________________
22 }
પ્રવર જીવન
૧૬૦
અને આફ્રિકાના કેટલાક દેશો, આ સર્વ સ્થળે હવે અમેરિકાની અવહેલના થાય છે. સાવિયેટ રશિયાની સત્તા ચારે તરફ વિક્સતી ગઈ અને અમેરિકાનું ખરેખર હરીફ બન્યું. મધ્યપૂર્વમાં સોવિયેટ સત્તા વિકસની અટકાવવા અમેરિકાને ઈરાનને પાતાનું મથક બનાવ્યું. શાહ, ઈરાન અમેરિકાના હથિયાર બન્યાં. ઈરાનને તેલ વિપૂલ પ્રમાણમાં મળતાં, ઈરાનની આવક અઢળક બની ગઈ. શાહનું મગજ ફરી ગયું. શહેનશાહીના સ્વપ્નાં સેવવાં શરૂ કર્યા. અમેરિકા પાસેથી દરેક પ્રકારના શસ્ત્રસરંજામ, અબજો ડૉલરના ખરીદી ઈરાનની જરૂરિયાત ન હોવા છતાં, ઈરાનમાં ખડકયાં. ઈરાનનું આધુનિકરણ કરવાના પ્રયત્નો આદર્યા. પશ્ચિમી ઢબની રહેણીકરણીનું અનુકરણ કર્યું. પોતાની પ્રજાની ખરી જરૂરિયાતો અને તેના સંસ્કારની અવગણના કરી, પશ્ચિમનું આંધળું અનુકરણ કર્યું. વિરોધ થાય તે સ્વાભાવિક હતું. જૂનવાણી વર્ગના વિરોધ સમજાય એવું છે. પણ એક નવા મધ્યમ અને પ્રમાણમાં સુખી વર્ગ પેદા થયે હતો. તેને પણ શાહની આપખૂદી ખૂંચતી હતી. આ વિરોધને દબાવી દેવા શાહે તેની ગુપ્તચર સંસ્થા ‘વાક’મારફત બહુ અત્યાચારો કર્યા. હજારો માણસાને જેલમાં પૂર્યા. શાહની મહત્વાકાંક્ષા આસમાને પહોંચી, તેલની અઢળક આવક પ્રજાના કલ્યાણ માટે વાપરવાને બદલે, પોતે પોતાના વૈભવમાં વાપરી અને ખાનગી મિલક્ત કરી. પહેલવી વંશ સાથે આ શાહને કોઈ સંબંધ નથી છતાં જાણે ૨૫૦૦ વર્ષની શહેનશાહતના પાતે વારસદાર હોય તેમ પહેલવી વંશની ૨૫૦૦ સાલ દબદબાથી ઊજવી, દેશ અને પ્રજા ગરીબ જ રહ્યાં. પણ તહેરાનમાં ગંગનચૂંબી ઈમારતા અને મેટરોના કાલા ખડકાયા,
પ્રજાના રોપ કેટલા હશે તેનું માપ આટલી વાત ઉપરથી મળે છે કે, ખાર્મની પંદર વર્ષથી દેશવટો ભાગવતા હતા પણ ઈરાક અને ફ્રાન્સમાં રહી, ઈરાનમાં બળવા કરાવી શક્યા .
ખાૌની કહે છે તેમાં ઘણુંનૂન છે. ક્રાન્તિમાં વિવેક કે સમજણ રહેતાં નથી. કાન્તિમાં વિનાશ પહેલાં થાય છે. રોપ કોઈક ભાગ માગે છે. તેથી શાહ માટે માગણી છે. બીજા સેંકડો માણસો અને આગેવાનોને મારી નાખ્યા. હજારો દેશ છોડી ગયા. શાહ કે શાહબાનુને મારી નાખવાથી કે ૫૦ નિર્દોષ માણસનું ખૂન કરવાથી ઈરાનની પ્રજાનું કલ્યાણ થવાનું નથી. ખાર્મની આ ને સમજતા હેાય તેમ નથી. પણ જે વંટોળ પેદા કર્યા છે તેના ઉપર તેમનો પણ કાબૂ નથી. શાહને તો કેન્સર થયું છે. ભૂંડ હાલે મરશે. તેની અબજોની દાલત બરબાદ થશે, તેને સજા કરવાની જરૂર નથી.
ઈરાનના નાવનું તાપર્વ એ છે કે, અમેરિકાને ભાન થાય કે તેની સમૃદ્ધિ અને લશ્કરી તાાત અંતે કામયાબ થતાં નથી. દુનિયાના બીજા દેશો પણ ઈરાન સામે લશ્કરી પગલાં લેવાય તેમાં સંમત નથી. ઈરાનના તેલ ઉપર તેમના આધાર છે એટલું જ નહિ પણ મુસ્લીમ મોજુ ફરીવળ્યું છે. તેમાં બીજા આરબ દેશ નિચ્છાએ પણ જોડાશે અને તેમનું હથિયાર તેલ, એટલું રાળ છે કે પશ્ચિમી દેશો, જાપાન વિગેરેને નમવું પડે.
Ultimately, nemesis overtakes, not in the way one expect or wish, but in its own way ઈશ્વરના ચક્રો ધીમી ગતિએ ચાલે છે, પણ ચાલે ત્યારે અચૂક નિશાન સાધે છે,
આપણે આશા રાખીએ કે ખાનૈની ધર્મગુરુ હોવાના દાવા કરે છે. એટલે અંતે એ નિર્દોષ માણસાને ભાગ નહિ લે.
૨૫-૧૨-૭૯
ચીમનલાલ ચકુભાઈ
સારાની પ્રશંસા કરો
પિતતાના ઉદ્ધાર કરનાર તમે કોણ? તમારા જ ઉદ્ધાર પ્રથમ તમે કર્યો છે કે? જયાં સુધી એકબીજાના દોષો શોધ્યા કરશે ત્યાં લગી પ્રેમ અને ઐકયની વૃદ્ધિ પણ કદી થશે નહિ. ગટરમાંના સઘળા કાદવ રસ્તા ઉપર પાથરવાથી કાંઈ હિતકર પરિણામ આવી શકશે? કદિ નહિ. શાંતિ અને શુભેચ્છારૂપી પાણીના નિર્મળ પ્રવાહ વહેવરાવા કે જેથી સઘળા કાદવ આપોઆપ ધોવાઈ જશે. નાનાં મોટાં સર્વ બાળકો પ્રત્યે પ્રેમ રાખનારી માતાના જેવું અંત:કરણ બનાવવું એ જ જીવન સાફલ્યનો સાર છે. દીન અને પતિત લોકોને ખરી લાગણીથી અને માતાના જેવા પ્રેમથી જે જુએ છે તે ખરો મહાત્મા છે. કેટલાક માણસા વિશ્વવ્યાપી પ્રેમ ધરાવવાના ઘણા ઢોંગ કરે છે અને તે છતાં
બીજાના દોષો જોવામાં મશગૂલ રહે છે. તેઓ પોતાના બચાવમાં કહે છે કે દોષ જોવા એ તો સ્વાભાવિક છે અને દોષ જેનાર પ્રત્યે તિરસ્કાર કરવા એ પણ સ્વાભાવિક છે; પરંતુ વહાલા મિત્રા જયાં સુધી તમને કોઈ વસ્તુમાં દોષ દેખાય છે ત્યાં સુધી તમે તેના પર પ્રેમ કરી શકતા નથી. યાદ રાખજો કે દોષો જોવાથી અને ટીકાઓ કરવાથી માણસો સુધરી શકવાના નથી; પરંતુ ઉત્સાહ વધારનારા, આશાજનક અને સ્નેહભરેલા ઉપદેશાની જ જરૂર છે. ખરી કેળવણી એ છે કે અખિલ વિશ્વ પ્રત્યે ઈશ્વરની દષ્ટિથી જોઈ શકાય; માટે હું ટીકાકાર મિત્ર ! ખરાબની નિંદા કરવી છેડી દઈસારાની પ્રશંસા કર. -સ્વામી રામતીર્થ
તા. ૧-૧-૮૦
લઘુ ઉદ્યોગથી ધબકતુ ગૃહ
પ્રેમળ ભયેાતિની બહેનેએ નવેમ્બર માસમાં ઉપરોકત ઘરની મુલાકાત લીધેલી. આ મુલાકાતથી બહેનો બહુ પ્રભાવિત થયાં હતાં.
મુંબઈના ભરચક ભુલેશ્વરના લામાં, લતાબહેન દિલીપશી પોતાના ઘરમાં લઘુ ગૃહ ઉદ્યોગ ચલાવે છે. પોતાના ઘરની જવાબદારીની સાથે સાથે આ લઘુ ઉદ્યોગ પણ સુંદર રીતે સંભાળે છે. નાની જગામાં જરૂરિયાતવાળા બહેનો, તેમજ ભાઈઓને ટ્રેઈન કરે છે તેમ જ કામ પણ આપે છે. કારીગરો, ચાદર, તકિયાની ખેળા--- રૂમાલ, નેપકીન વિ.- એટવાનું તેમજ તેની પર એમ્બ્રોઈડરી કરવાનું કામ કરે છે - પ્રખ્યાત મિલોની ગાંસડી લાવી કટીંગથી માંડીને પેકીંગ સુધીનું બધું જ કામ આ કારીગરો કરે છે. મહેનત, ઝડપ ને સમય આપે તે પ્રમાણે દરેક કારીગરને વેતન મળે છે. કામની ગુણવા તેમજ ચોકસાઈ પર પૂરતું ધ્યાન અપાય છે.
ઘરની જવાબદારી અદા કરતાં આ બહેન અન્યને પ્રેરણાદાયક છે- તેમને કામનો વિસ્તાર કરવો છે- અન્યને આવું જ કામ કરવું હોય તો માર્ગદર્શન આપવું છે. પોતાના ઘરમાં બહેનો આવું જરૂર કરે અને અન્ય બહેનોને કામ આપે એવી શુભેચ્છા ધરાવે છે. લઘુ ઉદ્યોગનું સુંદર દષ્ટાંત લત્તાબહેન પુરું પાડે છે
વકતા :
વિષય :
નીફ્ટેન શાહ કન્વીનર, પ્રેમળ જ્યોતિ
શ્રી મુંબઇ જૈન યુવક સધ
સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત વિધાસત્ર ( વર્ષ ચોથું )
ડૉ.
ભાગીલાલ સાંડેસરા
“ જૈન જ્ઞાનભંડારો અને ભારતીય સાહિત્ય ” ઉપરોકત વિષય ઉપર ત્રણ વ્યાખ્યાનો.
સમય : સામ, મંગળ, બુધ, તા. ૭–૮–૯ જાન્યુઆરી ૧૯૮૦ સાંજના ૬-૦૦ વાગે.
સ્થળ : ઇન્ડિયન મરચન્ટસ ચેંબરનું સભાગૃહ, ચર્ચગેટ પ્રમુખ : ડૉ. રમણલાલ ચી. શાહ
સૌને સમયસર પધારવા પ્રેમભર્યું નિમંત્રણ છે. ચીમનલાલ જે. શાહ. કે. પી. શાહ – મંત્રીઓ