________________
૪૨
પ્રબુદ્ધ જીવન
વિસ્તાર હિમાલયની તળેટીમાં છે. પછાત પ્રજા છે. વિકટ પ્રદેશ છે. ખૂબ પથરાયેલ છે. ઈન્દિરા ગાંધીએ આ વિસ્તારમાં ૩૪ સભાએ કરી. હેલિકોપ્ટરમાં ઘુમ્યાં. તેમના હેલિકોપ્ટરના ઉતરાણ માટે ઠેર હેર હેલીપેડ બાંધવા પડયા - વડા પ્રધાનની સલામતી માટે પેાલીસની મેટી ફોજ સતત ફરતી રહી. કહેવાય છે કે વડા પ્રધાનની આ ૩૪ સભાઓ પાછળ રાજ્યને બે કરોડ રૂપિયાનું ખરચ થયું હશે. લોકોને ઘણી લાલચ આપી, વચના આપ્યાં, ખાંડના ક્વેટા ૨૫૦ ગ્રામ હતા તે વધારી બે કિલા કર્યો. વાવાઝોડા માટે સહાયનું બહાનું કાઢી મુખ્ય મંત્રીના ફરમાંથી ૨૮ લાખ રૂપિયા લોકોમાં વહેંચ્યા. કોંગ્રેસ - આઈનું પૂરું કટક ગઢવાલમાં ઊતરી પડયું. ભજનલાલ, રામલાલ વગેરે મુખ્ય મંત્રી, કેન્દ્રના પ્રધાન અને બીજા મહારથીઓ પ્રદેશને ઘૂમી વળ્યા. પણ એટલેથી સંતોષ ન લેતાં, હરિયાણા અને હિમાચલ પ્રદેશની પાલાસ ટુકડીએ ગઢવાલમાં ઊતરી પડી. એમ વાત બહાર આવી છે કે અન્ય રાજ્યોની આ પેાલીસ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીની વિનતિથી નહિ, પણ સીધા દિલ્હીના હુકમથી ગઢવાલ ગઈ હતી. ઉત્તર પ્રદેશની પેાલીસના વિશ્વાસ નહોતા? કેટલી ધાકધમકી. લાંચરુશ્વતો, કાવાદાવા થયા હશે તે તે પૂરી તપાસ થાય ત્યારે ખબર પડે. પણ મતદાન સ્થળા - પેલીંગ બૂથા - બળજબરીથી કબજે કરાયા એવી ફરિયાદ બહુગુણાએ મુખ્ય ચૂંટણી અધિકારીને કરી અને ચૂંટણી રદ કરાવી. સમસ્ત મતવિસ્તારની ફરી ચૂંટણી કરવા બહુગુણાએ માગણી કરી અને પુરાવાઓ રજૂ કર્યા. મુખ્ય ચૂંટણી અધિકારી શધરે નીડરતાથી તપાસ કરી. આ માંગણી મંજૂર રાખી એ બહુ મેટો અને અગત્યનો બનાવ છે. શાસક પક્ષનું કલંક છે.
આ બનાવનું મહત્ત્વ સમજી લેવાની જરૂર છે. હવે પછીની ચૂંટણીઓમાં શું થશે તેની આગાહી છે. સરમુખત્યારી રાજ્યોમાં ચૂંટણીઓ થાય છે. એક જ પક્ષ ઉમેદવારો ઊભા રાખી શકેછે. ૯૫૯૮ ટકા મત મળે છે. આપણે ત્યાં આવું ન થાય તેમ હવે કહી શકાય તેમ નથી. બહુ ગુણાને હરાવવા ઈન્દિરા ગાંધીએ આટલી બધી જહેમત કેમ ઉઠાવી ? ઈન્દિરા ગાંધી સામે બળવા કરી ચૂંટણીમાં ફરી ઉમેદવારી કરવાની ધૃષ્ટતા કરવા માટે બહુગુણાને બરાબર પાઠ શીખવવા અને તેના દાખલા બેસાડવા એવા ઈરાદા દેખાઈ આવે છે. બહુગુણા ચૂંટાઈ આવ્યા હોત તો શું આભ તૂટી પડવાનું હતું ? પણ ઇન્દિરા ગાંધી હવે કોઈની હિંમત સહન કરી શકે તેમ નથી. એક જ પક્ષનું શાસન ભવિષ્યમાં રહેશે એવાં ચિહન જણાય છે. લોકશાહીનું, ખોખું - ચૂંટણીને દેખાવ રહેશે. તેના પ્રાણ નહિ હોય. બહુગુણાએ હિંમત કરી, શકધરે નીતરતા બતાવી તેથી ગઢવાલની ચૂંટણીનું રહસ્ય ખુલ્લું થયું. બીજે શું નહિ ત્યું હોય ! અમેઠીમાં શું થયું હશે? હવે પછી કોઈ હરીફાઈ કરવાની હિંમત જ ન કરે એવી પરિસ્થિતિ સર્જાય તેને આશ્ચર્ય નહિં. ગઢવાલમાં ફરી ચૂંટણી થાય ત્યારે શું થશે તે જોવાનું રહે છે.
મુખ્ય ચૂંટણી અધિકારીના નિર્ણય બતાવે છે કે હજી આપણાં દેશમાં લાકશાહી જીવંત છે. ચૂંટણીમાં ગેરરીતિઓ ઘણી થાય છે અને દરેક ચૂંટણી સમયે હારેલા પક્ષ તરફથી ગેરરીતિઓના આક્ષેપો કરવામાં આવે છે, પણ ચૂંટણી અધિકારી પાસે સબળ પુરાવા હાય ત્યારે જ આક્ષેપ સ્વીકારવામાં આવે છે. ગઢવાલની ચૂંટણીનું મહત્ત્વ જોતાં ચૂંટણી અધિકારી સમક્ષ સબળ પુરાવા ન હોત તો આવા નિર્ણય લેત નહિ.
ચૂંટણી અધિકારી આવા નીડર નિર્ણય લઈ શકે છે કારણ કે તે સરકારના હાથ નીચે કામ કરતા અમલદાર નથી, પણ સીંધા રાષ્ટ્રપતિના હાથ નીચે કામ કરે છે અને તેથી ન્યાયતંત્ર પેઠે સ્વતંત્ર છે. ચૂંટણી અધિકારીને નિર્ણય અંતિમ ગણાય છે અને તેને કોર્ટમાં પણ પડકારી શકાતા નથી. ચૂંટણી મુકત અને ન્યાયી થાય તે માટે ચૂંટણી અધિકારીને આ રીતે બંધારણમાં ન્યાયતંત્ર જેવું સ્વતંત્ર સ્થાન આપવામાં આવ્યું છે.
સત્તાકાંક્ષી રાજકીય પક્ષોને આ ખૂંચે તે સ્વાભાવિક છે. તેથી કોંગ્રેસ-આઈના મંત્રીએ એક નિવેદન દ્રારા પાર્લામેન્ટની તાત્કાલિક ખાસ બેઠક બાલાવી બંધારણમાં અને ચૂંટણીધારામાં ફેરફાર કરી, ચૂંટણી અધિકારીની સત્તા મર્યાદિત કરવાની માંગણી કરી છે. આ અમંગળ એંધાણ છે. હું આશા રાખું છું કોંગ્રેસ-આઈ પક્ષ આવું લોકશાહીને હાનિકારક પગલું નહિ ભરે,
૨૫-૬-૮૧
ચીમનલાલ ચકુભાઈ
ઋણ સ્વી કા ર
[] ચંદ્રા હરસુખ શાહુ
નવમનમાં ઉદભવતી લાગણીઓ! હંમેશાં પ્રગટ થવા માગે છે. વર્તન, વાણી, લેખન કે રૂદન દ્વારા એને વહાવી દઈએ એ જ આપણુ આશ્વાસન.
તા. ૧-૭-૮૧
રું મન પણ લાગણીઓના કંઈક અવ્યકત બાજ ઉપાડીને ભારે થઈ ફર્યા કરે છે. એને ક્યાંક તા જઈને પ્રતિબિંબિત થઈ જવા દેવું છે.
મા વિનાની એક નિ:સહાય બાળકીને માતા સમાન બંનેની જરૂરી. માવજત મળી.
પ્રગતિમાં સતત સહાય અને સહયોગ આપે એવા પ્રેરક પિતાની ઓથ મળી.
સહૃદયી અને સ્નેહાળ મિત્રએ અનેક જાતના આશ્વાસન આપ્યાં. સ્વજનોની સાર-સંભાળ અને સહાનુભૂતિથી જીવન સહ્ય બન્યું.
જેમના સહજ વ્યવહારમાં વ્હાલ વરતાનું રહ્યું છે એવા પરમ મિત્ર સાથે લગ્ન થયાં અને સાચે જ પ્રભુતાએ પ્રવેશ કર્યો-સંસારમાં પરિણીત જીવનમાં તે મને એક નહિ, અનેક સૌભાગ્ય સાંપડયાં.
જેમનું જીવંત દષ્ટાંત અને દષ્ટિ બંને અમે ગૌરવભેર અનુસરીને અપનાવી શકીએ એવા દેવપુર ના વંશવૃક્ષના અમે અંશ બન્યા.
મમતાળુ સાસુ દ્વારા માતૃત્વના ખૂટતો અનુભવ મળ્યા અને ભાવનાઓના મારા ઉમળકાને માનપૂર્વક ઝીલે તેવા ભાઈ અને ભાભીની ખેટ પણ પુરાઈ.
જન્મી ત્યારથી તે આજ સુધી પ્રભુએ કાળજીપૂર્વક મને કશાયથી વંચિત નથી રાખી.
પુત્રા દ્રારા મને અન્ય મૈત્રી મળી અને દીકરીની ગા પારકી પુત્રીઓએ આવીને અમારા ઘરને સાવ જ પેાતાનું બનાવી લીધું છે. વધારામાં પ્રભુના પ્રેમનું જીવતું જાગતું પ્રતીક બાળસ્વરૂપે અમારી પાસે આવી પહોંચ્યું છે.
કેવા કેવા સુંદર, અતિસુંદર આત્માઓના સુભગ મિલન સંયાજાયા છે આટલી અલ્પ સફરમાં!!
જીવનપથ પર પસાર થતા સહયાત્રીઓ પાસેથી ઘણી અમૂલ્ય સામગ્રી મને મળી છે. એ સહુના આધારે જ જીવન જીરવાયુ, જીવાણું, પાંગર્યું અને પ્રફુલ્લિત બન્યું છે.
આટલા બધા અપાર ત્રણને એક્વાર તેા એકરાર કરી લેવા છે. પરદેશમાં । Mother's Day, Father's Day, Teacher's Day એવા Thanksgiving.ના અવસરો જ મુકરર કરાયેલા હોય છે જેથી દરેક વ્યકિત નિ:સંકાચ પેાતાનું ઋણ કબૂલ કરીને અન્યને બરદાવી શકે છે.
ઈશ્વરની અસીમ કૃપાએના મહાસાગર મારી સામે વિસ્તરેલા પડયે છે. એના મેજે મજે મને મારી અધૂરપ અકળાવે છે અને કૃતાર્થતાથી માથું નમી જાય છે.
મારી પાત્રતાથી અધિક સ્નેહ અને સદ્ભાવ હું પામી છું. જીવનમાં જેમની હાજરી માત્રથી ટૂંક અનુભવી છે એ સહુને મારાં શત્ શત્ વંદન હૉ.
મારી પ્રાર્થના છે કે ‘પ્રભુ’, મને સમય અને સામર્થ્ય આપે। કે જેટલા મેળવ્યા છે એથી અધિક પ્રેમ હું મારી આસપાસ વેરીને ઋણમુક્ત થઈ શકું.
સંપાદક: પ્રકાશક:
(પુન મુદ્રણ) લેખક:
પ્રકાશકઃ
સાભાર સ્વીકાર ટ્રસ્ટીશિપ :
ભાગીભાઈ ગાંધી વિશ્વમાનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટ જ્યુપીટર એપાર્ટમેન્ટસ, વડોદરા-૫ મૂલ્ય: રૂપિયા વીસ જેલ ઓફિસની બારી વેરચંદ મેઘાણી લેકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર. મૂલ્ય : રૂપિયા સાત