SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૮૧ જિંદગીની શ્રેણ્વય નિરર્થક વહી જાય છે, ને જ્યારે આંખ ઉઘડે છે ત્યારે એટલું મોડું થઈ ગયું હોય છે કે ઊંડાણભરી પ્રાર્થનાને જવાબ ઈશ્વરને નકારમાં જ આપવું પડશે તેવી પરિસ્થિતિને અહેસાસ કરવા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી હોતે. - પ્રાર્થના કરવા છતાં ય, તેના ચમત્કારને સ્પર્શ ન પામી શકાય ત્યારે, નાસીપાસ થતાં પહેલાં, થોડું સર્વગ્રાહી નિરીક્ષણ આપણને લાભદાયી નીવડી શકે. અસદ્ -વૃત્તિના છેદને સવૃત્તિના સરવાળારૂપે પ્રાર્થના પરિણમવી જોઈએ. સવૃત્તિમાં પણ સ્વાર્થના સ્થાને પરમાર્થને પ્રથમ સ્થાને સ્થાપવું જોઈએ. આપણી આ પ્રકારની મહત્ત્વાકાંક્ષાની ઉંમર ગમે તેટલી મોટી હોય ને તેની પ્રાપ્તિ માટેની ઉત્કંઠિત પ્રાર્થના ભલે લાખવાર કરવામાં આવી હોય પણ જો પ્રાર્થનાને પ્રત્યુતર પામી ન શકાય તે, ઈશ્વરનાં પરમેશ્વરપણામાં કશુંક ખૂટે છે તેવી ભયંકર ભૂલભરી માન્યતાથી આશ્વાસન મેળવવાને બદલે આપણી મહત્ત્વાકાંક્ષાના પૂરક એવા ઉત્કટ ઉત્સાહને પરિપૂર્ણ પુરુષાર્થમાં કશુંક પાયામાં ખપનું તત્ત્વ ખૂટે છે - તેમ સમજીને સમાધાન સાધવું હિતકર નીવડશે. એટલે આપણી પ્રાર્થનામાં નહિ, પણ મહત્ત્વાકાંક્ષિત સ્થિતિ પ્રાપ્ત કરવાની આપણી તમન્ના તથા તાકાત - લાયકાતમાં શું ખૂટે છે તે શોધી કાઢવું અનિવાર્ય બને છે. આ શોધનકાર્ય જો સચ્ચાઈના પાયા પર હશે તે પ્રાર્થના કે પ્રભુમાં નહિ, પણ પિતાના પિતમાં ગૂંથાયેલા પાતળા ને નબળા તાણાંવાણાં ઊડીને આસાનીથી આંખે વળગશે. આવા નવળા તાણાંવાણી-વાળાજીવન પિતની પરખ (એ આપણી મહત્વાકાંક્ષાના રાક્ષાત્કાર અર્થે સર્વ શકિતમાન સમક્ષ કરેલી) - સહાયની માગણીને સફળ કરવામાં ઉપકારક ને ઉત્તેજક નીવડશે. આ વાતને બીજી રીતે વિચારીએ તો આપણા ઈરાદાએ સચ્ચાઈભર્યા ને પ્રાર્થના તલસ્પર્શી હશે. છતાં જે સફળતા સાકાર ન થતી હોય તો તેમ થવાનાં કારણે તપાસવા ઊંડું અવગાહન કરવું પડશે. તે દ્વારા તારવેલા તો અનુસારના ફેરફારો જીવનમાં તાત્કાલિક કરવા જેટલી તત્પરતા કેળવવી પડશે ને પ્રાર્થના અને સ્વપ્નસિદ્ધિના બે ઉr[ગશૃંગ વચ્ચેની ઊંડી ખીણ પૂરવા માટેની માણસ તરીકેની મથામણમાં તલભાર પણ ઊણાં ઉતરવા જેટલી અવાસ્તવિક બનવું પાલવશે નહિ. એમ છતાં, એ હકીકતને મહદઅંશે સ્વીકારવી પડશે કે કયારેક પ્રામાણિક પુરુષો દ્વારા પણ નિષ્ફળતાના કારણે શોધ્યા જડતાં નથી હોતાં. આ સંજોગોમાં ધીરજને ધારણ કરીને સમયને સરકવા દેવા સિવાય કોઈ ઉપાય ને રહે તે સ્વાભાવિક છે. ને ઘણાં જીવનચરિત્રો સાક્ષી પૂરે છે કે નિષ્ફળતાનાં કારણે નજર ન પડે ત્યારે, કયારેક તો એટલું મોડું થઈ ગયું હોય છે કે લમણે હાથ રાખી નસીબને નીંદવા સિવાય, આપણી પાસે મન મનાવી લેવા માટે એકે ય આશ્વાસન હાથવગુ હોતું નથી. આવી બેજલ પરિસ્થિતિ પેદા થવામાં નિષ્ફળતાનું કંઈક અનિવાર્ય કારણ છે કે તે આજે નહિ તો કાલે જરૂર પ્રત્યક્ષ થશે-ને કારણ દષ્ટિગોચર થવાની સાથે જ તેનું નિવારણ કરી આગેકદમ આદરી શકશું - આવી આશીવાદ આશ્વાસક ભાવનાને ટેકે જ અકથ્ય મનોવ્યથામાંથી આપણી જાતને ઉગારી શકે તેમ હોય છે. * આસપાસ નજર નાખશે તે, નસીબદારને હા ને બદનસીબને ના- ને પ્રત્યુતર પ્રાર્થનાના પડઘારૂપે પરમેશ્વર આપે છે. તે વિધાનને સિદ્ધ કરતા અનેક દટા નજરે પડશે ને સાથે સાથ કયારેક પરમેશ્વર પ્રાર્થનાને જવાબ હા કે ના સ્વરૂપે આપવાના બદલે ત્રીજા સ્વરૂપે આપતો સમજાય તે અશક્ય નથી. એક મળે ન મળે ત્યાં બીજા રમકડાં માટે હાથ લાંબાવતા બાળવૃત્તિના પ્રાર્થનાકારોને ત્રીજો જવાબ મળવા સંભવ છે. એટલે કે ત્રીજો જવાબ એવો પણ હોય કે - ધીરજ ધર. પ્રાર્થનાને પ્રત્યકા કરવા માટેની માનવીય મથામણ રાણે જાતને જોતરી દે. પ્રાર્થના પાર પાડવા હું સદાય તારી સાથે છું તારે વિજ્ય નિશ્ચિત છે. પ્રાર્થનાના પ્રત્યુત્તરો મહદઅંશે આ પ્રકારના હોવા છતાં, અળ એવી કઈ પ્રાર્થના નથી તે વિધાન સિપારા આપણી આસ્થા ઉત્સાહપૂર્વક આંટા મારતી હોય છે. પણ ચાપશે સર્વશકિતમાનની અપારશકિતના અનેકવિધ રાદિહોરે ૧ઃખી તથી પાર પામીને આપણે ઈશ્વરની ઈરછામાં ચાણી મામરજીને ઓગળવા દેવા જેટલી હદે તત્પર હોઈએ તેટલી હદે આપણી પ્રાર્થનાને પાર પાડવાને ને મોટા ભાગે પીગળી જવાને આધાર છે. રામ રાખે તેમ રહીએતેવી આત્મવિલેપનસિદ્ધ મીરાં કે હરિને અખિલ બ્રહ્માંડમાં જૂજવે રૂપે નીરખતે નરર્સ - જેવાં અનેક સાધુરાંત આપણને માર્ગ ચીંધી ગયા છે. આપણા આધ્યાત્મિક વારસાને આત્મસાત કરવાની તાલાવેલી આપણને એ માર્ગના અનુભવી બનાવશે. લેખક કે કથન વિચારાયાં છતાં, તેને સાર વિસારા નથી કે ઘણા પદાર્થોના એકાદ ટકાના લાખમાં ભાગને ય વિજ્ઞાનને પરિચય નથી. આવા અપાર અજ્ઞાન સામે ય, તેવા પદાર્થોને જીવનલક્ષી ઉપગ માણસ કરતો જ રહ્યો છે. આવું જ કંઈક પ્રાર્થના વિશે સમજીએ. પ્રાર્થનાની પ્રક્રિયા કે પ્રત્યુત્તારના રહસ્ય અંગે ભલે આપણું અપાર અજ્ઞાન આપણને મુબારક હો પણ આપણે પ્રાર્થનાની અજમાયશ કરતા રહીએ તે સ્થિતિ જીવનદાયી અભિગમ બની રહે છે. પ્રાર્થનાથી પ્રગતી પ્રભુમય પ્રેરણા દ્વારા ઈશ્વર આપણે ઉપયોગ કરી શકે તે તેના જેવી જીવનની બીજી શી સાર્થકતા હોઈ શકે. તેની ઈચ્છાની સર્વોપરિતાને સ્વીકારવાની શકિત આપણને પ્રાપ્ત થાય તેવી પ્રભુ - પ્રાર્થના શું ઓછી આહાદક છે? સમજતાં આવડે તે... મારે કેટલાંય વર્ષોથી હાથ જ લાંબે કરવો પડયો નથી. તે આ બધું જગત તમારું જ છે. તમને જોતાં આવડે, જગત દર્શન કરતાં આવડે, સમજતાં આવડે તે જગત તમારું જ છે! તમે જ માલિક છે ! મહીં આત્મા બેઠો છે તે બધું આપવા તૈયાર છે. પણ એને ઘડીભર એવી શ્રદ્ધા નથી બેઠી કે મને વાંધો નહીં આવે. જે શ્રદ્ધા બેસે તો કોઈ વાંધો આવતો જ નથી. આ તે કોના જેવી વાત? પૂજારી કહેશે, ભગવાન સૂઈ ગયા' તે સૂઈ જાય ! તે હિંમત જતી રહે બધી ! મહીં ભગવાન નિરંતર જાગૃતપણે બેઠેલા છે! જે શકિતએ જોઈએ તે માગવાથી મળે તેમ છે! દાદાશ્રી
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy