________________
૮
પ્રભુ
પણ એ ધર્મરાંકટ છે. ૧૯૪૭ માં આપણા નેતાઓએ બંગાળના ભાગલા પાડવાની સંમતિ આપી હતી. હવે એ સંમતિના પરિણામે હજી પણ હિંદુઓ ભારતમાં આશરો લેવા આવે ત્યારે તેમને પાછા કાઢી મૂકવા એ નૈતિક દષ્ટિએ યોગ્ય છે.? અને તેમને સ્વીકારીને પણ આપણે વધુ ઉપાધિ વહેારી લેવી પડે છે. દા. ત. દંડકારણ્યમાં તેમને વસાવવા આપણે અબજો રૂપયાના ખર્ચ કર્યાં. પરંતુ આ બંગાળી હિંદુઓને બંગાળમાં જ રહેલું છે, મધ્ય પ્રદેશમાં નહીં. આથી અહીં તેઓ ઉપદ્રવ કર્યા કરે છે. વળી બંગાળના ભાગલા પડયા ત્યારે ત્રિપુરાનું ભૂતપૂર્વ દેશી રાજ્ય અનુસૂચિત જનજાતિઓ (ગિરિજના) ની બહુમતી ધરાવતે પ્રદેશ હતું. પૂર્વ પાકિસ્તાનમાંથી હિંદુ નિરાશ્રિતોને અસ્ખલિત પ્રવાહ ચાલુ થયા અને તેમણે ત્રિપુરામાં પેાતાની બહુમતી કરી લઈને શાન વહીવટી તંત્ર, જમીન, નોકરી - ધંધા પચાવી પાડયા. બિચારા ગિરિજા પોતાના જ પ્રદેશમાં લાચાર લઘુમતી બની ગયા. આજે આસામીઓ ત્રિપુરાના દાખલા આપી ફરિયાદ કરે છે કે, અમારી માંગણી મંજૂર નહીં કરવામાં આવે તે આસામમાં આસામી પ્રજાની અસ્મિતા રહેશે નહીં.
– વિજયગુપ્ત
મૌ
પુત્રવધુનું કન્યાદાન : એક અનેાખું પુનર્લગ્ન
‘પ્રબુદ્ધ જીવન’ના તા. ૧લી એપ્રિલના અંક છેક તા. ૧૦મીએ મળ્યો. એમાં પુત્રવધૂનું કન્યાદાન' એવાં શિર્ષક હેઠળ શ્રી. શાંતિલાલ ટી. શેઠે લખેલા નાનકડા લેખે ઠીક ઠીક પ્રભાવિત કર્યું, તેથી આ લખવાને પ્રેરાયો છું. મુનશીજીએ તેમને ‘અર્વાચીનેામાં આદ્ય' તરીકે ઓળખાવેલા તે કવિ શ્રી નર્મદથી માંડીને આપણે ત્યાં સમાજ સુધારાની ઝુંબેશ ચાલી રહી છે. વિધવાઓના પુનર્વિવાહનું પણ એમાં આગળપડતું સ્થાન છે. આમ છતાં આપણા સમાજમાં વિધવા પુનર્વિવાહ હજી સામાન્ય બન્યા નથી ને સમાજનો ઠીક ઠીક વર્ગ એવા સમાંજસુધારા પ્રત્યે સહિષ્ણુ પણ નથી. અલબત્ત, કાયદાએ એની જોગવાઈ કરી આપેલી હાઈ, અને એની સાથે છૂટાછેડાનો કાયદો પણ પ્રચલિત થતો રહ્યો હોઈ, એક કે બીજી રીતે સમાજમાં વ્યાપક બની રહેતાં અનિષ્ટોન ભાગ બનેલી બહેને પુનર્વિવાહ તરફ વળવા લાગી છે; જો કે આવા કિસ્સાઓ અપવાદ રૂપ જ છે.
શ્રી શાંતિભાઈએ જલગાંવ જિલ્લાના પાલઘી ગામે ઉજવાયેલા અનોખા લગ્ન પ્રસંગના કિસ્સા રજૂ કર્યો છે. આ લગ્ન પ્રસંગ એક વિધવા યુવતીના પુનર્વિવાહના હતા અને તેના સ્વર્ગસ્થ પતિના માબાપે એટલે કે તે યુવતીના સાસુ-સસરાએ પોતાની વિધવા પુત્રવધૂના લગ્નમાં કન્યાદાન આપી એક કોડભરી કન્યાને વિધવાપણાની વેદી પર જીવન નષ્ટ કરતાં રોકીને તેના જીવનમાં સુખને નવો સૂરજ ઉગાડી દીધા હતા ! યુવતીના સાસુ-સસરાનું આ પગલું દરેક રીતે ધન્યવાદને પાત્ર બની રહે છે.
આવા જ, અથવા કહો કે, એના કરતાં પણ કંઈક અંશે વધારે કરુણ એવા પ્રસંગ ૧૯૭૬ના વર્ષની શરૂઆતમાં બન્યા હતેા અને તે વેળાએ નવવધુ હજી તે પરણીને શ્વસુર ગૃહે પદાર્પણ કરે તે પહેલાં તો તે વિધવા બની હતી. નવવધૂનાં સાસરિયાથી આ દેખ્યું ગયું નહિ ને પાંચ દિવસમાં તેઓએ મરણ પામેલા પુત્રના નાનાભાઈ સાથે એનું વિધિસર લગ્ન કરીને તેને સૌભાગ્યવતી બનાવી. આ એક અનોખી અને અનુકરણીય ઘટના હતી. મેં એના પર ‘મુંબઈ સમાચાર’માં અગ્રલેખ લખ્યો (૩-૨-૭૬), આજની ઘડીએ પ્રાસંગિક થઈ પડશે એમ માનીને એ અત્રે ઉતાર છું.
એ અગ્રલેખનું શીર્ષક હતું: ‘એક અનોખું પુનર્લગ્ન' “કયારેક એવી કરૂણ ઘટના બની જાય છે કે જ્યારે ગમે તેવા ધીરગંભીર માનવીનાં હૃદય પણ હચમચી જાય છે. પણ એવી વેળાએ પોતાના અંગત શાકને આનંદમાં ફેરવી નાખવાને ચમત્કાર પણ કયારેક સર્જાઈ જાય છે! આવી એક ઘટના તાજેતરમાં બની ગઈ. કલ્પિત લાગે એવી એ સત્ય ઘટના છે. કોઈનાં પણ હ્રદયને હલાવી નાંખે એવી એ કરુણ ઘટના આખરે આનંદમાં પરિણમી
જીવન
તા. ૧૬-૧-૮
અને સાથેસાથ આપણા સામાજિક સુધારાને ક્ષેત્રે એક અનુકરણીય અને અનોખું દૃષ્ટાંત પણ એ પૂરૂ પાડી રહી છે.
“એક નવવધૂનું હજૂ તો લગ્ન જ થયું ને લગ્ન થયું તેવી જ એ નવવધૂ વિધવા બની. લગ્ન થતાં જ વિધવા બનેલી અ આ નવવધૂ તો રૂઢિની શૃંખલામાં જ જકડાઈ રહી હોત તા એક અપશુકનિયાળ વિધવા લેખે તેનું આયુષ્ય, કોણ જાણે કેમ, પૂર થાત! તેનાં આશા-અરમાનની શી દશા થાત તે પણ કહેવાની જરૂર નથી, પણ નવવધૂના સસરા-સાસુ ને બીજાં સાસરિયાં જાગૃત હતાં, તેમને પુત્રમરણનો ભારે આઘાત લાગ્યો હતો, પણ એ આઘાત કરતાં પણ કદાચ વધુ આઘાત તેઓને પોતાની નવવધૂ પરણ્યાં સાથે જ વિધવા થઈ તેના લાગ્યો હતો, અને એ આઘાતના પ્રત્યાઘાત રૂપે તેઓને નવવધૂને તરત જ ફરી લગ્ન કરીને સૌભાગ્યવતી કરવાના વિચાર સ્ફ ઈં, વર શોધવા જવાની પણ જરૂર ન હતી. મરણ પામેલા પુત્રના નાનાભાઈને તેઓએ તૈયાર કર્યા ને વૈધવ્ય પછી પાંચ જ દિવસમાં પુત્રવધૂ સૌભાગ્યવતી બની
ગઈ.
“હિંગણઘાટના સ્થાનિક વેપારીની પુત્રીનું સૌભાગ્ય આમ લગભગ અખંડિત રહ્યું. ગઈ તા. ૧૯મી જાન્યુઆરીની આ વાત સ્થાનિક વેપારીની પુત્રીનું ડૉ. રવીન્દ્રનાથ ટ્વેર સાથે ભારે દબદબાથી લગ્ન થયું. તા. ૨૦મીએ જાનને વિદાય આપવામાં આવી. તે જાન ઈન્દોર જવાને ઊપડી. પણ માર્ગમાં જ મેટરમાં પ્રવાસ કરી રહેલા ડો. રવીન્દ્રનાથે છાતીમાં દુ:ખાવા થવાની ફરિયાદ કરી. અને તેનો કાંઈ ઉપચાર થાય તે પહેલાં તે તેનું પ્રાણપંખેરૂ ઊડી ગયું. નવવધૂના શણગાર ઊતારે તે પહેલા તે વિધવા બની ગઈ.
“નવવધૂની આ હાલત તેના સાસુ-સસરાથી જોઈ જોવાઈ નહિ. એના ભયંકર ભાવિએ તેઓનાં અંગેઅંગમાં કંપારી વછૂટાવી. નવવધૂ “નવવધૂ જે” રહેવી જોઈએ એવા નિર્ણય તેઓએ કરી લીધા, ને ડૉ. રવીન્દ્રનાથના નાના ભાઈ સાથે ભારે ઉત્સાહથી તેનું ફરી લગ્ન કરી દીધું; ભારે હિંમતનું આ પગલું લેખાય, અને એવું પગલું લઈને એક તરુણ સ્ત્રીનું જીવન સુખમય બનાવનારા એ
માતા-પિતાને જેટલા અભિનંદન આપીએ તેટલાં ઓછાં લેખાય.
સમાજસુધારાની દિશાનું આ એક અનોખું પગલું જ લેખાય.
“ને. આવી ઘટનાઓ વિચિત જ બને છે. એટલે જ એ નોંધ માગે છે. આપણા ગુજરાતી સમાજમાં પણ ક્યારેક આવી ઘટના બની છે. એ ઘટના આજે અમારી સ્મૃતિએ ચઢે છે. ખડાયતા વણિક જ્ઞાતિમાં બનેલી એ ઘટના પર વર્ષોના પડદો પડી ગયો છે ને આજે એ બહેન સુખી દાંપત્ય જીવન જીવી રહી છે. કાંઈક સંરક્ષક વૃત્તિના છતાં સુધારક વ્રુતિ તરફના ઝાકવાળા ઠીકઠીક સ્થિતિના મુંબઈના એક ઉદ્યોગપતિએ પેાતાની પાલક પુત્રીનું ભારે હાંશથી લગ્ન કર્યું. તે લગ્ન પછીના થોડા જ દિવસમાં એ પુત્રીના પતિનું અકાળ અવસાન થયું. જે ઘરમાં એ પુત્રી પરણાવી હતી તે સુરતનું કુટુંબ સુધારક કુટુંબ હતું. એ કુટુંબના વડીલાથી પૂત્રવધૂનું દુ:ખ ન જીરવાયું, ને થાડા જ સમયમાં પોતાના નાના પુત્ર સાથે એ પૂત્રવધૂનું રીતસરનું લગ્ન કર્યું. આજે આ દંપતી સુખચેનમાં સૂરતમાં જીવન ગુજારે છે. ખડાયતા વણિક જ્ઞાતિએ આ લગ્નને વધાવી લીધાનું સ્મરણ છે. આવી ઉદારવૃત્તિ આજે સર્વસામાન્ય બને તા વિધવાઓના કોઈ પ્રશ્ન જ રહેવા ન પામે.'
(‘મુંબઈ સમાચાર’: અગ્રલેખ: ૩-૨-૧૯૭૬) આવી ઘટનાઓ જેટલી વધુ પ્રસિદ્ધિ પામે તેટલું વધુ સારૂં એમ માનીને આટલું લખવા પ્રેરાયો છું.
--યોશ હું. શુકલ