________________
૩૪.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૮૧
1
-
-
તેમને હાઈકોર્ટના જજ બનાવ્યા. બીજા જજ કુમાર સંબંધે પણ કાંઈક એવું જ છે. શું થાય છે તે હવે જોવાનું રહે છે.
આ બનાવને મેં કમનસીબ ઘટના કહી છે. સરકાર અને વરિષ્ઠ કર્ટ વચ્ચે અંતર વધતું જાય છે જે કોઈ રીતે હિતાવહ નથી. આ અંતરનાં મૂળ ઊંડા છે અને સંઘર્ષ વધે તે પરિણામે સારાં નહિ આવે તે ચિંતાજનક છે.
આપણા બંધારણમાં રાજયતંત્રના મુખ્ય ત્રણ વિભાગ છે: (૧) સરકાર-રોકઝીકયુટિવ, (૨) પાર્લામેન્ટ અથવા ધારાસભા- લેજીસ્લેટીવ, (૩) ન્યાયતંત્ર-જયુડી શિયર. આ ત્રણેને વિશિષ્ટ અધિકાર અને સત્તા છે. તે સાથે પરસ્પર સહકાર અને આદરથી કામ કરવાની ત્રણેની ફરજ છે. સરકારને રાજય ચલાવવું છે. પાર્લામેન્ટ દેશ અને રામાજ માટે કાયદા કરવા છે. ન્યાયતંત્રે તે કાયદાને અર્થ કરી,
ન્યાય આપવાને છે. પરસ્પર વિશ્વાસ અથવા સત્તાની ખેંચાતાણ હોય તે પરિણામ અનિષ્ટ આવે. પરસ્પરને આદર ન હોય તે સંઘર્ષ થાય. છેવટ સૌ માણસ છે અને રાગદ્વેષથી ખેંચાઈ જાય અને પિતાને ધર્મ ચૂકી જાય. સરકારે કરેલ હક-એકઝીકયુટીવ ઓર્ડર
અથવા પાર્લામેંટ કે ધારાસભાએ કરેલ કાયદાએ ન્યાયી અને બંધારણ પુર:સહ છે કે નહિ તેને નિર્ણય કરવાની કોર્ટને સત્તા છે. પણ રરકાર કે પાર્લામેન્ટ કરેલ બધું બેટું જ હશે એમ માની લઈ કોર્ટ ચાલે તે યોગ્ય ગણાય. સરકાર કે પાર્લામેંટે ખરેખર ગેરકાયદેસર કામ ક્યું હોય તે નીડરતાથી તેને રદ કરે તેથી દરમિયાનગીરી થાય છે એમ માની લેવાય તે પણ યોગ્ય છે. સૌ ભૂલને પાત્ર છે. બધાએ નિષ્ઠાપૂર્વક વર્તવું જોઈએ. રાજ્ય કેમ ચલાવવું તે સરકારે નક્કી કરવાનું છે. સમાજહિતમાં શું કાયદા કરવા તે પાર્લામેન્ટ કે ધારાસભાએ નક્કી કરવાનું છે. તેમણે ખોટું કર્યું હશે તે ચૂંટણી વખતે પ્રજા ન્યાય કરશે. તે પણ મૂળભૂત અધિકાર ઉપર તરાપ મારી. હોય કે ગેરબંધારણીય કામ થયું હોય તે ચૂંટણી રસુધી રાહ જોવાની જરૂર નથી. તે માટે કોર્ટો છે. સમાજહિત શેમાં છે તે વિષે જજોને પિતાને અંગત અભિપ્રાય હોવા સંભવ છે. Each has his own philosophy છતાં, તે જવાબદારી સરકાર કે પાર્લામેંટની છે એ ભૂલવું ન જોઈએ. કાયદાના અ કરવામાં ન્યાયતંત્રને વિશાળ અવકાશ છે અને અર્થ કરવાને નામે નવો કાયદો જ કરી નાખે તેમ બને છે.
સંઘર્ષના મૂળ બહુ લાંબે ન લઈ જતાં, ૧૯૬૫ના ગોલનાથના ચુકાદાથી શરૂઆત થઈ તેમ માનીએ. બંધારણમાં ફેરફાર કરવાના પાર્લામેંટના અધિકાર ઉપર આ ચુકાદો મેટું આક્રમણ હતું. ૧૯૬૯ પછી ઈન્દિરા ગાંધીએ કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા. બેન્કોનું રાષ્ટ્રીયકરણ અને રાજાના સાલીયાણા નાબૂદી. આ સંબંધે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓથી ઈન્દિરા ગાંધી-કેટલાકને મને વાજબી રીતે, છેડાયા અને સુપ્રીમ કોર્ટને અવિશ્વાસ વધે. સરકારના પ્રગતિશીલ પગલાઓમાં સુપ્રીમ કોર્ટ ખાડખીલીરૂપ છે અને આર્થિક વિકાસને રૂંધે છે એવી વાતે શરૂ થઈ. ગલકનાથને ચુકાદો કેટલેક દરજજે ફેરવાયો છતાં કેશવાનંદ ભારતી કેસમાં બંધારણના પાયાના માળખામાં ફેરફાર કરવાને પાર્લામેન્ટને અધિકાર નથી એમ ઠરાવ્યું. તેના પ્રત્યાઘાતરૂપે પાર્લામેન્ટ સર્વોપરી છે એ નાદ ઉઠો. કટોકટી દરમિયાન બંધારણના ભુક્કા બોલાવી દીધા. સુપ્રીમ કોર્ટે કાંઈક દબાઈ ગઈ અને એકંદરે સરકારને અનુકૂળ રહી. ખાસ કરી હેબિયસ કોરપરસ કેસનો ચુકાદો આઘાતજનક હતો અને સરકારને જેલમાં ખૂન કરવાને પરવાને મળી ગયું. જનતા સરકારે ઘણે દરજજે આ બધું પલટાવી નાખ્યું અને કટોકટી દરમિયાન થયેલ બંધારણીય ફેરફાર માટે ભાગે રદ કર્યા. જાન્યુઆરી ૧૯૮૦માં ઈન્દિરા ગાંધી ફરી સત્તા પર આવ્યાં અને પાછા સંઘર્ષ જોરથી શરૂ થયું છે અને ચાલુ છે. ઈન્દિરા કોંગ્રે
સના અાગેવાનો અંતુલે કે જગન્નાથ મિશ્ર, કાયદાપ્રધાન શીવશંકર કે પાર્લામેન્ટ સભ્ય કમલનાથ વગેરે ન્યાયતંત્ર ઉપર આક્રમણ કરવાની કોઈ તક ચૂકતા નથી.
