SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ પ્રબુદ્ધ જીવન ..' . ૧-૨-૮૦ થવાનું નથી. કાયદામાં દુરૂપયોગને ભય સદા રહે છે. રાજકીય હેતુંથી તેને ઉપયોગ થાય તેવી બધી શકયતા રહે છે. અંતે, રાષ્ટ્રીય ચારિત્રને પ્રશ્ન છે. આગેવાન વ્યકિતઓમાં ભણચાર અને અપ્રમાણિકતા ભર્યા હશે તે તેમના ઉદબોધનથી પ્રજાને કોઈ અસર થવાની નથી. તેમના જીવનમાં સાદાઈ અને પ્રમાણિકતાને અભાવ છેવટ તેમને નિષ્ફળતા આપશે. ધનવાનમાં તેમના ધનનું ભૂંડું પ્રદર્શન-સમારંભમાં અને અન્યથા–જોઈએ છીએ તે સામે પ્રજાનો રોષ થ જોઈએ. આપણી એક ટી રાષ્ટ્રીય ફાતિ કામચેરી છે. શહેરોમાં સંગઠિત મજુર સંગઠનેનું એક વલણ, ઓછામાં ઓછું કામ કરી વધુમાં વધુ વળતર મેળવવું રહ્યું છે. તેને ચેપ બધે લાગે છે. આવી વૃત્તિનું એક કારણ આવકની મોટી અસમાનતા છે. બદ્ધિશાળી વળે અને મૂડીવાદીઓ તેમની મહેનતના પ્રમાણમાં અતિ ઘણી આવક કરે છે તેથી ઈષ પેદા થાય છે. પછી બધા ધનની પાછળ દોટ મૂકતા થાય છે. આ બધામાં માનસપલટ કરવાનું કામ સંત પુરુષો અને સમાજના કોષ્ઠ પુરૂ સરસ રીતે કરી શકે. માત્ર ઉપદેશો અને પ્રવચનથી તે થવાનું નથી. તેથી જીવન પરિવર્તન નથી થતું. પૈસાદાર અને સુખી વર્ગને માનસિક સંતોષ લેવાનું સાધન છે. કાર્યાન્વિત ન થાય ત્યાં સુધી મિથ્યા છે. સાધુ સંતોએ લોકોની વચ્ચે જઈ બેસવું જોઈએ. લોકોના સુખદુ:ખના ભાગીદાર થવું જોઈએ. પ્રજાસત્તાક દિને આવું કોઈક આત્મનિરીક્ષણ કરીએ. ૨૬-૧-૯૦ - ચીમનલાલ ચકુભાઈ અફઘાનિસ્તાન અફઘાનિસ્તાન ઉપર રશિયાના આક્રમણથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિસ્ફોટક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. રશિયા આક્રમણ કર્યાન ઈનકાર કરે છે અને કહે છે, અફઘાન સરકારના આમંત્રણથી રશિયન લશ્કર, અઘફઘાનિસ્તાનના બચાવ માટે ગયું છે. આ કથન નરાળ જુઠાણું છે. આ બનાવના સૌથી વ્યાપક પ્રત્યાઘાતો અમેરિકા ઉપર પડયા છે. રશિયાએ યોજનાપૂર્વક આક્રમણ કર્યું છે. અફઘાનિસ્તાનનું લશ્કર છે-૬૫000-તેના કરતાં વધારે લકર-૮૫૦૦૦રશિયાનું અફઘાનિસ્તાનમાં ગયું છે. શસ્ત્રસરંજામ મોટા પ્રમાણમાં ખડકયો છે. આ દેશ લગભગ કબજે કર્યો છે. પૂરી પૂર્વતૈયારી વિના આ શકય નથી.' ' અત્યાર સુધીના, રશિયા અને અફઘાનિસ્તાનના સંબંધે વિચારવા જેવા છે. તે સંબંધે દીકાળથી ગાઢ રહ્યા છે. અફધાનિસ્તાન ઘણી રીતે રશિયાની મદદ ઉપર આધાર રાખતું રહ્યું છે. ૧૯૭૩માં રશિયાની સહાયથી અફઘાનિસ્તાનના રાજા ઝાકીર શાહને હટાવી, જનરલ દાઉદખાન સત્તા પર આવ્યા. પણ ૧૯૭૬-૭૮ માં દાઉદખાને નીતિ બદલાવી, ઈરાન, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, ઈજીપ્ત વિગેરે દેશે સાથે સંબંધ બાંધ્યા અને રશિયાથી દૂર ગયા. રશિયા આથી ચેત્યું. મુસ્લિમ રાજા નજીક આવે અને તેમાં અફઘાનિસ્તાન સામેલ થાય તે રશિયાને ભયરૂપ હતું. અફઘાનિસ્તાનમાં એક તરફ સામ્યવાદી પક્ષ હો બીજી તરફ મુલ્લાં હતાં. ઈસ્લામીક પવન જોરથી ફાકાતે હતો. સામ્યવાદી પક્ષના આગેવાન તરાકી અને કમલે મળીને એપ્રિલના ૧૯૭૮માં જનરલ દાઉદને હટાવ્યા. રશિયાને આ ફેરફાર આવકારપાત્ર હતું. ત્યાર પછી રશિયન લાગવગ અને હાજરી ઘણી વધી. છેલ્લા ૨૦ મહિનામાં ત્રણ રાજ્યપલટા થયા. તરાકીને હટાવી અમીન આવ્યા. અમીન સામ્યવાદી હતા પણ રશિયાને પૂરા વફાદાર ન લાગ્યા. એટલે અમીનને દૂર કરી રશિયાએ કરમલને સત્તા પર મુક્યા. મુલ્લાઓને વિરોધ આ બધા સમય દરમિયાન ચાલુ રહ્યો છે અને વધ્યો છે. રશિયાએ છેવટે નિર્ણય કર્યો કે આ વિરોધ અને મુલ્લાઓને સમૂળગા દૂર * કરવા અને દેશને સંપૂર્ણ કબજો લે તે માટે આક્રમણ કર્યું. આ બનાવથી પ્રમુખ કાર્ટરને આઘાત લાગ્યો છે. રશિયા સાથેના સંબંધે સુધારવા કાર્ટરે ખૂબ પ્રયત્ન કર્યા. રશિયાએ દગો દીધે એવું હવે કાર્ટરને લાગે છે. અમેરિકાની પ્રતિષ્ઠાને અને અમેરિકાના આંતરરાષ્ટ્રીય હિત - ખાસ કરી મધ્યપૂર્વના - ને મોટા ધકકો પહોંચે છે. પણ કર્ટરને ગત ઘા લાગ્યો છે. તેની સમગ્ર વિદેશનીતિમાં પરિવર્તન લાવવું પડે તેવું બન્યું છે. રશિયાએ આવું કેમ કર્યું અને બધા દેશો કરતા અમેરિકાને સૌથી વધારે આઘાત કેમ લાગે છે? - બીજા વિશ્વયુદ્ધ પછી રશિયા અને અમેરિકા વચ્ચે વર્ષો સુધી ઠંડું યુદ્ધ ચાલ્યું અને સામ્યવાદને દુનિયામાં ફેલાતે અટકાવવાની નીતિ (Policy of Containment) અમેરિકાએ અપનાવી પછી તે વલણ બદલાવી, સહઅસ્તિત્વની નીતિ સ્વીકારી. શસ્ત્રોની આંધળી દોટને રોકવા કરાર કર્યા - વ્યાપારી સંબંધો સુધાર્યા. વૈજ્ઞાનિક ક્ષેત્રે પરસ્પર સહાયની નીતિ સ્વીકારી - રશિયા હવે એ બધું ફગાવી દેતું હોય તેમ અમેરિકાને લાગે છે અને ફરી ઠંડા યુદ્ધનું વાતાવરણ પેદા થયું છે. આફ્રિકાના કેટલાક દેશો-એંગેલા, ઈથિયોપિયા વિગેરે–માં સીધી રીત અને ક્યુબા મારફત રશિયાએ પિતાની લાગવગ વધારી છે. હવે મધ્યપૂર્વમાં પકડ જમાવવી છે. મધ્યપૂર્વમાં ઈજીપ્ત, ઈઝરાયલ સાઉદી અરેબીયા, જોર્ડન વગેરે દેશે અમેરિકાની અસર તળે છે. ઈરાક, દક્ષિણ યમન વિગેરે દેશમાં રશિયાની લાગવગ છે. ઈરાનની ક્રાન્તિએ પરિસ્થિતિમાં મોટો પલટો આયે. ખૌમેની અમેરિકાને વિરોધ કરે છે. સાથે સામ્યવાદને પણ વિરોધી છે. ઈસ્લામને આકમણનું મોજું ચારે તરફ ફરી વળ્યું છે. અફઘાનિસ્તાનમાં તેની અસર થાય અને રશિયાના મધ્ય એશિયામાં ત્રણ કરોડ મુસ્લિમાને છે તેને પણ અસર થાય. રશિયાને આ કોઈ વાતે પિસાય તેમ નથી. એટલે અફધાનિસ્તાનને કબજો લઈ, પિતાના વર્ચસ્વ નીચેનું એક રાજ્ય વચ્ચે ખડું કરવું. વળી ઈરાનમાં ખૌમેનીનું તંત્ર ગમે ત્યારે તૂટી પડે અને અરાજકતા થાય તે તે પણ કબજે કરવું. ત્યાંના સામ્યવાદી પા મારફત રશિયાને ઈરાનના અખાતમાં અને ત્યાંથી અરેબીયન સમુદ્ર અને હિંદી મહાસાગરમાં સીધો બંદરી પ્રવેશ મળે એવી મહત્ત્વાકાંક્ષા દીર્ધકાળથી છે. પણ તે બધા ઉપરાંત તેલના બધા છો ઉપર કાબૂ મેળવવા એ પણ લાંબાગાળાની નેમ જણાય છે. અમરિકા કોઈ વાતે આ સહન કરે તેમ નથી. રશિયાની લશ્કરી તાકાત ઘણી વધી છે. વિયેટનામના પરાજય પછી અમેરિકા પાછું પડયું છે. કાર્ટરની નીતિ શાતિની રહી છે. રશિયા તેને લાભ ઉઠાવવા માગતું હોય તેમ લાગે છે. અમેરિકાની તાકાત રશિયા કરતાં જરાય ઓછી નથી. તેને ઊભી કરતાં વાર લાગે છે. પણ એ વિરાટ જાગે ત્યારે તેની સામે થાવું સહેલું નથી. કાર્ટર ભારે રોષે ભરાયા છે. રશિયાના આક્રમણને રોકવું જ જોઈએ. દઢનિશ્ચયી લાગે છે. પણ તેમ કરવામાં અમેરિકાને ઘાએ સીબત છે. રશિયા અને અફઘાનિસ્તાનને મોટી સામાન્ય સરહદ છે એટલે લશ્કર મેકલી શકે છે. અમેરિકા માટે તે શકય નથી. વળી અમેરિકા હજી યુદ્ધ કરવા ઈચછનું નથી. યુદ્ધ કર્યા સિવાય, રશિયા ઉપર દબાણ લાવવું છે. આંતરરાષ્ટ્રીય લોકમત જાગ્રત કરવા એક માર્ગ છે. રાષ્ટ્ર સંઘમાં બહુમતીથી રશિયન અકમણને વખાડવામાં અમેરિકાને સફળતા મળી છે.યુદ્ધ સિવાય. બીજા આર્થિક અને નાકાબંધીના પગલાં લેવા બીજો માર્ગ છે. પણ તેમાં દુનિયાના દેશોને સહકાર જોઈએ. બધા દેશે એવો સહકાર આપે તેમ નથી કાર્ટરને પોતાની વિદેશ નીતિમાં કેટલાક પાયાના ફેરફાર કરવા પડયા છે. કાર્ટર નૈતિક સિદ્ધાંતોમાં અને માનવીય અધિકારોના રણમાં દઢપણે માને છે. તે સાથે અણુશસ્ત્રોને વિકાસ અટકાવ અને શસ્ત્ર ઉત્પાદન અને વેચાણની મર્યાદા બાંધવી એ પણ તેમની સિદ્ધાંત છે. પાકિસ્તાન સાથેના સંબંધ આ સિદ્ધાંતને કારણે બગડયા હતા. હવે પાકિસ્તાનને મોટા પ્રમાણમાં લશ્કરી અને બીજી સહાય કરવા ફરજ પડે છે. કેટલે દરજજે આ માર્ગ સફળ થાય તે વિશે શંકા છે, છતાં બીજો ઉપાય નથી. અત્યાર સુધી ચીન અને રશિયા સાથે સમાન ધોરણે અમેરિકાના સંબંધ હતા. હવે ચીન સાથે વધારે મૈત્રી કેળવવી પડે છે. ચીનને મેટી સહાય કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના રક્ષણમંત્રી ચીન જઈ આવ્યા. અમેરિકા, રશિયાને મોટા પ્રમાણમાં અનાજ પૂરું પાડે છે તે તત્કાળ બંધ કર્યું. અમેરિકાના ખેડૂતોને મોટું નુક્સાન થશે. અમેરિકાના અર્થતંત્રને ધકકો પહોંચશે. બીજા પગલાં પણ લીધા છે. આવા પગલાં બહુ સફળ થતા નથી. બીજા દેશો મારફત રશિયા મેળવી લેશે. પણ મૂંગે મોઢે સહન કર્યું નથી એમ બતાવવું જોઈએ. અમેરિકાને મિત્રોના પૂરો સહકાર નથી. મૌખિક રીતે રશિયન આક્રમણ વખોડે છે. પણ ફ્રાન્સ, જર્મની, જાપાન વગેરે દેશે આર્થિક પ્રતિબંધ અને નાકાબંધી કરવા તૈયાર નથી. બ્રિટનને પૂરો સાથ છે. આફ્રિકા અને એશિયાના દેશોને સાથ છે પણ તે બહુ અસરકારક નિવડે નહિ. રશિયા, સત્તાનું નગ્ન તાંડવ ખેલવા તૈયાર થયું છે. પાકિસ્તાન અને ઈરાનને પણ ભય છે. અફઘાન શરણાર્થીઓ લગભગ ચાર લાખ પાકિસ્તાન ગયા છે. અફઘાનિસ્તાનમાં રશિયા સામે વિરોધ છે, પણ સંગઠિત નથી. આગેવાન નથી – આ વિરોધીઓને : પાકિસ્તાન આશ્રય આપે છે એવું બહાનું કાઢી, રશિયન લશ્કર પાકિસ્તાનમાં જાય તે અશકય નથી. બલુચીઓ અને પુનું પઠાણાને ઉશ્કેરે અને બલુચિસ્તાનને જુદું પાડે. જનરલ ઝીયા લોકપ્રિય તે નથી જ,
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy