________________
પ્રભુધ્ધ જીવન
૧૬૪
રહ્યો છે. માત્ર પોતાની જ નહીં, પરંતુ પાસે રહેતા સૌની તબિયત બગાડી રહ્યો છે. આટલી સમજ બાદ તેમણે તો ઘોંઘાટમાં વધારો કરવા ન જોઈએ.
ઘોંઘાટ ઓછા કરવાના પ્રયાસથી માનવની કાર્યક્ષમતા વધારવામાં અને તેનું આરોગ્ય સાચવવામાં મદદરૂપ થશે ૪૦ કે ૫૦ ડેસીબલ્સ આંક ધરાવતા અવાજમાં ગંભીર પ્રકારનું કામ કરવાનું લગભગ અશકય બની જાય છે. કોઈ પણ પ્રકારના કાર્યમાં એકાગ્રતા રાખી શકાતી નથી. ઘોંઘાટથી શાનતંતુના બાજે
જે વ્યકિતને ઘોંઘાટવાળા વાતાવરણમાં કામ કરવાનું આવી પડે છે ત્યારે તે કામ પાર પાડવા તેને વિશેષ કાળજી રાખવી પડે છે. આથી શાનતંતુ ઉપર બોજો વધી જાય છે અને તેના દિલમાં નિરુત્સાહ પેદા કરે છે. બહારના અવાજથી કામમાં વિક્ષેપ પડે છે અને પરિણામે કાર્યક્ષમતાને હાનિ પહોંચે છે. સારી રીતે કામ પાર પાડવા આનંદ ઘોંઘાટની પરિસ્થિતિમાં માણી શકાતો નથી. અમુક સમય બાદ તેને કામમાં કંટાળો આવે છે. આ જાતનું માનસિક પરિવર્તન આરોગ્યને હાનિ પહોંચાડતું હોય છે. ટૂંકમાં ઘોંઘાટ કામ કરવાની કિત ઘટાડે છે. અને સ્વાસ્થ્યને માટી અસર પહોંચાડે છે.
જેટલી વધારે માંદી તેટલી અવાજ સહન કરવાની વિશેષ અશકિત તેથી કાયમના દરદીને ૨૫ થી ૩૦ ડેસીબલ્સ અવાજન આંક ખલેલ પહોંચાડતા હોય છે. આધુનિક યુગમાં આવા કાયમી રોગીઓની કમી નથી તેથી આપણે જોવું જોઈએ કે જે સ્થળે આપણે કામ કરીએ છીએ, જયાં આપણે રહીએ છીએ, જયાં શયન કરીએ છીએ અને જયાં હરીએ-ફ્રીએ છીએ તે સ્થળ બને તેટલું શાન્ત હાવું જોઈએ. આપણે પોતે આપણા રોજિંદા જીવનથી દાખલા બેસાડીએ તે આસપાસ રહેતા લોકો શાન્તિની ઉપયોગીતા સમજી શકે, અને તેઓ પણ શાન્તિ જાળવવા સહભાગી બને. આથી તેઓના આરોગ્યને પણ સારો એવો લાભ થાય. ઘણાખરો ઘોંઘાટ, ધારીએ ત અટકાવી શકાય. એ બાબત જરા વિચારીએ, જે કોઈ વ્યકિત ગૌચવસ્તી વચ્ચે રહેતી હોય અને તેને આસપાસના ઘોંઘાટમય વાતાવરણથી ખલેલ પહોંચતી હોય, તો તેણે વહેલાસર એ જગ્યા છોડી દઈને શાન્ત વાતાવરણવાળા સ્થળે ચાલ્યા જવું જોઈએ. આરોગ્યની દષ્ટિએ આ પરિવર્તન ઘણુ હિતાવહ છે.
સંપૂર્ણ શાન્તિની અસર
સામાન્ય માન્યતા એવી છે કે સંપૂર્ણ શાન્ત વાતાવરણથી મન ઉપર ખરાબ અસર થાય છે. આ માન્યતા તદન ભૂલભરેલી છે. આધુનિક માનવ, ઘોંઘાટ વચ્ચે જીવવા ટેવાયેલા હેાવાથી શાન્તિમય વાતાવરણમાં તેના જીવ મૂંઝાવા માંડે છે, તે બેચેની અનુભવે છે. જ્ઞાનતંતુને ઉત્તેજના આપે તેવા વાતાવરણથી તે ટેવાયેલા હાવાથી શાન્તિ તેને આકરી લાગે છે. આ લેખના લેખકને કેટલાક મહિના સુધી ગંગા નદીના શાન્ત અને સૌમ્ય વાતાવરણમાં રહેવાના પ્રસંગ સાંપડયો હતા. ગંગાના તટ ઉપર ગાળેલી પ્રત્યેક ક્ષણ તેને આહલાદક લાગેલી. કેટલાક વર્ષો પહેલાં દક્ષિણ ભારતમાં રહેતા એક ભકતને ત્યાં આવી શાન્તિનો અનુભવ તેને થયા હતા. ભકતના ઘરમાં ઘણાં માણસા એકત્ર થતાં છતાં ત્યાં અશાન્તિ લાગતી ન હતી. આખા ઘરમાં એક પ્રકારનું દૈવી વાતાવરણ ફેલાયેલું રહેતું હતું. એ ઘરની દીવાલા ઉપર ‘શાન્તિ’ના પાટિયા લગાડેલાં હતાં. આવા વાતાવરણમાં મન તદન શાન્ત બની જાય છે, મનના ઉધામા શાન્ત થઈ જાય છે.
આ બધું વાતાવરણની અસરને લીધે ઝડપથી બને છે. શાન્તિ માટેનાં વ્યવહારુ સૂચનો
૧. વધારેપડતા મેટા અવાજથી ઘરમાં બોલા નહીં. જરૂર પૂરતા જ 'અવાજ મોઢામાંથી કાઢો.
૨. રેડિયો ઊંચા અવાજથી વગાડો નહીં.
૩. કારખાનાઓમાં અવાજને ઓછા કરવા માટે અવાજને શોષી લે તેવા પદાર્થોના ઉપયોગ કરો. સાઉન્ડ એબસોર્બી`ગ મટીરીયલ્સના ઉપયાગથી અવાજની તીવ્રતા ઘટી જવા પામશે.
૪. કારણ વગર તમારી સાઈકલની ઘંટડી કે માટરનું હાર્ન વગાડો નહીં, ખાસ જરૂર હોય ત્યારે જ તેના ઉપયોગ કરવા જોઈએ.
૫. ઘરવપરાશના સાધનો એવાં પસંદ કરો કે જે અવાજ વગરના હાય. અહીં પણ અવાજને ઓછા કરવા માટે સાઉન્ડ એબસબીંગ મટીરીયલ્સનો ઉપયોગ કરવા જોઈએ.
તા. ૧-૧-૨૦
દરેક આરોગ્યચાહક વ્યકિતની પવિત્ર ફરજ છે કે તે ઉપરની સૂચનાનો બરાબર અમલ કરે અને આસપાસના લોકોને પણ તે પ્રમાણે વર્તવા સૂચના આપે, સમૂહના આરોગ્ય માટે ઉપરની બાબતેના અમલ ખાસ જરૂરી છે.
કારખાનામાં થતા ઘોંઘાટને આછા કરો
૬. જાહેર કાર્યક્રમમાં તમે ભાગ લ્યો અથવા તો તેનું તમે આયોજન કરો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તેમાં મેટા અવાજો ન થાય. દાખલાતરીકે, ઘણી વખત ઉત્સવામાં કાન ફાડી નાખે તેવા ફટાકડ ફોડવામાં આવે છે. આનંદના પ્રસંગો અવાજ કર્યા વગર શાંતિથી સારી રીતે ઊજવી શકાય તેના દાખલા પૂરો પાડો.
લાખો કામદારો આરોગ્યને હાની પહોંચાડે તેવા ઘોંઘાટમય વાતાવરણમાં કામ કરતા હોય છે. કારખાનાના માલિકો અને સત્તાધારીઓએ અવાજની તીવ્રતા ઘટાડવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. કામદારોની પણ ફરજ થઈ પડે છે કે તેઓ પણ જેમ બને તેમ ઓછા અવાજથી કામ કરવાનું શીખે.
જયાં જરૂર હોય ત્યાં કાનમાં રખાતા ‘ઈયર પ્લગ્નના પણ ઉપયોગ કરી શકાય. -
ઉત્પાદકો આ બાબતમાં મદદરૂપ થઈ શકે
જાપાન અને અમેરિકામાં અવાજને ઓછા કરવા માટે નવી રીતે અપનાવવામાં આવે છે. ત્યાં ‘અવાજ અંકો’ઉત્પાદનની વસ્તુઓ ઉપર લગાડવામાં આવે છે. ત્યાં ખાસ કરીને અવાજ ઉત્પન્ન કરતાં યંત્ર જેવાં કે વિદ્યુત સાધનો, મોટર સાઈકલ, ઘાસ કાપવાના સાધનો, વિદ્યુત કરવતો, વીજળીથી ચાલતી સાવરણીઓ, (વેક્યૂમ કલીનર્સ) અને આવી તો કેટલીયે ચીજો છે જેના ઉપર અવાજનો આંક લખવામાં આવે છે. ઉપર જણાવેલ વસ્તુઓના ઉત્પાદકો માટે આ સૂચન ક્રિયાત હોય છે. અમેરિકા અને જાપાનના લોકો ઘરવપરાશ માટે અને કારખાના માટે એવાં યંત્રા પસંદ કરી શકે છે કે જે આછા અવાજ કરતાં હોય. આવી અવાજની તીવ્રતા ધ્યાનમાં લઈ કરવામાં આવતી ઓજારો અને યંત્રની પસંદગી ઘરમાં અને આસપાસ અવાજના ત્રાસ ઓછે કરવામાં મદદરૂપ થાય છે. અવાજ ઘટાડવા માટે આપણા દેશ ઉપર જણાવેલ યોજના અપનાવી શકે છે.
વાહનવ્યવહારના અવાજો ઓછા કરી શકાય
રસ્તા ઉપર ચાલતાં વાહનો અવાજનાં ઉદ્દભવસ્થાના છે અને તેમાં પણ ખટારાને દુશ્મન નંબર ૧ માની શકાય. દશ રાષ્ટ્રોના સંશાધન ઉપરથી ખટારાને એક નંબરને આપણા દુશ્મન ગણવામાં આવેલ છે. વાહનવ્યવહારથી ઉપજતા અવાજને કાબૂમાં લેવા ટ્રાફિક ઉપર આકરા નિયમા લાદવાની ખાસ જરૂરિયાત છે. યાંત્રિક ફેરફારોથી આવા અવાજો ઘટાડી શકાય છે. એન્જીન સરળતાથી ચાલી શકે તે માટે યોગ્ય પગલાં લઈ શકાય. હિલેામાં ‘સાઈલન્સર્સ’ લગાડવાથી અવાજની તીવ્રતા ઘટાડી શકાય છે.
દક્ષિણ કેલિફોનિ યામાં રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર ડેસીબલ મીટર્સ મૂકવામાં આવે છે અને ત્યાં માત્ર અતિ ઝડપથી ચાલતાં વાહનાને જ રોકવામાં આવતાં નથી. પરંતુ ૮૨ ડેસીબલ અવાજના આંકથી વધારે અવાજ ઉત્પન્ન કરતાં વાહનોને પણ રસ્તામાં નિયમના ભંગ માટે અટકાવવામાં આવે છે, અવાજના નિયમન માટે આપણે દેશ પણ ઉપર જણાવેલ ઉપાય અમલમાં મૂકી શકે છે.
રસ્તાની બન્ને બાજુએ રોપેલાં વૃક્ષો પણ અવાજના માજાને અટકાવવામાં અસરકારક આડશની ગરજ સારે છે.
હવાઈ–જહાજોના અવાજો ઘટાડી શકાય
જાપાનના વિમાની મથકોએ જેટ વિમાનના અતિ ઘોંઘાટને છે. કરવા માટે યાંત્રિક યોજના શોધી કાઢી છે. આવી જ જાતની યોજના ઝુરીચ હવાઈ-મથકમાં અમલમાં છે. આપણાં વિમાન મંથકોમાં પણ આવી યોજના દાખલ કરી શકાય. નાઈઝ-સપ્રેસર્સના ઉપયોગથી અવાજ આછા કરી શકાય છે. એન્જીનના ઉત્પાદન વખતે તેમાંથી નીક્ળતા અવાજને ધ્યાનમાં લઈ તેની બનાવટમાં યાંત્રિક સુવિધા દાખલ કરી અવાજને નિયમનમાં લાવી શકાય છે. આ યોજનાના અમલથી ઘણા દેશેામાં અવાજને ત્રાસ ઘટી જવા પામેલ છે.
કારખાનામાં અપનાવવામાં આવતાં પગલાં
પહેલાં તો લોકોના રહેઠાણની જગ્યાઓથી કારખાનાં દૂર નાખવાં જોઈએ. દરેક કારખાનાની આસપાસ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. આવા કુદરતી લીલા પટાથી અવાજનું પ્રદૂષણ ઘટાડી શકાય છે. કારખાનામાં પણ મંત્ર બનાવતી વખતે એવાં યંત્રા બનાવવા જોઈએ કે જેમાંથી આછા અવાજ નીકળતા હાય.
'આથી જો કે શરૂઆતનો ખર્ચો વધી જાય છે. અવાજરહિત મંત્રા બનાવવા જતાં ખર્ચનું પ્રમાણ વધી જાય છે. પરંતુ લાંબે ગાળે આખર્ચ મોંઘો પડતા નથી. આ યોજનાથી કાર્યશકિતમાં વધારો થાય છે, અને કામદારોનું આરોગ્ય જળવાઈ રહે છે, અકસ્માતના ભય પણ ઓછા થઈ જાય છે. મજૂરોની કાર્ય કરવાની શકિતમાં વધારો જોવા મળે છે અને તેથી ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થતી રહે છે.