મિનરવા મિલ્સ કેસમાં કેશવાનંદ ભારતીના ચુકાદાનું સમર્થન કર્યું પણ જસ્ટિસ ભગવતીએ જે વલણ લીધું તેથી જજોના આંતરિક મતભેદો ખુલ્લા પડયા. તેને લાભ લઈ સરકારે એ ચુકાદાની પુન:વિચારણા કરવા અરજી કરી છે તે ઊભી છે. પાર્લામેન્ટની સર્વોપરિતાને નદ જોરશોરથી ગાજે છે. સુપ્રીમ કોર્ટના અધિકારો મર્યાદિત કરવાના, પ્રયત્નો ચાલુ છે. જોને ડરાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. જો ઉપર આરોપ કરવામાં આવે છે કે તેઓ કોઈને જવાબદાર નથી એટલે બિનજવાબદારીથી વર્તે છે.
આ બનાવના પ્રત્યાઘાત જજો ઉપર પડે છે. છેવટે જજ પણ માણસ છે. અજાણપણે પણ, જજોમાં સરકાર વિરોધી વલણ વધતું જાય છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પોતાના પ્રવચનોથી આક્ષેપોનો જવાબ આપે છે. બેરર બેન્ડની યોજનાને પડકારવામાં આવી. અબજો રૂપિયા અને દેશના અર્થતંત્રના ભાવિનો સવાલ હતું. તેને તાત્કાલિક ચુકાદો આપ જોઈતું હતું, પણ વિલંબ થયું. ૧૯૭૪માં એલ. આઈ. સી. એ ભૂલથી કે ઉતાવળથી કરાર કરી કામગારોને અસાધારણ વેતન વધારો અને મોંઘવારી ભથ્થાં આપવા સ્વીકાર્યું. સુપ્રીમ કોર્ટે આ કરારને બંધનકર્તા ઠરાવ્યું. તેની માઠી અસરમાંથી બચવા અને બીજા ક્ષેત્રમાં તેના વિપરીત પરિણામો અટકાવવા તેમ જ મેઘવારી અને ફગાવાને રોકવા સરકારે ઓર્ડિનન્સ કાઢ. તેને પડકારવામાં આવ્યો. તેની કાયદેસરતા નક્કી થાય તે પહેલાં ૩૪ કરેડ રૂપિયા કામગારને ચુકવી દેવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો. સામાન્યપણે આવું ન બને.
દરેક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજોમાં પક્ષો પડી ગયા છે. - કેટલાક સરકાર વિરોધી અને કેટલાક સરકારના તરફદાર તરીકે જાણીતા છે. વકીલ મંડળીઓમાં પણ એવા પક્ષો પડી ગયા છે. બન્ને પક્ષના સંમેલને થાય છે.
બન્ને પક્ષે, વધતેઓછે અંશે સંયમને અભાવ અને આવેશના દર્શન થાય છે. સરકાર-એટલે કે શાસક પક્ષ તે આક્રમક છે જ. પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના બધા જજો શુદ્ધબુદ્ધિથી અને રાગદ્વેષ રહિતપણે, સરકારને લાગેવળગે છે ત્યાં ન્યાયી વલણ જ લે છે એમ કહેવાય તેમ નથી, જાણી જોઈને અન્યાય કરે છે તેમ નથી જ.
સરકાર સામે અને સરકાર તરફથી વધુમાં વધુ કેસો થાય છે. Government is the greatest lificant ઈન્ડિયન એર લાઈન્સ તેનાં દર વધારે તે રિટ અરજી થાય અને મનાઈ હુકમ મળે. કોઈ સરકારી નોક્રને બરતરફ કરે કે સસ્પેન્ડ કરે તો રિટ અરજી થાય અને મનાઈ હુકમ મેળવે.
સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે વધતી જતી આ તંગદિલી ચિંતાજનક છે. સવેળા નહિ ચેતીયે તો ભારે હાનિકારક થશે. તા. ૯-૬-૮૧.
ચિંતનિકા પુણ્યથી આગેવાન થયો એને શું?
ગુણથી આગેવાન થવું જોઈએ.
yણ એ જમે સ્કમ અને પાપ એટલે ઉધાર રકમ
જમે રકમ ક્યાં વાપરવી હોય ત્યાં વપરાય..
પુણ્યના આધારે તમારો પુરુષાર્થ ન લાવે ને
પુણ્ય પરવારે તો એ પુરુષાર્થ ખોટ લાવે.
આત્મા માટે જીવ્યા તે પુણ્ય છે, ને સંસાર માટે જીવ્યા તે નવું પાપ છે. '
દાદાશ્રી