SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૬-૮૧ શયની રાલામતીનું વાજબી વળગણ લોકોને તેમના ગૌરવને અને તેમના અધિકારોને રાજ્યને વશવર્તી બનાવવા લલચાવે. સલામતીની જરૂરિયાત અને નાગરિકોના મૂળભૂત અધિકારની જરૂરિયાતો વચ્ચેની કોઈ દેખીતી અથડામણનું નિરાકરણ એ પાયાના સિદ્ધાંત અનુસાર થવું જોઈએ કે સામાજિક સંગઠ્ઠનઅસ્તિત્વ માનવીના જતન અને તેના ગૌરવના રક્ષણ અર્થે છે.' પિતાના પાદરીઓને કહ્યું: You are priests and religious you are not social or political leaders. Let us not be under the illusion that we are serving the Gospel if we dilute our Charisma through our exaggerated interest in the wide field of temporal problems. The greatest good we can give is the word of God. This does not mean that we do not assist the people in their physical needs but it does mean that they need something more and we have something more to give : the Gospel of Jesus. Partisan politics and concerned social action should be left to the lay christians. They have a special task to fulfil and they need their bishops and priests to support them through spiritual leadership. The laity are worthy of trust. They can accomplish what the Lord has assigned to them. દરેક સંપ્રદાયમાં ધર્મગુર નું ઉચ્ચ સ્થાન છે. આમજનતાને તેમના પ્રત્યે આદર અને ભકિત છે. લોકોના જીવનને ઉન્નત બનાવવામાં મોટે ફાળો આપી શકે ધર્મગુર, પાસે પરિગ્રહ હોય અને કુટુંબ હોય ત્યાં મોટે ભાગે તે સ્થિતિચુસ્ત અને સ્થાપિત હિતોના સીધી કે આડકતરી રીતે હિમાયતી બને છે. Established church generally supports on established order and interests. વર્તમાન પોપ જુદી કોટિના છે. તેથી તેમના વિશે મેં આટલું લખ્યું છે. અન્ય સંપ્રદાયના ધર્મગુરુઓ વિશે આ ઉપરથી આપણે વિચારી શકીએ. ધર્મગુરુ એ સ્થિતિચુસ્ત અને સ્તથાપિત હિતેના રક્ષક હોય છે ત્યાં પણ આમજનતાની અંધશ્રદ્ધા તેમના પ્રત્યે જોવા મળે છે. આવા સંજોગોમાં ધર્મગુર તરફથી લોકોને મળવું જોઈનું સારું માર્ગદર્શન મળતું નથી. બલકે હાનિ થાય છે. અંતમાં એક બીજા અભિગમને ઉલ્લેખ સંક્ષેપમાં કરી લઉં, જે જૈન સાધુસાધ્વીઓને વધારે સ્પર્શે છે. એવી માન્યતા છે કે, સાધુને સાંસારિક અથવા સામાજિક પ્રશ્ન સાથે કોઈ સંબંધ ન હોય તે માત્ર આત્મા અને મેને ઉપદેશ જ આપે. આરંભ-સમારંભ હોય તેવી કોઈ પ્રવૃત્તિને સ્પર્શે નહિ. આવું વલણ, કેટલાકમાં આત્યંતિક હોય છે. કેટલાક થોડા પ્રમાણમાં મધ્યમમાર્ગી થાય છે અથવા થવા પ્રયત્ન કરે છે. શ્રાવકોમાં પણ બે વર્ગ છે. કેટલાક પ્રથમ વલણને આવકારે છે, કેટલાક બીજા વલણને. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રતને કારણે, અન્ય ધર્મો કરતાં પણ, જૈન ધર્મમાં સાધુ-સાધ્વી પ્રત્યે વધારે માન, આદર અને ભકિત છે. તેમના વચન ઉપર શ્રદ્ધા છે, તેને અનુસરવા તત્પરતા છે. પેપ વિશે મેં એટલા માટે લખ્યું છે કે ધર્મગુર અને સમાજના સંબંધો પરત્વે પુનર્વિચારણા થવી જરૂરી છે. દાખલા તરીકે કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ સામાજિક ઉન્નતિની પ્રવૃત્તિમાં મહત્તવને ફાળો આપી રહ્યા છે. લોકોને વ્યસન મુકત કરવા અને ચારિત્રય ઘડતર માટે સહજાનંદ સ્વામીએ જે અદ્ભુત કાર્ય કર્યું તેવું કાર્ય ફરી થઈ રહ્યું છે. પોપે કહ્યું છે તેમ લોકોના જીવનની ભૌતિક જરૂરિયાત પ્રત્યે દુર્વાસા ન થાય, તે સાથે ધર્મગુર,એ કાંઈક વિશેપ આપવાનું છે અને તે છે નૈતિક મૂલ્ય. સમાજથી દૂર રહીને આ મૂલ્યની લોકોમાં પ્રતિષ્ઠા થઈ શકે નહિ. ધર્મગુર, પ્રત્યે આમજનતાની જે શ્રદ્ધા છે તે જોતાં, લેકોના જીવનને ઉન્નત બનાવવામાં કેટલે મોટો ફાળે, ધર્મગુરુ, આપી શકે છે તેનું વર્તમાન પપ ઉદાહરણ છે. બધા પ૫ આવા હતા તેમ નથી. તેથી આ પોપ આટલા લોકપ્રિય થયા છે અને દુનિયાની એક આદરણીય વ્યકિત છે. ‘તમે પાદરીઓ અને ધાર્મિક પુર છો, સામાજિક કે રાજકીય નેતાઓ નહિ. દુન્યવી પ્રશ્નના વિશાળ ક્ષેત્રમાં આપણા વધુ પડતા રસથી આપણે જો આપણી માહિનીને પાતળી કરીએ તો ધર્મની સેવા કરી શકીશું એવા ભ્રમમાં આપણે ન રહીએ.’ “મોટામાં મોટું સારું-શુભ આપણે આપી શકીએ તે ઈશ્વરને શબ્દ છે. આનો અર્થ એ નહિ કે આપણે લેકોને તેમની ભૌતિક જરૂરિયામાં મદદરૂપ ન થઇએ. પણ એને એ અર્થ જરૂર થાય કે તેઓને કશાંક વિશેષની જરૂર છે અને તેમને આપવા માટે આપણી પાસે કશુંક વિશેષ છે: ઈશુની ધર્મવાણી પાય રાજકારણ અને સંગઠિત સામાજિક કાર્ય સરેરાશ ક્રિશ્ચિયને પર છોડવું જોઈએ. તેમણે ખાસ કામગીરી બજાવવાની છે અને તેમને નૈતિક નેતાગીરી વડે ટકાવી રાખવા માટે બિશપ અને પ્રીટેની તેમને આવશ્યકતા રહે છે. સામાન્ય ક્રિશ્ચિયને વિશ્વાસને પાત્ર છે. ઈશ્વરે તેમને ફાળે જે કાર્ય નીમ્યું છે તે તેઓ પાર પાડી શકે છે.” તાં, ૨૫-૫-૮૧ પિપનો આ સંદેશ મેં કાંઈક વિસ્તારથી આપ્યો છે. કારણ કે તે સમજવા જેવો છે. રાજકીય અને સામાજિક પ્રશ્ન પરત્વે પાપનું વલણ મધ્યમ માર્ગનું છે, પણ નૈતિક પ્રશ્ન પરત્વે સ્પષ્ટ અને મક્કમ છે. ગર્ભપાત તથા લગ્ન વિચ્છેદના પાપ સખત વિરોધી છે. સ્ત્રી પુ સંબંધમાં સંયમના આગ્રહી છે. પાદરીઓએ બ્રહ્મચર્ય વ્રત દઢતાથી પાળવું જોઈએ, તે તેમને આદેશ છે. આ બાબતમાં લેશ પણ છૂટછાટ મૂકવા તૈયાર નથી. ઈટલીમાં ૯૫ ટકા વસતિ રોમન કેથલિક છે. તાજેતરમાં ત્યાં ગર્ભપાતની છૂટ આપતા કાયદો થયો છે. પાપ તેને સખત વિરોધ કરે છે. તેમ કરતાં રાજકારણની અથડામણમાં આવવું પડે તે તૈયારી છે. - ધર્મગુર. સમાજથી અળગા થઈ, પોતાના એકદંડી મહેલમાં મહાલી શકતા નથી. વર્તમાન પપ લોકોને સ્પષ્ટ માર્ગદર્શન આપવાને પોતાને ધર્મ સમજે છે. એવાની મિત્રતા કરજો ૦ સંસાર અપવિત્ર છે એવો વિચાર કરનાર પોતે જ અપવિત્ર થઈ જશે. -તુકારામ ૦ તમે નારાજ થાંઓ તે પણ જે તમારા તરફ નારાજ ન થાય એવા માણસની મિત્રતા કરજો. - જુનુસ મિસરી ૦ ખુજલી ખણતી વખતે મીઠી લાગે છે, પણ પછીથી બળતરા થાય છે. એ જ રીતે ભાગ પહેલા ગુખદાયક લાગે છે પછી તે દુ:ખનું કારણ બને છે. -રામકૃષ્ણ પરમહંસ
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy