________________
પ્રબુદ્ધ જીવન
રમાઁ લેકદળ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં અને કદાચ ગુજરાતમાં, ભારતીય જનતા પા, મહારાષ્ટ્રમાં અર્સ કોંગ્રેસ, તામિલનાડુમાં રામચંદ્રનના એડીએમકે પક્ષસાવ કંગાળ દેખાવ કરે એમ લાગતું નથી.
પરિણામ જે આવે તે. હકીકત એ છે, કે અત્યારે કૉંગ્રેસ (આઈ) સિવાય કોઈ બીજો પક્ષ, સત્તા ભાગવી શકે તેમ નથી. આ હકીકતને સ્વીકાર કર્યા વિના છૂટકે નથી. જે લોકોને આવું પરિણામ અનિચ્છનીય લાગતું હોય તેમણે વિધાન સભા અને સત્તા ભૂલી જઈ, શાન્તિથી અને ધીરજથી લોકોની સેવામાં જોડાઈ જવું એ જ માર્ગ છે. લોકોની વચ્ચે બેસી તેમના સુખ-દુ:ખના ભાગીદાર થવું, અન્યાય થતા હાય ત્યાં હિંમત આપવી, ભ્રષ્ટાચાર ડામવા, સાચી પરિસ્થિતિથી લોકોને માહિતગાર રાખવા તે જ કામ છે. ગાંધીજીના આ માર્ગ હતા. લડત નિષ્ફળ જાય કે પડી ભાંગે ત્યારે ૮ - ૧૦ વર્ષ ધીરજથી રચનાત્મક કામ કરી લોકોને તૈયાર કરતા. આવેા સેવાભાવ હવે બહુ રહ્યો નથી. બધાને સત્તા જોઈએ છીએ. લાક સમિતિની અને સંપૂર્ણ કાન્તિની વાતે, જે. પી. તે નામે થાય છે પણ તેને માટે ગામડામાં દટાઈ જવું પડે તેની તૈયારી ઓછી છે. ઈન્દિરા ગાંધી સામે, આર્થિક, રાજકીય, સામાજિક, ઘણાં વિકટ પ્રશ્ના પયા છે. તેને અંશત. પણ ઉકેલ નહિ લાવે તે તે પણ લાંબા સમય ટકી નહિ શકે. ગામડાના નાના ખેડતે તેના પત્રમાં લખ્યું છે તેમ, છેવટ વહીવટ – પરિણામ - જોઈને લોકો મતદાન કરે છે. લોકો જાગૃત છે. ઈન્દિરા ગાંધી, બીજું ગમે તે કરે, પણ લાકશાહી જીવતી રહેવા દેશે તે દેશનું ભાવિ અંધકારમય નથી. લાકશાહીનું દફન થશે તે। હ।ઈ બચાવી શકે તેમ નથી. છેલ્લી બે ચૂંટણીઓએ બતાવ્યું છે કે આ દેશની પ્રજા હિંમતથી નિર્ણય લઈ શકે છે. એ હિંમત જીવતી રાખવી લેક્સેવકોનું કામ છે.
4-4-260
ચીમનલાલ ચકુભાઈ
.
કાર શું
કરે ?
સાડાપાંચ મહિનાથી અમેરિકન દૂતાલયના ૫૧ માણસોને ઈરાને બાન પકડી રાખ્યા છે અને તેમને અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ ભાગવવા પડે છે. બહાનું એટલું જ હતું કે, શાહને અમેરિકાએ ઈરાનના હવાલે કરવા. હવે શાહ અમેરિકામાં છે નહિ. અને અમેરિકા ધારે તે પણ શાહને ઈરાનને શરણે મૂકી શકે તેમ નથી. ઈરાનનું આ પગલું આંતરરાષ્ટ્રીય નીતિનિયમોથી વિરુદ્ધ છે અને ખાટું છે એમ દુનિયાનાં બધા દેશ નિરપવાદ કહે છે. છતાં દુનિયાના દેશોએ, ખાસ કરી યુરોપના દેશો તથા જાપાને ઢીલી નીતિ અખત્યાર કરી છે અને ઈરાન ઉપર દબાણ લાવવું જોઈએ તેથી દર રહ્યા છે. આ બધા દેશોએ કોઈ પણ પ્રકારના લશ્કરી પગલાં ન લેવા કાર્ટર ઉપર દબાણ કર્યું છે. કાર્ટરે ઘણી ધીરજ રાખી, એવી આશાએ કે ધીરજના ફળ મીઠા આવશે. કાર્ટરની ધીરજની પ્રશંસા થઈ. રશિયાએ અફઘાનિસ્તાન ઉપર આક્રમણ કર્યું, પછી એમ લાગતું હતું કે, ઈરાન કંઈક નમતું મૂકશે અને અમેરિકા તરફનું વલણ બદલાવશે. અમેરિકાએ શાહને વર્ષો સુધી ટકાવ્યા અને શાહના જુલ્મામાં આડકતરી રીતે નિમિત્તા બન્યું. પણ એનું તે દુનિયામાં થતું આવ્યું છે, તેના બદલે આવા વેરથી ન લેવાય. ઈરાનમાં આંતરિક સંઘર્ષ છે. ઝનૂની મુલ્લાંઓ અને વિદ્યાર્થીઓ એક તરફ, તા બીજી તરફ ડાબેરી કાન્તિકારી, લગભગ સામ્યવાદી જૂથ વચ્ચે મેટી અથડામણ છે. કાર્ટરને આશા હતી, કે અંતે વિનીત મતને વિજ્ય થશે અને ઈરાન સાચા રાહે આવશે. અમે રિકન પ્રજાના રોપ વધતો ગયો. અમેરિકામાં પ્રમુખની ચૂંટણીનું
આ વર્ષ છે. કાર્ટરને ફરી પ્રમુખ ચૂંટાવું છે. કાર્ટરની ધીરજ નિર્બ ળતામાં ખપાવા લાગી. તેના હરીફ રીગન અને કેનેડી, કાર્ટર ઉપર પ્રહાર કરતા રહ્યા, ઈરાન સામે આર્થિક નાકાબંધી કરી. દબાણ લાવવા કાર્ટર યુરોપના દેશ અને જાપાનને જોરથી આગ્રહ કર્યો. યુરોપ અને જાપાન ઉપર અમેરિકાના ઘણા ઉપકાર છે અને અત્યારે પણ રશિયન આક્રમ સામે, અમેરિકાની મદદ વિના યુરોપ પેાતાનું રક્ષણ કરી શકે તેમ નથી. પણ તેલના પુરવઠો મેળવવા અને વેપા રનાભે યુરોપના દેશા અને જાપાન, અમેરિકાને ટેકો આપતા નથી. 'દગાલના સમયથી ફ્રાન્સને અમેરિકાની ઈર્ષા રહી છે. છેવટ કાર્ટ૨ે અલ્ટીમેટમ આપ્યું અને ૧૭મી મે પહેલા ઈરાન બાનને છેડે નહિ તેા લશ્કરી પગલા લેવાની ધમકી આપી. યુરોપના મઝીયારી બજારના નવ દેશોએ કચવાતે મને અને અનિચ્છાએ આર્થિક પગ
તા. ૧૬-૫-૮૦
લાને ટકો આપવા સંમતિ જાહેર કરી. આર્થિક પગલા બહુ અસરકારક થાય તેમ નથી એ હકીકત જાણીતી છે. રશિયા અને જાપાન ઈરાનને મદદ ક૨ે તેમ છે. દક્ષિણ આફ્રિકા અને રહેાડેશિયા સામે આર્થિક પગલાં નિષ્ફળ ગયા છે. યુરોપના દેશોએ ચારીછૂપીથી વેપાર કર્યો છતાં તેની કાંઈક અસર થશે તેમ માની કાર્ટરે આર્થિક પગલાને આગ્રહ રાખ્યા. યુરોપના દેશીએ માની લીધું કે હવે કોઈ લશ્કરી પગલાં નહિ લેવાય. તેમાં અચાનક કાર્ટર બાનને છોડાવવા હવાઈ હુમલાથી છાપા માર્યા અને દુર્ભાગ્યે નિષ્ફળ ગયા. વૈજ્ઞાનિક ટેકનોલોજીના શિખરે છે તેવા દેશના હેલીકોપ્ટરો આણીને સમયે તૂટી પડયા. હવે ખબર પડી કે, આ છાપા મારવા ચારપાંચ મહિનાથી તૈયારી ચાલતી હતી. જૂનંદા માણસોને મૂકયા હતા અને પૂરી તાલીમ આપી હતી. કાર્ટરની પૂરી ફજેતી થઈ. કાર્ટરે બધી જવાબદારી પેતાના શીરે"વ્હારી લીધી. પણ જે કર્યું તે વ્યાજબી હતું અને ફરી જરૂર પડયે કરશું એમ જોરદાર બચાવ કર્યો. અમેરિકન પ્રજાએ એક દરે કાર્ટરને સાથ આપ્યો છે. પ્રમુખ અને પ્રજા સમક્ષ‘કોકટી હોય ત્યારે પ્રજા, પ્રમુખની પડખે ઊભી રહે તે સ્વાભાવિક છે, પણ નિષ્ફળતા માટે કાર્ટરની ભારે ટીકા તા થશે જ. દુનિયાનાં દેશોએ આ પગલાને વખાણું. યુરોપના દેશને લાગ્યું કે, કાર્ટરે દગો દીધો. કાર્ટરે કહ્યું, આ લશ્કરી પગલું નથી, પણ માનવતાનું પગલું છે. ઈરાન અને રશિયા નજીક આવ્યા. ઝનૂની મુલ્લાઓ અને વિદ્યાથઔં વધારે વિર્યા અને બાનાને જુદે જુદે સ્થળે ફેરવી નાખ્યા.
કાર્ટર ખૂબ મુંઝવણમાં છે. કાર્ટર સજ્જન વ્યકિત છે. નૈતિક મૂલ્યાની તેને કીંમત છે. આવી ત્યકિત નિર્દયતાથી અને લોખંડીપણે કામ કરી ન શકે. તેનામાં અસ્થિરતા લાગે, કારણકે જે પગલાં લે તે કોઈક અનિચ્છાએ લેવા પડે. અને તેથી પૂરા જોરથી લેવાય નહિ.
કાર્ટર શું કરે ? The whole thing is utterly irrational. લશ્કરી પગલાં લેવા સહેલા નથી, તેમ કરવાં જતાં મોટું યુદ્ધ ફાટી નીકળે. ખૌમેનીમાં ગાંડપણ અને ઝનૂન બન્ને છે. તે લાંબી ગણતરી કરે તેમ નથી. રશિયાને તક મળી છે. દુનિયાનો કોઈ દેશ યુદ્ધ ઈચ્છતા નથી. છતાં કાર્ટરે કાંઈક કર્યા વિના છૂટકો જ નથી. અમેરિકાની પ્રતિષ્ઠાને સવાલ છે. કાર્ટરની પ્રતિષ્ઠાનો સવાલ છે. પચાસ માણસાના જાન જાય તે બહુ મોટી વાત નથી, પણ ઈરાન જેવા દેશ અમેરિકાને હાંસીપાત્ર બનાવે તે અસહ્ય છે. દુનિયાના બીજા દેશોએ ઈરાન પર દબાણ લાવવું જોઈએ, તે લાવતા નથી. આપણે પણ દેખીતી રીતે ઈરાનના પગલાંને યોગ્ય કહ્યું છે. છતાં અમેરિકાની પૂરી ટીકા કરીએ છીએ. અમેરિકા અને કાર્ટર આ અપમાન ક્યાં સુધી સહન કરશે? અમેરિકામાં એક મેટો વર્ગ છે જે યુદ્ધ કરવું પડે તો ડરતો નથી, એટલું જ નહિ પણ યુદ્ધ કરવું જ જોઈએ એમ માને છે. આને કાર્ટર તેમ કરવામાં વિલંબ કરે છે, તેને કાર્ટરની નિર્બળતા માને છે. યુદ્ધ આમ જ આણધાર્યું ફાટી નીકળે છે. યુદ્ધને આરે ઊભા છીએ. ખરી રીતે રશિયાએ અફઘાનીસ્તાન પર આક્રમણ કર્યું. તે વધારે ગંભીર બનાવ છે. પણ હાલ તે ઢંકાઈ ગયા છે. અમેરિકાની લશ્કરી તાકાત માટી છે. કાર્ટરની જગ્યાઓ નિક્સન હેાંત તા કદાચ વહેલા લશ્કરી પગલાં લીધા હત. પણ જો ઈરાન બાનને નહિ છેડે તો કાર્ટરને પણ લશ્કરી પગલાં લીધા વિના છૂટકો નથી. પરિસ્થિતિ સ્ફોટક છે. કાર્ટરના વિદેશમંત્રી વાન્ચે રાજીનામું આપ્યું તે કાર્ટરે સ્વીકારી લીધું છે. આ હકીકત કાર્ટરને દૃઢ નિશ્ચય બતાવે છે.
કાર્ટર કોઈ લશ્કરી પગલાં લે અને તેમાંથી યુદ્ધ ફાટી નીકળે તો તે માટે કાર્ટરની જ જવાબદારી નહિ હોય, ખરી રીતે દુનિયાના બધા દેશેએ ઇરાન પર દબાણ લાવીને આ પ્રશ્ન ઉકેલવા જોઈએ. આવા પ્રશ્ને યુદ્ધ થાય તો મોટી મનસીબી લેખાય. પ્રમુખપદની ચૂંટણી નજીક આવે છે તેમ કાર્ટર ઉપર દબાણ વધે છે. અલબત્ત, પ્રમુખપદ મેળવવા માટે યુદ્ધ ન થાય. પણ સાચી રીતે યુદ્ધ અનિવાર્ય હાય તો તેને ટાળી પણ નહિ શકાય. કાર્ટર કરે?
ચીમનલાલ ચકુભાઈ
૭-૫-૧૯૮૦