SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬૩૮૦ પ્રબુધ્ધ જીવન આપણે થવા દેવા જોઈએ એવી કોઈ અર્થશાસ્ત્રીની વાત બે ંદી તમિલનાડુના કમળ, કાદવ, કળગમ છે. આજે તો માનવીએ દુનિયાભરમાં જ્યાં મેટાં મેટાં જળાયે, ખેતી માટે કે જળ વિદ્યુતના ઉત્પાદન માટે સર્જ્ય છે તેના, પરિસર પર કેવા પ્રત્યાઘાત પડે છે તેને પ્રદીર્ઘ અભ્યાસ ઈન્ટરનેશનલ કાઉંન્સિલ ઓફ સાયન્ટિફિક મુનિન્સ તરફથી થઈ રહ્યો છેઅને ઉપરોકત મધ્યમ માર્ગની દિશા પણ નક્કી થઈ રહી છે. આપણે જ્યારે વિકાસની વાત કરીએ ત્યારે આપણી જાતને કેટલાક પ્રશ્નો પૂછવા જોઈએ અને એ પ્રશ્નના ઉત્તર મેળવવામાં ઉપરોકત અભ્યાસ સહાયભૂત થાય એમ છે. દા. ત. આપણે પ્રશ્ન પૂછવા જોઈએ કે: શેના વિકાસ કરવા છે અને શાને માટે કરવા છે? આપણે જે માલ વાપરીએ છીએ તેને ઠેકાણે બીજું કાંઈ વધારે નિર્દોષ રીતે ઉત્પન્ન થયેલું વાપરી શકીએ કે નહિ ? આપણે માલ જોઈએ કેટલા ? આપણે વિદ્યુત, વગેરેની સેવાઓ જોઈએ કેટલી? આર્થિક પ્રવૃત્તિની કેટલી આડપેદાશે સહન કરી લેવા આપણે તૈયાર છીએ? રમણીયતા, શાંતિ, નીરવતા, નિરસર્ગ સાથેને સંપૂર્ણ સમભાવ આપણને જોઈએ છે કે નહિ? આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવીને જ એક સંકલિત પરિસરવાદી અને ઉદ્યોગવાદી નીતિ આપણે નદી કરવી જાઈએ. અણુવિદ્યુત ઉત્પન્ન કરતાં કારખાનાંઓ મેટાં પ્રદુષક તત્ત્વો છે. (અમેરિકામાં આવાં ૭૫ ઉપરાંત કારખાનાં છે. આપણા દેશમાં, ત્રણ છે, ચાનું નરોડામાં બંધાઈ રહ્યું છે) આમ અણુ વિદ્ય ત ઉત્પાદન ક્ષેત્રે અમેરિકા ઘણું આગળ હોવા છતાં, અમેરિકાના અણુ ઉર્જા ખાતાના એક વખતના પ્રમુખ અને ઔદ્યોગિક તથા વૈજ્ઞાનિક વિકાસના પ્રખર પુરસ્કર્તા ડો. ગ્લેન સીબાગે પણ એક સ્થળે લખ્યું છે કે: “આપણી દુનિયામાં જે સામગ્રી પડી છે તેના અને આપણને જે ઊર્જા પ્રાપ્ય છે તેનો ઉપયોગ કરવાની પદ્ધતિમાં ધરમૂળના ફેરફાર આપણે કરવા પડશે. વિકાસની એક નવી જ ફિલસુફી આપણે વિકસાવવી પડશે. માનવીય સંબંધના આધાર પર આ ફિલસૂફીનું મંડાણ કરવું પડશે.” આપણા વિકાસનું આયોજન કરનારાઓએ આ શબ્દો યાદ રાખવા જેવા છે. મનુભાઈ મહેતા પ્રબુદ્ધે જીવન (રજિસ્ટ્રેશન ઓફ ન્યુઝ પેપર્સ સેન્ટ્રલ રૂલ્સ ૧૯૫૬ ના અન્વયે) ફોર્મ નં. ૪ ‘પ્રબુદ્ધ જીવન’સંબંધમાં નીચેની વિગતો પ્રગટ કરવામાં આવે છે. ૧. પ્રસિદ્ધ સ્થળ પ્રસિદ્ધ ક્રમ મુદ્રકનું નામ કયા દેશના ઠેકામ ૨. 3. ૪. ૫. ૬. પ્રકાશકનું નામ ક્યા દેશના ઠેકાણુ તંત્રીનું નામ ક્યા દેશના ઠેકાણુ માલિકનું નામ અને સરનામું : ટોપીવાલા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૮. : દર મહિનાની પહેલી અને સેાળમી તારીખ. : ચીમનલાલ જે. શાહ : ભારતીય : ટોપીવાલા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી. ગઢ, મુંબઈ - ૪. : ચીમનલાલ જે. શાહ : ભારતીય : ટોપીવાલા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪ : શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ : ભારતીય : ટોપીવાલા મેન્શન, ૩૮૫ સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪. : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ : ટોપીવાલા મેન્શન, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ -૪. ૨૦૯ હું ચીમનલાલ ચકુભાઈ શાહ આથી જાહેર કરું છું, કે ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. ચીમનલાલ ચકુભાઈ શાહ તા. ૧-૩-૧૯૮૦. તામિલનાડુ તેના કમળ અને કાદવ માટે પણ પ્રખ્યાત છે. તેના રાજકારણમાં પણ પુષ્કળ કાદવ છે, પણ કમળ શોધવાં પડે. અહીં કોંગ્રેસને હરાવીને દ્રાવિડ મુન્નેત્ર કળગમ પક્ષ સત્તા પર આવ્યો હતા. તેના સ્થાપક નેતા અન્ના દેરાઈના અવસાન પછી કરુણાનિધિ મુખ્ય પ્રધાન થયા. કરૂણાનિધિને કાઢીને અન્ના દ્રાવિડ મુન્નેત્ર કવગમના નેતા રામચંદ્રન મુખ્ય પ્રધાન થયા હતા. હવે તેઓ પદભ્રષ્ટ થયા છે અને કરુણાનિધિ પાછા મુખ્ય પ્રધાન થવાની વકી છે. કાદવ તામિલનાડુના રાજકારણ પૂરતો મર્યાદિત નથી. કામરાજને હટાવવા ઈન્દિરા ગાંધીએ પાતાની કૉંગ્રેસના ભાગે પણ કરુણાનિધિને જિતાડયા હતા. રાજકારણમાં કોઈ સદા માટે શત્રુ નથી, સદા માટે મિત્ર નથી. સદા માટે સ્વાર્થ જ છે. આથી શ્રીમતી ગાંધીએ કરુણાનિધિને બરતરફ કર્યા હતા. હવે ફરીથી તેઓ બંને સંપી ગયાં છે અને શ્રીમતી ગાંધીએ શમચંદ્રનને પદભ્રષ્ટ કર્યા છે. લોકસભાની ચૂંટણીમાં ઈન્દિરા કોંગ્રેસ કરૂણાનિધિના દ્રા. મુ. ક. પક્ષની મદદથી તામિલનાડુમાં મેદાન મારી ગઈ. હવે કોંગ્રેસની મદદથી વિધાનસભાની ચૂંટણીમાં કરૂણાનિધિના દ્રામુક પક્ષ મેદાન મારી જશે, અને ઘડિયાળનો કાંટો ફરી ફરીને પાછા ૧૨ ઉપર આવી જશે. જે કોઈ પણ મદદ લેવા આવે તેની સાથે જોડાણ કરવાના મલ્ટીપલ રોલ ભજવવા જતાં સિનેમા સ્ટાર રામચંદ્રન તેમના ક્ષ્મિી ચિત્રાના ખલનાયકની જેમ ખપી ગયા છે. તામિલનાડુના રાજકારણમાં ક્યાંય કમળની સુગંધ આવતી નથી, પણ કર્દમ (કાદવ) અને કળગમની ગંધ તો બહુ આવે છે. આટલી પ્રાસ્તાવિક વાત કર્યા પછી હવે આપણે કળગમ અને તેના સ્થાપક રામસ્વામીની વાત કરીએ. દ્રાવિડ કળગમના સ્થાપક પરિઆર રામસ્વામી હતા, જેમની ગયે વર્ષે જન્મ શતાબ્દિ ઊજવાઈ. અન્નાદુરાઈ તેમના પટ્ટશિષ્ય હતા, પરંતુ ગુરુનું ‘ગાંડપણ’ અને વિકૃત માનસ અસહ્ય લાગવાથી તથા ગુરુની સ્લિસૂફી અવ્યવહારુ લાગવાથી તેમણે પોતાના દ્રાવિડ મુનેત્ર કળગમ નામના જુદા પા સ્થાપ્યો. અન્નાદુરાઈના અવસાન પછી તેમની ગાદી માટે સ્પર્ધા થઈ, તેમાં કરુણાનિધિ જીતી ગયા. સિનેમા, નાટક અને સાહિત્યના ક્ષેત્રે કરુણાનિધિ અને રામચંદ્રન એકબીજાના માત્ર પ્રતિસ્પર્ધી નથી, શત્રુ પણ છે. આ શત્રુવટ તેમના કુટુંબમાં પણ ઊતરી છે. આથી રામચંદ્રન, કરુણાનિધિના નેતૃત્વવાળા દ્રા. મુ. ક.માં રહી શકયા નહીં, અને અન્નાદુરાઈનું નામ વેચી ખાવા અન્નાદ્રા. મુ. કે. પક્ષ સ્થાપ્યા. તામિલનાડુનો આ પક્ષ જાણે રાષ્ટ્રવ્યાપી પક્ષ હોય તેમ તેને ઓલ ઈન્ડિયા અન્ના દ્રાવિડ મુનેત્ર કળગમ એવું મેટું નામ આપ્યું અને દુશ્મનના દુશ્મનને મિત્ર બનાવીને તામિલનાડુની ગાદી મેળવી. રામસ્વામીના કળગમ, કરુણાનિધિના કળગમ અને રામચંદ્રનના કગળમ વચ્ચે કંઈ તફાવત હોય તો રંગની માત્રાના છે. વ્યક્તિગત તફાવત એ છે કે રામસ્વામીમાં ઝનૂન અને ગાંડપણ હતાં, કરુણાનિધિ વ્યવહારકુશળ અને ગણતરીબાજ છે (એટલે જ તેમણે પોતાના ગઈ કાલના દુશ્મન શ્રીમતી ગાંધી સામે રાજકીય મૈત્રી કરી લીધી) અમે રામચંદ્રન, રાજકારણને પણ સિનેમાના મારફાડ અને ડબલ રોલ સમજે છે. બ્રિટીશ જમાનામાં અંગ્રેજો રાષ્ટ્રીય કોંગ્રેસના સ્વાતંત્ર્ય સંગ્રામને કચડી નાખવા તેની સામે મળે એટલા વિરોધીઓને પ્રોત્સાહન આપી ઊભા કરતા હતા. રામસ્વામી તે પૈકી એક હતા. જો કે તેઓ અંગ્રેજેની સામે ઘૂરકી લેતા હતા ખરા. તામિલનાડુમાં પ્રદેશવાદ, ભાષાવાદ અને વર્ણવાદનું ઝેર ફેલાવનારા રામસ્વામીના માનસથી આપણે પરિચિત થઈએ. તેઓ ગર્ભશ્રીમંત હતા. તેમનું વેપારી કુટુંબ રૂઢિચુસ્ત હતું. શ્રીમંતાઈ અને માભાના કારણે છેકરો ગરીબ, અવર્ણ છેાકરાઓ સાથે હળભળે અને ખાય-પીએ નહીં એવી કાળજી રામસ્વામીના વડીલા રાખતા હતા. આ નિયંત્રણા રામસ્વામીને ગમતા ન હતાં. યુવાનીમાં પ્રવેશ કરતા રામસ્વામીએ હિંદુ-પુરાણા અને શાસ્રો વાંચ્યાં. તેમને લાગ્યું કે તેમાં તો ભારોભાર અન્યાય છે. તેમણે હિંદુ રૂઢિઓ અને રિવાજો સામે બળવો કર્યો. ૧૯૧૯માં તેઓ કમાઉ
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy