SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૬૨ અતરરાષ્ટ્રીય કંપનીની પડખે અમુક સાંસદસભ્ય કે અમુક પ્રધાન ઊભેલા છે. ૧૯૭૭ના માર્ચમાં જનતા સંસદીય પક્ષના નેતાની ચૂંટણી વખતે ખાનગી કાળા નાણાંની ભૂમિકા નાટયાત્મ રીતે દેખાઈ આવતી હતી. શકિતશાળી ઔદ્યોગિક હિતા શ્રી મેરારજી દેસાઈની વિરૂદ્ધ હતાં અને નવી દિલ્હીમાં તે દિવસેામાં સંસદસભ્યોના ભાવ ખુલ્લેખુલ્લા બાલાતા હતા. આ અહેવાલામાં થોડીક અતિશિયોકિત હોય તો પણ આપણે એ સ્વીકારવું પડશે કે સંસદસભ્ય ચૂંટવાની પ્રક્રિયાથી માંડી વડા પ્રધાનની ચૂંટણી સુધીની આપણી આખીયે રાજકીય વ્યવસ્થામાં કાળાં નાણાં નિર્ણાયક ભાગ ભજવે છે. આ એક રાજકીય વાસ્તવિકતા છે. જો ભારતની લાકશાહીને નિકશાહીમાં પલટાઈ જવા ન દેવી હાય તા આ વાસ્તવિકતાની ઉપેક્ષા કરવી નહિ પાલવે. ૧૯૮૦ના જાન્યુઆરીની ચૂંટણી પછી થનારી દરેક સંસદીય ચૂંટણી કે વિધાનસભાની ચૂંટણી માટે રાજયે જ નાણાં પૂરા પાડવાં જોઈએ. આ માટે દર વર્ષે કેન્દ્રના બજેટમાં ૨૦૦ કરોડ રૂપિયા ‘ચૂંટણી સહાયક ફંડ તરીકે ફાળવવા જોઈએ આ સુધારાની સાથેાસાથ પક્ષપલટો અટકા વતો કાયદો પણ ઘડવો જોઈએ. આટલું થાય તો નાણાંશકિતનો બેશરમ ઉપયાગ કરનારાઓને ભારતના લોકો ખાતરીપૂર્વક કહી શકે કે “ભારતની સંસદ વેચવા કાઢી નથી.” (કોમર્સ ફીચર્સ સર્વિસ ) વાડીલાલ ડગલી સત્ય ઉવેખ્યાનું સત્ય કોઈ પણ માણસ, પોતાનું અસ્તિત્વ સંકેલી લ્યે, એટલે કે એ દૈહિક સ્વરૂપે આ લાક છોડી, આત્મિક સ્વરૂપે વિલોકી બની જાય પછી, કાળક્રમે એને ભૂલી જવું એ આ માનવીય જગતને સનાતન વ્યવહાર છે. કિંતુ જો એ વ્યકિતમાંના આદર્શ, સંસ્કાર, વિચારો સર્વહિતકારક હાય, ને એનું જીવીત જીવન પરમાર્થી હોય અને જીવ માત્રના હિતચિંતક હોય તે એને જનકલ્યાણાર્થે સદાય જીવંત રાખવા જોઈએ એ સનાતન સત્ય છે! જે આવી વ્યકિતને ભૂલી જઈએ તો, આપણે આપણા સત્યધર્મ ચૂકી ગયાનો અપરાધ સ્વીકારી લઈ, ભવિષ્યમાં આવા અપરાધ કોઈ કરે જ નહીં, ન કરવા જોઈએ એવાં સત્યધર્મ આચરવા જોઈએ ! પરંતુ ઘણી વખત તો એવીય કરુણતા સર્જાય છે, કે યાદ કરવા જેવા ન હોય, એને પણ સારપ-સત્યને યાદ કરતાં કરતાં એને યાદ કરવાનો ધર્મ આચરવા પડે છે! પ્રકાશ મળતું એક દિશામાંથી સૂર્યજન્મ થાય છે ત્યારે ત્યાંથી જ પ્રાપ્ત થાય છે, પરંતુ ત્યારે સામી દિશાએ કશું નથી હોતું એ પણ એક ભ્રમ છે. ત્યાંથી આપણને અંધકાર પ્રાપ્ત થાય છે, જે પણ આશીર્વાદરૂપ છે. આ પણ એક સનાતન સત્ય છે: આ જ વસ્તુ આપણને એ વસ્તુસ્થિતિના નિર્દેશ કરે છે, કે જો સારપના સત્યને સ્વીકારવું હોય તો, એ સત્ય સ્વીકારતા પૂર્વે, અસત્યમય પરિબળના વિવેકસહ ઉલ્લેખ અનિવાર્ય બની જાય છે: કારણ કે તે જ સત્યની ઝળહળતી દિશા આપણને સત્ય સ્વરૂપે પ્રાપ્ત થાય છે. પરંતુ સામી દિશામાંથી પણ જે પ્રાપ્ત થાય છે તે સ્વીકારવું જોઇએ. થોડાક જ દિવસેા પૂર્વે, દુર્યોધનને માનનારો ને ખૂજનારો એક વર્ગ છે, એવું વિધાન એક સજર્જન વ્યક્તિએ કર્યું ત્યારે મને આ વિશે લખવાની પ્રેરણા થઈ! વિશ્વના ઈતિહાસ લખાશે, ત્યારે વિશ્વના રાજનીતિના વિભાગમાં હિટલરને નિર્દેશ ટાળી શકાશે? એક વ્યકિત, બહુસંખ્ય વ્યકિતના મૃત્યુનું ‘કારણ’ બને છે, એને સદાસવંદા, પ્રસંગાપાત યાદ કરવાની કરુણતા-સંવેદનશીલ કરુણતા-સ્વીકારવી પડે છે, ને? દશેરા આવે ત્યારે, એ પ્રસંગે રામોત્સવ ઘણા પ્રાંતોમાં થાય છેપણ સાથે સાથે ‘રાવણ’ દહનના પ્રસંગ પણ ઉલ્લેખનીય થઈ જાય છે!બેશક એને યાદ કરવા પાછળનું એનું પેાતાનું અનર્થ પરિબળ હતું તે છે. મને એક વખત એક ભાઈએ કહેલું, કે ટૉલ્સ્ટોયે કહ્યું છે, કે નામમાં શું છે? એ એનું વિધાન કેટલે અંશે સત્ય છે? ત્યારે મેં એને કહેલું, કોઈ પણ મહાપુરુષના વિધાને સદંતર ખોટા નથી હોતા તેમ સદંતર સત્ય પણ નથી હાતા! તા. ૧-૧-૮૦ આજે આપણા દેશની વાત કરીએ : સૂતા, બેસતા, જમતા અને શુભ કાર્ય કરતાં પણ પોતપોતાના ‘ઈષ્ટ’ દેવનું ‘નામ’ લ્યે છે! આ ય એક ‘નામનું મહત્ત્વ છે! અને ખરા અર્થમાં જોઈએ તે, સે’કડે નવ્વાણું ટકા માત્ર ઈષ્ટ નામ લેવા પૂરતું જ લ્યે છે– જેનું એ નામ લ્યે છે એના જીવનમાંના આદર્શ સંસ્કાર કે આચરણ કરતા નથી; ‘રામ’ને યાદ કરો, રાવણને યાદ કરવા પડશે જ, ‘કૃષ્ણ’ ને યાદ કરવા હોય તો, કંસની શકિતઓ વીસરી પાલવશે? અરે, આ જ સદીમાં આદર્શ જીવન જીવી ગયેલાં ગાંધીજીને આપણે કેટલા યાદ કરીએ છીએ ? ને આપણે ગાડસને પણ યાદ કરવા પડે છે, ને? પણ હું અહીં એક સંવેદન અનુભવું છું. ‘રાવણ’‘કસ’ કે ‘ગાડસે’ –એમનામાંની શકિતઓ, બેશક વિનાશક શકિત હાય તા પણએ મેળવવા માટે એમની જે સાધના હતી, એમના જે પરિશ્રમ હતો, એને વિશેની વાત ભાગ્યે જ કોઈ પંડિત કરશે! એમનામાંની એ શકિતએ જયારે એમણે પ્રાપ્ત કરી હશે ત્યારે, એમના આશય એમની સામેની ‘ઈષ્ટ' વ્યકિતના સંહાર કરવા જ પ્રાપ્ત નહોતી કરી! પરંતુ, સંજોગવશાત એ શકિતઓને સદવ્યય કરવાની, શકિતના અભિમાનમાં સારાસારના વિવેક ત્યજયા એટલે જે એમની શક્તિ વિનાશક બની ગઈ! રાવણે સીતાનું હરણ કર્યું હતું, પણ રાવણે સીતા પ્રત્યે દાખવેલી સ્ત્રીભાવના ઉદાત અને ચારિત્ર્યશીલ હતી એ કોઈ કથાકાર કહે છે?– નથી કહેતા ! હું હંમેશા એક વાત માનતો આવ્યો છું કે, રાવણ કે કંસની શકિતઆ અમાપ હતી. જે સાક્ષાત ઈશ્વરસ્વરૂપ સત્યને પડકારી શકે છે એ શકિત નીંઘ નથી, તિરસ્કૃત નથી: સર્વ શે નહીં તા, અલ્પાંશે એમને પક્ષે પણ ન્યાય હશે જ! આજે તમે કોઈ પણ કથાકારને સાંભળશે તો, ‘રામ’ અને ‘કૃષ્ણ’ની પ્રશંસા કરવા, લોકોમાં શ્રદ્ધા ઉપસાવવા માટે રાવણ અને કંસ પ્રત્યે જ તિરસ્કારપૂર્ણ પ્રવચન કરે છે, તે સત્યથી સદંતર વિમુખ છે! જગતના કોઈ પણ ધર્મની વાત કરો. લોકોમાં શ્રદ્ધા પ્રેરવા, ઈશ્વરત્ત્વ પ્રત્યે આકર્ષવા, એમની સામેના અનર્થ પરિબળને સદંતર અનર્થ અને સદંતર સત્યથી વિમુખ બનાવવાનું ધર્માત્માનું આચરણ કેટલે અંશે સત્ય છે? ઈશ્વર સામેના અનર્થ અને એ જો સત્યને પક્ષે પણ જે કાંઈક અંશે સત્ય હોય છે, એ જો તટસ્થતાપૂર્વક, વિવેકા સાથે વર્ણવે તો, લોકોમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ડગી જાય એવે “ એના ડર કે ધર્મભીરૂતા છે. એવું સ્વીકારવા ધર્માત્માઓ તૈયાર હોતા નથી. કારણકે ધર્મ પ્રત્યે લોકોની શ્રાદ્ધા થોડીક ડગી જાય ને સત્ય સમજે તો લોકોનું કાંઈ અનર્થ સર્જાઈ જવાનું નથી, પરંતુ ‘ઈશ્વર'ના નામે એમના ધર્મ-વ્યવસાયના હિતો અવશ્ય જોખમાય જાય છે! એટલું જ નહીં, ચલચિત્ર કે નાટકોમાં આપણે ‘કંસ’ કે રાવણ’ ના પાત્રને જેટલા ભયંકર અને વિનાશક, મહાભયંકર રાક્ષસી માયાના સ્વરૂપે જોઈએ છીએ તે તે વ્યવસાયી નાટયકારો ને ફિલ્મકારોના પ્રેક્ષકોને આકર્ષવાના એક ‘સ્ટંટ હોય છે. આ જગતના પ્રત્યેક ધર્મના ધર્મપુરુષો-જે ખરા અર્થમાં એમના ધર્મના હજારો ને લાખો અનુયાયીઓ ધરાવતા હોય છે તેએ પણ, આ ‘નાટયકારો’ને ‘ફિલ્મકારો’ જેવા જ હાય છે! જો તમે મૂળ રામાયણ અને મહાભારતનું શાંતચિત્તે પઠન કરા તો, આ કંસ કે રાવણ તમને આટલા વિનાશી, ભયંકર અને અનર્થ રાક્ષસી સ્વરૂપના નહીં જ લાગે!-- તમને પણ આખા આખ્યાનમાં, એમના પક્ષે પણ ક્યાંક ન્યાય કે સત્ય દેખાશે ! આપણે ઈશ્વરને, એની સર્જનાત્મક શકિતઓને સ્વીકારીએ છીએ, પણ એમની સામેની પ્રબળ શકિતઓને તિરસ્કારવા સુધીના પક્ષપાતી બનશું તો આપણુ એ આચરણ સત્યથી કાંઈક અંશે વેગળું જ લાગશે. -ગુણવંત ભટ્ટ H
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy