SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ 2 ૧૫૬ ૧૯૫૦ના જમીન ટોચ મર્યાદાના કાયદા મુજબ પહાડના કબ્જે લીધા. આણંદજી કલ્યાણજીના પેઢીએ બિહાર સરકાર સાથે કરાર કરી, કેટલાક હકો મેળવ્યા. દિગમ્બરોએ મહેનત કરી, તેમને પણ બિહાર સરકારે એવા જ કરાર કરી આપ્યા. પરિણામે, બન્ને પક્ષોના હૃદાવા થયા. જેથી લડત ચાલુ છે. શિખર ઉપર દિગમ્બરોને યાત્રાર્થીઓ માટે એક ધર્મશાળા (વિશ્રામસ્થાન) બાંધવી છે. ત્યાં કોઈ રાત રહેતું નથી. પણ તે માટે શ્વેતામ્બરા-આણંદજી કલ્યાણજીની પેઢીની મંજુરી મળતી નથી. પ્રબુદ્ધ જીવન કેસરિયાજીના પણ કાંઈક એવા જ ઈતિહાસ છે. તે પણ જંગલમાં છે, જયાં જવું બહુ કઠીન હતું. દિગમ્બરાના કહેવા પ્રમાણે આ દિગમ્બર તીર્થ હતું. ઉદેપુર શજયમાં શ્વેતામ્બરો અધિકારપદે હતા ત્યારે આ તીર્થમાં તેમની લાગવગ અને વહીવટ થયા. કેટલીય વખત તકરારો થઈ. ધ્વજ-દંડ બાબત એટલી મેાટી તકરાર થઈ કે કેટલાક મૃત્યુ થયા. ઉદેપુર રાજ્યે ૫૦-૬૦ વર્ષ પહેલા મન્દિરના વહીવટ પેાતાના હસ્તક લીધા અને હજી પણ રાજ્ય હસ્તક જ છે. પરિણામે અન્ય ધર્મી એના સારી પેઠે પગ પેસારો થયેા છે. થોડા વર્ષો પહેલા, શ્વેતામ્બરોએ વહીવટ પેાતાના હસ્તક લેવા રાજસ્થાન હાઈકોર્ટમાં રીટ અરજી કરી. આ રીટ અરજીમાં રાજસ્થાન સરકારે એટલે સુધી કહ્યું કે આ હિન્દુ તીર્થ છે. રાજસ્થાન હાઈકોર્ટે તેને શ્વેતામ્બર તીર્થ ઠરાવી, શ્વેતામ્બરાને વહીવટ સોંપવા તેવા ચુકાદા આપ્યો. આ રીંટ અરજીમાં દિગમ્બર પક્ષકાર ન હતા તેથી આ ચુકાદો તેમને બંધનકર્તા ન હતા. રાજસ્થાન સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટમાં દિગમ્બરો હાજર થયા અને પૂરી હકીકતો રજૂ કરી. સુમ કાર્ટે આ ચુકાદો રદ કર્યો અને આ તીર્થ હિંદુનું નહિ તેમજ કોઈ સંપ્રાયનું નહિ પણ જૈનાનું છે એમ ઠરાવ્યું. રાજસ્થાનમાં પબ્લિક ટ્રસ્ટ એકટ છે. તે મુજબ પોતાના તીથેના વહીવટ દરેક ધર્મના અનુયાયીઓ પાતે કરે એવા પ્રબંધ છે. શ્વેતામ્બર–દિગમ્બર બન્ને મળી, સરકારને અરજી કરે તે આ તીર્થના વહીવટ જેના હસ્તક આવે અને બન્ને સાથે મળી વહીવટ કરી શકે, સુપ્રીમ કોર્ટના ચુકાદાને સાત વર્ષ થયા પણ હજી એટલું કરી શક્યા નથી. તેથી વહીવટ સરકારને હસ્તક જ છે અને અન્ય ધર્મીઓન પગપેસારો વધતા જાય છે. જૈના સવેળા નહિ જાગે તો સુપ્રીમ કોર્ટે જૈન તીર્થ જાહેર કર્યું હોવા છતાં, હકીકતમાં હિન્દુ તીર્થ બની જશે. તા. ૧૬-૧-૮૧ પેઠે સંગઠિત થયું છે અને તે પણ પુરુ લડી લેવા તત્પર થયા છે. હું આટલા બધા ડ્રેસા થયા તેમાં કેટલાકમાં ખોટા દસ્તાવેજો ઉભા કરવા અને ખટા સાક્ષીઓ લાવવાના કિસ્સા પણ બન્યા છે. વહીવટ જેનાં હસ્તક હોય તેમ પૂર્તિનું સ્વરૂપ અથવા ચરણે બદલાવી નાખે ટોળું પણ બન્યું છે. ક વખત સમેતિશખર ઉપર એકે ચરણા બદલાવી નાખ્યા. મામલા પ્રીવી કાઉન્સીલ સુધી ગયો અને પૂર્વે હતા તેવા ચરણા મૂકવા હુકમ થયો અંતરિક્ષજી તીર્થા પ્રમાણમાં નાનું છે. તેમાં ત્રુંજય, કે સમેતશિખરનું સૌંદર્ય નથી કે આબુ અથવા રાણકપુરની ભવ્યતા નથી, અરપુર નાનું ગામડું છે, મૂતિ ભોંયરામાં છે જૈનોની વસતિ પણ બહુ નથી. દિગમ્બરોના કહેવા મુજબ દિગમ્બર સ્મૃતિ છે, શ્વેતામ્બરાના કહેવા મુજબ શ્વેતામ્બર મૂર્તિ છે. પ્રીવી કાઉન્સીલ સુધી લડયા છે. મારામારી અને ફોજદારી ડેરા થયા છે. લંડનમાં બેઠેલ અંગ્રેજ જજોએ શુકાદો આપ્યો કે બન્ને પક્ષ ત્રણ ત્રણ કલાક વારાફરતી પૂજા કરી શકે. એટલે ત્રણ કલાક ચક્ષુ ચડાવે, પાછા ઉતારી નાખે, વળી ચડાવે. મૂર્તિ ઉપર લેપ હતો, ફરી લેપ કરવાની જરૂર પડી અને હતો તે લેપ ઉખાડયો ત્યારે દિગમ્બરોએ કહ્યું કે હવે દેખાય છે કે દિગમ્બર મૂર્તિ છે, એટલે ફરી દાવાઓની પરંપરા શરૂ થઈ અને ચાલે છે. એક ધર્મશાળા બાબત પણ કાંઈક તકરાર છે. અંતરિક્ષજીમાં શ્વેતામ્બરોએ બીજું મોટું મંદિર પણ બાંધ્યું છે. હવે, મુંબઈમાં એક શ્વેતામ્બર મુનિરાજે આ લડત કરવા એક કરોડ રૂપિયા ભેગા કરવાની જાહેરાત કરી છે અને જોરદાર પ્રવચનો થાય છે. દિગમ્બર સમાજ પણ નર્વાણમહોત્સવ દરમ્યાન સારી મે આ બધું લખ્યું છે તે કોઈને દોષ દેવાના ઈરાદે લ] નથી. ઊંડા ખેદ થાય છે. શેને માટે આ બધું? ધર્મને નામે ? ભગવાનને નામે? તટસ્થભાવે અને શુદ્ધ બુદ્ધિથી વિચાર કરીએ તે જરૂર લાગશે કે આ ઝઘડાનું સમાધાન અઘરી નથી. સામ્પ્રદાયિક મમત્વ અને માલિકીની ભાવના ન રહે તે સમભાવપૂર્વક નિરાકરણ તુરત થઇ શકે. અનેકાન્ત અને સમત્વની વાતે કરવાવાળા જેની પોતાની બુદ્ધિનું આણું દેવાળું બતાવે ત્યારે શરમથી માથું નીચું નમે છે. ભગવાન મહાવીર નિર્વાણ હોત્સવ દરમિયાન આ બધા મતભેદેને દૂર રાખી, દીર્ધદષ્ટિથી, ધર્મભાવનાથી, બધા જેનાએ એક થઈ ભવ્ય ઉત્સવ ઉજચે, અનેક સંસ્થાઓમાં, વ્યવહારમાં, વ્યાપારમાં, સંબંધોમાં, ગાઢ રીતે સંકળાયેલા આપણને સૌને એટલી સદ્દબુદ્ધિ ન સુઝે કે ધર્મને નામે અને ભગવાનને નામે લડવામાં, ઉશ્કેરણી કરવામાં, ધર્મની હાંસી ઉડાવીએ છીએ, ભગવાનનું ઘેર અપમાન કરીએ છીએ! આપણી પાસે પૈસા થયા તેના સદુપયોગ કરવાનો બીજો કોઈ માર્ગ ળતો નથી કે લડવા માટે લાખા વેડફી નાખીએ? હ મોડું થયું નથી. જાગવાના સમય પાકી ગયો છે. પૂર્ણ સદ્ભાવપૂર્વક આ લખ્યું છે. કોઈને ખોટુ લાગે તા હામા માગી લઉં છું. જીવન વિકાસ જીવનવિકાસ પરત્વે એટલે કે દિલનો ભાવ પ્રગટાવવા પર વે જ વિશેષ ને વિશેષ મહત્ત્વ આપણે પ્રગટાવ્યા કરવાનું છે. જીવન જે જીવવું જ હાય તો જીવન વિકાસના યશ કાજે, ીફીટી સર્જ રીતે ફના થઈ જવા કાજે, એવી જીવનની ફનાગીરીમાંથી જ જીવનની કોરમ પ્રગટે છે. જીવનનું ઘડતર કંઈ એમ ને એ બનતું નથી. એ કાજે તો હથેોડાના ઘા પણ સહન કરવા પડે છે, ચારે બાજથી તથા ઉપ અને નીચે ટીપાછું પડે છે. જીવનમાં વ્યવસ્થિતિ પ્રગટાવો. જે જે કર્મ મળેલું છે, તેમાં વ્યવસ્થા, ખંત, ઉત્સાહ હિંમત, સાહસ, ધીરજ, સહનશકિત વગેરે વગેરે પ્રગટાવવાનું આપણાથી નહિ બની શકર્યું, તો જીવનવિકાસના ક્ષેત્રમાં આપણે બીજું બળ કર્યોથી પ્રગટાવી શકવાનાં છીએ શ્રી પરમાનંદુ કુંવરજી કાપડિયા પરિતોષિક સમાજશિક્ષણ વિષયક અને ચિંતનાત્મક લેખો અંગે બે વર્ષના ગાળામાં પ્રગટ થયેલી કૃતિ તરીકે શ્રી શાસ્ત્રી જયેન્દ્રભાઈ દવે કૃત શિક્ષણ પરિભાષા કોશ'ને રૂા. ૫૦૦નું પારિતોષિક, સણાસરા જ્ઞાનસત્ર સમયે, તા. ૨૭ ડિસેમ્બરે ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રથમ બેઠકમાં પ્રમુખશ્રીના હસ્તે એનાયત કંરવામાં આવ્યું હતું.
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy