________________
| roy
પ્રબુદ્ધ જીવન
મુંબઈ જૈન કુંવક સંધનું પાર્મિક મુખપેત્ર છૂટક નકશા ૦-૭૫
Regd. No. MH. By South 54 :cence No: 37
‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૨ : અંક : ૧૯
મુંબઈ, ૧ જાન્યુઆરી, ૧૯૮૦ મંગળવાર વાર્ષિક લવાજમ શું. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૪૫
તંત્રી: ચીમનલાલ
કો
ઈરાન અને
ઈરાનમાં અમેરિકન રાજદૂતાવાસના ૫૦ માણસાને કેદ કરી બાન તરીકે રાખ્યાને દોઢ મહિનાથી વધારે સમય થઈ ગયો પણ તેમના છૂટકારાના ચિહ્નો હજી” જણાતાં નથી. દેખીતી રીતે, આવું વર્તન આંતરરાષ્ટ્રીય વ્યવહાર અને કાયદાનું ગંભીર ઉલ્લઘન છે. અમેરિકા જેવી શક્તિશાળી અને મહાન સત્તાને આવું ધાર અપમાન સહન કરવું પડે છે. એક રીતે જોઈએ તે શનનું આ વર્તન માત્ર અમેરિકા સામે જ નહિ પણ સમસ્ત આંતરરાષ્ટ્રીય જગત સામે છે. છતાં, તેને જોઈએ તેવો વિરોધ થયો નથી. ખાસ કરી, પશ્ચિમી દેશો જેણે આ વિરોધમાં આગેવાની લેવી જોઈએ તે પ્રમાણમાં નિષ્ક્રિય છે. સંયુકત રાષ્ટ્ર સંઘે ઠરાવ કર્યો કે, ઈરાને આ અમેરિકનોને છોડી દેવા જોઈએ. તેને પણ ૧૫ દિવસ થઈ ગયા છતાં તે ઠરાવને! ઈરાને અસ્વીકાર કર્યો છે. સંયુકત રાષ્ટ્ર સંઘના મહામંત્રીએ સલામતી સમિતિને જણાવ્યું છે કે, આ ઠરાવનો અમલ કરાવવાના તેમના પ્રયત્નોને સફળતા મળી નથી. આંતરરાષ્ટ્રીય ન્યાયાલય–ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ–સમક્ષ અમેરિકાએ ફરિયાદ નોંધાવી. ઈરાને બહિષ્કાર કર્યો, કોર્ટે ચૂકાદો આપ્યો કે, ઈરાને બધા અમેરિકનોને તાત્કાલિક છેડી દેવા જોઈએ, તેની કાંઈ અસર થઈ નથી. પેાતાનાં નિર્ણયને અમલ કરાવવાની કોઈ સત્તા આ કોર્ટ પાસે નથી. સાવિયેટ રશિયા સહિત, બધા દેશેાએ ઈરાનના આ વર્તનને વખાડી કાઢયું છે. પણ આવા મૌખિક વિરોધ ઉપરાંત કોઈ વિશેષ પગલાં લેવાનું વિચાર્યું નથી. આપણા દેશે પણ મૌન સેવ્યું છે.
આવું કેમ બન્યું? અમેરિકા પણ જલદ પગલાં કેમ લેતું નથી? બીજા દેશો શાન્ત કેમ છે?
પ્રેસીડન્ટ કાર્ટરની ધીરજની એકદરે પ્રશંસા થઈ છે. અમેરિકામાં પ્રજામતની ઉગ્રતા અને અધિરાઈ વધતાં જાય છે છતાં કાર્ટરની કદર વધી છે. કાર્ટરના હરીફ એડવર્ડ કેનેડીએ આ પરિસ્થિતિનો થોડો લાભ લેવા પ્રયત્ન કર્યો પણ તેમને સફળતા ન મળી. કાર્ટરે કેટલાંક પગલાં લીધાં છે. ઈરાનનું તેલ ખરીદવું બંધ કર્યું. ઈરાનની અબજો ડોલરની રક્સ અમેરિકન બેન્કોમાં હતી તે જપ્ત કરી. પણ આવાં પગલાંના દબાણની ઈરાન ઉપર અસર થઈ નથી. કારણ એ છે કે બીજા દેશોએ સીધી અથવા આડકતરી રીતે ઈરાનને આ પગલાંની આર્થિક ભીંસમાંથી બંચાવવા મદદ કરી છે. જાપાને ઈરાનનું તેલ મેાટા પ્રમાણમાં અને ઊંચા ભાવે ખરીદ કર્યું. જાપાનીઝ અને સ્વીસ બેન્કોએ ઈરાનને ધીરાણ ચાલુ રાખ્યું છે. દુનિયાની બીજી મેાટી બેન્કોએ પણ ઈરાનની મિલકત જપ્ત કરવાના કાર્ટરના પગલાંની ટીકા કરી છે. આંતરરાષ્ટ્રીય નાણાં વ્યવહારને તેથી ખલેલ પહોંચે છે એમ કહ્યું છે.
ઈરાનમાંથી · · પરસ્પરવિરોધી સૂરો આવે છે. એક દિવસ કાંઈક સમાધાનકારી સૂર આવે તે બીજે દિવસે આકરો સૂર આવે. ખામની એક વાત કહે, તેને વિદેશમંત્રી બીજી કહે, તોફાને ચડેલા વિદ્યાર્થીઓ ત્રીજું ક્યે, એક સમયે બાન રાખેલા અમેરિકના ઉપર ત્રાસભર્યું વર્તન થાય, બાંધી રાખે, આંખે પાટા બાંધે તો બીજી વખત કેટલાક વિદેશીઓને તેમની મુલાકાત લેવા દે.
પ્રમુખ કાર ખૂબ સજજન વ્યક્તિ છે. ખૂબ માનસિક વ્યથા અનુભવે છે. અંતિમ નિર્ણય તેણે જ કરવાનો રહે છે. બીજાઓની સલાહ લે, પણ છેવટૅ જવાબદારી કાર્ટરની એક્વાની છે. જલંદ
ക
ચકુભાઇ શાહ
અમેરિકા
પગલાંની ધમકી આપે છે, તેની તૈયારી કરે છે પણ ખૂબ ધીરજ રાખે છે. ઇરાન નજીક અમેરિકન નૌકાદળ તૈયાર છે. ઈરાન ઉપર બામ્બમારો કરવા નૌકા વિમાનો હાજર છે. હમણાં જ તેમના વિદેશમંત્રી વાન્સને બ્રિટન, ફ્રાન્સ, જર્મની વિગેરે. દેશના નેતાઓને મળ્યા. લશ્કરી પગલાં લેવાની કોઈની સલાહ નથી. . : ભારે જોખમ છે. કાર્ટરને ખરો ભય એ છે કે, કોઈ ઉતાવળીયું પગલું ભરાઈ જાય અને તેનું બહાનું ખાર્મની અને વિદ્યાર્થીએને મળી જાય અને બાન રાખેલ વ્યકિતઓને ફેંકી મારે તે અસહ્ય પરિસ્થિતિ ઊભી થાય. પેાતે કાંઈ જ એવું કારણ ન આપવું એમ કાર્ટરના નિર્ણય જણાય છે. અને તેમાં શાણપણ છે. આને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી શકાય તેમ નથી.
હવે, ઈરાન સામે આર્થિક પ્રતિબંધ મુકાવવા સંયુક્ત રાષ્ટ્રસંઘ સમક્ષ માગણી કરી છે. રાષ્ટ્ર સંઘના ઠરાવની ઈરાને અવગણના કરી છે તેથી આર્થિક પ્રતિબંધ મૂકવાનો તેને અધિકાર છે. પણ બીજા રાષ્ટ્રોને તે માટે ઉત્સાહ નથી, અને રશિયા કદાચ પોતાનો વીટો વાપરે એવા ભય છે. આર્થિક પ્રતિબંધ મૂકયા છે, ત્યાં પણ સફળ થયા નથી. દક્ષિણ આફ્રિકા તથા રહેાડેશિયા સામે આ શસ્ત્ર વાપર્યું, પણ લાભી દેશે અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ તેને મહદંશે નિષ્ફળ બનાવ્યું. હાલ તુરત અમેરિકાએ આ પગલું મોકુફ રાખ્યું છે અને રાષ્ટ્રસંઘના મહામંત્રી ઈરાન જાય છે.
અમેરિકા જેવી મહા સાની આવી અવહેલાના અને ઘેર અપમાન ઈરાન કેમ કરી શકે છે?
ઈરાનની માંગણી છે કે 'શાહને પાછા સાંપે – શાહ તબીબી સારવાર માટે અમેરિકા ગયા તે બહાનું હતું તેમ કહે છે. શાહે ઈરાનની પ્રજા ઉપર જુલ્મા અને અત્યાચારો કર્યા છે તે માટે શાહ ઉપર અદાલતી તપાસ કરવી. છે અને યોગ્ય સજા કરવી છે.
અમેરિકા માટે ધર્મસંક્ટ છે. વર્ષો સુધી શાહને મદદ કરી અને ટેકો આપ્યો. શાહના અત્યાચારોમાં સીધી કે આડક્તરી રીતે અમેરિકા ભાગીદાર છે. શાહ સાથે મૈત્રીભર્યા સંબંધો હતા. એવી વ્યક્તિના હવે વિશ્વાસઘાત કેમ થાય? હવે તે શાહ અમેરિકા છોડી ગયા છે. પનામા ગયા. ઈરાનને તેથી સંતોષ નથી. કાર્ટરે જ આ ગાઠવ્યું છે, તેથી અમેરિકાની જવાબદારી રહે છે. ગુનેગારોને એક બીજાને સોંપી દેવાના પરસ્પર કરારો અમેરિકા અને ઈરાન વચ્ચે નથી. આંતરરાષ્ટ્રીય દષ્ટિએ પણ રાજકીય ગુનેગારને આશ્રય આપવા દેશની ફરજ છે.
આ બધી દલીલો છતાં, નૈતિક દષ્ટિએ અમેરિકાના કેસ લુલે છે અને તેથી જ ઈરાન આટલું જોર કરે છે.
આ શાહને ગાદીએ લાવવામાં અમેરિકાનું કાવતર હતું. પોતાના મૂડીવાદી શોહીવાદને વિસ્તારવા અને ટકાવવા અમેરિકાએ દુનિયાના ઘણા દેશોમાં રાજ્યપલટા કરાવ્યા છે અને આપી બળાને ટેકો આપ્યો છે, પોતાની સમૃદ્ધિ અને લશ્કરી તાકાતના અભિમાનમાં, અમેરિકાએ ઘરઆંગણે લેાશાહી રાખી અને દુનિયામાં સરમુખત્યારીને પેષી.. અમેરિકન પ્રજા, સ્વાતંત્ર્યપ્રેમી અને ઉદાર છે. પણ સત્તા અને સવૃદ્ધિનો મદ ઓછા નથી. વિશ્વની સૌથી સબળ મહાસત્તા તરીકે ખ્યાતિ મેળવ્યા પછી, દુનિયાના પછાત અને અવિકસિત દેશનું શાષણ ઘણું કર્યુ છે. હવે તેના લેખાં લેવાય છે.. વિયેટનામ, કમ્બોડિયા, ક્યુબા, દક્ષિણ અમેરિકા
#P00