________________
૩૮
પ્રબુદ્ધ જીવન
ને ભીતર ત્યજેલા સંસાર ભણી મન પાછું વાળું લુબ્ધ થતું હાય તો આ ત્યાગ ટકશે નહીં. આ ત્યાગ પાછળ વૈરાગ્ય ન હોય તે પછી સાધક એક ક્ષણ ત્યાગી બીજી ક્ષણે ભાગી, એ બે દુનિયા વચ્ચે ઝોલાં ખાય છે. આ ત્યાગ પાછળ રામજણનું (Understanding) બળ હેાતું નથી. સાધના નિષ્ફળ જાય છે.
અથવા
પણ આ જ નિષ્કુળાનંદના બે કાવ્યેમાં વારેવારે સંબંધાની નિષ્ફળતાની, અસારતાની યાદ અપાવાઈ છે. 'No one belongs to anyone,' ‘All the relatives are selfish.' All these relatives are your enemies'. સ્વજનો અને સાંસાર માટેનાં આ વિધાના કેટલાક લોકો માટે શુક્રપાઠ જેવા થઈ ગયાછે. બધા જ સ્વજને સ્વાર્થી કે દુશ્મન છે એ માન્યતા સંબંધામાંથી આનંદ હણી લે છે. આખરે સંસાર અને સંબંધ બન્ને વ્યકિતના પેાતાના દર્શન, અનુભવ પર અવલંબે છે અને એ બન્નેનું મૂલ્ય વ્યકિતના પેાતાના પર જ આધાર રાખે છે. સાંસાર અને સંબંધેાના પેાતાના આગવા કોઈ જ મૂલ્યા નથી. તમે જે મૂલ્ય આપે! છે તે જ પ્રમાણે તેમાં તેવું દર્શન થાય છે. કયારેક આપણી પેક્ષાઓ, આપણા પોતાનાંજ વાણીવર્તન સંબંધોને હાનિકારક નિવડતાં હાય છે. એકાદ બે કડવા અનુભવ કે સંબંધની નિષ્ફળતાના દોષ આપણે કયારે સ્વજન પર ઢોળી દઈ બધા જ સંબંધીઓ નકામા એવું સમીકરણ Generalisation કરી લઈએ છીએ. આ પ્રકારની માન્યતા લઈ જીવવું ખૂબ મુશ્કેલ બની જાય. અથવા દંભી પણ બને. આવી નકારાત્મક માન્યતા કરતા સાંધામાંથી આસકિત ઉઠાવી લઈ નિર્મળ પ્રેમની સ્થાપના મને વધારે ગમે.
ભારતીય દ્વારા જ ભારતીય સંસ્કૃતિની ઉપેક્ષા!!! [] શાંતિલાલ ટી. શેઠ
ભારતની સંસ્કૃતિ જંગલો–વનીથી વીંટળાયેલા આશ્રમ અને ગામડાંઓની હતી. સા વર્ષ પહેલાં પણ માણસ અંતેષપૂર્વકનું જીવન જીવતા હતા અને તેને જે મળે તે રાજીખુશીથી સ્વીકારી જીવતા અને મનની સ્થિરતા કે મનનો આનંદ ગુમાવતે નહોતો. આખા દિવસની રોજી આઠ આના કે રૂપિયા મળતા તે પણ તેને સંતાપથી ઊંઘ આવી જતી હતી કારણ કે જેને વધારે મળતું હતું તેની તેને ઈર્ષ્યા નહાતી થતી. ગ્રામ જીવન સાવિક હતું. અને દરેક માણસ તંદુરસ્તીભર્યું જીવન જીવતા હતા કારણ ત્યાં મોટા વ્યસનો નહોતાં અને જીવનની અનિયમિતતા નહોતી. ત્યારે બે વખત સાદું ભાજન લેવાનો રિવાજ હતો. મીઠાઈ કે તળેલા પદાર્થો તા કયારેક પ્રસંગ હોય અથવા તા કોઈ તહેવાર હાય ત્યારે જ ખાવા મળતા હતા અને એટલે એનો આનંદ મળતો હતા. ત્યારે વર્ષમાં એક જ વખત દિવાળી આવતી હતી જ્યારે આજે શહેરી જીવનમાં તો જાણે દરરોજ દિવાળી હાય એવી રીતે જીવવામાં આવે છે. છતાં તેને આનંદ નથી મળતા નથી માણી શકાતો.
આજે માણસનું મન ખૂબ જ અસંતોષી બની ગયું છે. તેને કોઈ વાતના સંતોષ નથી. ગમે તેટલું અઢળક નાણક કમાનારને પણ સંતોષ નથી. ગમે તેવા મેટા અધિકાર મળ્યા હોય તેને પણ સંતોષ નથી. તે વધારે ને વધારે ધનની અને મેટા હોદ્દાની અપેક્ષા રાખે છે અને એ રીતે જે સુખ મળ્યું છે તેથી સંતે નહિ માનતા. જે નથી મળ્યું તેની પ્રાપ્તિ માટે સતત દુ:ખ અનુભવે છે. એટલું જ નહિ, પરંતુ તેના માટે કાવાદાવા કરે છે. અસત્ય આચરે છે અને ગમે તેવા હલકા કામા કરવા પ્રેરાય છે.
તા. ૧૬-૬-૮૧
આજના માણસનો ધર્મ પણ ઉપલકીયા બની રહ્યો છે. તેનું ધર્મનું આચરણ નથી હોતું, પરંતુ અન્યને દેખાડવા પૂરતા દેખાવ જ તે કરતા હોય છે. દયા, કર ણા, સત્યાચરણ એને આજના માણસ ભૂલી ગયા છે અને ખોટી વાતને કે ખોટા વર્તનને બુદ્ધિ દ્વારા ઠેરવવા માટેના તેના સતત પ્રયત્ન હોય છે. પછી તે ગમે તેવા મેટા બૌદ્ધિક હોય, પરંતુ તેની સૂક્ષ્મવૃત્તિ, તેને પેાતાને પણ. છેતરતી હોય છે અને તે પેતે સાચે માર્ગે છે એવું તેને ઠસાવતી હાય છે એટલે તે કહેતે હાય છે કે હું બધું જ સાચું સમજું છું. સત્યાચરણ કર્યું છું. પરંતુ જો તેને તાત્ત્વિક રીતે તપાસવામાં આવે તે તેની પાછળ તેના સુક્ષ્મ દંભ ડોકિયાં કરતે જોવામાં આવે છે અને તે પોતાના સૂક્ષ્મ અહંથી જ દારવાતા હોય છે. કિ આજની આધ્યાત્મિક શિબિરો ભરાતી હોય છે તે પણ ગતાનુગતિક અને દેખાદેખીનું જાણે સ્વરૂપ ન હોય એવું લાગેકારણ નિયમિત રીતે આધ્યાત્મિક શિબિરોમાં અવારનવાર ભાગ લેનારા સજજનોને જો ઊંડાણથી તપાસવામાં આવે તે તેમનામાં અધ્યાત્મવાદના દર્શન થતાં નથી. તેઓ પોતે પણ આ વાત જાણતા હાય છે. એમ છતાં તમાચા મારીને ગાલ લાલ રાખવાની હંમેશાં પ્રયત્ન કરતા જોવામાં આવે છે કારણ તેઓ જાગૃત અવસ્થામાં નથી હોતા. અધ્યાત્મવાદ એ શું કહેવાય – તેનું મૂલ્ય શું ? તેની ફલશ્રુતિ શું હોઈ શકે? અને અધ્યાત્મવાદના ઊંડાણમાં ઉતરેલ માણસના વાણી, વર્તન અને જીવન કેવા શુદ્ધ કાંચન જેવા હોય? તેને તેમને ખ્યાલ નથી હોતો પરંતુ ઉપરછલ્લું જ જોવા મળે છે.
આવી રીતે આપણી ભારતીય સંસ્કૃતિના હારા થવાનું મુખ્ય કારણ શહેરી સંસ્કૃતિ છે અને કેન્દ્રીરણ એ તેનો મોટો દુશ્મન છે. આ બાબત સજાગ થવાની જરૂર છે. વસતિવધારાએ પણ માઝા મૂકી છે.
=
આજે આપણે જે રીતે જીવી રહ્યા છીએ, જે વ્યવહાર કરી રહ્યા છીએ, જે રિવાજોમાં રાચી રહ્યા છીએ, આપણી રમતગમત, આપણા લગ્નાદિ રિવાજો, આપણા જમણવારો, આપણા અભ્યાસક્રમ વગેરેમાં કાંય આપણી સંસ્કૃતિના દર્શન થાય છે ખરાં! આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે પૂરેપૂરા રંગાઈ ગયા છીએ. ભારતીય સંસ્કૃતિના ઓછાયા પણ આપણને અભડાવતો હોય એવી આપણી વૃત્તિ બની રહી છે. આપણે આપણાપણું સાવ ખોઈ બેઠા છીએ. આજે આપણે અર્થના ગુલામ બની ગયા છીએ. પૈસા એ જ સર્વસ્વ છે એ રીતે આપણે આજના સમાજનું ઘડતર કર્યું છે. ચારિત્ર્ય, વિશ્વાસ, લાગણી, હેત-પ્રિત, અંતરના પ્રેમ, આમન્યા, બહાદુરી અને ઈશ્વરભકિત - આ બધાના આપણે ત્યાગ કર્યો છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે પૂરેપૂરા રંગાઈ ગયા છીએ એટલે આપણે ત્યાં જે પીઢતા હતી તે પણ પરવારી ગઈ છે. નથી રહ્યો આજે કોઈ રાષ્ટ્રીય પીઢ નેતા કે જે રાષ્ટ્રને દોરી શકે! અને નથી રહી એવી કોઈ ધાર્મિક વ્યકિત કે જે ભારતના સમગ્ર માનવસમાજને પાતા તરફ ખેંચી શકે. આ જ કારણે આપણા કોર્પોરેશનમાં, ધારાસભામાં અને લોકસભામાં સુદ્રા બેફામ રીતે સભ્યો વર્તે છે અને કયારેક મારામારી પર પણ આવી જાય છે – આવા રાજકારણીઓએ જ આપણી સંસ્કૃતિનો ભાંગીને ભુક્કો ર્યો છે અને આજના નાગરિકો ગાડરિયા પ્રવાહની માફક અજાગ્રત મન સાથે તેમની સાથે ઘસડાય છે. આ રીતે ભારત દેશ અસ્તાચલ પરથી ચલીત થતા થતા ઊંડી ખાઈમાં તરફ પ્રયાણ કરી રહ્યો હોય એવી ભીતિ લાગે છે. જાગ્યા ત્યારથી સવાર ગણીને “હવે રૂક જાવ” એમ કહેનાર વીરલા પાકે અને ભારતની સંસ્કૃતિ ટકાવી રાખવા માટે કારણભૂત બને એવી અંત:કરણપૂર્વકની પ્રાર્થના ઈશ્વરને કરવા સિવાય આજે બીજો કોઈ રસ્તો દેખાતો નથી.
આને કોઈ નિરાશાવાદ કહીને રખે મૂલવે- આ તે સમયસરની ચેતવણી છે અને સંકટ સમયની સાંકળ ખેંચવાનો ફકત પ્રયત્ન જ છે. ભાવિના ગર્ભમાં શું હશે તે તે ઈશ્વર જાણે. આપણી શુભકામનાને લગતા અવાજ ઈશ્વર સાંભળે એટલી જ પ્રાર્થના.