SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ 7– - તા. ૧-૧-૮૦ 'પ્રબુદ્ધ જીવન જનસમુદાયને નાગરિક શિક્ષણ આપે ખાસ કરીને આપણી અજ્ઞાન પ્રજાને અવાજના પ્ર૬ વણથી થતા ગેરલાભ બાબત સમજણ આપવાની તાતી જરૂર છે. જયાં સુધી આ પ્રશ્ન બાબત પ્રજા જાગૃત ન બને ત્યાં સુધી આ સમસ્યા હલ કરવામાં મુશ્કેલી નડવાની જ, આ કામ માત્ર સરકારદ્રારાં જ થઈ શકે તેમ નથી. દરેક નાગરિકની ફરજ છે કે તે અવાજથી થતાં નુકસાન તરફ જાગૃત બને અને પોતાના રોજિંદા જીવનમાં અવાજ ઉપર નિયમન રાખતા રહે. આ માટે કેટલાંક સૂચન કરવામાં આવેલ છે તેને અમલ થવા જોઈએ. કામદારોએ ઈયર–પ્લઝને ઉપયોગ કરવો જોઈએ. જ્ઞાનતંતુની ક્ષમતા વધારવા માટે કેટલાક કુદરતી ઉપચારોને આશરો લેવું જોઈએ. તે માટે મેરુદંડ સ્નાન ઘણું ઉપયોગી છે. - સ્વાથ્ય માટે નિયમિત પ્રાણાયામ અને પ્રાર્થનાની ખાસ જરૂર છે. આથી આપણું આરોગ્ય સુધરે છે. આપણાં જ્ઞાનતંતુમાં શકિત આવે છે અને અવાજની માઠી અસરમાંથી મુકત રહી શકાય છે. પછી કોઈપણ જાતના ઉત્તેજક પદાર્થોના સેવનની જરૂરિયાત રહેતી નથી. જ્ઞાનતંતુને શાંત રાખે તેવાં શામક દ્રવ્યોની આદતમાંથી પણ આપણી જાતને બચાવી શકીએ છીએ. આ માટે કુદરતમય જીવન સિવાય બીજા કૃત્રિમ ઉપાયે નકામાં છે. (‘લાઈફ નેચરલમાંથી) અનુ: દીનકરરાય વૈષ્ણવ. સબસે ઊંચી પ્રેમ સગાઈ * પ્રેમ, ઈશ્વર અને માણસ વચ્ચે હોય, પતિ-પત્ની વચ્ચેના હાય, મા બાપ વચ્ચે હોય, ભાઈ-બહેન વચ્ચે હોય, ભાઈ-ભાઈ વચ્ચે હોય, મિત્ર-મિત્ર વચ્ચેનો હોય, તેમ જ માણસ અને વતન વચ્ચેનો હોય કે દેશ પ્રત્યેને હેય. આ બધા પ્રેમના પ્રકારે છે. એટલે પહેલાં કહેવાતું “સબસે ઊંચી પ્રેમ સગાઈ.” આપણે, ઈતિહાસમાં પ્રેમ માટે ફના થવાના, મરી ફીટવાના, દાખલાઓ વાંચીએ છીએ ત્યારે તેને બિરદાવીએ છીએ. અંતરના ઊંડાણમાંથી એ સાચા પ્રેમીઓ પ્રત્યે અહોભાવનો ઉગારો નીકળે છે, એ સમયમાં પ્રેમ માટે માણસ પોતાનું જીવન સમર્પણ કરી દેતો હતો. એ શુદ્ધ, સાચે અને સાત્વીક પ્રેમ હતો. પ્રેમ માટે ત્યારે અલંકારિક ભાષાના ઝુમખાઓની જરૂર નહોતી પડતી. પ્રેમ માટે બસ એક જ શબ્દ “પ્રેમ” એ પૂરત શબ્દ ગણાતો. એક વખત “પ્ર. શબ્દ મેઢામાંથી નીકળી પડયા બાદ જીવતરના અંત સુધી જળવાઈ રહેતે, ગમે તે ભેગે–પ્રાણના ભાગે પણ. જયારે આજે પ્રેમ કરનાર વ્યકિત, મહાભારત લખાય એટલાં બધાં અહંકારી વિશેષણોદ્વારા તેને વ્યકત કરતે દેખાય છે. પરંતુ, જ્યારે ખરાખરીને ખેલ આવે છે ત્યારે તે વ્યકિત પામર બનીનેભીર બનીને-માણસને ન શોભે–પ્રેમીને ન શોભે એ રીતે એ પ્રેમને નિલાંજલી આપતા જરા પણ શરમ કે સંકોચ અનુભવતા નથી. અને એવા માણસને સમાજ પણ, શિક્ષા કરવાને બદલે કાયમ અપનાવ રહ્યો છે. બીજાના દિલને આઘાત આપનાર, અન્યની જિદગીને દફે કરનાર-એ કહેવાતા પ્રેમી પ્રત્યે સમાજ જરા સરખે પણ અણગમે નથી દાખવતે અને તે, સમાજમાં સુખચેનથી-એશઆરામથી ઊ૨ માથું રાખીને જીવે છે અને તેને ભોગ બનનાર સાચી-નિર્દોષ વ્યકિત તરફ સમાજ આંગળી ચીંધે છે અને તેનું જીવતર ખાર વખ જેવું બનાવે છે–આજને સમાજ. - આનું કારણ વિચારતાં સમજાય છે કે આપણે સત્યને લગભગ દેશવટો દીધું છે. આપણે સર્વોચ્ચ રીતે સંપૂર્ણપણે સ્વાર્થી બની ગયો છીએ. માનવતા સાથેનો નાતે આપણે સાવ તેડી નાંખ્યો છે. ઈશ્વરને આપણે ભૂલી ગયા છીએ અથવા તો ઈશ્વરનો અને પાપનો ડર આપણે હવે ત્યજી દીધું છે. આપણે પૂરા અર્થમાં દંભી બની , ગયા છીએ. સમગ્ર સમાજ દંભના અંચળા નીચે જીવી રહ્યો છે. આપણી જીભ પર, ઈશ્વર-સત્ય-પ્રમાણિકતા-અહિંસા-અચૌર્ય-અપરિગ્રહવિગેરે સતત દેખા દે છે, પરંતુ એ આપણી જાતને અને સમાજને છેતરવા પૂરતાં જ હોય છે. આ બધાનું આપણે સતત રટણ કરીએ છીએ. પરંતુ એની વિર દ્ધ વર્તવાના આપણે પ્રમાણિકપણે શપથ લીધેલા હોય છે. એમાં પણ આપણે આપણી જાત સાથે કરાર કરીએ છીએ, કે આપણા બે પૂરતી જ આ કહેવાતી પ્રમાણિકતાની વાત છે, ત્રીજુ કોઈ ન જાણે તેની સતત ચીવટ અને કાળજી રાખવાની અને આ રીતે સમાજની લગભગ દરેક વ્યકિત મહોરા પેરીને જીવન જીવતી હોય છે. માટે જ આજને પ્રેમ, શુદ્ધ ગુલાબની સુગંધી કળી જે સુવાસીક ' નહિ પરંતુ કાગળના સુશોભિત ગુલાબની સુવાસરહિતની પાંદડી જે બનાવટી હોય છે. આવા પ્રેમના નામની પાછળ વિષયાંધતા કે સ્વાભરી લોલુપતા ભરી પડી હોય છે. “સ્વાર્થ સર્યો એટલે વૈધ વેરી” બની જાય એવી આજંના પ્રેમની વાત છે.. માતા અને બાળકના શુદ્ધ પ્રેમને જગતમાં જેટ નહોતા મળતો, તેમાં પણ આજે ભેળસેળ માલુમ પડે છે. પતિ-પત્ની વચ્ચેના શુદ્ધ પ્રેમનાં, ઈતિહાસમાં પાનાં ભરીને વાંચેલા દાખલાઓ આજે દિવાસ્વપ્ન જેવા બની ગયા છે. આજે ખરે પ્રેમનો નાતે તે પૈસા સાથે, દરેક માનવીએ બાંધી લીધો છે. આજે પ્રાધાન્ય પૈસાનું છે. બીજા બધાનું-પતિ, બાળક, મા, બાપ, વિગેરેનું સ્થાન ત્યારબાદ આવે છે. આ રીતે આજના માનવીના પ્રેમમાં સ્વાર્થની ભેળસેળ થઈ ગઈ છે. ઈશ્વર સાથેના પ્રેમમાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તે છે. પેલી લોકોકિત સાથે બરાબર બંધ બેસે એવું જીવનઘડતર કરવામાં આઝના માનવીએ સફળતા પ્રાપ્ત કરી હોય એમ લાગે છે. જેવી કે: મારો પરમેશ્વર અને બૈરી મારી ગુરુ, છોકરા મારા શાલીગ્રામ, એમાં સેવા કોની કરું?” આ નિર્ભિક આજને