________________
>
૧૯૭૪
પ્રબુદ્ધ જીવન
માટી એકજ છે. પરંતુ તેમાં જુદાં જુદાં બીજો, જેવાં કે ટમેટાં મરચાં, કારેલાં, શેરડી, ઈત્યાદિ. વાવવાથી ટમેટાં ખાટાં, મરચાં તીખાં, કારેલાં કડવાં અને શેરડી મીઠી થશે.
પાણી અને માટી એક જ છે છતાં આ જુદા જુદા સ્વાદ અને ગંધ કયાંથી આવ્યા અને તેમાં પણ બીજી એક ખૂબી એ જોવા મળશે કે શેરડી અને કારેલાં બાજુ બાજુમાં હોવા છતાં એક બીજાના રસ એક બીજાને જરાય અસર કરતા નથી. જેવાં બાજુમાં શેરડીને કારેલાં મીઠાં થઈ ગયાં અને કારેલાંને લઈને શેરડી કડવી થઈ ગઈ આવું પણ કદીએ બનતું નથી.
ઉપરોકત ક્રિયાના રહસ્યને સમજી લઈએ.
સૃષ્ટિસર્જનમાં પાંચ તત્ત્વો અને પાંચ ગુણ કારણભૂત ગણાય છે. આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી એ પાંચ તત્ત્વા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ ગુણા છે. આકાશના ગુણ શબ્દ, વાયુના સ્પર્શ, તેજના રૂપ, જલના રસ અને પૃથ્વીના ગુણ ગંધ છે.
ઉપરોકત ક્રિયામાં બે તત્ત્વો પૃથ્વી અને જલ તેના ગુણા સાથે કામ કરે છે. પૃથ્વીને ગુણ ગંધ હોઈ જગતની તમામે તમામ ગંધ પૃથ્વીમાંથી જ પેદા થાય છે. અને પાછી તે પૃથ્વીમાં જ સમાય છે. અને પૃથ્વીને જો કોઈપણ રીતે નાશ કરવામાં આવે તો તે ગંધ રૂપે વાતાવરણમાં સમાઈ જશે. પાણીને ગુણ રસ હોઈ દુનિયાના બધાજ રસ તેમાં સમાયેલા છે. દુનિયામાં કોઈપણ પદાર્થ એવા નથી કે જેના રસ ન થઈ શકે; જેનો રસ થઈ શકે તે બધા પદાર્થો પાણીમય જ કહેવાય.
આમ હોવા છતાં પૃથ્વીમાં રહેલી ગંધ અને પાણીમાં રહેલા રસ પૃથ્વીને અને પાણી બન્નેનું પૃથકરણ (એનેલીસ) કરતાં પણ જોઈ કે અનુભવી શકાતા નથી. પૃથ્વીમાંથી ગંધ અને પાણીમાંથી રસ મેળવવા માટે એક ત્રીજી વસ્તુની જરૂર પડે છે.
એ ત્રીજી વસ્તુ છે બીજ. આપણને જેવી ગંધ અને જેવા રસ જોઈતા હોય તેવી ગંધ અને રસ ધરાવતા ફળનું બીજ પાણીયુક્ત પૃથ્વીમાં વાવવાથી સમય આવ્યે તે છોડ અગર તો વૃક્ષ બની ફૂલી ફળીને વાવેલા બીજનું આખું ફળ એક યાતા અનેક બીજો સહિત આપશે.
કોઈને ઝેરી રસ જોઈતા હોય તે અફીણને ધંતુરો આદિ વાવતાં એ જ પૃથ્વી અને પાણી બન્ને મળી ઝેરી રસનાં ફળ પણ આપશે. પાણી અને પૃથ્વી પાસે એનો જરાય ભેદભાવ નથી.
પાણી અને પૃથ્વીમાં બધીજ ગંધ અને રસા સમાયેલા છે. છતાં તેની હાજરી સ્થુલરૂપે પૃથ્વી કે પાણીમાં જણાતી નથી પરંતુ તે બીજના માધ્યમ દ્વારા જ સ્થૂળ રૂપે પ્રાપ્ત કરી શાય છે. આ એક હકીકત છે.
તેવી જ રીતે વિચારોનું બળ પણ સમગ્ર બ્રહ્માંડમાં ગુપ્તરૂપે અદશ્ય રીતે બધે જ ફેલાયેલું છે અને વિચારરૂપી બીજ દ્રારા તેની પ્રાપ્તિ થાય છે
વિચારની શકિત વ્યકિતગત રીતથી માંડીને પેાતાનાં પુત્રપૌત્રાદિ, સગાં વહાલાં, આડોશ પાડોશ. શેરી મહાલ્લા, ગામ, ઈલાકો, દેશ અને દુનિયા સુધી તે તે માણસની શકિત પ્રમાણે ફેલાશે,
ઓછી વિચારશકિતવાળા માણસ પેાતાની શકિત પ્રમાણે ફકત પોતાના વ્યક્તિગત જ વિકાસ કરી એ વિચારશકિતના પ્રભાવ પાતાપૂરતા જ બતાવી શકશે એથી વધુ શક્તિવાળા પેાતાના વર્તુળમાં આવતા પુત્ર-પૌત્રાદિ—સગા-વહાલાં અને મિત્રમંડળ ઉપર પણ પેાતાના પ્રભાવ બતાવી શકે એથી વધુ શકિતશાળી. આગળ જાણ્યા, પ્રમાણે અનુક્રમે ગામ, ઈલાકો, દેશ અને આખી દુનિયા ઉપર પણ પેાતાના પ્રભાવ બતાવી શકે.
વિચારશકિત કેળવવા માટે ફકત વિચારશકિતને સમજી લેવી એટલું જ બસ છે:- દાખલા તરીકે, પૈસા પૈસાથી સારાં કામે પણ થાય છે, નઠારાં કામેા પણ થાય છે. તેવી જ રીતે મજબૂત વિચારશકિતથી પણ સારાં અને નઠારા બન્ને કાર્યો થઈ શકે છે.
આવું સમજી લેવાં છતાં માણસ પોતાની વિચારશકિતને સારો જ ઉપયોગ કરશે એવું પણ બનતું નથી.
એક સુદઢ વિચારશકિતવાળા માણસ દેશના સેનાપતિપદે છે. અચાનક પરરાષ્ટ્રનું આક્રમણ થતાં પોતાની મજબુત વિચાર શકિતના, તે માણસ બીજા માણસાને વધુમાં વધુ મારી નાખવાનાં પ્રયાસામાં જ ઉપયોગ કરશે, કરવા જ પડે.
એની સામે પુ. મહાત્મા ગાંધી જેવા સુઢ વિચારશકિતવાળા માણસ સામે લડાઈનું આહાન હોવા છતાં પરિસ્થિતિ મુજબ વિચાર શક્તિને કામે લગાડી જેમ માર મારવા એ એક શકિત છે તેવી જ
તા. ૧૬. ૧
જ રીતે માર ખાવા, પણ શકિત હોવા છતાં સામાને ન મા પણ એક મહાનશકિત છે. એવું શોધી કાઢી આખા દેશ અ યાને પણ વિચારશકિતના સવળા પાસાનો પ્રભાવ બતાવ
આમ વિચારનું બળ દરેકે દરેક માનવી માત્રમાં તે શકિત પ્રમાણેની પરિસ્થિતિને પહોંચી વળે તેટલા પ્રમાણમાં િ
છે જ.
વિચાર બળને મેળવવાના સિદ્ધાંતને આગળ ઉપર ૪ વાથી આપણે એટલું જાણી શકયા કે વિચારનું બળ વધારી નથી પરંતુ જેટલા પ્રમાણમાં આપણામાં રહેલું છે તેમાં ઘટાડો જરૂરથી અટકાવી શકાય અને તેમ કરી પોતાની પિ પ્રમાણેના એક ઉત્તમ પ્રકારના માનવી. જરૂરથી બની શ
જેમકે એક લાકડું છે, જ્યાં ત્યાં પડ્યું છે. પડખું પડ્યુ શક્તિ ખલાસ થઈ સડી જશે. પરંતુ તે લાકડાને રદા મારી, પા કરી, રંગરોગાન કરીને યોગ્ય જગ્યાએ તેના ઉપયોગ કરવાથી તે શક્તિ ઘટતી અટકશે અને એ જગ્યાએ પેાતાની શકિત પ્રમાણે લાંબા સમય સુધી કામ આપશે. આમ આ મજકુર લાકડાની શકિતમાં તા વધારો ન થયો પરંતુ તેની શકિતનો ઘટાડો રોકાઈ ગયા.
તેવી જ રીતે દરેક દરેક માણસ પેાતાની પરિસ્થિતિ પ્રમાણેની શકિતવાળું વિચારનું બળ ધરાવે જ છે, પર ંતુ તેની વ્યવસ્થિત જાણકારી નહાવાના કારણે તેના છૂટક અનેક વિષયોમાં ઉપયોગ કરવાથી તેનું બળ ઘટી જાય છે એટલે કે વહેંચાઈ જાય છે. પરંતુ તે વિચારશકિતનું મૂળ તથા તેના કાર્યની જાણકારી કરી લેવાથી તેના ઉપયોગ વ્યવસ્થિત રીતે અને જુદે જુદે વહેંચાઈ ગયા સિવાય થશે તે પોતાની શકિત પ્રમાણેના વિચાર બળના પૂરે પૂરો ઉપયોગ દરેકે દરેક માણસ કરી શકે જ.
એટલે કે જેમ વ્યવસ્થિત રૂપે જયાં ત્યાં પડેલું લાકડુ પેાલીશ તથા રંગરોગાન થતાં દેખાવમાં પણ સારું લાગવા માંડે અને તેની શક્તિમાં થતો ઘટાડો પણ અટકે તેવી જ રીતે પોતાની વિચારશકિને ઓળખીને તેનો વ્યવસ્થિત રૂપે ઉપયોગ કરવાથી માણસ પોતાની શક્તિ પ્રમાણેના પોતાના વર્તુળમાં વિચારવંત લેખાશે, ડાહ્યો ગણાશે. અને અગાઉ સમજી ગયા તે પ્રમાણેના પેાતાના મેટામાં મોટા વર્તુળમાં પેાતાની પૂરેપૂરી શકિત પ્રમાણેના પ્રભાવ બતાવી શકશે, શકે છે. વસ તલાલ વીરજીભાઇ ગાહિલ
રાજાનુ રહસ્ય
આ ઉપકથા મેં કન્હનગઢના સ્વામી રામદાસને મુખેથી સાંભળી હતી.
એક રાજા હતો. એની રાણી ઘણી ધાર્મિક વૃત્તિની સ્ત્રી હતી. એને મોટા ભાગનો સમય પૂજાપાઠ અને જપતપમાં વીતતો હતો. જીવનના બધાં જ સુખ તેને મળ્યાં હતાં. દુ:ખ માત્ર એક વાતનું હતું; તેના પતિ, જે એક અત્યંત ન્યાયપરાયણ, પ્રજાવત્સલ, કુશળ રાજા હતો, તે આસ્તિક નહાતો, રાણીએ એને કયારે ય પૂજા કરતાં જોયો નહોતો, ભગવાનનું નામ લેતાં સાંભળ્યો નહોતો. આનું જ રાણીને હૈયે દુ:ખ હતું. એક વાર, રાતના ત્રીજા પહરે, અચાનક રાણીની ઊંઘ ઊડી ગઈ, અને એ વખતે સાહસા તેણે રાજાને ઊંઘમાં જ ‘નારાયણ, નારાયણ' બોલતાં સાંભળ્યો. રાણીના આનંદનો પાર ન રહ્યો. ‘ચાલો, સ્વપ્નામાં તો એ પ્રભુનું નામ લે છે!” બીજે દિવસે એણે મોટો ઉત્સવ યોજ્યો. રાજાએ આ બધી ધામધૂમ જોઈને રાણીને એનું કારણ પૂછ્યું. રાણીએ કહ્યું: કાલે મેં તમને ઊંઘમાં ભગવાનનું નામ લેતાં સાંભળ્યા, તેના આનંદનો આ ઉત્સવ છે.’ રાજા ચમકી ઊઠયો. એને દુ:ખ થયું કે જીવનભર એણે જે આધ્યાત્મિક શિસ્ત સ્વીકારી હતી, તે આમ અજાગૃત, ઘડીએ તૂટી ગઈ.
ભકિત એ બાહ્ય અનુષ્ઠાન નથી, આંતરિક સમર્પણ છે. મન નિરંતર પ્રભુ ચરણોમાં લીન રહે અને હાથ હમેશાં કર્મ – કર્તવ્ય કરે તે ભકિતની પરમાવસ્થા છે.
~‘નિથા
6