________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૮૧.
હરગોવિંદ ખુરાના પહેલા હતા અને તેમને એ માટે નોબેલ પારિતે- ષિક પણ મળ્યું હતું.).
આ બધું જોતાં માસાયુસેટર્સ જનરલ હોસ્પિટલને જેનેટિક એન્જિનિયરિંગને વિભાગ ખેલવાનું મન થાય એ સ્વાભાવિક હતું. એ વિભાગ સંભાળવા માટે કેલિફોર્નિયાના વિખ્યાત જીવશાસ્ત્રી આવવા પણ તૈયાર હતા પણ વડે વાંકને ગંદડે ગાંઠ ! જેના માટે જોઈતાં નાણાં કયાંથી લાવવાં?
અને આખરે માસાગ્યુસેટ્સ જનરલ હોસ્પિટલે જર્મનીની ઔષધ બનાવનારી વિખ્યાત કંપની “કસ્ટ” સાથે કરાર કર્યા. આ કરાર અનુસાર હેઠસ્ટ કંપની માસાગ્યુસેટ સ જનરલ હોસ્પિટલને ૪૦ કરોડ રૂપિયા આપશે. આ રૂપિયામાંથી હોસ્પિટલ જેનેટિક એજિનિયરિંગનો વિભાગ ઊભો કરશે. આ વિભાગમાં કેવળ શુદ્ધ સંશોધન જ થશે, પણ એ સંશોધનને આધારે જે કાંઈ ઔષધો વગેરે બનાવી શકાય એમ હશે તે ઔષધી બનાવવાનો એકાધિકાર (એકશૂઝિવ રાઈટ) હેકસ્ટ કંપનીને રહેશે. (આ હેકસ્ટ કંપનીનું નામ ધરાવતું એક ગગનચુંબી મકાન મુંબઈમાં પણ નરીમાન પોઈન્ટના વિસ્તારમાં છે) માસાચુસેટસ જનરલ હોસ્પિટલના એક મુખીએ જણાવ્યું હતું કે “તબીબીશાસ્ત્ર કરતાં કૃષિશાસ્ત્રને આ જેનેટિક એન્જિનિયરિંગથી ઘણે વધારે ફાયદો થવાનો સંભવ છે અને હું તે પચાસેક વર્ષ પછી જેનેટિક એન્જિનિયરિંગ દ્વારા પેદા કરાયેલાં કરોડે ટન અનાજના ઢગલા આજથી જ જોઈ રહ્યો છું” આ મુખીને જ્યારે અને પ્રશ્ન કરવામાં આવ્યો કે “તમને સંશોધન માટે નાણાં ન મળ્યાં અને તમે જર્મનીની એક ખાનગી પેઢી સાથે નાણાં મેળવવા માટે કરાર કર્યા તેવું કાંઈ બીજી હોસ્પિટલો કે વૈજ્ઞાનિક સંસ્થાઓ કરશે ખરી?” આ પ્રશ્નને તેમણે જવાબ આપ્યો: “એવું થવાને પૂરો સંભવ છે.”
--અને આ જવાબની વાતથી મને પેલી વિખ્યાત ઉકિત યાદ આવી ગઈ–કાબે અર્જુન લૂંટિયો યહી ધનુષ યહી બાણ! - આ રેગન શાહીની ઝલક નં-૨..
હવે ત્રીજી વિગત જોઈએ. આ વિગત તે હમણાં જ અખબારોમાં પ્રસિદ્ધ થઈ છે. ઈ. સ. ૧૯૫૦થી ૧૯૬૦ના ગાળામાં અમેરિકાની પાંચ વિરાટ ઔષધ કંપનીઓ પાસે ટેટ્રાસાઈકલીન અને એરિમાઈસીન નામની, ભયંકર રોગો પર રામબાણ કામ આપતી ઔષધીઓ બનાવવાને ઈજારો હતા. આ દવા બનાવવાને ખર્ચ ઓછામાં ઓછા બાર રૂપિયા અને વધારેમાં વધારે ૯૬ રૂપિયા આવતે પણ ભારત જેવા દેશો પાસે આ કંપનીઓએ ખેલ કરીને ૨૫૦ રૂા. લેવા માંડયા હતા અને ભારતમાં એ દવા વાપરનારાઓને તે ૧૦૦ ગળીના ૪૦૦ રૂ. પડતા હતા! ' ,
* અમેરિકામાં જે એન્ટિટ્રસ્ટ કાયદા છે તે અનુસાર અમેરિકન કંપનીએ ખેલો કરીને આ ભાવવધારો કરી શકે નહિ એટલે ભારત, જર્મની, ફિલિપાઈન્સ અને કોલંબિયા એ ચાર રાષ્ટ્રોએ એ કંપનીઓ સામે નુકસાનીને દાવ માંડવા માટે અમેરિકાની વરિષ્ઠ અદાલત પાસે મંજૂરી માગી અને હવે જ્યારે સાત વરસે એ મંજૂરી મળી છે અને ઉકત કંપનીઓ સામેના કેસ પણ ચાલી રહ્યો છે ત્યારે શ્રી રેગનના મલ્ટિનેશનલ એટલે કે વિવિધ દેશોમાં ધંધા કરતી વિરાટ કંપનીઓ પ્રત્યેનાં સુંવાળાં વલણને લાભ લઈને ભારત વગેરે દેશો અમેરિકન કંપનીઓ સામે કેસ માંડી શકે નહિ એ કાયદો, ઉક્ત નફાખેર કંપનીઓ પસાર કરાવવા માગે છે. અને એ કાયદાનો અમલ ભૂતકાળથી થાય એવું કરાવીને, અમેરિ.. કાની સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના મૂળમાં સુરંગ ચાંપવા માગે છે. - -અને તે દરમિયાનમાં, મલ્ટિનેશનલ સામે કેસ માંડવામાં અને એ અંગે થતે ખર્ચ સહન કરવામાં અગ્રણી એવા પશ્ચિમ જર્મનીને
મનાવી લઈને એની સાથે અદાલતની બહાર સમાધાન કરી લેવાની પેરવી પણ એ નાખેર કંપનીઓ કરી રહી છે. હવે આ કેસમાંથી જર્મની જો ખસી જાય તે બીજા, ભારત જેવા દેશેનું તે એ કેસ ચાલુ રાખવાનું ગજું જ નથી. વળી પેલે ઉપરોકત કાયદો જો .રેગનની સરકાર કોંગ્રેસમાંથી પસાર કરાવી દે તો તે થઈ રહ્યું. ભારતે જે પચ્ચીસ કરોડ રૂપિયાની નુકસાનીને દાવા માંડે છે તેમાંથી એને માત્ર ૮૦ લાખ જ મળે કારણ કે કંપનીઓએ આટલી જ નુકસાની આપવાની પેતાની તૈયારી છે એવા નિર્દેશ આપ્યા છે. .
