SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુએ જીવન સંસદ વેચવા કાઢી નથી ભારત, એક બાજ દુનિયાના સૌથી મોટો લોક્શાહી દેશ છે તો બીજી બાજુ એ જગતના સૌથી ગરીબ દેશેામાંના એક છે. થોડાક ધનિકો અને કરોડો ગરીબ વચ્ચેની ખાઈ એટલી પહેાળી છે કે લોકોને મત આપવાનો અધિકાર ગરીબીને લીધે પાતળા પડી જાય છે, મત આપવાનો રાજકીય અધિકાર છે પણ મત આપવાની આર્થિક શકિતથી માટી ઔદ્યોગિક કંપનીઓ બધા પક્ષોને પૈસા આપે. અને ગામડાંના નિકો મતદારોનાં મોટાં જૂથો ઉપર અંકુશ ધરાવે તે પરથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે. તાજેતરનાં વર્ષોમાં પૈસાની શકિતએ ભયજનક પ્રમાણ ધારણ કર્યું છે. ૧૯૫૨માં થયેલી પહેલી સામાન્ય ચૂંટણીમાં પૈસાનું પ્રભુત્વ નહોતું અને તેનું કારણ જવાહરલાલ નેહરૂનું વ્યકિતત્વ અને કૉંગ્રેસ પક્ષનું પ્રચંડ સ્વરૂપ હતું. પણ વખત જતાં કોંગ્રેસ પક્ષ નબળા પડયા અને અંકુશાનું રાજય, કાળાં નાણાંનું સર્જન અને ઔદ્યોગિક કાચા માલ અને વપરાશી માલની તંગી દરમિયાન એ વસ્તુઓ અમુક થાડા માણસાને ફાળવવામાં રાજકીય સત્તાના દુરુપયોગ – આ બધાએ પરિસ્થિતિને વધુ વકરાવી છે. નેહરૂના વખતમાં પણ નાણાં ઉઘરાવવામાં આવતા હતાં પણ તેમાં કંઈક પ્રમાણભાન રહેતું હતું. શ્રીમતી ઈન્દિરા ગાંધી, વડા પ્રધાન બન્યાં ત્યારે તેમણે ગંજાવર રમે પક્ષ માટે ઉઘરાવવાની કળા ધીમે ધીમે સંપૂર્ણ બનાવી. નેહરુના વખતમાં જયાં હજારો કે લાખો રૂપિયાથી કામ ચાલતું ત્યાં હવે કરોડોથી ચાલવા લાગ્યું અને શ્રીમતી ગાંધી ગરીબોના ઉદ્ધારની વાત કરતાં રહ્યાં, છતાં એમના શાસન દરમિયાન નાણાંની શકિત જ એકમાત્ર અગત્યની શકિત બની રહી. પણ આમાં પતિને કુશળતાપૂર્વક ઉપયોગ કરવા માટે શ્રીમતી ગાંધીને દોષ દેવા તે વાજબી નથી, દાપ આખી પતિના છે, તેના ઉપયોગ કરનાર વ્યકિતને નહિ, આધુનિક ચૂંટણીઓ ખર્ચાળ હોય છે. ચૂંટણી માટે પૈસા ક્યાંકથી તે મેળવવા જ પડે. આખરે પૈસા પ્રજા પાસેથી જ આવે છે. ધનિક લોકો કે ઉદ્યોગપતિઓ રાજકીય પક્ષાને કરોડો રૂપિયા આપે તો પણ તે રૂપિયા ચૂંટણીના સમયે અછતમાં આવી પડતી અથવા કાળા બજારમાં ચાલી જતી અનેક વસ્તુઓના ઊંચા ભાવરૂપે લોકો પાસેથી જ વસૂલ થાય છે. એટલે ખરી રીતે ચૂંટણીમાં નાણાં સામાન્ય માણસ જ પૂરાં પાડે છે, તે પછી રાજ્ય પોતે જ સીધી રીતે એને માટે નાણાં આપીને જુદાં જુદાં જૂથોની ભ્રષ્ટાચારી અસર દૂર કેમ ન કરે ચૂંટણી માટે રાજ્ય નાણાં આપે તેની પાછળની પાયાની ફિલસૂફી આ છે. ભારતની ચૂંટણીઓમાં વિદેશી નાણાં સંડોવાયાને આક્ષેપ પણ વારંવાર થયા છે. બંને મહાસત્તાઓને ભારતમાં પેાતાને અનુકૂળ રાજકીય શાસન સ્થપાય તેમાં રસ છે. ભારતની ચૂંટણી પર અસર પાડવાને; આરબ જેવા નવા નિકોને પણ રસ છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને સામ્યવાદી રાજ્યો પાસે ઈચ્છિત ઉમેદવારોને કે પક્ષોને કરોડો રૂપિયા પહોંચાડવાના અનેક માર્ગો છે. જો રાજકીય પક્ષોને રાજ્ય તરફથી જ નાણાં પૂરા પાડવામાં આવે તો વિદેશી દરમિયાનગીરીની અસર સાવ ઓછી કરી શકાય. દુનિયામાં થોડાક દેશેામાં રાજય ઓછેવત્તે અંશે ચૂંટણી ખર્ચ ભાગવે છે. એવે એક દેશ પશ્ચિમ જર્મની છે. ત્યાં રાજકીયપક્ષોને ચૂંટણીમાં મળતા પ્રત્યેક મત દીઠ સાડા ત્રણ માર્ક મળે છે. ગઈ ચૂંટણીમાં થયેલા કુલ મતદાનના અડધા ટકા જેટલા મત મેળવનાર પક્ષોને આ રકમ મળી શકે છે. અમેરિકામાં વેટરગેટ કૌભાંડ પછી ખળભળી ઊઠેલા અમેરિકન સમાજે નિક્સનને પદભ્રષ્ટ કર્યા તે પછી ત્યાં પણ પ્રમુખની ચૂંટણીનાં નાણાં રાજયે આપવા માંડયાં. ત્યાં પ્રમુખપદના ઉમેદવારોને તેઓ જે ફાળા ઉઘરાવે તેને આધારે રાજ્યના નાણાં મળે છે. પહેલા તેમણે એક લાખ ડોલરને ફાળે ૨૫૦ ડોલરનાં અથવા એથી નાનાં દાનરૂપે મેળવવા જોઈએ. આ પ્રમાણે તેમણેઃ ૨૦ રાજ્યમાંથી દરેકમાં ઓછામાં ઓછા ૫,૦૦૦ ડૉલર ઉઘરાવવા જોઇએ. અમેરિકાની સરકાર દરેક દાનના પહેલા ૨૫૦ ડોલરની સામે ૨૫૦ ડોલર આપે. ૧૯૭૬ પછી પ્રમુખપદના ઉમેદવારને તેમની પ્રાથમિક ચૂંટણી—ઝુંબેશ માટે કેન્દ્ર સરકારનાં નાણાં મળે છે. આ યોજના હેઠળ જિમી કાર્ટરને ૩૭ લાખ ડોલર સરકાર તરફથી 3 ૧૬૧ મળ્યા હતા. ૧૯૭૬માં આ રીતે પ્રમુખપદના પ્રાથમિક ઉમેદવારોને કુલ અઢી કરોડ ડોલર (૨૦ કરોડ રૂપિયા) સરકાર તરફથી મળ્યા હતા. જો આ કાયદો ન થયા હોત તો જિમી કાર્ટર જેવા એક દરે નાનો માણસ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાઈ શક્યા ન હોત. ભારતમાં જનતા પક્ષા, કોંગ્રેસ (અર્સ) અને લેાકદળ એ ત્રણેમાં ચૂંટણી ઢંઢેરામાં લેક્સભા અને વિધાનસભાએ ની ચૂંટણી માટે અને રાજકીય પક્ષોની વાજબી પ્રવૃત્તિઓ માટે રાજય નાણાં આપે એવા સુધારો કરવાનું વચન આપવામાં આવ્યું છે. આમાંથી લાદળનું વચન પ્રતીતિકર લાગતું નથી. તેના નેતા શ્રી ચરણસિંહે ૧૯૮૦ની ચૂંટણીને સા ટકા કાળા નાણાંની ચૂંટણીમાં ફેરવી નાખી છે. કોઈ પણ રાજકીય પક્ષને કંપનીઓ કોઈ પણ રૂપે મદદ કરે તેની ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો વટહુકમ તેમણે બહાર પાડયો છે. એને પરિણામે તમામ રાજકીય પક્ષો હવે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પાસેથી રોકડમાં જ ફાળા ઉઘરાવે છે. જયારે પશ્ચિમ જર્મની કે અમેરિકાની જેમ જાહેર નાણાં ન મળવાનાં હોય અને જયારે ક ંપનીઓ પર રાજકીય પક્ષને દાન આપવાના પ્રતિબંધ હાય ત્યારે ચૂંટણીના ખર્ચ માટે કાળા નાણાં સિવાય બીજો કયો રસ્તો રહ્યો ? રખેવાળ સરકારે લીધેલું આ વધુમાં વધુ બેશરમ પગલું છે. શાસક પક્ષે ખાંડ, કાગળ અને સિમેન્ટની તાજેતરની અછતને નાણાં ઉઘરાવવા માટે પૂરેપૂરે ઉપયોગ કર્યો છે. આક્ષેપ તો એવા થાય છે કે રખેવાળ સરકારના પ્રધાનો રોકડ નાણાંનું સર્જન કેમ કરવું તે ઉદ્યોગપતિઓને શીખવે છે. એવા આક્ષેપ પણ થયો છે કે જે માણસ વગર-હિસાબના રોકડ નાણાં આપવા તૈયાર હોય તેમને આ પ્રધાના ઔદ્યોગિક લાઈસન્સ અને અયાતની પરિમટો આપાવવા તૈયાર થતા હતા, અથવા સ્થાનિક કારખાનાઓમાંથી અમુક માલ છૂટો કરવાની તૈયારી બતાવતા હતા. જેને પરિણામે પેલા માણસને ફાળાની રકમ કરતા બમણા - તમણા ફાયદા થાય. અલબત્ત, આમાં નવું કઈ નથી. છેક પહેલી સામાન્ય ચૂંટણીથી શાસક પક્ષે અંકુશાના એવી રીતે ઉપયોગ કર્યો છે કે જેથી ફાળો આપનારાઓ એટલો મોટો નફો કરી શકે કે લાખાના ફાળો આપવો તેમને પેસાય. નેહરુ ના સમયમાં પણ આ થતું હતું. પણ તે વખતે જાહેર જીવનની શુદ્ધિ માટે થોડી ઘણી ચિંતા હતી, પણ હવે તમામ રાજકીય પક્ષો જરાય શરમ વિના કાળાં નાણાં ઉઘરાવે છે. આમાં સૌથી વધારે બેફામ શ્રીમતી ગાંધી છે. એવી અફવા ફેલાયેલી છે કે તેઓ વડા પ્રધાન હતાં ત્યારે તેમણે ભારતીય ઉદ્યોગપતિઓ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. નવી સરકારે સૌથી પહેલા એવા કાયદા ઘડવા જોઈએ કે માન્ય થયેલા રાષ્ટ્રીય - અને પ્રાદેશિક પક્ષોને ચૂંટણીની ઝુંબેશ માટે સરકાર તરફથી નાણાં મળે એટલું જ નહિ પણ પણ વાજબી રાજકીય પ્રવૃત્તિ માટે પણ આ રીતે નાણાં મળે. એમ પણ કરવું જોઈએ કે રાજ્ય તરફથી રોકડ નાણાંને બદલે પેસ્ટો અને ચૂંટણી ઝુંબેશનું સાહિત્ય પૂરૂં પાડવામાં આવે, જેથી નાણાંને દુરૂપયોગ ઓછામાં ઓછા થાય. રાજય, ચૂંટણીમાં નાણાં આપે તે પછી એવો કાયદો કરવા જોઈએ કે રાજકીય પક્ષો વ્યકિતઓ કે કંપનીઓ પાસેથી ચેકરૂપે જ દાન મેળવી શકે. આ રકમની પણ ટોચમર્યાદા નક્કી કરવી જોઈએ. તે ઉપરાંત રાજકીય પક્ષોએ દર વર્ષે તેમના હિસાબ પ્રગટ કરવા જોઈએ અને રાષ્ટ્રપતિ તથાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિએ સંયુકત રીતે નીમેલા ઓડિટરો પાસે એ હિસાબ ઓડિટ કરાવવા જોઈએ. ત્રણ દાયકા દરમિયાન થયેલી સામાન્ય ચૂંટણીઓએ આપણને બતાવી આપ્યું છેકે ચૂંટણી ખાનગી નાણાંથી કરવાને પરિણામે કાળા નાણાંનું અર્થતંત્ર વિકસ્યું છે અને સાથે સાથે નાણાં આપનારાઓને જાહેર નાણાંકીય અને ઔદ્યોગિક સંસ્થાઓમાં મેાભાદાર જગ્યાઓ બદલારૂપે આપવાની પ્રથા વિકસી છે. 1 ' દિલ્હીમાં આજે સર્વસામાન્યપણે એમ બાલાઈ રહ્યું છે કે અમુક ક’૫ની ૨૦ સંસદસભ્યો ઉપર અંકુશ ધરાવે છે અને અમુક
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy