SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH. By South 4 "Licence No. :"37 પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૨: અંક : ૧૭ પ્રબુદ્ધ જીવન મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ રૂા. ૮૦–૭૫ મુંબઈ, ૧૯ ફેબ્રુ આરી, ૧૯૮૦ શુક્રવર ર્ષિક લવાજમ શ. ૧૫, પરદેશ માટે શલિંગ : ૪૫ તંત્રી: ચીમનલાલ ચકુભાઇ શાહે પ્રજાસત્તા કે આજના ૩૧મા પ્રજાસત્તાક દિનનું વિશિષ્ટ મહત્ત્વ છે. હમણાં જ અભૂતપૂર્વક ચૂંટણીમાંથી પસાર થયા છીએ. ચૂંટણીનું પરિણામ સર્વથા અણધાર્યું આવ્યું. કેટલાકે કહ્યું કે આમાં લાકશાહીના વિજય છે, મતદારની પ્રૌઢતા બતાવે છે. બીજાઓ કહે છે આમાં લોક માનસની ચંચળતા અને અજ્ઞાનનું પ્રદર્શન છે. જે હોય તે વખત જતા ખબર પડશે. એક વાત સ્પષ્ટ છે. લેાકશાહીના દીવા ચારે તરફ ઓલવાઈ રહ્યા છે ત્યારે ભારતમાં તે જયોત પ્રકાશમાન છે. અને તેમાં ભાવિની આશા છે. આ જ્યોત જળહળતી રહે અને અત્યારે તેમાં ચંચળતા કે અજ્ઞાનતા જણાતી હોય તો તે દૂર થઈ, સાચી પ્રૌઢતા આવે એમ ઈચ્છીએ. આ જયોતને ઢાંકી દેવાનો કે બુઝવવાનો કોઈ પ્રયત્ન સહનન (એ, એટલી શકિત અને નીડરતા આપણામાં આવે. રાષ્ટ્રપતિના વચનમાં ઈન્દિરા ગાંધીની સરકારે ખાત્રી આપી છે કે વર્તતા અને ન્યાયતંત્રની સ્વતંત્રતા પૂરી જળવાશે. આપણે આશા ૨ કે આ ખાત્રીનો નિષ્ઠાપૂર્વક અમલ થશે. ભરાખી કેટલાક કહે છે, આ સાચી લોકશાહી નથી. ૪૩ ટકા મત મેળવનાર ૬૬ ટકા બેઠકો લઈ જાય તેમાં અન્યાય છે. આ લેાકશાહીમાં ચૂંટણી થયા પછી, લોકોના અધિકાર અને સત્તા લુપ્ત થાય છે. ચૂંટાયેલ પ્રતિનિધિએ પાંચ વર્ષ ગમે તેમ વર્તે તેને અટકાવી શકાતું નથી. રાજ્યતંત્રમાં લોકોના સતત સહયોગ અને અનુદાન રહેતા નથી. આ ફરિયાદમાં સત્યનો અંશ છે. આ સીધી લોકશાહી નથી, જેમાં લોકો પોતે નિર્ણયા કરતા હાય. આ પ્રતિનિધિવાળી લેાકશાહી છે; Representative Democracy લોકો માત્ર પ્રતિનિધિઓની પસંદગી કરે છે અને તે પસંદગી પણ સર્વથા મુકત અને ચેાગ્ય હોતી નથી. આ પદ્ધતિમાં ઘણાં ફેરફારને અવકાશ છે અને જરૂર છે. પૈસાનું જોર ઓછું થાય, લાકોની પસંદગીના ઉમેદવાર હાય, લાયક વ્યકિત હાય, વિગેરે ઘણું કરવાનું રહે છે. પક્ષપલટાના રોગને ડામવાના રહે છે. ઈન્દિરા ગાંધીએ મોટે પાયે પક્ષપલટા શરૂ કર્યા છે. સામૂહિક પક્ષપલટાનો પ્રયોગ કર્યો, ભજનલાલ મંડળીને સામૂહિક નિમંત્રણ કે લાલચ આપી એક રાજયનું તંત્ર કબજે કર્યું, બીજા રાજયામાં તેમ કરવાના સબળ પ્રયત્નો થઈ રહ્યા છે. વર્તમાન ચૂંટણીથી ૧૯૭૫ પહેલાની સ્થિતિએ ફરી આવ્યા છીએ. ઈન્દિરા ગાંધીનું શાસન ફરી શરૂ થાય છે. કટોકટીના ૧૮ મહિના અને જનતા શાસનના ૨૭ મહિના નાટકના વચગાળાના સમય જેવા લાગે, છતાં એક મેટ્રો ફેર છે. વર્તમાન લેાસભા જુદા પ્રકારની છે, તેનું સ્વરૂપ નિરાળું છે. ઈન્દિરા ગાંધીના પક્ષના ૩૫૦ સભ્યોમાં ૧૫૦ જેટલા નવા છે, તેમના નેતા સંજય ગાંધી છે. તેમનું સભ્યપદ અને અસ્તિત્ત્વ ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધીને જ આભારી છે. તેમની વફાદારી જુદા પ્રકારની, વ્યકિતગત હશે. કોઈ સિદ્ધાંત કે નીતિ ઉપર રચાયેલ તે વફાદારી નથી. લાકસભાની આ ચાર દિવસની બેઠકમાં સંજય ગાંધી અને તેમના સાથીદારોને મિજાજ જોઈ લીધા. આ સભ્યોએ સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધા નથી, ત્યાગ-બલિદાન જોયા નથી, ગાંધીયુગ તેમને માટે ભૂતકાળ છે. તેમનું ધ્યેય સફ્ળતા છે, કોઈપણ માગે, કોઈપણ સાધનથી. નવી પેઢી છે, તેમનાં મૂલ્યો જો કાંઈ હોય તો, જુદા છે. . દિન વધુમાં વધુ રાજ્યો ઉપર પેાતાની સત્તા જમાવવા ઈન્દિરા ગાંધી સઘળા પ્રયત્નો કરશે. ૧૯૭૪ સુધી કેન્દ્રમાં અને મેટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસની સત્તા હતી. તેવી પરિસ્થિતિ થશે. તત્ત્વત: તેમાં ખાટું નથી. રાજકીય દ્રષ્ટિએ એમ લાગે છે હજી પક્ષપલટા અને નવા જોડાણા થશે. કેટલાક રાજ્યોમાં નવી ચૂંટણીઓ થશે. બને ત્યાં સુધી ૧૯૭૧માં બંગલા દેશના યુદ્ધમાં વિજયી થયા ત્યારે પ્રજાએ તેમને મેાટી બહુતિ આપી. ૧૯૭૨માં રાજ્ય વિધાનસભાઓમાં માટી બહુમતિ મળી. ગરીબી હટાવવાનો નારો આપ્યો હતો. ૧૯૭૪ સુધી તેમાં અસરકારક સફ્ળતા મળી ન હતી. બલ્કે આર્થિક સ્થિતિ વણસતી રહી. ૧૯૭૫માં તેમની સત્તા ઉપર સીધું આક્રમણ આવ્યું. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાથી અને જયપ્રકાશનાં આંદોલનથી ત્યારે તેમની પ્રકૃતિની બીજી બાજુ સરમુખત્યારની પ્રકટ થઈ. ફરીથી મોટી બહુમતિ મળી છે. તેમની સત્તાને આંચ આવે એવા કોઈ સંજોગા હાલ નથી. એટલે તેમની શકિત દેશનાં આર્થિક અને બીજા પ્રશ્નો હલ કરવામાં કામે લાગે એવી આશા રાખી શકીએ. આ પ્રશ્ન અતિ વિક્ટ છે અને તેમની બંધી શકિત માગી લે છે. આજના પ્રજાસત્તાક દિને, રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, રાજ્યાનાં ગર્વનરો અને મુખ્ય મંત્રી, સૌએ પ્રજાને ઉદ્બોધન કર્યું છે, પ્રજાના સહકાર માગ્યો છે અને શ્રદ્ધા અને વિશ્વાસ, ખંત, ધર્મ અને મહેનતની અપેક્ષા રાખી છે. ઉદબોધન કરનારના જીવનમાં આમાંનું અંશત પણ હશે તે તેની કોઈક અસર થાય. સત્તાના સૂત્રો સંભાળ્યા પછી ઈન્દિરા ગાંધીએ યોગ્ય કહ્યું છે કે તાત્કાલિક ધ્યાન માગી લે તેવા બે પ્રશ્ન છે: કાયદો અને વ્યવસ્થા તથા ભાવ વધારો, મોંઘવારી અને ફુગાવા કાયદો અને વ્યવસ્થા ઘણાં કથળી ગયા છે. ઘણાં શહેરોમાં અને મેટા ભાગના ગામડાઓમાં ગુંડાઓનું રાજ્ય થયું છે. પેાલીસ તંત્ર સર્વથા શિથિલ અને ભ્રષ્ટાચારી છે. ભાવવધારો, મોંઘવારી અને ફુગાવા માટે કડક પગલાં લેવાં પડશે. અત્યારે કેટલીક વસ્તુઓના ભાવા ઘટયા છે તે કડક પગલાં સિવાય, લાંબા વખત ટકશે નહિ. ઉત્પાદન ઘટયું છે, મજુર આંદોલન હડતાળ અને તેને કારણે તાળાબંધી-વધ્યા છે. ૬ ગાવાના ઘણાં કારણે છે. કોલસા, વીજળી, વિગેરેની સખ્ત તંગી, પેટ્રોલીયમ અને ખનીજ તેલાના ભાવ વધારો, નિકાસમાં ઘટાડો વિગેરે. આ બધા તાત્કાલિક અસરકારક પગલા માગે છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ફુગાવાનું એક કારણ લશ્કરી ખર્ચમાં વધારો બની રહેવા સંભવ છે., સમાજવાદની, ગરીબી હટાવવાની વાતો ઘણી કરી છે. હકીકતમાં, ગરીબ, તદ્વંગર વચ્ચેની ખાઈ વધારે ઊંડી અને પહેાળી થઈ છે. આર્થિક અને સામાજિક રચના પાયાના ફેરફાર માગે છે. ઈન્દિરા ગાંધી પાસે ૨૦ મુદ્દાના કાર્યક્રમને ફરી સજીવન કરવા સિવાય બીજો કોઈ કાર્યક્રમ દેખાતો નથી. કદાચ સંજય ગાંધીનાં પાંચ મુદ્દા તેમાં ઉમેરાશે, મીલકત અને આવકની ભયંકર અસમાનતા ઓછી કરવી હોય તો તેના ઉપર સીધું આક્રમણ કરવું પડશે. મિલ્કત અને આવકની ટોચમર્યાદા બાંધવી પડે. રાજકારણી વ્યકિતઓની સત્તાલાલસાને વખોડીએ છીએ તે આપણા લાભને થોભ સ્વીકારવા જોઈએ. સ્વેચ્છાએ કરીએ તેટલું અસરકારક થાય. ગાંધીજીએ ટ્રસ્ટીશિપનું કહ્યું તે આકાશી વાત નથી, સરકાર માટા કરવેરા નાખે તે માર્ગ નથી, સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર, દુર્વ્યય, પક્ષપાત ભારોભાર ભર્યા છે. સંગ્રહખોરી, નફાખારી, કરચારી, વિગેરે અટકાવવા, અટકાયતી ધારો કર્યો છે. કાયદાથી આ
SR No.525965
Book TitlePrabuddha Jivan 1980 Year 42 Ank 17 to 24 and Year 43 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy