ કર્યો. ઈરાક બૉમ્બ બનાવશે અને તેથી ઈઝરાયલ ભર્થમાં મૂાય તેવી દલીલ કરી, અગમચેતીરૂપ ૨ હમલે કર્યો. ઇઝરાયલે અણુબૉમ્બ બનાવ છે પણ તેના પડોશી બનાવે તે સહન કરવું નથી. કયાં સુધી અટકાવી શકે? કેનને કહયું કે એ કરાર કરવો કે, હવે પછી નવા અણુશસ્ત્રો બનાવવાં નહિ. છે તેમાંથી ૫૦ ટકાને નાશ કરવું અને તે નાશ કેવી રીતે કરવો તે માટે નિષ્ણાતની સમિતિ નીમવી. અશુશસ્ત્રોને નાશ કરવામાં પણ જોખમ છે. આ દૈત્યને ક્યાં દાટવો? તેની કિરણેત્સર્ગી રજ માણસને અને પશુ, પક્ષી, પાણી, વનસ્પતિ બધાને દૂષિત કરે, માણસ રીબાઈને સડીને મરે. બીજ એક લેખકે કહ્યું છે : The mind made the bomb, the mind denied it and the mind can stop it cold. બન્ડ રસેલે દુનિયાના વૈજ્ઞાનિકોની સહાયથી આણ બંખના વિરોધમાં ઝુંબેશ ઉપાડી હતી. સેંકડો વૈજ્ઞાનિકો તેમાં જોડાયા હતા. અણુશસ્ત્રોની વિવિધતા, વિનાશકતા અને ખર્ચાળપણાના વર્ણન વાંચના બુદ્ધિ બહેર મારી જાય છે. શેને માટે આ બધું? નર્યા વિનાશ માટે જ. કોઈને વિજય ન થાય, કોઈ બચે નહિ. હવે અણુશસ્ત્રો ભરેલી સબમરીને અબજો ર્ડોલરના ખર્ચે થાય છે. બ્રિટનનું અર્થતંત્ર પડીભાંગ્યું છે છતાં, એક અબજ પાઉન્ડના ખરચની એક એવી છ ટીડન્ટ રાબમરીને, સખત વિરોધ છતાં, મિસિસ થેચરે બનાવવાની યોજના કરી છે. આજે બનાવેલ શસ્ત્ર, થડા સમય પછી નિરૂપાણી થઈ જા છે, એટલી ઝડપથી ટેકનોલેજી આગળ વધી રહી છે. આ દુનિયાને મોટો ભાગ ભૂખમરા અને ગરીબાઈથી રીબાપ છે ત્યારે સમૃદ્ધ દેશ-વિનાશક શસ્ત્ર સર્જવામાં ડૂળ્યા છે. આખી દુનિયાને ગરીબાઈ અને બેકારીમાંથી ઉગારી શકી એટલી વૈજ્ઞાનિક પ્રગતિ છે ત્યારે સમૃદ્ધ દેશે ના આગેવાને વિનાશના પશે છે.' ' . છેમાણસની મૂર્ખતાની પરાક:ણ કહી શકાય. આટલા બધાં શસ્ત્રો ખડકાયા છે. તેને કોઈક દિવસ તે ઉપગ કરશે જ. અશ્વત્થામાએ હવે આ એક વિચારક વર્ગ એમ માને છે - અને હું માનું છું કે આ ગાંધીને માર્ગ છે, કે બીજા કરે કે ન કરે, પણ જેને આ અનિષ્ટમાં માનવજાતને અને સંસ્કૃતિને સંહાર લાગે છે. તેમણે અણુશસ્ત્રો છોડી દેવાં. Unilateral disarnament અણુશસ્ત્રો હશે તો ય વિનાશ થવાનો જ છે. તો બચવાને એક માત્ર માર્ગ કેમ ન અજમાવો. અણુશસ્ત્રો જેની પાસે છે તે છોડી દે અને નથી તે ન જ બનાવવા તે નિર્ણય કરે. તેમ કરી, તે નિર્ભય થાય અને બીજાને નિર્ભય બનાવે અને અણુશંઓ તજવાની પ્રેરણા આપે. સાચો માર્ગ લેવામાં સદા એ પ્રશ્ન રહે છે કે પહેલ કોણ કરશે. ગાંધીએ કહ્યું પોતે જ પહેલ કરવી અને સાચા માર્ગ હશે તે પરિણામ સારું જ આવશે એવી શ્રદ્ધા રાખવી. તા. ૮-૭-૧૯૮૧
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy