SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬૬૮૧ સ્વ. પૂજ્ય શ્રી તસ્વાનંદવિજ્યજી મહારાજ | [] ડે. રમણલાલ ચી. શાહ “રમ પૂજ્ય મુનિ મહારાજ શ્રી તવાનંદવિજયજી રવિવાર તારીખ ૩૧મી મે, ૧૯૮૧ના રેજ સવારે દાદરના જાનમંદિરના ઉપાશ્રયમાં કાળધર્મ પામ્યા. છેલલા લગભગ એક મહિનાથી તેમની તબિયત અરવસ્થ રહેતી હતી. તેમને અવારનવાર તાવ આવતે હતા અને તેને લીધે તેમનાથી ખેરાક લેવાતે નાતે. છેલ્લે છેલ્લે તેમને તાવ અચાનક એકદમ વધી ગયે. દાકતરી નિદાન થાય તે પહેલાં અને તેમને હોસ્પિટલમાં લઈ જવાય તે પહેલાં એમણે દેહ છોડ. સમાધિપૂર્વક તેઓ કાળધર્મ પામ્યા. છેલલા મહિનામાં હું તેમને વંદન કરવા માટે બે વાર ગયે હતે. લગભગ મહિના પહેલાં પહેલી વાર ગયા હતા ત્યારે એક કલાક તેમની સાથે વાતચીત કરી હતી. પિતાને તાવ આવે છે તેને ઉલ્લેખ તેમણે કર્યો હતો. તેમના ચહેરા ઉપર જોઈએ તેટલી પ્રસન્તી જણાતી ન હતી. બીજી વાર ગયે તેઓ કાળધર્મ પામ્યા તેના દસેક દિવસ પહેલાં, ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન હતા. તેમણે ક., ‘તમે આજે આવ્યા તે સારું કર્યું. ગઈ કાલે આવ્યા હોત તો બહુ બેસી શકતા નહિ. ગઈ કાલ સુધી મને તાવ હતી. આજે સવારથી તાવ નથી. ખેરાક લેવાય છે અને પ્રસન્નતા અનુભવાય છે. તે દિવસે તેમની સાથે કલાક શાનગેષ્ઠિ ચાલી. તીર્થંકર પરમાત્માના મહિમા વિશે સમજાવતાં તેમણે કહ્યું કે તીર્થકરો જ્યારે સમવસરણમાં પધારે ત્યારે દેશના આપતાં પહેલાં ચતુર્વિધ સંઘને વંદન કરે કારણે કે સંઘ એ તીરૂપ છે. તેઓ ‘નમો સંઘસ્ય, નમે તી થ્થસ્સ” એમ કહ્યા પછી દેશના શરૂ કરે છે. એવી જ રીતે તીર્થકરો નિર્વાણ પામે ત્યારે એમના મુખમાંથી છેલ્લા શબ્દો નીકળે ‘નમે સંઘર્મ્સ, નમે, તી થમ્સ.' પૂજ્ય મહારાજસાહેબ સાથે તે દિવસે અરિહંત ભગવત, સિદ્ધ ભગવંત, કેવળી ભગવંત , ચૌદ પૂર્વધર સાધુઓ વગેરે વિશે ઘણી વાત નીકળી. તેઓ ખૂબ ઉત્સાહમાં ને ઉલ્લાસમાં હતા. તેમણે કહ્યું કે પોતે અંદરથી ખૂબ પ્રસન્નતા અનુભવે છે અને અંદર પ્રકાશ જાણે વધતા જતા હોય તેવું અનુભવાય છે. તે દિવસે તેમની તબિયત એટલી સારી હતી કે તેઓ આટલા જાદી કાળધર્મ પામશે એમ માની ન શકાય. તેમની ઉંમર પણ એવી મેટી નહોતી. તેમને હજુ સાઠ વર્ષ પણ પૂરાં થયાં નહોતાં. સ્વ. પૂ. તત્ત્વાનંદવિજયજી મહારાજનું નામ પહેલવહેલાં મેં સાંભળ્યું હતું. ‘નમસ્કાર સ્વાધ્યાય' નામને ગ્રંથ જૈન સાહિત્ય વિકાર મંડળ તરફથી પ્રગટ થશે ત્યારે. નવકારમંત્ર વિશે પાકતભાષાના લખાણનાં સંશોધન-સંપાદનરૂપે એ ગ્રંથ પ્રગટ થયે ત્યારે એના સંપાદક પૂ. શ્રી તન્વાનંદવિજયજીની વિદૂતાને પરિશ્ય થયો. ત્યાર પછી ‘નમસ્કાર સ્વાધ્યાય’ને બીજો ભાગ નવકારમંત્ર વિશેનાં પૂર્વાચાર્યોનાં સંસ્કૃત લખાણોનાં સંશોધન-સંપાદન રૂપે પ્રગટ થયા હતા. ત્યાર પછી, હજ થોડા વખત પહેલાં 'નમસ્કાર સ્વાધ્યાય’ને ત્રીજો ભાંગ નવકાર મંત્ર વિશેનાં જૂની ગુજરાતી ભાષાનાં લખાણ સંશોધન-સંપાદન તરીકે પ્રગટ થયા હતા. . પૂ. શ્રી વિજયેધર્મસુરીશ્વરજીની નિશ્રામાં સાતાઝમાં એ ગ્રંથના પ્રકાશને સમારોહ યોજાયું હતું, તે પ્રસંગે મને બોલાવા માટે પૂ. તન્વાનંદવિજયજી. મહારાજે ખાસ કહ્યું હતું. એ દિવસે એમને ખૂબ ઉલ્લાર હતો, કેમ કે નમસ્કાર સ્વાધ્યાય વિશે તેમણે ઉપાડેલું સંશોધનકાર્ય વર્ષોની જહેમત પછી પૂરા થયું હતું. પૂ. તત્ત્વાનંદવિજયજીના સંશોધનને તેમ જ આરાધનાને મહત્ત્વને વિષય તે નવકારમંત્ર હતે. સંસ્કૃત, અર્ધમાગધી અને જની ગુજરાતી ભાષામાં એ વિશે લખાયેલા એવા તમામ ઉપલબ્ધ સાહિત્યને ઊંડો અભ્યાસ તેમણે કર્યો હતો. એમનું રાત-દિવસ ચિંતન-મનન પણ નવકારમંત્ર વિશે રહેતું. કેટલાક સમય પહેલાં એક સ્થળે ચાતુર્માસમાં દૈનિક વ્યાખ્યાન માટે પણ એમણે વિષય રાખ્યું હતું ‘નવકારમંત્રને. ચાર મહિના આ એક જ વિષય ઉપર વ્યાખ્યાન આપવાનું તેમના જેવા વિદ્વાનથી જ બની શકે કારણ કે એમણે એ વિષયનું તલસ્પર્શી અવગાહન કર્યું હતું. નવકારમંત્રમાં પ્રથમ પદ અરિહંત ભગવંતનું. અરિહંત ભગવંતના સ્વરૂપ વિશે પણ પૂ. તત્ત્વાનંદજી મહારાજે ઘણે જ | ઊંડો અભ્યાસ કર્યો હતો. એમણે ‘દેવાધિદેવ ભગવાન મહાવીર નામના ગ્રંથમાં ભગવાન મહાવીરના જીવન ચરિત્ર ઉપરાંત અરિહંત ભગવંતને વરૂપનાં વિવિધ પાસાઓને શાસ્ત્રીય દૃષ્ટિથી અને શાસ્ત્રગ્રંથમાંથી અનેક અવતરણ આપીને પરિચય કરાવ્યો છે. પૂ. મહારાજજીએ નમસ્કાર સ્વાધ્યાયનાં ત્રણ ગ્રંથે અને દેવાધિદેવ ભગવાન મહાવીરના ગ્રંથમાં એટલું શાસ્ત્રીય, વિદ્વતાપૂર્ણ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન કાર્ય કર્યું છે કે કોઈ પણ યુનિવર્સિટી એમને ડિ લિટની પદવી જરૂર આપી શકે. વિદેશના કેટલાયે વિદ્વાનોએ એમના આ ગ્રંથેની કદર કરી છે. વર્તમાન સમયના જૈન વિદ્વાન સાધુઓમાં ૫. તત્ત્વાનંદવિજયજીને આપણે જરૂર ગૌરવપૂર્વક ગણાવી શકીએ. પૂ. તત્ત્વાનંદવિજ્યજી તે પૂ. સ્વર્ગસ્થ આચાર્ય શ્રી લક્ષ્મણસૂરિના શિષ્ય શ્રી કીતિચંદસૂરિનો શિષ્ય હતા. તેઓ વતની કચ્છના હતા, પરંતુ તેમના પિતાશ્રી વર્ષો પહેલાં મહારાષ્ટ્રમાં આવીને વરયા હતા એટલે તવાનંદવિજયજીનો ઉછેર મહારાષ્ટ્રમાં થયો હતો એને લીધે તેઓ મરાઠી ભાષા પણ સારી જાણતા હતા. એમણે આરંભમાં કેટલાય ગ્રંથો મરાઠી ભાષામાં વાંચ્યા હતા. પૂ. તન્વાનંદજી મહારાજનો પ્રત્યક્ષ પરિચય મને ઈ.સ. ૧૯૭૪માં થયો ત્યારે તેઓ મુંબઈમાં રોપાટીના ઉપાશ્રયે ચાતુર્માસ માટે બિરાજમાન હતા. અમારા મકાનમાં પહેલે માળે આ ઉપાશ્રય હતા એટલે પૂ. મહારાજ પાસે વારંવાર જવાનું હતું. જૈન વિષયમાં મારી કેટલીયે શંકાઓનું સમાધાન એમની પાસે થતું અને માર્ગદર્શન - મળતું. એ સમયે એમનું પુસ્તક ‘દેવાધિદેવ ભગવાન મહાવીર છપાતું હતું. પૂ. મહારાજસાહેબના નિકટના સંપર્કમાં આવતાં એમની શાંત અને એકાંતપ્રિય પ્રકૃતિને વિશેષ પરિચય થયું. તેઓ ભકતામર સ્તોત્ર, મંત્રનો જાપ અને ધ્યાન ઉપર વિશેષ ભાર મુકતા. પાત્રતા જણાય તેવી વ્યકિતઓને તેઓ મંત્ર આપતા અને એથી લોભ થયાના ઘણા પ્રસંગે સાંભળ્યા છે. તેમની પોતાની પણ મંત્ર વિશેની ઊંડી જાણકારી અને અનેરી સાધના હતી એટલા માટે તેઓ એકાંતમાં રહેવું વિશેષ પસંદ કરતા. ભકતોની બહુ અવરજવર તેમને ગમતી નહિ. વંદન માટે આવેલી વ્યકિતઓ સાથે ઝાઝી વાત તેઓ કરતા નહિ કેમ કે તેથી એમની સાધનામાં વિક્ષેપ પડતું. તેઓ પોતાના વિહારની સમાચાર પણ બહુ પ્રસરાવતા. નહિ. ઉપાશ્રયમાં તેઓ બેઠા હોય ત્યારે મરતક ઉપર અને પગ નીચે ગરમ વસ્ત્ર રાખતા. તેઓ ઘણો ખરો સમય ધ્યાનમાં નિમગ્ન રહેતા, ગ વિઘાના પણ તેઓ ઊંડા જાણકાર હતા. તેમની કુંડલીની જાગૃત રહેતી. તેમને વિશાળ સાધુ સમુદાયમાં વિચરવું ગમતું નહિ. વ્યવહારના નિયમને ખાતર પોતાની સાથે એકાદ સાધુને રાખતા, પણ મનથી તેમને તે પણ બહુ ગમતું નહિ. છેલ્લા કેટલાક સમયથી તેઓ કોઈ કોઈ વખત એક્લા વિચરતા અને ઘણુંખરું પરાઓમાં રહેતા. મુંબઈ બાજુ પધારવા માટે મેં તેમને વિનંતી કરેલી, પરંતુ એમણે કહેલું કે ધ્યાનમાં અને જાપ માટે જેવું એકાંત પરાઓમાં મળે છે તેવું મુંબઈ બાજુ મળતું નથી. માટે મુંબઈ બીજુ આવવાને ભાવ ખાસ થતું નથી. છેલ્લા કેટલાક સમયથી તેઓ દાદરમાં જ્ઞાનમંદિરના ઉપાયમાં હતા. તેમનું ચાતુર્માસ ગારેગામમાં જવાહરનગરમાં નક્કી થયું હતું. થડા દિવસ પછી તેઓ એ તરફ વિહાર કરવાના હતા, પરંતુ એ પહેલાં તેઓ કાળધર્મ પામ્યા. પૂ. તન્વાનંદવિજ્યજી મહારાજના સ્વર્ગવાસથી જૈન સમાજને એક વિદ્રાન શાષક અને આરાધક શોધુના મટિી ખોટ પડી છે. એમના આત્માને કોટિ કોટિ વંદન હો! માલિક: શ્રી મુંબઈ જેન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫. સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ કોટ, મુંબઈ-૪૦ ૦૧.
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy