________________
તા. ૧-૧-૮૦
પક:અવન
૧૬૭
સંસ્કૃતિ, સંસ્કાર અને શિક્ષણ
1
વિગતે સહિત પુરવાર કર્યું હતું. તેમણે એવું મંતવ્ય વ્યકત કર્યું હતું કે, આ સિદ્ધિઓ કો સમક્ષ મૂકવામાં એટલે પ્રચારના કાર્યમાં જ જનતા પક્ષ ઉણા ઉતર્યો હતો, તેમાંથી આજની પરિસ્થિતિ સર્જાઈ છે. * તેમણે કોઈ જ પક્ષ ચૂંટણી ઢંઢેરામાં આપેલાં બધાં વચન પાળી શકતો નથી એવી ટકોર કરીને જનતા પક્ષે રંટણી ઢંઢેરામાં આપેલાં કયા કયા વચને સતા પર આવ્યા પછી પાળ્યાં હતાં તેના વિગતવાર ખ્યાલ આપ્યો હતો.
પરિસંવાદના પ્રમુખસ્થાનેથી બોલતાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કહ્યું હતું કેસરમુખત્યારશાહી માનસ ધરાવતા શ્રીમતી ઈન્દિરા ગાંધી ‘બેલેટ બેકર્સ દ્વારા સતા પર આવવા માગે છે, બીજ અર્થમાં તેઓ સ-નાની કાયદેસરતા પુરવાર કરવા માગે છે. કદી ન થઈ શકે એવું આપણે કરવું જોઈએ. - તેમણે વધુમાં કહ્યું હતું, “મને શ્રી જગજીવનરામનો પણ ભરોસે પડતું નથી. હું અત્યારે ઈન્દિરા કોંગ્રેસમાં જોડાવાને નથી એમ શ્રી જગજીવનરામ હાલમાં ધીમા અવાજે કહે છે તેને બદલે તેમણે અવાજ ઊંચો કરીને કહેવું જોઈએ કે હું ક્યારેય પણ ઈન્દિરા કોંગ્રેસમાં જોડાઈશ નહિ.”
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે મતદારએ જનતા પક્ષના ઉમેદવારોને સ્પષ્ટપણે જણાવી દેવું જોઈએ - ધારે કે ચૂંટણીઓમાં કદાચ તમારા પક્ષને બહુમતી ન મળે તે તેવા સંજોગોમાં, સત્તા પર આવવા સીધી કે આડકતરી રીતે પણ જનતા પક્ષ ઈન્દિરા કોંગ્રેસને સાથ નહિ જ લે એવી ખાતરી તમે આપે તે જ અમે તમને મત આપીશું.
તેમણે જણાવ્યું કે આ સામાન્ય ચૂંટણી કહેવાય છે પણ હકીકતમાં તે આ વખતની ચૂંટણી અત્યંત અસામાન્ય છે. એવું મંતવ્ય વ્યકત કરીને ઉમેર્યું હતું કે, એશિયા અને આફ્રિકાના સંખ્યાબંધ દેશમાં લોકશાહીના કોટ - કાંગરા તૂટી રહ્યા છે અને ભારતમાં પણ લોકશાહી રહેશે કે નહિ તે મોટામાં મોટો પ્રશ્ન છે, ત્યારે આ ચૂંટણીને સામાન્ય ચૂંટણી કેવી રીતે કહી શકાય?
તેમણે ચૂંટણીને કારણે ફલેલા ફાલેલા કોમવાદ અને જ્ઞાતિવાદ ના સામે ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે, આપણાં રાજપુરુએ મતે
મેળવવા માટે આવા નુસખાઓ ન અપનાવવા જોઈએ. * શ્રી ચીમનભાઈએ અત્યંત વ્યથિતપણે કહયું હતું “ખરી હકીકત એ છે છે કે હું પણ ઘણાં લાંબા વખત સુધી શ્રીમતી ઇન્દિરા ગાંધીને એક
શકિતશાળી નેતા માનતે હતું અને તેમનું સમર્થન કરતો હતો. તેઓ અત્યંત શકિતશાળી છે અને આપણાં દેશમાં તેમનાં જેવા
જા એક નેતા નથી તે તો હકીકત છે. પણ ૧૯૭૫ના જૂન મહિનાની ૨૬ મી પછી આ દેશમાં જે બનતું ગયું તેને પરિણામે મારા સહિત આ દેશના મોટા ભાગનાં લોકોની તેમનામાંથી શ્રદ્ધા ડગી ગઈ. આપણને ખાતરી થઈ કે તેમને દેશ કે દુનિયાની કંઈ પડી નથી. પોતાને સત્તા પર ટકી રહેવું છે ને બને તે પુત્રને સતા પર લાવવો છે.
કટેક્ટી ગઈ. જનતા શાસન આવ્યું ને ગયું. હવે પાછા ઘણા. બધા લોકો કહેતાં થયાં છે કે શ્રીમતી ઈન્દિરા ગાંધીમાં પરિવર્તન આવ્યું છે. આ મુદ્દાને છેડીને શ્રી ચીમનભાઈએ કહ્યું હતું કે મને તે ઈન્દિરાજીમાં કોઈ પરિવર્તન આવેલું જણાતું નથી. હમણાં જ તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન કહેતાં ફરે છે કે જનતા પક્ષે ષ ભવનાથી પ્રેરાઈને મારી સામે સંખ્યાબંધ તપાસપંચ રચ્યાં હતાં પણ આ તપાસપંચોને મારી વિરુદ્ધ કંઈ મળ્યું નથી. આ કેટલું મોટું જુઠાણું છે !
એક બીજી વાત હજુ પણ એ જ બંસીલાલ, વિદ્યાચરણ શુકલને પુત્ર સંજય, ઈન્દિરાની બાજુમાં જ છે. હજુ ચૂંટણી પંચના વડા જેવી વ્યકિત,વગર કારણે અગાઉથી એવી જાહેરાત કરે છે કે, સંજ્યની ચૂંટણી અરજી ગેરકાયદે નથી. હજુ અમૃત નહાટા જેવા માણસનું અચાનક અંતર જાગે છે કે તેઓ કહે છે કે, મેં સંજ્ય વિરૂદ્ધ જે કંઈ કર્યું હતું તે દબાણથી કર્યું હતું. આ પરિસ્થિતિમાં ઈન્દિરા ગાંધી બદલાય છે એવું કેમ માની શકાય?
તેમણે અંતમાં, જેવા છે તેવા જનતા પક્ષને ચૂંટી લાવવા મતદારોને ભારપૂર્વક આગ્રહ કર્યો હતો.
- સંકલન- રમેશ તાડમનકર
આચારના સ્વીકારની પરંપરાથી રચાય છે સંસ્કાર, સમૂહનાં સંસ્કારોને સરવાળે એટલે સંસ્કૃતિ.
સંસ્કારની સાર્વત્રિકતાને સંકુલ બને છે. સંસ્કૃતિને નિર્માતા. પછી સંસ્કૃતિ સમૂહ અને વ્યક્તિનાં વિચાર, દર્શન, વ્યવહાર કે આચારમાં નિરંતર પ્રગટ થતી રહે છે.. - સંસ્કૃતિમાં આપણી ધાર્મિક માન્યતાઓ, ચિરંતન મૂલ્ય, સાહિત્ય-સંગીત અને કવિતાને સમાવેશ થઈ જાય છે. સંસ્કૃતિ ભાષા દ્વારા પણ વહે છે, ત્યારે ભાષા એ સંસ્કૃતિનું વાહન કે માધ્યમ બની જાય છે. " પ્રત્યેક સંસ્કૃતિને પોતાનાં સોહામણાં સ્વરૂપ છે, આ સ્વરૂપોનું ઘડતર થાય છે સંસ્કારો દ્વારા. સંસ્કૃતિને ખેંચી લાવે છે સંસ્કારો. સંસ્કૃતિમાં સંરક્ષરોનું વૈવિધ્ય, ઊંડાણ અને ઉદારતા હોય છે. જે સમયે જે પ્રકારનાં સંસ્કાર મનુષ્ય જાતિનાં હૃદયમાં વધુ ને વધુ ઉંડા સ્પર્શી ગયા હોય ત્યારે તે પ્રકારની સંસ્કૃતિ તે સમયે વધુ લાંબા સમય ફલે ફાલે છે.
વિવિધ સંસ્કૃતિઓને જ્યારે કહેવાતા ધાર્મિક લોકો જાણે અજાણે એ ધર્મ સાથે જોડી દે છે ત્યારે અનેક સંપ્રદાયોને જન્મ થાય છે. આવું થાય છે ત્યારે તે સંપ્રદાયોને નથી સંબંધ રહેતે ખરેખર ધર્મ સાથે કે ખરેખરી સંસ્કૃતિ સાથે સંસ્કૃતિ અને સંપ્રદાયોને શરૂઆત હમેશાં ચોક્કસ હોય છે. પણ અંત અનિશ્ચિત, કેમ કે જેમ સંસ્કારો પરિવર્તનશીલ હોવાથી તેઓનું સ્વરૂપ અાયમી છે તેમ તેના અનુસંધાને પાછળ પાછળ ચાલી આવતી સંસ્કૃતિ પણ ચિર- સ્થાયી કેમ રહી શકે?
સંસ્કૃતિ આવે છે અને જાય છે. ત્યારે તેની અમીટ છાપ અને અવશેષોનો ઈતિહાસ અવશ્ય મૂકતી જાય છે. સમયનાં એક ગાળામાં એક પ્રકારની સંસ્કૃતિ હોય છે. અને સમયનાં બીજા ગાળામાં કદાચ બીજા કોઈ પ્રકારની સંસ્કૃતિ હોઈ શકે, કારણ કે સમય સંસ્કૃતિનું મોઢું ફેરવી નાંખે છે.
* પરિવર્તન અને ક્રાંતિની નવી હવા જરીપૂરાણી અને મૃત: પ્રાય થઈ ચૂકેલી સંસ્કૃતિમાં નવા પ્રાણ પૂરે છે ત્યારે કાં તો તે સંસ્કૃતિ ખોંખારો ખાઈને નૂતન ચેતના સાથે ઊભી થાય છે અથવા પરિવર્તનના રામર્દય ધક્કાથી હડસેલાઈને આધી - પાછી થઈ જાય છે, તેનું સ્થાન બીજા પ્રકારની સંસ્કૃતિ લે છે.
જે સંસ્કારમાં હોય છે તે સ્વભાવમાં પ્રગટ થાય છે અને સ્વભાવનું સદ્દીકીકરણ થાય છે શિક્ષણ દ્વારા સંસ્કૃતિનાં ઘડતર, સંવર્ધન અને સંમાર્જનનું માધ્યમ બને છે. શિક્ષણ. સંસ્કૃતિ અને સરકારને વાહક એકમ છે વ્યકિત અને વ્યકિતની વ્યકિતમતાને પાંગરાવે છે જે તે સમયની સંસ્કૃતિની અસર કે છાયાવાળી શિક્ષણ પદ્ધતિ.
સમૂહનાં સંસ્કાર અને સંસ્કૃતિની છાયામાંથી બાકાત રહે નથી વ્યક્તિને સ્વભાવ કે જે તે સમૂહ - સમાજની શિક્ષણ પદ્ધતિ.
સમૂહની અપેક્ષાઓનું પ્રતિબિંબ પાડતું કેળવણીનું માળખું વ્યકિતને તે સમાજની સંસ્કૃતિની પાછળ દોડતા કરી મૂકે છે. સંસ્કૃતિ પાછળની પેઢી - દર - પેઢીની આવી સામૂહિક દોટ વિવિધ સામાંજિક પ્રથા, પ્રણાલી અને પરંપરાને જન્મ આપે છે. જીવન અને કલાના આવા કપરા કાળે - કેળવણીને પિતાને અસલ ચહેરો ધ મુશ્કેલ બને છે.
શિક્ષણ કે જેને સંસ્કૃતિ, સમાજ અને સુસંસ્કારોને પિતાની પાછળ દોરવાના હોય છે, તે પોતે જ જ્યારે પોતાની જ રચેલી પ્રપંચનાઓમાંથી બહાર આવી શકતું નથી ત્યારે પ્રજ્ઞાવાન પુરુષે પુનઃ વિચારણા કરતા થઈ જાય છે. * શિક્ષણ કે જેને સંસ્કૃતિ, સમાજ અને સુસંસ્કારોના રચયિતા બનવાનું બીડું ઝડપવાનું હોય છે તે પોતે જ જ્યારે કોઈકનાં હાથમાં ઝડપાયેલું બીડું બની ગયેલું હોય છે ત્યારે કેળવણીની કપરી - કસોટીને કટોક્ટીકાળ આવે છે.
સમસ્ત પ્રજાની કલા, કલ્પના અને કેળવણીની ત્રિપુટી પિતાની સંસ્કૃતિની જાતને જલતી, જીવતી અને જાગતી રાખે છે.
પૃથ્વી પરની હરેક પ્રજાને પોત પોતાની આગવી અને આકર્ષક સંસ્કૃતિનાં વિવિધ ભાતીગળ ઓઢણાં ઢયાં છે. - આપણી સંસ્કૃતિ ત્યાગની છે. -
એક સંતે ખરું જ કહ્યું છે કે, પરદેશની સંસ્કૃતિ દ્રાક્ષની છે જ્યારે ભારતની સંસ્કૃતિ રુદ્રાક્ષની છે.
પ્ર. અનિરૂદ્ધભાઈ એમ. ઠાકર