અને ખૂબીની વાત તે એ છે કે પ્રમુખ કાર્ટરના શાસનકાળ દરમિયાન પણ ઉકત નફાર કંપનીઓએ ભારત વગેરે દેશોને નુકસાની ન આપવી પડે એ પ્રકારને ઉપર વર્ણવ્યા છે તે ધારો પસાર કરાવવાનો પ્રયત્ન કર્યો હતે પણ પ્રમુખ કાટરે એને સખત વિરોધ કર્યો હતો અને અમેરિકાનાં વિદેશખાતાંએ તથા ન્યાય ખાતાએ ઉકત નફાખોર કંપનીઓ સામે કેસ તૈયાર કર્યો હતે. .'
હવે એ જ ખાતાંઓ, રેગનનું તંત્ર ઉકત કંપનીઓની તરફેણમાં જે કાયદો ઘડવા માગે છે તેની આડે આવવા તૈયાર નથી ! ભારત અને જર્મની બન્નેએ રેગન સરકારને ચેતવણી આપી છે કે આ જો કોઈ કાયદો થશે તે મલ્ટિનેશનલોની ગેલમાલિયા પ્રવૃત્તિને અમેરિકન સરકાર છાવરવા માગે છે એ જ એને અર્થ થશે.
રેગનશાહીની આ છે ઝલક નં-૩. '
હવે એક ચેથી વિગત જોઈએ. રેગને સામાજિક સલામતી અંગે અમેરિકન સરકાર દ્વારા થતા ખર્ચમાં. મેટો કાપ મૂક્યો છે પરિણામે નિવૃત્ત માણસેને મળતી મદદમાં પણ કાપ પડે છે. પણ ઝેરી ગેસના ઉત્પાદન માટે લાખ ડૉલર ફાળવવામાં આવ્યા છે.' રશિયાના પ્રતિકાર માટે આ જરૂરી છે, એવી દલીલ કરવામાં આવી છે.
રેગનશાહીની આ છે. ઝલક નં-૪.
અને હવે પાંચમી વિગત જોઈએ. જે કોઈ મિત્ર સરકારે હોય તેને ભરપેટ શસ્ત્રો વેચવાને રેગન સરકારે નિર્ણય કર્યો છે. અમેરિકાની પોતાની સલામતી માટે આ રીતે મિત્ર રાજને શસ્ત્રો વેચવાં જ જોઈએ એવી રેગન સરકારની દલીલ છે. આવી રીતે શસ્ત્રો વેચવા ઉપર કાર્ટર સરકારે પ્રતિબંધ મૂકયો હતો. હવે તે અમેરિકાના શસ્ત્રો . ઉત્પાદન કરતાં કારખાનાંઓના વડાએ જયારે વિદેશની મુલાકાતે જાય ત્યારે જે તે દેશોમાંના અમેરિકન એલચીએ તેમની તહેનાતમાં રહેશે એમ પણ કહેવાય છે! '
' .. રેગનશાહીની આ છે ઝલક નં-૫. : -
આવી તો હજી ઘણી ઝલક જોવા મળશે. એલ સાલ્વાડોર, હોન્ડમુરાસ, મધ્યપૂર્વ વગેરે દેશમાં શું થાય છે તે તમે જોયા તો કરો એમ એક ટીકાકારે કહ્યું હતું તે ઉપરથી તો લાગે છે કે રેગનની લડાયક વૃત્તિાએ હવે ખરેખર ઉપાડો લીધો છે. આ
તમાં ૦ તમારું રોજિંદુ જીવન એ જ તમારું મંદિર, તમારે આરાધ્ય
દેવ અને તમારો ધર્મ છે. * - ખલીલ જિબ્રાન ૦ માણસ જેમ વધુ સમજદાર, તેમ વધુ દુ:ખી ' -ચેખાવ ૦ આગિયો જ્યારે બે હોય છે ત્યારે ચમકતું નથી. તે જ
પ્રમાણે માણસ આળસુ બનીને પડયાં રહેતાં એની પ્રતિભા ઝાંખી પડી જાય છે.
- ઈબ્નબુર ૦ જિંદગી એ એક પ્રકારનું યુદ્ધ છે. તેમાં જેટલું મનને જીતશે.' તેટલી જીતવા માટેની, શકિત વધશે.
, ' - સ્વામી માધવતી.