માનવી બની ગયા છે, અને આ રીતના જીવનને–વર્તનને–જિંદગીનું સાચું સુખ ગણીને ચાલે છે.” આ રીતે આખે યુગ અર્થ- પ્રધાન યુગ બની ગયું છે. તેમાં ખૂબ જ પ્રગતિ સધાઈ છે. ખૂબ જ આગળ વધી જવાયું છે. જે રસ્તે આગળ વધવામાં વધુ આગળ જતાં માટી ખાઈ આવે છે. ત્યાં સુધી પહોંચી જઈએ તે પહેલાં, જાગૃતિપૂર્વક પારોઠનાં પગલાં ભરવાની જરૂર દેખાય છે. એટલે જો સમયસર ચેતીને પાછા ફરીશું અને જાંગુત થઈને ઈકવરમય, સત્યમય અને પ્રેમમય સાચું જીવન અપનાવીશું તો આંતરિક સુખ મળવાની શકયતા ઊભી થશે. બાકી મંઝવાનાં જળ જેવાં ભૌતિક સુખમાં જ હજુ પણ રચ્યાપચ્યા રહીશું અને જે રસ્તે પ્રયાણ ચાલુ છે એ જ રસ્તે ચાલુ રહેશે તો પેલી ખાઈ આપણને ગ્રસી જવા માટે તૈયાર જ છે. પસંદગીને સમય પાકી ગયો છે અને તે આપણે પોતે જ કરવાની છે. ઈશ્વર આપણને એટલી બુદ્ધિ આપે એવી અંતરની પ્રાર્થના.. : -શાન્તિલાલ ટી. શેઠ જીવનનું રહસ્ય જીવન એ સંગ્રામ અને ભ્રમણાઓમાંથી છુટકારાની લાંબી હારમાળા છે. જીવનનું રહસ્ય ભંગ નથી, પણ અનુભવ દ્વારા કેળવણી છે; પરંતુ દુ:ખની વાત એ છે કે, આપણે સાચું. સમજવા લાગીએ છીએ, ત્યાં તે આપણને પાછા ખેંચી લેવામાં આવે છે. જીવન અને મૃત્યુનું, શુભ અને અશુભનું, જ્ઞાન અને અજ્ઞાનનું આ મિશ્રણ, માયા અથવા તે પ્રકૃતિ કહેવાય છે. અનંત કાળ સુધી તમે સુખની શોધમાં–આ જાળમાં ફર્યા કરો; તમને ખૂબ સુખ મળશે, અને સાથે સાથે ઘણું અસુખ પણ; માત્ર સારું જ મળે, નરસું નહિ, આવી ધારણા નરી બાલિશતા છે. કાર્યક્ષેત્રમાં પ્રવેશ કરે કે તરત જ એમ માને છે કે મદદ ચોક્કસ મળશે, એવા માણસે જ ખરેખર કાર્ય કરે છે. ' ધ્યાનમાં રાખે કે જીવનસંગ્રામ એ તે જીવનમાં મહાન ઉપકારક વસ્તુ છે. તેમાં થઈને આપણે આગળ વધવાનું છે. જો સ્વર્ગમાં પહોંચવાને કઈ રસ્તો હોય, તો તે નરકમાં થઈને છે. સ્વર્ગમાં જવાને એ જ રસ્તો છે. જયારે જીવાત્મા સંજોગાની સામે થઈ બાઝબાઝી કરે છે અને મૃત્યુની સામે ખડો રહે છે તથા એ રસ્તે અનેક્વાર મૃત્યુને ભેટે છે; છતાં જરા પણ નાહિંમત થયા વિના ફરી ફરી આગળ ધસવાને પ્રયત્ન કરે છે, ત્યારે જીવાત્મા વિરાટ માનવ તરીકે બહાર આવે છે અને જે આદર્શની સિદ્ધિ માટે પ્રયત્ન કરી રહ્યો છે તે પ્રત્યે હસવા લાગે છે; કારણ, તેને માલૂમ પડી જાય છે કે, આદર્શ કરતાં તે પોતે જ ખૂબ મોટો છે. હું પોતે જ-મારો પોતાને જ આત્મા, ગંતવ્ય સ્થાન છે. એ સિવાય બીજું કંઈ જ નહીં; કારણ? મારા પિતાના આત્માની સાથે સરખાવી શકાય એવું બીજું શું છે , -સ્વામી વિવેકાનંદ
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy